-: પ્રેસનોટ :-
(તા.૦૧/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૩૧/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૫૭ તથા વોશ લી-૯૯૦ કિ.રૂ.૪૧,૭૫૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૪૨ મળી કુલ કિ.રૂ.૫૪,૨૬૮/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૭ સહિત-૩૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મોબાઇલ ચોરીના કેસો
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પો.સ્ટે. ગુ.ર.નં.પાર્ટ–એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫૦૫૦૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવેશકુમાર જયંતીલાલ પટેલ રહે-૪૩, સન સિટી સાકાર, ગોધરા રોડ, હાલોલ, પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ તા.૧૭/૦૮/૨૦૨૫ ના ક.૧૩/૦૦ થી ૧૪/૦૦ વાગ્યાની વચ્ચે જય મહાકાલી ફ્રુટ એંડ જ્યુસ સેંટર,આજવા રોડ ફરીયાદીની સેમસંગ કપંનીનો એમ ૩૩ ૫જી મોડલ નો હતો. જેનો IMEI no -(1)357147891305656 નો છે. જેમા રહેલ સિમકાર્ડ એરટેલ કંપનીનુ જેની કિ.રૂ.૧૯,૫૦૦/- જે મોબાઈલ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૧/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન ચોરીના કેસો
૧. કારેલીબાગ પોલીસ સ્ટેશન
કારેલીબાગ પો.સ્ટે.“એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૫૦૨૮૪/૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુના ના કામના ફરિયાદી શબ્બીર હુસેન મોહંમદ વાહીદ ખેરૂવાલા રહે.મોટી વ્હોરવાડ હાજી ફ્લેટની બાજુમાં વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૦/૦૮/૨૦૨૫ ના આશરે ક-૨૧/૦૦ વાગ્યાથી તા.૩૧/૦૮/૨૦૨૫ ના ક-૧૦/૧૫ વાગ્યા દરમ્યાન મોજે- કારેલીબાગ હાથીખાના ગેટની સામે સમ્રાટ ટ્રેડીંગ કંપની નામની પેપર-પસ્તીની દુકાન આગળ વડોદરા શહેર ફરીયાદીની સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ફોરવ્હીલ ગાડી કે જેનો રજી.નં-GJ-06-AZ-5324 નો છે જે સને ૨૦૧૮ ના મોડલની છે, જેનો ચે.નં.MA1ZU2TBKJ1K 83725 તથા એ.નં.-TBJ1K85341 નો છે જેમાં આશરે ૧૦ લીટર જેટલુ ડીઝલ હતુ, જેની આશરે કિં.રૂ. ૬,૫૦,૦૦૦/- જે પાર્ક કરીને મુકેલ હતી, જે કોઈ ચોર ઈસમ કોઈ ડુપ્લીકેટ ચાવી વડે અગર તો લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૧/૦૮/૨૦૨૫ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.મનુભાઇ પુંજાભાઇ કારેલીબાગ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પો.સ્ટે. પાર્ટ એ ૧૧૧૯૬૦૧૬૨૫૦૪૮૩/૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૧૧૭(૨), ૨૯૬,૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મગનભાઇ બુધાભાઇ પઢીયાર રહેવાસી-ડેરાવાળુ ફળીયુ દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અજયભાઇ નટવરભાઇ પઢીયાર (૨)સુનીલભાઇ અરવીદભાઇ પઢીયાર (૩)ગીતાબેન નટવરભાઇ પઢીયાર (૪)ભારતીબેન પઢીયાર તમામ રહેવાસી- ડેરાવાળુ ફળીયુ દંતેશ્વર વડોદરા શહેર નાઓએ તા.૩૧/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે મોજે- ડેરાવાળુ ફળીયુ દંતેશ્વર ફરિયાદીના ફળીયામા સ્ક્રીન ઉપર ગણપતી ભગવાનનુ પીક્ચર જોતા હતા તે વખતે આરોપી (૧) નાએ પોતાના મોબાઇલમા વિડીયો ઉતારી સ્પીકરને લાત મારતા ફરીયાદી તેને કહેવા જતા એકદમ ઉશ્કેરાઇ જઇ ગમે તેમ બિભત્સ ગાળો આપી તેના હાથમાની લોખડની પાઇપ ફરી.ને માથામા ડાબી બાજુ મારી ઇજા કરી તથા સાહેદ રાજેન્દ્ર મગનભાઇ પઢીયાર નાઓને આરોપી નં(૨) નાઓ તેના હાથમાનો કપડા ધોવાનો પાયો જમણા હાથના પંજા પર મારી (ફેક્ચર) કરી તથા તહોદારણ નં(૩)(૪) નાઓ ગમેતેમ બિભત્સ ગાળો આપી એકબીજાને મદદગારી કરી મે.પો.કમી સા.શ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૧/૦૯/૨૦૨૫ ના ક.૦૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.એસ.ચૌધરી મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૪૮૫/૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૭(૨), ૧૧૮(૧), ૨૯૬, (બી),૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ક્રુણાલ સન/ઓફ દુર્ગાપ્રસાદ કપૂર રહે.૨૦૩ મંગલા ગ્રીન તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ત્રણથી ચાર અજાણ્યા ઈસમો તા-૩૧/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે મોજે- અંકુશ પાન પાર્લર તરસાલી ખાતે ફરિયાદી ગઈકાલ તા.૩૧/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગ્યાના સુમારે આરોપીઓ અંકુશ પાન પાર્લર તરસાલી ખાતે ફરીશ્રીને ગમેતેમ બિભત્સ ગાળો આપી આ છોકરીનો મોબાઈલ કેમ ચોરેલ છે તેમ કહી ફરીશ્રીના માંથામાં લોખંડની પાઈપ વડે ઈજા કરી તથા જમણા પગના પંજા ઉપર પથ્થર વડે ગંભીર ઈજા (ફેકચર) કરી તથા ફરીશ્રીના મિત્ર વેદ હેમંતકુમાર ભટ્ઠ નાઓને માથામાં લોખડની પાઈપ મારી ઈજા કરી તથા ડાબી આંખ ઉપર ઈજા કરી એકબીજાને મદદગારી કરી મે.પો.કમી સા.શ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૧/૦૯/૨૦૨૫ ના ક.૦૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.એચ.વસાવા મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.