-: પ્રેસનોટ :-
(તા.૦૨/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૧/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારુ લી-૧૬ કિ.રૂ.૩૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા ઇ.કવાટરીયા તથા બિયર મળી કુલ નંગ-૨૨૪૩ મળી કુલ કિં.રૂ.૧૩,૨૧,૨૩૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૦ સહીત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો:-
૧. જે પી રોડ પોલીસ સ્ટેશન “એ ” પાર્ટ ગુરનં. ૨૪/૨૦૨૬ યુનીક નં 11196008260080 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૯(૪),૩૧૧,૫૪ મુજબ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી હુસૈન કાઈદભાઈ સાહેરવાલા ઉ વ 27 ધંધો વેપાર રહે મ નં 704 તઈબા હાઈટ્સ માધવનગર પાસે સનફાર્મા સર્કલની નજીક તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક વાદળી કલરના મોપેડ પર આવેલ ત્રણ અજાણ્યા ઈસમો તા.૦૧/૦૪/૨૦૨૬ના કલાક ૧૮/૩૦ વાગ્યાના અરસામાં મોજે કીસ્મત ચોકડીથી મહારાજા ચાર રસ્તાની વચ્ચે આવેલ દેવદાસ ફાર્મની સામેના ભાગે રોડ ઉપર આ કામના ફરીયાદી તેઓના વેપારના રૂપીયા સાડા ત્રણ લાખ એક લાલ કલરની થેલીમાં નાખી ફરીયાદીના એક્ટીવા રજી નં.GJ06KS7738ની ડેકીમાં મુકી ઘરે જવા સારૂ નીકળેલ દરમ્યાન રોડ ઉપરથી પસાર થઈ રહેલ હતા તે વખતે એક વાદળી કલરની કોઈ મોપેડ જેવા વાહનમાં ત્રણ ઈસમો સવાર થઈને આવેલ અને ચાલુ મોપેડે મોપેડ ચાલકે ફરીયાદીના એક્ટીવાની ઉપર પગ મુકી દઈ ફરીયાદીને રોડ ઉપર ઉભા રખાવી દઈ મોપેડ ચલાવનાર ઈસમે ફરીયાદીની એક્ટીવાની ચાવી કાઢી લઈ મોપેડમાં પાછળ બેસેલ ઈસમે નીચે ઉતરી જઈ ફરીયાદી પાસે આવી “હટી જા ચલ ગાડી સાઈડ મે લગા લે ડેકી ખોલ ઔર પૈસા દે” તેમ કહી તેના ખીસ્સામાંથી એક ચપ્પુ કાઢી ફરીયાદીને ઇજા કરશે તેવા ભયમાં મુકી ફરીયાદીને એક્ટીવા સાથે રોડની બાજુએ અંદર લઈ જઈ મોપેડમાં પાછળ બેસેલ ઈસમે મોપેડ ચાલક પાસેથી ફરીયાદીની એક્ટીવાની ચાવી લઈને ડેકી ખોલી ડેકીમાં મુકેલ રૂપીયાની થેલી લઈ લીધેલ અને મોપેડમાં વચ્ચે બેસેલ ઈસમે ફરીયાદીને “તેરે પાસ જો હો વો નીકાલ દે”તેમ કહી ફરીયાદીના ખીસ્સામાંથી ફરીયાદીનો વીવો કંપનીનો મોબાઈલ ફોન કાઢી લઈને સ્થળ પરથી નાસી જઈ રોકડા રૂપીયા ૩,૫૦,૦૦૦/- તથા ફરીયાદીના વીવો કંપનીના મોબાઈલ જેની આશરે કીંમત રૂ.૧૫,૦૦૦/- એમ કુલ રૂપીયા ૩,૬૫,૦૦૦/-ની મત્તાની લુટ કરી એકબીજાની મદદગારી કરી સ્થળ પરથી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૪/૨૦૨૬ના કલાક ૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પોલીસ ઈન્સપેક્ટર શ્રી એન.જે.સુહાગીયા જે.પી રોડ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો:-
૧. કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૫૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જયકુમાર અર્ણેશભાઇ દરજી ઉ.વ.૩૨ ધંધો.નોકરી રહે.ડી-૫૦૧ કાન્હા ડ્રીમ લેન્ડ, વાઘોડીયા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો ચોર ઇસમ તા.૩૦/૦૩/૨૦૨૬ ના કલાક-૧૯/૩૦ વાગ્યા આસપાસ મોજે- કપુરાઈ બ્રીજ નીચે વડોદરા શહેર આ કામના ફરી પોતાની બલેનો ગાડી લઈને એલ એન્ડ ટી કંપની માંથી નીકળી વાઘોડીયા ચોકડી થઇ કપુરાઇ ચોકડી તરફ જતા કપુરાઇ બ્રીજ પરનો સીગ્નલ બંધ હોય જ્યા સામેથી રોંગ સાઇડમાં એક અજાણ્યો ઇસમ આશરે ઉ.વ.૩૫ નાનો ચાલતા ચાલતા આવી અને ફરી.ની ગાડીના ડ્રાયવીંગ સીટના દરવાજા પાસે અથડાઈ ફરી.નો મોબાઇલ SAMSUNG S20FE જેનો IMEI NO 358818744854749 છે જેમા વોડાફોન કંપનીનુ સીમ કાર્ડ હતુ જેનો નંબર 9712007277 છે જેની કિંમત રૂપીયા ૧૫,૦૦૦ ગણી શકાય. જે મોબાઈલ ફરી.ના શર્ટના ઉપરના ખીસ્સામાં મુકેલ તે ફરી.ની જાણ બહાર ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા ૦૧/૦૪/૨૦૨૬ ના કલાક ૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રામસાગરભાઇ સુનજીભાઇ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦ /૨૦૨૬ IPC કલમ-૩૭૯ મુજબના ગુનાના કામના ફરિયાદી મયુરભાઇ લક્ષ્મીકાંત રાજયગુરુ ઉં.વ.૪૪ ધંધો:-પત્રકાર રહે:-એ-૩૭ રાજલક્ષ્મી ટેનામેન્ટ રામે વિધ્યાલય સામે લક્ષ્મીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૧૫/૦૬/૨૦૨૨ ના સાંજના કલાક:-૦૪/૪૫ થી કલાક:-૦૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે એસ.એસ.જી. હોસ્પિટલ તાત્કાલિક વિભાગ સામે પાર્કિંગમાં વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી પોતાની એક્ટીવા પાર્કિંગમાં પાર્ક કરેલ એક્ટીવા RTO રજી. નં:- GJ-06-JA-0124 ની કોઇ ચોર ઇસમ એક્ટીવાનું લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી કે કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૪/૨૦૨૬ ના કલાક ૧૫/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નીતાબેન ઓખાભાઇ રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. પ્રાણી ક્રુરતાના કેસો:-
૧. કપુરાઇ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૫૪/૨૦૨૬ બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ ૨૮૯ તથા પશુઓ પ્રત્યે ધાતકીપણું અટકાવવાનો અધિનિયમ -૧૯૫૪ ની કલમ ૧૧ (૧)(ડી) (ઇ) (એફ) (એચ) મુજબ તથા જી,પી એકટ કલમ ૧૧૯ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી.સ.ત રાજેશ બબનરાવ અ.હે.કો. બ.નં.૧૫૧૧ નોકરી કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અશોક લેયલેન્ડ નંબર- GJ-02-ZZ-4965 નો ચાલક ઇમરાનખાન કેસરખાન બલોચ રહેવાસી-ગામ-મહેકુબપુરા,તા-ખેરાલુ જી-મહેસાણા.(૨) નામે હૈદરખાન ભાઇખા બ્લોચ ઉ.વ.૫૮ રહે,ત્રણ દરવાજા ,કચરો ફળીયુ,નગીના મસ્જીદની સામે પાલનપુર,બનાસકાંઠા (૩) (વોન્ટેડ) ભેંસો ભરાવનાર -ગુલામનબી રસુલ અંક્લેશ્વર તા.૦૧/૦૪/૨૦૨૬ ના કલાક ૧૯/૧૭ વાગ્યા પહેલા મોજે.- ને.હા -૪૮ જામ્બુવા સાંકડો બ્રીજ ઉતરતા સુરત જવાના રોડ ઉપર વડોદરા શહેર આ કામના તહોદારો અશોક લેયલેન્ડ નંબર- GJ-02-ZZ-4965 માં વગર પાસ પરમીટે ખીચો ખીચ અત્યંત કુરતાપુર્વક ભેંસો ભરી ભેસોને ખાવા માટે ધાસચારો કે પાણી પીવા માટે પાણીની કોઈ વ્યવસ્થા નહી કરી તેમજ હવા ઉજાસની કોઈ વ્યવસ્થા નહી કરી ખીચોખીચ ભરેલ જીવિત ભેસો નંગ- ૧૫ જે એક ભેંસ ની કિંમત રૂપીયા ૨૦, ૦૦૦/- લેખે ૧૫ ભેંસોની કિંમત રૂપીયા ૩,૦૦,૦૦૦/- તથા અશોક લેયલેન્ડ ટ્રક નંબર- GJ-02-ZZ-4965 જેની કિંમત રૂપીયા ૭,૦૦,૦૦૦/-ગણી કુલ્લે કિંમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- નો મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ તેમજ ભેંસો ભરાવનાર -ગુલામનબી રસુલ અંક્લેશ્વર નાનો નહી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા ૦૧/૦૪/૨૦૨૬ ના કલાક ૨૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ કે.ડી.પરમાર સા. કપુરાઇ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ઘરફોડ ચોરીના કેસો:-
૧. ફતેગંજ પો.સ્ટે. “એ” પાર્ટ. ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૧૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી અભીષેક મનોહરલાલ શર્મા ઉ.વ.૩૬ ધંધો-નોકરી રહે,મ.નં-બી-૦૫,અંજલીપાર્ક સોસાયટી, ટીપી-૧૩, ગણપતી ચોકડી પાસે, છાણી જકાતનાકા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૨૯/૦૩/૨૦૨૬ ના રાત્રીના કલાક ૦૯/૦૦ થી તા-૦૧/૦૪/૨૦૨૬ બપોરના કલાક ૧૩/૩૦ વાગ્યા દરમ્યાન મોજે-મ.નં-બી-૦૫,અંજલીપાર્ક સોસાયટી, ટીપી-૧૩, ગણપતી ચોકડી પાસે, છાણી જકાતનાકા, વડોદરા શહેર આ કામના કોઇ ચોર ઇસમે ફરીયાદીના બંધ મકાનના મુખ્ય દરવાજાનો લોક કોઇ સાધન વડે તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના કુલ રૂ.૫૪,૦૦૦/-ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૪/૨૦૨૬ ના કલાક ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ શ્રી આ.એ.બારીયા પોલીસ સબ ઇન્સ્પેકટર ફતેહગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વિશ્વાસઘાતના કેસો:-
૧. સયાજીગંજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૬૦૨૦૭/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૧૮(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નરગીસબેન અર્જુનભાઈ વલવી ઉ.વ.૩૫ ધંધો.ઘરકામ રહે.૪૫/૬ પુષ્પગ્રીન સોસાયટી, ઉંડેરા ગામ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મોહન મેરીયા ઓફિસ.પહેલો માળ ૧૧૭-૧૧૮ સેન્ટ્રલ એસ.ટી.ડેપો વડોદરા તથા ૧૬/એફ અક્ષરધામ શોપિંગ છાણી જકાતનાકા વડોદરા મો.નં.૮૯૦૫૮૧૨૪૩૦, ૬૩૫૫૪૨૦૨૬૧ તથા (૨)મનિષભાઈ શાહ મેનેજર શ્રીજી હેલ્પ સેન્ટર, ૧૧૭-૧૧૮ સેન્ટ્રલ એસ.ટી.ડેપો વડોદરા તા.૦૧/૧૧/૨૦૨૫ થી ૦૧/૧૨/૨૦૨૫ સુધી મો.જે. શ્રીજી હેલ્પ સેન્ટર, ૧૧૭-૧૧૮ સેન્ટ્રલ એસ.ટી.ડેપો વડોદરા આ કામના આરોપી નં.(૧) નાઓએ તા.૦૧/૧૧/૨૦૨૫ ના રોજ રૂ.૧૯૮૦૦/- તથા તા.૦૩/૧૧/૨૦૨૫ ના રોજ રૂ.૪૦,૦૦૦/- તથા રૂ.૯,૫૦૦/- મળી કુલ રૂ.૪૯,૫૦૦/- ગુગલ પે થી મેળવી લઈ તેમજ આરોપી નં.(૧) ના કહેવાથી આરોપી નં.(૨) નાઓએ ફરિયાદીના મોબાઈલ ફોનમા “મનીવ્યુ એપ્લીકેશન” ડાઉનલોડ કરી આરોપી નં.(૧) નાઓએ ફરિયાદીની જાણ બહાર “મનીવ્યુ એપ્લીકેશન” માથી તા.૦૧/૧૨/૨૦૨૫ ના રોજ રૂ.૧,૦૦,૦૦૦/- ની લોન મેળવી લઈ પોતાના ખાતામા તા.૦૧/૧૨/૨૦૨૫ ના રોજ ગુગલ પેથી રૂ.૯૦,૦૦૦/- ટ્રાન્સફર કરી કુલ રૂ. રૂ.૧,૯૨,૩૦૦/- આ કામના ફરિયાદી પાસેથી મેળવી લઈ ફરિયાદીનો પગાર તથા ફરિયાદીએ આપેલ પૈસા પણ પરત નહિ આપી એકબીજાના મેળાપીપણામા ફરીયાદી સાથે ઠગાઈ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૪/૨૦૨૬ ના કલાક ૧૯ /૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.