Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૨/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૧/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૫ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારુ લી-૬૨ કિ.રૂ.૧૨,૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૪૧, બોટલો નંગ-૨૪ મળી કુલ કિ.રૂ. ૩૩,૦૬૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૨૫ સહીત કુલ-૩૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.     અ૫હરણના કેસો.

૧.      અકોટા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૧૨૬૦૦૮૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨), મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ તા.૨૫/૦૨/૨૦૨૬ ના કલાક ૧૮/૦૦ વાગ્યાની આસપાસ આરોપી હાર્દીક સવિનભાઇ મિનામા રહે-તળાવ ફળીયુ, ગામ-માતવા તા.ગરબાડા જી.દાહોદ નાનો ફરિયાદીશ્રીની સગીર વયની દિકરી ઉ.વ.૧૭ (જન્મ તારીખ ૨૫/૦૬/૨૦૦૯) નાનીને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૩/૨૦૨૬ ના  ક.૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી પી.જી.રાવત અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     વાહન અકસ્માત(ફેટલ)‌ના કેસો.

૧.      છાણી પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં.-૧૩/૨૦૨૬ (૧૧૧૯૬૦૦૫૨૬૦૦૯૩ /૨૦૨૬) બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૦૬(૧), તથા એમ.વી. એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૩,૧૮૧ મુજબના ગુનાના કામના ફરિયાદી વિરીયાભાઈ કડકીયાભાઈ નિસરતા ઉ.વ.૪૨ ધંધો-મજુરી હાલ રહે.શિવશક્તી સોસાયટી,બાજવા તા.જિ.વડોદરા શહેર મુળ રહે,.સીમલીયા ગામ તા.ગોવિંદગુરુ લિમડી જિ.દાહોદ નાઓની ફરિયાદ મુજબ  મહિંદ્રા કંપનીના લાલ કલરના ટ્રેક્ટર રજી.નં.GJ-06-PN-2450 ના ચાલક શિવરાજ કલાભાઈ નિસરતા ( કાયદાના સંઘર્ષમાં રહેલ બાળક) હાલ રહે,રાણિયા ગામ તા.સાવલી જિ.વડોદરા શહેર મુળ રહે,.સીમલીયા ગામ તા.ગોવિંદગુરુ લિમડી જિ.દાહોદ તા-૦૨/૦૩/૨૦૨૬ ના રાત્રીના આશરે કલાક-૧૨/૩૦ વાગ્યે પહેલાના કોઈ પણ સમયે  મોજે- ને.હા.નં.- ૪૮ ના રણોલી ગામના બ્રીજના રણોલી ગામ થી પદમલા ગામ તરફ જતા રોંગ સાઇડના સર્વિસ રોડ પર આ કામના કાયદાના સંધર્ષમા આવેલ બાળક નાએ તેના કબ્જાનુ મહિન્દ્રા ટ્રેક્ટર નંબર GJ-06-PN-2450 નુ  સર્વિસ રોડ ઉપર રોંગ સાઇડે પુરઝડપે અને ગફલતભરીરીતે બેફિકરાઇ થી ઓવર સ્પીડમા ચલાવી લઇ જતા રોડ ઉપર બમ્ફ હોય તેમજ રોડની સાઇડમા પત્થરના ઢગલા કરેલ હોય જેથી એકદમ જ શોર્ટ બ્રેક મારતા ટ્રેક્ટર સ્પીડમા હોવાથી આંચકો લાગતા આ કામે મરણ જનાર ફરીયાદીશ્રીના દિકરા બાદલભાઇ વિરીયાભાઇ નિસરતા, નાને નિચે રોડ ઉપર ફેંકી દઇ ચહેરા તથા માથામા પાછળના ભાગે ગંભીર ઇજા પહોચાડતા નાક-મો તથા માથામા પાછળ જ્યાં વાગેલ ત્યાંથી લોહિ કાઢી સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ લઇ જતા ફરજ ઉપરના ડો. સાહેબે મરણ જાહેર કરતા ગુનો કર્યા વિ.બાબતે તા-૦૨/૦૩/૨૦૨૬ ના કલાક-૦૮/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એફ.ચૌહાણ સા. છાણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.     સ્ત્રી અત્યાચાર‌ના કેસો.

૧.      મહિલા પોલીસ સ્ટેશન ફ્સ્ટ ગુ.ર.નં૧૧૧૯૬૦૦૧૨૬૦૦/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ની કલમ ૮૫,૩૫૨,૫૪ તથા દહેજ પ્રતિબંધકધારા કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સોની વા/ઓફ વિક્રાંત ચૌહાણ ઉ.વ-૪૦ અભ્યાસ:- ડિપ્લોમા ધંધો:- ઘરકામ રહે હાલ ટી./એફ-૬  અંકુરરેશી    કમપ્લાઝા ઉમીયાનગર ન્યુ સમારોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ  આરોપી:- (૧) વિક્રાંતસિંગ સત્યપાલસિંગ ચૌહાણ (પતિ) (૨) શકુંતલાદેવી સત્યપાલસિંગ ચૌહાણ  (સાસુ) (૩) સત્યપાલસિંગ સુખરામસિંગ ચૌહાણ (સસરા) (૪)અભિષેક  સત્યપાલ ચૌહાણ (જેઠ) (૫) શ્રૂતિ અભિષેક ચૌહાણ (જેઠાણી) તમામ રહે, વ્રજકુંજ સોસાયટી,નદરઇ ગેટ,કાંસગંજ (યુ.પી) (૬) જયોતી યાવેન્દ્ર ચૌહાણ રહે, એ૧/૧૬૫ સેકટર -૪ સામે એસ.એ.આઇ સેન્ટગીરી    સ્કુલ રોહિણી નારેલા દિલ્હી નોર્થ વેસ્ટ દિલ્હી  પીન-૧૧૦૦૮૫ (દિલ્હી) તા.૨૨/૦૧/૨૦૧૭ના રોજ લગ્નના પાંચ માસથી તા.૨૧/૦૬/૨૦૧૭ થી તા૨૯/૦૫/૨૦૨૫ દરમ્યાન મોજે:- વ્રજકુંજ સોસાયટી,નદરઇ ગેટ,કાંસગંજ (યુ.પી) ફરીયાદીની સાસરીમા આ કામના આરોપીઓ નાઓ ફરીયાદીને લગ્ન કરીને ગયેલ તેના પાંચ માસબાદથી ફરીયાદી સાથે નાની વાતમાં બોલાચાલી ઝગડો કરી આરોપીનં,૧,૫નાઓ ફરીયાદીના દીકરીના ભવિષ્ય માટેની માંગણી કરી ઝઘડો કરેલ અને તારે કાર ભૂલી જવાની વેચી નાખેલ છે તેમ કહી અરજદારની નણંદ વિક્રાંતને છુટાછેડા આપી દે તને કોઈ વસ્તુ મળશે નહીં તારી વિક્રાંત સાથે રહેવું હોય તો રૂપિયા પચાસ લાખ આપ નહી તો વડોદરા મુકામે રહેજે તેમ જણાવી દહેજમાં રૂપીયાની માંગણી કરી ફરીયાદીની જાણ બહાર જુની હોવાનુ જણાવી વેચી નાખી કારના પૈસા ભુલી જવાના મળશે નહી તેમ કહી  ફરીયાદીને પહેરેલ કપડે દિકરી સાથે ઘરમાં કાઢી મુકી આ કામના આરોપીઓ એકબીજાને મદદગારી કરી શારીરીક- માનસીક ત્રાસ આપી  ગુનો કર્યા વિ.બાબતે તા ૦૨/૦૩/૨૦૨૬ના કલાક ૧૪/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ કપીલાબેન રસુલભાઇ મહિલા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.