-: પ્રેસનોટ :-
(તા.૦૧/૦૮/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૩૧/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૦ કિં.રૂ.૨૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા બિયર નંગ-૧૯૪ મળી કુલ્લે કિં.રૂ.૩૬,૩૮૮/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૫ સહિત કુલ-૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ગુનાહિત વિશ્વાસઘાતના કેસો
૧. ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૦૨૬૦૦૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨),૩૧૮, ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) મુજબના ગુનાના કામના ફરિયાદી અંજલી ગોવીંદ પરબ રહે. 502 શ્યામ એપાર્ટમેન્ટ ચીકુવાડી સીંમપોલી બોરેવલી મુંબઇ નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧)અમિત મુકેશ શાહ પીએચસી બિલ્ડકોન પ્રા લિ અને પધ્માવતી બિલ્ડકોન પ્રા લિ ના ડાયરેક્ટર રહેવાસી 3 કુંજ સોસાયટી અલકાપુરી વડોદરા(૨) ભાવેશ નરેશચંદ્ર અમીન તે શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા લી.ના માલીક રહે- શ્રીમ હાઉસ યોગી કોમ્પલેક્ષ પાછળ માયલસ્ટોન બિલ્ડીંગની સામે થલતેજ રોડ બોડકદેવ અમદાવાદ (૩) અપૂર્વ દીનેશભાઇ પટેલ શ્રી સિધ્ધિ વિનાયક ડેવલપર્સ ડિરેક્ટર સત્તાધિકૃત રહે- 5 એ સમૃધ્ધિ બંગલો વિશ્વામિત્રી ટાઉનશીપ પાસે વિશ્વામિત્રી વડોદરા શહેર તથા મૂળ રહે.કાકરખડ ગામ તા.જી.નડીયાદ નાઓ ભેગા મળી ગુનાહિત કાવતરૂ રચી પોતાના સામાન્ય ઇરાદો પાર પાડવા માહે મે સને ૨૦૧૮થી આજદિન સુધી બેંકના મોર્ગેજના હક્કો,બાકી વસૂલાતની કાર્યવાહી તથા ડી.આર.ટી ના આદેશની જાણ હોવા છતાં, તેને અવગણીને બેંકની સંમતિ અને ટ્રિબ્યુનલની મંજૂરી વિના કરારો કરી હક્કો ઉભા કરી, તેમજ આર.ઓે.સી તથા સી.ઇ.આર. એસ.એે.આઇ ના જાહેર રેકોર્ડની વિગતોથી બેંકના કાયદેસર મોર્ગેજ અને સુરક્ષા હિતોની જાણ હોવા છતાં મહત્વપૂર્ણ હકીકતો ઇરાદાપૂર્વક છુપાવી, ખોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી રૂ.૧૫.૦૦ કરોડથી વધુના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો આચરી, યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંકના સુરક્ષા હિતોને ગંભીર નુકસાન પહોંચાડી બેંકને ખૂબ જ મોટું આર્થિક નુકસાન પહોચાડી બેંક સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી કે.એચ.ચૌધરી માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. અટલાદરા પો.સ્ટે પાર્ટ ‘એ’ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૪૨૬૦૩૫૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧),૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી જયેશ કિશનભાઈ માળી રહે,મ.નં.૦૭ શ્રીજીનગર બાપુનગરની પાછળ કલાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧)સંતોષ કિશનભાઈ માળી રહે, ગુલાબીવુડાના મકાન ખિસકોલી સર્કલ પાસે વડોદરા શહેર (૨) જયેશ કિશનભાઇ માળી રહે.શ્રીજીનગર બાપુનગરની પાછળ વડોદરા શહેર (૩) કમલેશ ઉર્ફે મામુ માળી રહે, સંતોષીનગરવુડા ખિસકોલી સર્કલ પાસે વડોદરા શહેર નાઓએ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રાત્રીના આશરે દશેક વાગ્યાની આસપાસ મોજે- સંતોષીનગર વુડા પાણીની ટાંકી પાસે અટલાદરા આરોપી નં-૧ નાએ દિલીપભાઈ રાજકિશોર શાહ નાઓ સાથે ઝઘડો કરી માર મારતો હતો જેથી ફરિએ તેઓને ઝઘડો કરવાની ના પાડેલ આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ફરિને બિભત્સ ગાળો આપી ફરિ.ને પકડીને ફેટો મારેલ અને સંતોષે ફરિને માથાના ભાગે પાઈપથી મારીને ઈજા પહોચાડેલ જેથી સાહેદ પ્રવિણ ઉર્ફે ભઈલુ ફરિને છોડાવવા વચ્ચે પડતા આરોપી નં-૩ નાએ પ્રવિણને પંચથી જમણા હાથે મારીને ઈજા પહોચાડેલ અને ફેટો મારીને એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.રાહુલભાઈ હમીરભાઈ અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પો.સ્ટે પાર્ટ ‘એ’ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૪૨૬૦૩૫૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સંતોષ કિશનભાઇ માળી રહે. મ.નં.૦૬ ગુલાબી વુડાના મકાન ખિસકોલી સર્કલ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)જયેશ કિશનભાઇ માળી(૨)નંદાબેન કિશનભાઇ માળી બન્ને રહે.મ.નં.૦૭ શ્રીજીનગર બાપુનગર પાછળ વડોદરા શહેર(૩) આકાશ તડવી નાઓએ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રાત્રીના આશરે દશેક વાગ્યાની આસપાસ મોજે- સંતોષીનગર વુડામાં પાણીની ટાંકી પાસે અટલાદરા ફરિયાદી હાજર હતા તે વખતે આરોપીઓ ફરિ.ના પરિવારના વિવાદને ધ્યાનમાં રાખીને ફરિને બિભત્સ ગાળો બોલી ફેટોથી માર મારેલ અને ફરિ.ને પકડીને ફેટોથી માર મારેલ અને આરોપી નં.(૩) નાએ લોખંડની પાઈપથી ફરિને ડાબા પગ ઉપર મારીને ફેક્ચર કરીને ઇજા પહોચાડી બિભત્સ ગાળો બોલી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિશ્નર સા.શ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી શ્રી જી.એ.અનાવાડીયા અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. છાણી પો.સ્ટે. પાર્ટ એ ગુર.નં.૧૧૧૯૬૦૦૫૨૬૦૨૯૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫ (બી), ૧૦૬ તથા એમ.વી એક્ટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.હે.કો નટવરસિંહ સુરસંગભાઈ બ.નં.૩૨૭૭ છાણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફિરોજભાઈ સુલતાનભાઈ વ્હોરા રહે,ડી/૭૦૧, ગોલ્ડન હાઈટસ, સનફાર્મા રોડ, તાદલજા વડોદરા શહેર નાઓએ ગઈ તા.૧૩/૦૭/૨૦૨૬ ના રાત્રીના ક.૨૨/૩૮ વાગ્યાની આસપાસ મોજે-છાણી જી.એસ.એફ.સી બ્રીજ પાસે છાયાપુરી બ્રીજ ચડતા મહિંદ્રા કંપનીના શોરૂમની સામે મરણ જનાર અજાણ્યા પુરૂષ ઉ.વ આશરે ૩૮ વર્ષ તે ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે સમયે તેને એક ઓટોરીક્ષા જેનો રજીનં જીજે ૦૬ બીડબ્લુ ૮૫૮૯ ના ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી લાવી અકસ્માત કરી અજાણ્યા પુરુષને માથાના ભાગે મ્રુત્યુ નિપજાવે તેવી ગંભીર પ્રકારની ઈજાઓ પોહચાડી મ્રુત્યુ નિપજાવી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.બી.ચારેલ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. નંદેસરી પો.સ્ટે પાર્ટ એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૩૮૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મોહનલાલ ભીમજીભાઇ બાથાણી રહે- શાશ્વત સોસાયટી, વાસદ ગામ તા.જી. આણંદ મુળ રહે- શ્રી જલારામ ટીમ્બર માર્ટ, સાકરદા ગામ તા.જી વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક પીળા કલરનું સિમેન્ટ ભરવાનું ટેન્કર ચાલકે તા.૩૧/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગ્યાના અરસામા મોજે ને.હા.નં.૪૮ ઉપર વડોદરા થી વાસદ તરફ જતા ધોળાકુવા પાસે ફરિયાદી તેમના દિકરા શાંતિલાલ મોહનલાલ બાથાણી ઉ.વ-૩૨ નાઓને પાછળ બેસાડી હોન્ડા સાઈન મો.સા રજી. GJ-06-HN-4872 નાની લઈને ને.હા.નં.૪૮ ઉપર જતા હતા ત્યારે એક પીળા કલરના સિમેન્ટ ભરવાના ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર પુરઝડપે, બેદરકારીથી ગફલતભરી રીતે ચલાવી લાવી ફરિ.ની મો.સાને પાછળથી અથાડતા ફરિશ્રીના દિકરા શાંતિલાલ રોડ ઉપર પડી જતા માથા ઉપર ટેન્કરનું ટાયર ચઢાવી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવીને પોતાનું ટેન્કર નવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર લઈને નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૭/૨૦૨૬ ના ક-૨૨ /૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વિ.કે.પાટીલ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. ગોરવા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૫૪/૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ (બી.એન.એસ.) ની કલમ ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી.શિવલેહરી ધ્વારકાપ્રસાદ શર્મા રહે.મકાન નં.૬/૭ હરે ક્રિષ્ણ એપાટૅમેન્ટ આચાયૅ દવાખાના પાસે સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૭/૨૦૨૬ ના રોજ ક.૧૮/૩૦ થી ક.૨૦/૩૦ વાગ્યા દરમ્યાનમાં મોજે-મકાન નં.૬/૭ હરે ક્રિષ્ણ એપાટૅમેન્ટમાંથી ફરીયાદીની એકટીવા જેનો રજી.નં GJ06JB8167ની ઘરની સામે પાર્ક કરી પરત લેવા જતા જણાઇ આવેલ ન હોય જે સફેદ કલરની જેનો ચે.નં. ME4JF502ME7316534 તથા એ.નં. JF50E71316576 નો છે. જે સને ૨૦૧૫ ના મોડલની જેની કિં.રૂા.૨૫ ૦૦૦/-તે મો.સા. કોઇ ચોર ઇસમે લોક ખોલી ચોરી કરીને લઈ જવા બાબતે તા.૩૧/૦૭/૨૦૨૬ ના ક-૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એલ.એન. સાંસલા ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મહિલા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૧૨૬૦૦૨૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૮૫, ૩૫૨,૩૫૧(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શબનમ વા/ઓફ અસલમભાઈ મલેક તે સમસુર રહેમાનખાન પઠાણની દીકરી રહે-સી/૧૦૧ જૈની રેસિડેન્સી સબીના સોસાયટી આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)અસલમ ઇસ્માઇલભાઇ મલેક રહે સી-૧૬૫ સબીના પાર્ક સોસાયટી (૨) નાઝમીન વા/ઓફ ઇમરાન કાઝી રહે.મીમ સિટી ડભોઇ રોડ કુંઢેલા ચોકડી દીવાળીપુરા વડોદરા શહેર નાઓએ લગ્નના બાદ તા-૧૪/૧૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધી આરોપીઓ ફરીયાદી નાઓ સાથે નાની બાબતે બોલાચાલી ઝઘડો કરી શારિરીક માનસિક ત્રાસ આપી મારઝુડ કરી તલ્લાક આપવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૮/૨૦૨૬ ના ક.૧૨/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.સુમિત્રાબેન અનોપસિંહ મહીલા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.