-: પ્રેસનોટ :-
(તા.૦૧/૧૨/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૮૨ કિ.રૂ.૧૬૪૦૦/- તથા ઇ.ક્વાર્ટરીયા નંગ-૮૧, ઇ.બોટલ નંગ -૦૫, બિયર-૦૫, એકટીવા-૦૧, મોબાઇલ-૦૨ મળી કિંરૂ. ૮૩,૫૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૧ સહીત કુલ-૩૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડ ચોરીના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૪૨/૨૫ બી.એન.એસ કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ ગુનાના કામે ફરીયાદી ચંપાબેન વા/ઓફ જોગીભાઈ નાયકા ઉ.વ.૪૯ ધંધો- નોકરી, રહે-મ.નં.એ/૬૫ રેલ્વે કોલોની પ્રતાપનગર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ જેના નામ સરનામા ની ખબર નથી તા:૨૦/૧૦/૨૦૨૫ ના રોજ બપોરના નાં ૧૪/૦૦ વાગ્યાથી તા.૨૧/૧૦/૨૦૨૫ ના સવારના આશરે ૧૦/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે- મ.નં.એ/૬૫ રેલ્વે કોલોની પ્રતાપનગર વડોદરા શહેર (પોતાના ઘરે) આ કામના કોઇ ચોર ઇસમે ઉ૫રોકત સમય દરમ્યાન ફરીયાદી શ્રી ના મકાનના દરવાજાના લોકનો નકુચો તોડી કોઇ અજાણ્યો ચોર ઇસમ મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ લોખંડ ની તિજોરી નો લોક તોડી તેમા રાખેલ સોના, ચાદીના દાગીના આશરે કુલ્લે કિ.રૂ.૭૭,૨૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૧૧/૨૦૨૫ કલાક ૧૯/૪૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.એચ.વસાવા મકરપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે.
ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૫૦ ૫૫૧ /૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩ (૨) મુજબ ગુનાના કામે ફરીયાદી દક્ષલભાઈ યોગેશકુમાર મોદી ઉ.વ ૨૪ ધંધો અભ્યાસ રહે રૂમ નં. એ/૦૬૦૨ સમરસ બોઈજ હોસ્ટેલ ન્યુ સમા રોડ વડોદરા શહેર, મુળ રહે, ગેલ માતાની દેરી પાસે હિંગળાચાચર, પાટણ નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ તા.૨૮/૧૧/૨૦૨૫ના સાંજના કલાક ૧૯/૦૦ થી ક.૧૯/૩૦ વાગ્યા દરમ્યાન આ કામના ફરી.ની હીરો કંપનીની પેશન એક્સ પ્રો કાળા કલરની મો.સા. જેનો રજી.નં. GJ-06-KJ-1198 તથા એન્જીન નં. JA12ABGGJ10006 તથા ચેસીસ નં. MBLJA12ACGGJ07174 નો છે જે કાળા કલરની છે કિમત આશરે રૂ ૧૫,૦૦૦/-ની મો*સા જેમા જે-તે સમયે આશરે ૦૧ લિટર પેટ્રોલ હતુ તે મો*સા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૧૨/૨૦૨૫ના કલાક ૧૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. હર્ષદભાઈ પ્રતાપભાઈ ફતેગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.