Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૧/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૮ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારુ લી-૬૦ કિ.રૂ.૧૨,૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૩ કિં.રૂ.૫૨૫/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૯ સહીત કુલ-૨૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાતના કેસો.

૧.      અકોટા પો.સ્ટે. પાર્ટ-“એ” ૧૧૧૯૬૦૪૧૨૬૦૦૮૧/૨૦૨૬ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૧૨૦ (બી) મુજબના ગુનાના કામના ફરિયાદી ધવલ અરવિંદભાઈ બારીયા રહે-હરસિધ્ધી સોસાયટી ખોડીયારનગર પાસે કરોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મિલિંદ મહેન્દ્રભાઈ જગતાપ રહે- જી.૪ વસુંધરા એપાર્ટમેન્ટ સી.ટી કોલોની પાસે ઇ.એસ.આઇ હોસ્પિટલ સામે વડોદરા શહેર (ર) મંથન રજોડીયા રહે- બી-૧૨ ગંગા ધામ ટેનામેન્ટ સીકોતર ધામ સોસા પાસે કરોડીયા રોડ બાજવા વડોદરા નાઓએ તા.૦૭/૦૯/૨૦૨૩ થી તા.૨૭/૧૧/૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન મોજે-૫૧૭ પાંચમો માળ સેંટર પોઇન્ટ અલ્કાપુરી આરોપીઓએ ભેગા મળી ફરીયાદીની ચાલતી ગોલ્ડ લોન ક્લોઝ કરાવવા પેટે ફરીયાદી પાસેથી મોબાઇલ લોન તથા મોબાઇલ એપ્લીકેશન લોન કરાવી કુલ રૂ.૭,૬૭,૯૪૨/- માથી ૧,૪૫,૪૩૭/- પરત કરી બાકીના રૂ.૬,૨૨,૫૦૫/- જેની લોનોના હપ્તા નહી ભરી અને ગોલ્ડ લોન પણ ક્લોઝ ન કરાવી ફરીયાદીના નાણા પડાવી પુર્વ આયોજીત કાવતરુ રચી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૨/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વાય.વી.પટેલ અકોટા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     વાહન અકસ્માત/ ફેટલના કેસો.

૧.      કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૧૦૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અનિલભાઇ મનુભાઇ બારીયા રહે-ગલી નં.૦૧ લીમડી ફળીયુ સોમાતળાવ ડભોઈ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યા વાહનનો ચાલક તે તા.૨૭/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રીના પોણા નવેક વાગ્યાની આસપાસ મોજે-સોમાતળાવ ચાર રસ્તાથી તરસાલી તરફ જતાં સોમાતળાવ બ્રીજ પહેલા રોડ પર ફરીયાદીના બનેવી અનિલભાઇ દિનેશભાઇ ઠાકોર ઉ.વ.૩૫ રહે-મહાદેવ ફળીયું સોમાતળાવ બ્રીજ પાસે ડભોઇ રોડ વડોદરા શહેર નાઓ સોમાતળાવ બ્રીજ પાસે ચાલતાં-ચાલતાં રોડ ક્રોસ કરતાં હતાં તે વખતે આરોપીએ પોતાનુ વાહન પુરઝડપે,ગફલતભરી રીતે અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરીના બનેવીને ટક્કર મારી એક્સિડન્ટ કરી જમણી આંખની નીચેના ભાગે તથા બંને હાથમાં તથા જમણી બાજુ કમરના ભાગે તથા જમણી બાજુની પાંસળીમાં તથા માથાના ભાગે ગંભીર ઇજા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી પોતાનુ વાહન લઈ નાસી ગયેલ અને ફરીના બનેવીને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં સારવાર દરમિયાન તા.૦૧/૦૩/૨૦૨૬ ના ક-૦૧/૩૦ વાગ્યે  ફરજ પરના ડો.શ્રી નાઓએ S.I.C.U. સર્જીકલ યુનિટમાં મરણ જાહેર કરેલ હોય વિ. બાબતે તા.૦૧/૦૩/૨૦૨૬ ના ક. ૦૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.કે.પરમાર કપુરાઇ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.