Loading...
Welcome to Police Department
Search

વિભાગની કામગીરી

( ૧)  વિશેષ શાખા (લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ) :

       સ્થાનિક ગુપ્તચર શાખા  :

       આ શાખા સ્થાનિક ગુપ્તચર શાખા તરીકે ઓળખવામાં આવે છે. આ શાખા પોલીસ કમિશ્નરશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે. જેમાં મદદનીશ પોલીસ અધિકારી કક્ષાના પોલીસ અધિકારીની નિમણૂક હોય છે. આ શાખામાં વીઆઇપી તથા વીવીઆઇપીઓની સુરક્ષા અને બંદોબસ્તની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત ચૂંટણીઓને લગતી કામગીરી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના બંદોબસ્તની ગોઠવણી,  પાસપોર્ટ વેરિફિકેશન, કેરેક્ટર વેરિફિકેશન, ફોરેનર્સ રજિસ્ટ્રેશન, રાજકીય બાબતો વગેરેની કામગીરી થાય છે. કોમ્યુનલ બનાવો અંગે તકેદારી લેવી અને ઉચ્ચ અધિકારીશ્રીઓને માહિતગાર રાખવા. સમગ્ર શહેર પોલીસની કામગીરી પર તકેદારીની દૃષ્ટિએ નજર રાખી કોઈ પણ વિપરીત બાબતો પોલીસ કમિશ્નરશ્રીના ઘ્યાને મૂકવી. આ શાખાની કામગીરી ગુપ્ત છે અને માહિતી મેળવવાના અધિનિયમની જોગવાઈથી બાકાત રાખવામાં આવેલ છે.


(૨)  પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટર :

      શહેરના તમામ પો.સ્ટે.,કંટ્રોલરૂમ,આઉટ પોસ્ટ, અન્ય વાયરલેસ સ્ટેશન વચ્ચે સતત અને સુચારૂ રીતે સંદેશાવ્યવહાર સ્થાપિત કરવો જે અનુસંધાને જરૂરી ઇન્સ્ટોલેશન, જનરલ અને પ્રીવેન્ટીવ મેઇનટેનન્સ કરવું. વિવિધ બંદોબસ્ત દરમ્યાન કામચલાઉ અલાયદો સંદેશાવ્યવહાર સ્થાપિત કરવો તેમજ જે તે બંદોબસ્ત અનુસંધાને પોર્ટેબલ ડોમ ફ્રેમ મેટલ ડીટેકટર (DFMD) ઇન્સટોલ કરવા અને હેન્ડ હેલ્ડ મેટલ ડીટેકટર (HHMD)નું વિતરણ પોલીસ કર્મચારીઓને કરવુ. વિવિધ પોલીસ કચેરીઓ તેમજ અન્ય વિભાગની સરકારી કચેરીઓ વચ્ચે જી-સ્વાન મારફતે સંદેશાઓની આપલે માટે જરૂરી ટીપી સ્ટેશન સતત કાર્યરત રાખવુ તેમજ સંદેશાઓ નિયત સમય મર્યાદામાં નિયત કચેરી સુધી પહોચે તેની ખાતરી કરવી. ડીઝાસ્ટરની પરીસ્થીતી સારૂ અતિ જરૂરી એવા એસ.એફ. કોમ્યુનીકેશન આધારીત સ્ટેશનને તાત્કાલીક ઉપયોગમાં લઇ શકાય તે રીતે તૈયાર રાખવુ.


(૩)  પોલીસ ઇન્સ્પેક્ટર રીડર શાખા:

       સમગ્ર જિલ્લામાં ગુનાની આંકડાકીય માહિતીનું સંકલન, ગુના તપાસ અને ગંભીર ગુના તપાસ દેખરેખ, વાર્ષિક અહેવાલ સંબંધિત કામગીરી, તાબાની કચેરીનું ઇન્સ્પેક્શન, તાબાના અધિકારીની કામગીરીની દેખરેખ, વડી કચેરી દ્વારા માંગવામાં આવતી હકીકતો પૂરી પાડવી,  દૈનિક રીપોર્ટ (મોર્નિંગ રીપોર્ટ), ગુનાના મોનિટરિંગ રિપોર્ટ, સ્પે.રિપોર્ટ, સીરીયસ ક્રાઇમ તથા ક્વોલીટી કેસની માહિતી તૈયાર કરવા,  સ્વાગત  જેવા પ્રજાની મુશ્કેલી નિવારણ કાર્યક્રમોને અસરકારક બનાવવા-અમલ કરવા, કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી અસરકારક પગલાં લેવડાવવાં.


(૪)  પોલીસ ઇન્સ્પેકટર એમ.ઓ.બી. શાખા :

       ગુના કાર્યપદ્ધતિ આધારિત ગુનાઓ માટે એમ.ઓ.બી. દ્વારા નિયત રેકર્ડ, રજિસ્ટરો અને રિટર્ન જાળવવા (એમ.સી.આર. કાર્ડ,  હિસ્ટ્રીશીટ વગેરે) તેમજ મિલકત વિરુદ્ધના ગુનાઓમાં આરોપીઓના શકદાર સજેશન જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી ગુના ડિટેક્શનમાં મદદરૂપ માહિતી પૂરી પાડવી, રાજ્ય એમ.ઓ.બી., એન.સી.આર.બી. સાથે જરૂરી સંકલન કરવું અને થાણાના એમ.ઓ.બી. રેકર્ડનું ઇન્સ્પેક્શન કરી તેની ભૂલો સુધારી અદ્યતન રખાવવા વગેરે કામગીરી.


(૫)  પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. :

       આ શાખા પોલીસ કમિશ્નરશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે. આ શાખા વડોદરા શહેરમાં બનતા મહત્વના તેમજ ગંભીર ગુનાઓની તપાસ કરવાની કામગીરી કરે છે તેમ જ આવા ગુના ફરીથી ન બને તે માટે કાયદેસર અટકાવવાની કામગીરી કરે છે. નાર્કોટીકસ ના ગુના અટકાવવાની અસરકારક કામગીરી કરે છે.


(૬)  ફિંગર પ્રિન્ટ:

       જિલ્લામાં અટક થતા ગુનેગારોની ફિંગરપ્રિન્ટ સંબંધિત રેકર્ડ જાળવણી અને રાજ્ય ફિંગરપ્રિન્ટ બ્યુરો સાથે આ અંગે સંકલનની કામગીરી કરે છે. દરેક પોલીસ સ્ટે્શનની આ સંબંધિત કામગીરીની દેખરેખ અને નિરીક્ષણ પણ કરે છે. સજા પામેલા ગુનેગારોની ફિંગર પ્રિન્ટના રેકર્ડ જાળવી ગુનાની તપાસ દરમિયાન ચાન્સ પ્રિન્ટ સાથે રેકર્ડમાંથી ફિંગર પ્રિન્ટ સાથે સરખામણી કરવાની કામગીરી તપાસને મદદરૂપ કામગીરી કરે છે.


(૭)  કન્ટ્રોલ રૂમ :

      વડોદરા શહેર પોલીસની તાત્કાલીક કરવાની થતી કામગીરીની ઉપરી અધિકારીની દેખરેખ હેઠળ તમામ કાર્યવાહી અહીંથી થાય છે. કલેક્ટર કન્ટ્રોલ, ફ્લડ કન્ટ્રોલ અને ડિઝાસ્ટર કન્ટ્રોલ, સ્ટેટ કન્ટ્રોલ, હોમ કન્ટ્રોલ, આઈ.બી. કન્ટ્રોલ તમામ સાથે સતત સંપર્કમાં રહે છે. સંદેશાવ્યવહારનાં સાધનો જેવાં કે વાયલેસ, ફોન, ફેક્સ, ઈ-મેઇલ, ટી.પી., જી.એસ. વાન. પોલનેટ, એચ.એફ. વગેરેથી તે અન્ય વડી કચેરીઓ અને તાબાના પોલીસ સ્ટેશનથી જોડાયેલ છે. તેની સેવા સતત ર૪ કલાક ઉપલબ્ધ રહે છે. તમામ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસ, ક્વિક રિસ્પોન્સ ટીમ વગેરેના પણ સંપર્કમાં હોય છે. તત્કાલ મદદની જરૂરિયાતના પ્રંસગે પોલીસ અને અન્ય એજન્સીના સંકલનથી પ્રતિભાવ આપે છે.


(૮)  પોલીસ ઇન્સ્પેકટર કોમ્પ્યુટર શાખા :

       જીલ્લાના પોલીસ કર્મચારીને કોમ્પ્યુટર સંબંધિત ઇલેકટ્રોનિક સાધનોનું રીપેરિંગ અને જાળવણી તથા ગુજરાત સરકારશ્રીના અતિમહત્વાકાંક્ષી eGujCop પ્રોજેકટને અનુલક્ષીને યોગ્ય માર્ગદર્શન આપી પો.સ્ટે. દ્વારા ઓનલાઇન કામગીરી કરાવવામાં આવે છે પો.સ્ટે.ના ઓપરેટરો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું માપદંડ ચકાસવા નોડલ અધિકારી તથા લાયઝન અધિકારી મારફેતે દર અઠવાડીયે મીશન મોડ મીટીંગનું આયોજન કરવામાં આવે છે અને ઓનલાઇન કામગીરી કરવામાં થતી મુશ્કેલીઓનું નિવારવામાં આવે છે.


(૯)  રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર હેડ ક્વાર્ટર :

       પોલીસ હેડ ક્વાટરમાં આવેલી તમામ બ્રાન્ચ જેવી કે ઇમર્જન્સી કેમ્પની, હેડ ક્વાર્ટર રિઝર્વ, ડે. ઓફિસર, ક્લોધિંગ સ્ટોર, આર્મરર શોપ, શસ્ત્રભંડાર, એમ.ટી. સેક્શન, ડોગકેનાલ, બેન્ડ, માઉન્ટેડ સેક્શન વગેરેની દેખરેખ મદદનિશ પોલીસ કમિશ્નરશ્રી મુખ્ય મથકની દેખરેખ હેઠળ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર કામ કરે છે. પોલીસની શિસ્ત સંબંધિત તાલીમો, પરેડ, વી.વી.આઇ.પી. સિક્યોરિટી, જેલ આરોપી જાપ્તા, બંદોબસ્ત, ગાર્ડ અને ઓર્ડર્લી વગેરે હેડ ક્વાર્ટર રિઝર્વ દળનું નિયંત્રણ અને નોકરી વહેંચણી અહીંથી થાય છે. તેમ જ વડોદરા શહેરમાં ફાળવવામાં આવેલ પોલીસ ગાર્ડ તથા પોલીસ પાર્ટીની કામગીરી ઉપર જનરલ સુપરવિઝન કરે છે. હેડ ક્વાર્ટર જાળવણી અને સફાઈ વગેરેની દેખરેખ પણ અહીંથી થાય છે.


(૧૦)  એમ.ટી. વિભાગ 

 નવા વાહનો વડી કચેરી તરફથી ફાળવવામાં આવે ત્યારે તેનો કબજો મેળવી, તેને રજીસ્ટ્રેશન/પાસીંગ કરાવવાની કામગીરી વાહનોમાં ખામી ઉપસ્થિત થયે સ્ટોર-સ્ટોકમાંથી ઇસ્યુ કરી વાહન ઓન રોડ કરવા અથવા આઉટસાઇડ રીપેરીંગ મંજુરી મેળવી વાહન ઓનરોડ કરવાની તથા વાહનોના મેઇન્ટેનન્સને લગત કામગીરી તમામ વાહનોની હિસ્ટ્રીશીટ નિભાવી, વાહન ઉપર કરવામાં આવતો તમામ પ્રકારના ખર્ચની નોંધ રાખવાની કામગીરી વાહનોના વિમા તથા પી.યુ.સી.ને લગત કામગીરી વાહનોના અકસ્માત થયે સ્થળ વિઝીટ કરી, ફોર્મ નં-૨૭ ભરી વડી કચેરી તરફ જાણ કરવાને લગત કામગીરી એમ.ટી. વિભાગના કર્મચારી/ડ્રાઇવરોની નોકરી વહેચણી, તેમની હાજરી, રજા/હક્કરજા, સીક વિગેરેને લગત વહિવટી કામગીરી તમામ વાહનોની લોગબુક વેરીફાઇ કરી, વાહનોની એવરેજ કાઢવાની કામગીરી તથા પેટ્રોલ/ડીઝલ/ઓઇલના બીલો વેરીફાઇ મંજુરી અર્થે મોકલવાને લગત કામગીરી વાહનોના કિલોમીટર/આયુષ્ય મર્યાદા પુર્ણ થયે વાહનોને કંડમ કરવાની તથા કંડમ વાહનોના તથા કંડમ સ્પેર-પાર્ટસ/ટાયર-ટયુબ/બળેલ ઓઇલ વિગેરેને ઇ-ઓકશનથી નિકાલને લગત જરૂરી કામગીરી કરવામાં આવે છે. 


(૧૧)  માઉન્ટેન્ડ વિભાગ :

       આ શહેરમાં માઉન્ટેડ હસ્તક અશ્વ દળ કાર્યરત છે. જેમાં બંદોબસ્ત,ના.રા. દરમ્‍યાન ઘોડેશ્વાર પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે. આ દળની જાળવણી, તાલીમ સંબંધિત તમામ કામગીરી આ શાખા મારફતે થાય છે.


(૧૨)  પોલીસ શ્વાન દળ (ડોગ સ્ક્વોડ) :

       ગુના શોધન માટે ટ્રેકિંગની તાલીમ પામેલ તેમજ સ્ફોટક પદાર્થ અને કેફી દ્રવ્યો શોધવા ખાસ તાલીમ પામેલ સ્નિફર ડોગનો પોલીસ શ્વાન દળમાં સમાવેશ કરવામાં આવે છે. જેનું સંચાલન તાલીમબદ્ધ ડોગ હેન્ડલર કરે છે. અહીં જરૂરિયાત મુજબ ડોગને તાલીમ પણ આપવામાં આવે છે.


(૧૩)   બી.ડી.ડી.એસ. :-

       બી.ડી.ડી.એસ.ની મુખ્ય કામગીરી રેલ્વેસ્ટેશન, બસ સ્ટેશન, મોટી ફેકટરી (ઇન્ડીસ્ટ્રીયલ ) એરીયાની ચેકીંગની કામગીરી. મંદિર, મસ્જીદ વગેરે ધાર્મિક સ્થળો, ભીડભાડ વાળા વિસ્તારો તથા વાઇટલ પોઇન્ટો, લેન્ડીંગ પોઇન્ટો, કોર્ટ, અગત્યની કચેરીઓનું ચેકીંગ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. બંદોબસ્ત વગેરે પ્રકારની કામગીરી બી.ડી.ડી.એસ. દ્વારા ચેકીંગ કરવામાં આવે છે.


(૧૪) કયુ.આર.ટી. :-

       કયુ.આર.ટી.ની મુખ્ય કામગીરી રેલ્વે સ્ટશનો, હોટેલો, વિશ્રામ ગૃહો મંદિરો, મસ્જીદ, ધાર્મિક સ્થળો, ભીડભાડ વાળા વિસ્તારોમાં ચેકીંગ તેમજ કાયદો વ્યવસ્થા જાળવણી. કોર્ટ અગત્યની કચેરીઓમાં ચેકીંગ તથા અન્ય પ્રકારની કામગીરી કયુ.આર.ટી. ટીમ દ્વારા કરવામાં આવે છે.


(૧૫) નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર

કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં વડોદરા શહેરમાં લગાવેલ કેમેરાઓનું મોનીટરીંગ કરવામાં આવે છે. તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન ના કરતાં વાહનના માલીકને ઇ-ચલન પણ આપવાની કામગીરી અહીંયાથી જ કરવામાં આવે છે. કેમેરાની મદદથી ગુના ડિટેક્ટ કરવાની કામગીરી પણ થાય છે.


(૧૬) પોલીસ ઇન્સ્પેકટર (પી.સી.બી)

વડોદરા શહેર વિસ્તારમાં અટકાયતી પગલાઓ લેવા અંગેની કામગીરી,જાણીતા ગુનેગારોની હિસ્ટ્રી રાખવી,જાણીતા ગુનેગારો તથા વારંવાર ગુનાઓ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા,હદપારી તથા બીજા અન્ય પ્રકારના અટકાયતી પગલાઓ લેવા તથા અન્ય પો.સ્ટે. અને શાખા દ્વારા અટકાયતી પગલાઓ લેવડાવવા તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવતા આદેશો મુજબની કામગીરી કરવામાં આવે છે. 


(૧૭)  સ્‍થાનિક ગુના શોધક શાખા  ( લોકલ ક્રાઇમ બ્રાન્ચ)  :

       વડોદરા શહેર પોલીસ ગુનાશોધક શાખા છે જે ચારેય ઝોનના નાયબ પોલીસ કમિશ્નરશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે. વડોદરા શહેરમાં ચર્ચાસ્પદ બનેલ બનાવો તથા વણશોધાયેલ ગુનાઓની ડિટેક્શનની કામગીરી કરે છે તે મિલકત વિરુદ્ધના ગુનાઓ બનતા શોધવાની અને અટકાવવાની તેમ જ અસામાજિક તત્ત્વ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા શહેરના નાસતા ફરતા અને લાલ શાહી, વોન્ટેડ ગુનેગારો શોધી કાઢવાની મુખ્ય કામગીરી હોય છે. આ ઉપરાંત કોમ્બિંગ નાઇટોનું આયોજન તેમ જ ખાસ કામગીરી માટે ઝુંબેશ (ડ્રાઇવ) રાખી તેનું સંચાલન કરવાનું હોય છે. શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી બનતા ગુનાઓ તેમ જ ગંભીર પ્રકારના ગુનાઓની તપાસ. આ શાખાની કામગીરી પણ ગુપ્ત છે અને માહિતી મેળવવાના અધિનિયમની જોગવાઈથી બાકાત રાખવામાં આવેલ છે.