-: પ્રેસનોટ :-
(તા.૦૧/૦૫/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-ર કિ.રૂ. ૪૦૦/-તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૨ મળી કુલ કિ.રૂ. ૬૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૧ સહિત કુલ ૦૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. બાપોદ પો.સ્ટે પાર્ટ એ.૧૧૧૯૬૦૦૨૨૬૦૨૫૪/૨૦૨૬ બી.એન.એસ. ની કલમ ૧૧૮(૧),૧૧૭(૨), ૧૧૫(૨), ૨૯૬(૨),૧૨૬(૨), ૧૨૭(૨), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મુકેશભાઈ બચુભાઈ માળી રહે. મ.નં ૩૩ જલારામનગર-૦૨ વુડા સર્કલ પાસે કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) શૈલેષ તથા (૨) તેના મિત્ર નાઓએ તા.૨૯/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે મોજે- પીળા વુડાના મકાન ખોડીયાર નગર ફરીયાદીનો દીકરો શ્યામ ઉ.વ.૧૭ વર્ષ ૭ મહીના ૨૧ દીવસ નાનો આરોપી નં ૦૧ પાસે તેના આપેલ હાથ ઉછીના રૂપિયા લેવા માટે ગયેલ તે વખતે આરોપી નં ૦૧ નાએ તેને જણાવેલ કે તારા રૂપિયા મળશે નહી તેમ કહી ફરી.ના દીકરાને ગમેતેમ ગંદી બિભત્સ ગાળો આપી માથામા લોખંડનો પાઈપ મારી ઈજા કરેલ તે વખતે આરોપી નં ૦૨ નાઓએ પણ ફરી.ના દીકરાને ગડદાપાટુનો માર મારતા ફરી.નો દીકરો ત્યાથી રીક્ષામા બેસી ભાગતા આરોપી ૦૧ તથા ૦૨ નાઓએ તેનો પીછો કરી એલ.એન્ડ ટી. સર્કલ પાસે રીક્ષા ઉભી રખાવી ગેરકાયદેસર અવરોધ ઉભો કરી ફરી.ના દીકરાની ગેરકાયદેસર અટકાયત કરી ફરી.ના દીકરાને ક્રોમા મોલની બાજુમા આવેલ નવી બંધાતી સાઈટ ઉપર લઈ જઈ ફરી વખત માર મારી નવી બંધાતી સાઈટના ખાડામા ફેકી દેતા ફરી.ના દીકરાને જમણા પગના સાથળ ઉપર ફેક્ચર કરી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા. ૩૦/૦૪/૨૦૨૬ ના ક.૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.એન. પ્રસાદ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઈ પો.સ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૩૨૬૦૨૪૩/૨૬ બી.એન.એસ ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૧૧૭(૨),૨૯૬(બી), ૩૫૧(૨),તથા જી.પી. ૧૩૫ એક્ટ મુજબ મુના ગુનાના કામના ફરિયાદી મયુર રમેશભાઈ વસાવા ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઈવીંગ રહે- ૮૩ આશાપુરીનગર આશાપુરા માતાના મંદીર પાસે વૈકુઠ-૧ ની પાછળ વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ કિરણભાઈ મનુભાઈ બારીયા રહે- ૧૪ આશાપુરીનગર આશાપુરા માતાના મંદીર પાસે વૈકુઠ-૧ ની પાછળ વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓએ તા. ૦૧/૦૫/૨૦૨૬ ના ક. ૦૩/૦૦ વાગ્યે મોજે.આશાપુરા માતાના મંદીર પાસે આશાપુરીનગર વૈકુંઠ-૧ ની પાછળ વાઘોડીયા રોડ, વડોદરા શહેર આ કામના આરોપીએ આજથી પાંચેક વર્ષ પહેલા ફરી સાથે થયેલ ઝ્ગડાની અદાવત રાખી તા-૩૦/૦૪/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગ્યે ફરી દુકાને પડીકી લેવા જતો હોય તે વખતે આરોપીએ ફરી ને ગંદી ગાળો બોલી ઝપાઝપી ઝગડો કરેલ અને ત્યારબાદ ફરી તથા તેનો ભાઈ પિયુષ બંને ઘર બાજુ આવતા હોય તે વખતે આરોપીએ ફરીવાર આજરોજ રાત્રીના ક઼.03/00 વાગ્યે ફરી. પર હુમલો કરી આરોપીએ ફરી ને લોખંડનો પાઈપ જમણા હાથના પંજા પર અને ડાબા હાથના પંજા પર મારી જમણા હાથે ત્રીજી આંગળીએ માઈનોર ફ્રેક્ચર કરી ગડદાપાટુનો માર મારી આરોપીએ ગદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મે. પોલીસ કમિશ્નર સા.શ્રી નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા. ૦૧/૦૫/૨૦૨૬ ના ક.૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી પો.સ.ઇ કે.ડી પરમાર સા કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઈ પો.સ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૩૨૬૦૨૪૪/૨૬ બી.એન.એસ ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૧૧૭(૨),૨૯૬(બી), ૩૫૧(૨),તથા જી.પી. ૧૩૫ એક્ટ મુજબ મુના ગુનાના કામના ફરિયાદી કિરણભાઈ મનુભાઈ બારીયા રહે- ૧૪ આશાપુરીનગર આશાપુરા માતાના મંદીર પાસે વૈકુઠ-૧ ની પાછળ વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)મયુર રમેશભાઈ વસાવા તથા નં (૨) પિયુષ રમેશભાઇ વાસાવા બન્ને રહે- ૮૩ આશાપુરીનગર આશાપુરા માતાના મંદીર પાસે વૈકુઠ-૧ ની પાછળ વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓએ તા. ૦૧/૦૫/૨૦૨૬ ના ક. ૦૩/૦૦ વાગ્યે મોજે.આશાપુરા માતાના મંદીર પાસે આશાપુરીનગર વૈકુંઠ-૧ ની પાછળ વાઘોડીયા રોડ, વડોદરા શહેર આ કામના બંને આરોપીઓએ આજથી છ માસ પહેલા ફરી. સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી તા-૩૦/૦૪/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગ્યે આરોપીઓએ ફરી.ને ગંદી ગાળો બોલી ઝપાઝપી ઝગડો કરી જતા રહેલ ત્યારબાદ બંને આરોપીઓ ફરીવાર આજરોજ રાત્રીના ક.૦૩/૦૦ વાગ્યે ફરી. પર હુમલો કરી આરોપી નં.(૧) નાએ લોખંડના પાઈપ વડે ડાબા હાથની કોણી પાસે તેમજ જમણા હાથે બરડાના ભાગે પાઈપનો ફટકો મારેલ અને આરોપી નં.(૨) નાએ લોખંડનો પંચ ફરી.ના મોઢા પર કપાળ પર તેમજ જમણી આંખના નિચેના ભાગે મારી તથા ગડદાપાટુનો માર મારી બંને આરોપીઓએ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવામાં એકબીજાની મદદ કરી ગુનો કર્યા વિ.બાબતે તા. ૦૧/૦૫/૨૦૨૬ ના ક.૮/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી પો.સ.ઇ કે.ડી પરમાર સા કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અન્ય કેસો
૧. ડી.સી.બી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૦૨૬૦૦૦૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૭૮, ૧૭૯, ૧૮૦ મુજબના ગુનાના કામના ફરિયાદી ભાર્ગવ મુકેશભાઈ પાઠક રહે.બી 2 380 સીધ્ધાર્થ બંગલોઝ ઉર્મિ સ્કુલની સામે સમા સાવલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ સેવીંગ એકાઉન્ટ નં-૫૦૧૦૦૫૦૧૦૯૬૦૨૭ ના માં નાણા જમા કરાવનાર અજાણ્યો ઈસમ તે તા.૨૯/૦૪/૨૦૨૬ના ક. ૦૩/૪૮ વાગે. મોજે એચ ડી એફ સી બેન્ક શોટ્ટા સ્કેવેર ગ્રાઉન્ડ ફલોર ઉમા ચાર રસ્તા પાસે વાઘોડીયા રોડ શાખામાં રૂપિયા ૧૦,૦૦૦/ ફરીયાદીના બેંકના હીટાચી કંપનીના કેસ ડીપોઝીટ મશીનમાં જમા કરાવેલ પરંતુ આ તમામ નોટો ડુપ્લીકેટ હોવાથી એકાઉન્ટમાં જમા થયેલ નથી તે નોટો જમા કરાવનાર કોઈ અજાણ્યો ઈસમ આ ભારતીય ચલણી નોટો રૂપિયા ૫૦૦/-ના દરની નંગ ૨૦ બનાવટી અને ડુપ્લીકેટ હોવાનું જાણવા છતાં તે નોટો સાચી અને ખરી છે તેમ કરી ભારતના અર્થતંત્રને ખોરવી નાંખવા તથા બજારમાં બનાવટી અને ચલણી નોટો ઘુસાડવાના ઈરાદાથી બેન્કના કેશ ડીપોઝીટ મશીનમાં ભરી તમામ નોટો મશીન દ્વારા ખોટી અને બનાવટી (ડુપ્લીકેટ) ડીટેક્ટ થઇ મશિનના બોક્ષમાંથી મળી આવી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૪૨૦૨૬ ના ક.૧૬/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી બી.ડી.જીતીયા એસ.ઓ.જી. શાખા વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. સ્ત્રી-અત્યાચારના કેસો
૧. કુંભારવાડા પોસ્ટે પાર્ટ એ ગુરનં૧૧૧૯૬૦૪૨૨૬૦૦૯૬/૨૬ બીએનએસ કલમ ૮૫,૧૧૫,૨૯૬ખ,૫૪ તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ ૧૯૬૧ કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઝેબા વા/ઓ મોહંમદ આકીબ મોહંમદ રફીક મલેક અને ડૉ/ઓ આશીફખાન પઠાણ હાલ રહે.સી/૫૦૪ જેની રેસિડેન્સી સુપર બેકરીની બાજુમા પાણીની ટાંકી પાસે આજવા રોડ નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) મોહંમદ આકીબ મોહંમદ રફીક મલેક (ર) બીલ્કીશબાનુ વા/ઓ મોહંમદરફીક મલેક (૩) મોહંમદરફીક નશરુભાઇ મલેક તમામ રહે. હાથીખાના ગેંડા ફળીયા દુદુમાની દરગાહ પાસે નવદુર્ગા કોર્પોરેશનની સામે વડોદરા શહેર નાઓએ સને ૨૦૨૪ થી આજદિન તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી મોજે હાથીખાના ગેંડા ફળીયા દુદુમાની દરગાહ પાસે નવદુર્ગા કોર્પોરેશનની સામે આરોપીનાઓ ફરીયાદીને ઘરકામ બાબતે બોલાચાલી ઝઘડો કરતા હોય અને ગમે તેમ ગાળો બોલતા હોય અને ફરીયાદીના પતિ ફરીયાદીને નાની નાની વાતમા ઝઘડો કરી માર મારતા હોય તથા તલાક આપવા બાબતે દબાણ કરી ઝઘડૉ તકરાર કરી શારીરિક માનસિક ત્રાસ આપી ફરીયાદી પાસે દહેજની માંગણી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય વિ.બાબતે તા ૩૦/૦૪/૨૦૨૬ ના ક. ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.એ.એસ.આઇ કેનોનબેન નરેંદ્રકુમાર કુંભારવાડા પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. મકરપુરા પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૯૫/૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અક્ષય અમરસિંહ રબારી રહે-ચોરાવાળુ ફળીયુ, તરસાલી ગામ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૨૬/૦૪/૨૦૨૬ ના ક.૧૯/૦૦ થી તા.૨૭/૦૪/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે-તરસાલી તળાવ પાસેથી ફરીયાદીની એક આઇસર કંપનીની આઇસર 2110 ટેમ્પો રજી. નં. GJ-06-BV-7789 ની જેનો ચે.નં. MC2ERHRC0PHB07990 તથા એ.નં. E446CDPH077130 નો છે. જે ગોલ્ડન બ્રાઉન કલરની હતી જેમાં જે તે વખતે આશરે ૧૫ લીટર જેટલુ ડીઝલ હતુ. જેની કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૦/૦૪/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.પી.ડાભી મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. ચોરીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે પાર્ટ- એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૨૪૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૪), ૩૦૫(ક) મુજબ ગુનાના કામના ફરિયાદી નૈમીશાબેન વા/ઓ ભૌતીકભાઇ પ્રજાપતિ ઉ.વ.૪૭ ધંધો-ઘરકામ રહે-એચ/૨૩ સુરભીપાર્ક સોસાયટી કલાદર્શન ચાર રસ્તા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ અજાણ્યો ઇસમ તા.૨૧/૦૪/૨૦૨૬ ના રાત્રીના ૨૧/૪૫ વાગ્યાથી તા-૨૨/૦૪/૨૦૨૬ ના કલાક ૦૫/૪૫ વાગ્યા દરમ્યાનમા મોજે. એચ/૨૩ સુરભીપાર્ક સોસાયટી કલાદર્શન ચાર રસ્તા વાઘોડીયા રોડ વડોદરા શહેર ફરીયાદીના મકાનના નિચેના માળના લોખંડની ગ્રીલ પર મારેલ લોક કોઇ સાધન વડે તોડી અગર તો ખોલી ઘરમાં પ્રવેશી બેડરૂમમા રહેલ લોખંડની તિજોરીની બાજુમા રહેલ શોકેસમા રહેલ ચાવી વડે લોક ખોલી તેમા મુંકેલા રોકડા રૂપીયા આશરે ૧૫,૦૦૦/- તથા એક સોનાની આશરે સાત ગ્રામ વજનની બુટ્ટી આશરે કિંમત રૂપીયા-૯૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૫/૨૦૨૬ ના ક.૧૩/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ એચ.એચ રાઠોડ સા. પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.