Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૧/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૩૧/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારુ લી-૩૬ કિ.રૂ.૭૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦ તથા ઇ.કવાટરીયા નંગ-૪૨ મળી કુલ કિં.રૂ.૩૪,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૩ સહીત કુલ-૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.         મારામારીના કેસો:-

૧.         લક્ષ્મીપુરા પો. સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૭૨૬૦૧૨૬/૨૦૨૬  ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૨૯૬ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિયાબેન વા/ઓફ રાજભાઇ મનોજભાઇ શ્રોફ ઉ.વ.૨૩ ધંધો-ઘરકામ હાલ રહે- મ.ન.૬/૭૧ દિનદયાલ નગર જુના વુડાના મકાન, ગોત્રી, વડોદરા શહેર, મુળ રહે- એ ૮૦૪, એવ્યોન સ્કાય, દર્શનમ ક્લબ લાઇટ સામે, અંકોડીયા રોડ, વડોદરા શહેર  નાઓની ફરિયાદ મુજબ આરોપી યશ ઉર્ફે લસ્સી સંતોશ વસાવા રહે- દિનદયાલ નગર વુડાના મકાન ગોત્રી વડોદરા  શહેર તા.૩૦/૦૩/૨૦૨૬ ના કલાક- ૨૩/૩૦ થી કલાક ૨૪/૦૦ વાગ્યાની આસપાસ  મોજે- નવા અને જુના વુડાના મકાનો વચ્ચેના રોડ પર દિન વુડાના મકાન ગોત્રી વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી નાઓ સાથે આરોપી નાએ ફરીયાદી શ્રી સાથે ઝઘડો કરી અને ગંદી ગાળો આપી અને ફરીયાદી પર રસ્તામાં પડેલ મોટો પથ્થર પર ઘા કરેલ પરંતુ ફરીયાદી બચી ગયેલ અને ત્યારબાદ આ યશ ઉર્ફે લસ્સી વસાવા નાએ ફરી.શ્રી નાઓ આઠ મહીનાથી પ્રેગ્નેટ હોવા છતા તેઓને પેટના ભાગે જોરથી લાત મારી નીચે પાડી દઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૩/૨૦૨૬ ના કલાક ૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ. એન.એચ.સોલંકી  લક્ષ્મીપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૨.         સ્ત્રી અત્યાચારના  કેસો:-

૧.         હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૨૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કાજલબેન રોહિતભાઈ કનુભાઈ માળી ઉંમર વર્ષ 26 ધંધો ઘરકામ રહે મ નં  બી 29 પાયલ પાર્ક સોસાયટી અમિત નગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રોહિતભાઈ કનુભાઈ માળી રહે. બી-૨૯ પાયલ પાર્ક સોસાયટી અમિતનગર વડોદરા શહેર તા.૧૬/૦૨/૨૦૨૨ થી આજ દિન સુધી મોજે  બી-૨૯ પાયલ પાર્ક સોસાયટી અમિતનગર વડોદરા શહેર આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તા 16 02 2022  થી આજ દિન સુધી અવારનવાર યેનકેન પ્રકારે શારિરીક તેમજ માનસિક ત્રાસ આપી  જે  ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૩/૨૦૨૬ ના ક. ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે.   સદર ગુનાની તપાસ પો.સ.ઈ એન.એમ.પ્રિયદર્શી સા હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.     ફતેગંજ પોલીસ સ્ટેશન ‘’એ’’ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૧૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૨૯૬(બી),૮૫  મુજબના ગુનાના કામના ફરિયાદી તન્વી W/O હર્શુલ જીતેન્દ્ર ગંભીર ઉ.વ.૩૪ ધંધો-નોકરી રહે.ફ્લેટ નં.૧૨૦,વેદા એપાર્ટમેન્ટ,છાણી રોડ,વડોદરા શહેર મુળ રહે.ઇ-૨/૨૦૩ અરેરા કોલોની,ભોપાલ,મધ્યપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપી હર્શુલ જીતેન્દ્ર ગંભીર ઉ.વ.૩૩ ધંધો-નોકરી રહે.ફ્લેટ નં.૧૨૦,વેદા એપાર્ટમેન્ટ,છાણી રોડ,વડોદરા શહેર મુળ રહે. મ.નં.એમ/૦૧,સેન્ચ્યુરી એપાર્ટમેન્ટ, મહોલ્લ કોટવાલી વીદીશા નારાયણ નગર ભોપાલ,મધ્યપ્રદેશ  તા.૨૭/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રીના ૨૦/૦૦ વાગ્યાની આસપાસ આ કામના ફરીયાદીને તેઓના પતિ હર્શુલ જીતેન્દ્ર ગંભીર નાઓએ અવાર નવાર બોલાચાલી ઝઘડો કરતા હોય.અને ગંદી ગાળો આપી માનસીક તેમજ શારીરીક ત્રાસ આપેલ તેમજ તા.૨૭/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રીના કલાક ૦૮/૦૦ વાગ્યાના સુમારે આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી મુક્કાઓ વડે માથામા માર મારી માથામા તેમજ કાનમા નાની મોટી ઇજાઓ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૩/૨૦૨૬ ના કલાક ૧૬/૩૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મેહુલદન ગંભીરદાન ફતેહગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.         વાહન અકસ્માતના કેસો:-

૧.         મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૧૨/૨૦૨૬ ભારતિય ન્યાય સંહિતા ની કલમ ૨૮૧,૩૨૪(૫) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિયેશ ભોગીલાલ પટેલ ઉ.વ-૪૫ ધંધો-ખેતીકામ રહે-વચલુ ફળીયુ ગામ-માલસર તા-સિનોર જી-વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી ટાટા સિગ્માના ચાલક ગઇ તા.૨૯/૦૩/૨૦૨૬ ના કલાક ૦૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે-માણેજા ક્રોસીંગ પાસે વડોદરા શહેર આ કામના ફરી.શ્રી માણેજા ક્રોસીગથી આગળ વડોદરા શહેર તરફ જતા હતા તે દરમ્યાન એક ટાટા સિગ્ના ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી  ફરી.શ્રીની આઇ-૨૦ ફોરવ્હીલ ગાડી નં- GJ-23-BD-4799 ને પાછળથી ટક્કર મારતા ફરી.શ્રીની ગાડી વચ્ચે ડીવાઇડર સાથે અથડાયેલ અને ફરીની ગાડીને પાછળથી ટક્કર મારતા  ગાડી ગોળ ફરી જતા  બન્ને સાઇડે તથા ગાડીના પાછળના ટાયરને  નુકસાન કરી ફરીશ્રીની ગાડીને અંદાજીત એકાદ લાખ ઉપરાતનુ નુકશાન કરી જે-તે સમયે સ્થળ પરથી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા-૩૧/૦૩/૨૦૨૬ ના કલાક ૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ભગીરથસિંહ રઘુવીરસિંહ  મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૪.        ઘરફોડ ચોરીના કેસો:-

૧.         સીટી પો.સ્ટે. પાર્ટ એ  ગુ.ર.નં- ૧૧૧૬૯૬૦૦૬૨૬૦૦૭૨/૨૦૨૬  ભારતીયન્યાય સંહિતા   ૨૦૨૩ ની કલમ ૩૦૫, ૩૩૧(૪), ૬૨, ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકભાઇ ધનશ્યામભાઇ બેલાણી  ઉ.વ.૪૮ ધંધો-વેપાર રહે:- ઍ-૦૮,રૂમ નં.૩૧ હરીસેવા સ્કુલની બાજુમા,વારસીયા કોલોની,વારસીયા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી બે  અજાણ્યા ચોર ઇસમો તા.૩૧/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૩૦ થી કલાક.૨૨/૩૦ વાગ્યા ની આસપાસ મોજે નવાબજાર, મંગળબજાર ખાતે વડોદરા શહેર આ કામના ફરી.શ્રીની બંધ દુકાનના મુખ્ય દરવાજાને મારેલા તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવીને આ બે ચોર ઇસમો દુકાનમા ઘુસીને ચોરી કરવાના ઈરાદે ઘુસીને પકડાઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૩/૨૦૨૬ ના કલાક. ૨૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી વી.વી.ઝાલા સા સીટી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.