-: પ્રેસનોટ :-
(તા.૦૧/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૩૦/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૫ કિં.રૂ.૭૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૦૧ કિ.રૂ.૧૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો
૧. ગોરવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં ૦૩૧૨/૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩(બી.એન.એસ.)ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી.રામકિશોર ઓમપ્રકાશ ત્રિપાઠી ઉ.વ-૪૫ ધંધો-વેપાર રહેવાસી.વળીવાડી સિકકાનગર મોનાલીશા એપાટૅમેન્ટ ની સામે અલ્કાપુરી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૨૭/૦૬/૨૦૨૬ ના રોજ અમો રાત્રીના આશરે કલાક ૨૧/૨૦ થી કલાક ૨૧/૪૦ વાગ્યા દરમ્યાન સારાભાઇ કમ્પાઉન્ડમાં આવેલ એકસીસ બેંકની સામે રૂદ્ર ટી સેન્ટર નામની ચાની લારી પરથી મારો વિવો કંપનીનો Y29 5G(6GB+128GB) મોડલનો ડાયમંડ બ્લેક કલરનો જેમાં જીયો કંપનીનું કાડૅ હતુ.જેનો IMEI1 862310079143962 તથા IMEI2 862310079 143970 અને જેની કિમત રૂા.૧૫,૪૯૯/- ગણી શકાય છે.જે કોઇ ચોર ઇસમ ચોરી કરીને લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૦/૦૬/૨૦૨૬ ના કલાક-૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો સંજય સાહેબરાવ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. અકોટા પોલીસ સ્ટેશન ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૬૭/૨૦૨૬ બી.એન.એસ. ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી આશીફ ગુલામ મહંમદ મન્સુરી ઉ.વ.૫૩ ધંધો.રીક્ષા ડ્રાઈવીંગ રહે.બ્લોક નં.૦૮ ઘર નં.૪૯૩ ગ્રીન પાર્ક ગોરવા હાઉસીંગ બોર્ડના મકાન ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સાહીલ આશીફ મન્સુરી ઉ.વ.૨૩ રહે.બ્લોક નં.૦૮ ઘર નં.૪૯૩ ગ્રીન પાર્ક ગોરવા હાઉસીંગ બોર્ડના મકાન ગોરવા વડોદરા શહેર નાઓ પોતે મોટર સાયકલ જેનો રજી.નં.GJ-20-BE-6545 નુ લઈને પોતાના ઘરે જતા ત્યારે તા.૦૧/૦૭/૨૦૨૬ ના વહેલી સવારના આશરે સવા ત્રણેક વાગ્યાના સુમારે અકોટા ચાર રસ્તાથી યોગા સર્કલ તરફ જતો રોડ ઉપરથી પસાર થતા તેઓ મોટર સાઈકલ સ્પીડમા ચલાવી લાવી અચાનક મોટર સાયકલ ધ તુલીપ ટચ કેફે સામે રોડના ડીવાઈડર પાસે સ્લીપ ખાઈ જતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેઓ સ્થળ ઉપર મરણ જઈ મોટર સાઈકલ રજી.નં.GJ-20-BE-6545 ને સામાન્ય નુકશાન પહોચાડી ગુનો કરેલ હોય વિગેરે બાબતે તા.૦૧/૦૭/૨૦૨૬ ના કલાક ૦૭/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એલ.જે.પરમાર અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૫૨૫૧ /૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૨૮૧, ૩૨૪(૫) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી સપનીલભાઈ સ/ઓ છગનભાઈ પટેલ ઉ.વ.૪૫ ધંધો-નોકરી રહે.મ.નં.સી/૦૮ શિવોહમ રેસીડેન્સી હોટેલ એરપોર્ટની બાજુમાં હરણી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક બસ મહારાષ્ટ્ર પાર્સીંગની સરકારી બસ જેનો રજી નં. MH 14 MH 4352 ના ચાલક તા.૦૧/૦૭/૨૦૨૬ ના કલાક.૧૦/૦૦ વાગ્યાની આસપાસ મોજે - ઈ.એમ.ઈ.સર્કલથી પંડ્યા બ્રીજ તરફ જતા રોડ ઉપર ફતેહગંજ બ્રીજ ઉતરતા વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી ની ફોરવ્હીલર ગાડી જેનો રજી નં. GJ 06 PF 4280 તથા એક ટેમ્પો જેનો રજી નં.GJ 01 LT 7522 તથા ફોર-વ્હીલર ગ્રાન્ડ વિટારા જેનો રજી નં. GJ 17 CA 9534 તથા મારુતિ સુઝુકી બલેનો ફોર-વ્હીલર જેનો રજી નં. HR 26 DT 0977 ની એક લાઈનમાં ઉભેલ હતા ત્યાં એક બસ મહારાષ્ટ્ર પાર્સીંગની સરકારી બસ જેનો રજી નં. MH 14 MH 4352 ના ચાલકે પોતાની બસ પુર જડપે બેદરકારી અને ગફલભરી રીતે ચલાવી લાવી લાઈનમાં ઉભેલા બધા વાહનોને પાછળથી ટક્કર મારતા ફરી.શ્રીની ફોર-વ્હીલર જેનો રજી નં. GJ 06 PF 4280ને આશરે રૂ.૬૦,૦૦૦/- તથા ટેમ્પો જેનો રજી નં.GJ 01 LT 7522 ને આશરે રૂ.૧૫,૦૦૦/- તથા ફોર-વ્હીલર જેનો રજી નં. GJ 17 CA 9534 આશરે રૂ.૧,૦૦,૦૦૦/- તથા મારુતિ સુઝુકી બલેનો ફોર-વ્હીલર જેનો રજી નં.HR 26 DT 0977 ને રૂ.૧,૦૦,૦૦૦/- જેટલુ નુકસાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૭/૨૦૨૬ ના કલાક. ૧૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો નિલેષભાઇ હિંમતભાઇ ફતેહગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.