Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૨/૦૫/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૧/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૩ સહિત કુલ-૦૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.     વાહન અકસ્માત  કેસો

૧.      કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૯૭/૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી,એકટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ના ગુનાના કામના ફરિયાદી કમલબેન ડો/ઓ બબલભાઇ પટેલ ઉ.વ.૪૬ ધંધો સામાજીક સેવા રહે,ઘરનં ૨૯ ઘનશ્યામ પાર્ક સોસાયટી નાયરા પેટ્રોલપંપની સામે વારસીયા રીંગ રોડ વારસીયા વડોદરા શહેર   નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ટુ વ્હીલર ચાલક તા.૨૯/૦૪/૨૦૨૬ ના આશરે કલાક ૧૩/૦૦ વાગ્યાની આસપાસ  મોજે-કારેલીબાગ પાણીની ટાંકી થી સંગમ તરફ જતા રોડ પર ઉમિયા મોબાઇલ દુકાન પાસે  વડોદરા શહેર ખાતે ફરીયાદી કારેલીબાગ પાણીની ટાંકી થી સંગમ તરફ જતા રોડ ઉપર ઉમિયા મોબાઇલ ની દુકાન પાસે ફરીયાદી ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઇ એક અજાણ્યા  ટુ વ્હીલર ચાલક જેનો મોબાઇલ નંબર ૯૫૧૦૬૯૯૮૧૨ નાએ પોતાનુ ટુ વ્હીલર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદી સાથે અથાડી ફરીયાદીને નીચે પાડી દેતા ફરીયાદીને માથાના જમણી બાજુ ગંભીર ઇજા પહોંચાડી ગુનો કર્યા વિગેરે બાબત તા.૦૧/૦૫/૨૦૨૬ ના કલાક.૨૨/૧૫ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ઘનશ્યામભાઇ ગોરાભાઇ કુંભારવાડા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     એટ્રોસીટીના કેસો

૧.      છાણી પોસ્ટે પાર્ટ એ ”ગુ.ર.નં.-૩૧/૨૦૨૬(૧૧૧૯૬૦૦૫૨૬૦૧૯૧/૨૦૨૬) એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૧)(યુ) મુજબ ના ગુનાના કામના ફરિયાદી હીતેશ નટુભાઇ મકવાણા (વણકર) ઉ.વ.૩૭ ધંધો.કોંટ્રાક્ટર રહેવાસી.એ-૨૩, દત્તકૃપા સોસાયટી, સેન્‍ટરલ વેર હાઉસ નવાયાર્ડ, ફતેગંજ, વડોદરા શહેર મુળ રહે. વણકરવાસ ફળીયુ, ચમારાગામ, બોરસદ, આણંદ નાઓની ફરિયાદ મુજબ આરોપી   રીસભ પટેલ તા.૩૦/૦૪/૨૦૨૬ ના કલાક ૧૧/૪૩ વાગ્યાથી આજ દિન સુધી મો.જે. એ-૨૩, દત્તકૃપા સોસાયટી, સેન્‍ટરલ વેર હાઉસ નવાયાર્ડ, ફતેગંજ, વડોદરા શહેરખાતે હાજર હતા ત્યારે સવારના કલાક ૧૧/૦૦ વાગ્યાની આસપાસ તેઓના સમાજનુ વોટ્સ એપ ગ્રુપ “Awaj 86 no” જેમા એક પોસ્ટની સ્ક્રીનશોટ વાઇરલ થઈ રહી હતી અને આ પોસ્ટ  ફેસબુક ચેનલ “Nation plus news” દ્વારા એક પોસ્ટ કરેલ હતી. જેનુ ટાઇટલ “ટીકીટ કાપવાનું કોગ્રેસને મળ્યુ કારમું પરિણામ વોર્ડ નં-૦૧ માં કોગ્રેસની પેનલ તુટી અપક્ષ ઉમેદવાર હરીશ પટેલની થઇ જીત કોંગ્રેસના નેતા અમી રાવતની હાર” હતુ, આ પોસ્ટ પર એક ઇસમ જેનુ યુઝર નેમ Rishabh patel છે, આ યુઝર નાઓએ આ મુજબની કોમેંટ કરી હતી કે,  “Harish. Patel. તેમજ. પુષ્પા. વધેલા. Ni. Tikit. કાપવા. માટે. નરેન્દ્ર. રાવત. જવાબદાર. છે. હાથ. ના. કરેલા. હૈયે. વાગે. તમારી. ચાલ. તમને. ભારે. પડી. આતો. છાયાસી. Samaj. Tamaro. Amari. Samaj. Samu. Koi. Okat. Nahi. Aame. Tamara. Ghar. Nu. Pani. Pan. Napiye. Tamari. Jat. Ne. Uchi. Na. Samajta. Tamare. Amne. Bhaisab. Bapa. કહેવા. આવવું. પડશે.” વગેરે કમેંટ આ Rishabh patel નામના યુઝરે કરી હતી જે બાબતનો સ્કિન શોટ દિવ્યેશ મકવાણા નાઓ, કે જેમનો મો.૯૭૨૬૬૦૮૧૫૨ છે,પાડી તેઓના ઉપર જણાવેલ ગ્રુપમાં તેઓ સભ્ય હોય તેમણે “Awaj 86 no” નામના ગ્રુપમાં  તા.૩૦/૦૪/૨૦૨૬ ના કલાક ૧૧/૪૩ વાગે સ્ક્રીન શોટ મુકેલ હતો જે ફરીયાદીશ્રીએ જોતા. જે પોસ્ટ તેઓના ૮૬ ગામ વણકર સમાજના વિરોધમાં ખુબજ અપમાન જનક તેમજ જાતિ વિરોધકના મેસેજ થી કોમેન્‍ટ લખીને ફેસબુકના માધ્યમથી સોસીયલ મીડિયા દ્વારા જાહેરમાં તેઓના સમાજને નીચો દેખડવાનો, અને સમાજના લોકોને ઉતારી પાડવાના ઇરાદાથી પ્રયાસ કરેલ છે. આ કોમેન્‍ટ વાંચી સમગ્ર ૮૬ વણકર સમાજની લાગણી દુભાઈ છે. અને ફરીયાદીશ્રીની પણ લાગણી દુભાઈ  આવેલ હોય વિગેરે બાબત તા-૦૧/૦૫/૨૦૨૬ ના કલાક ૧૯/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પો.કમિ.સા..શ્રી સી.બી.સોલંકી.સા. એસ.ટી.એસ.સી..સેલ   નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૪.     અન્ય કેસો

૧.      સયાજીગંજ પો.સ્ટે એમ.કેસ. ૦૧/૨૦૨૬ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૬૦૨૬૯ કોપીરાઇટ એક્ટ ૧૯૫૭ ની કલમ ૧૪(એ),૫૧,૫૨(એ)(૨)(બી),૬૩,૬૪,૬૫,૬૮(એ) મુજબ ના ગુનાના કામના ફરિયાદી   વિહંગ બળદેવભાઇ મહેતા ઉ.વ.૭૫ રહે.૮૫/બી/૨ કુંજ સોસાયટી નૂતન ભારત કલબની પાસે અલકાપુરી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સુરેશ ગોકુલદાસ રાજડા રહે-૪૬/૧ ફર્સ્ટ ફલોર ન્યુ રાજડા હાઉસ ઓગસ્ટ ક્રાંતી રોડ મુંબઈ સને ૧૯૭૯ થી તા.૩૧/૦૩/૨૦૨૪ સુધીના સમયગાળામાં મોજે- ૮૫/બી/૨ કુંજ સોસાયટી નૂતન ભારત કલબની પાસે અલકાપુરી વડોદરા શહેર સને ૧૯૭૯ થી તા.૩૧/૦૩/૨૦૨૪ સુધીના સમયગાળામાં મોજે- ૮૫/બી/૨ કુંજ સોસાયટી નૂતન ભારત કલબની પાસે અલકાપુરી વડોદરા શહેર   આ કામના આરોપી સુરેશ ગોકુલદાસ રાજડા રહે.મુંબઈ નાઓએ ફરીયાદીના ચીરપરિચિત મિત્ર હોય ફરીયાદીએ લખેલી નાટકોની કૃતિઓ,વાર્તાઓ અસલ કૃતિઓ આ કામના આરોપીને સાચવવા માટે આપેલ અને ફરીયાદીની પરવાનગી વગર આ કૃતિઓના નાટક કે ફિલ્મો ઉપયોગ ફરીયાદીની સહમતિ વગર ઉપયોગ કરવો નહી તેમ છતાં કપટપૂર્વક વિશ્વાસઘાત કરી લખેલ નાટક અમે જાણીએ છીએ તમે કોણ છો આરોપીએ પોતાના નામે ચઢાવી દઈ ડાયલ રોંગ નંબરના નામથી ભજવેલ તેમજ ફરીયાદીના બીજા અન્ય ૧૭ નાટકો પણ આરોપી સુરેશ રાજડાએ ફરીયાદી પાસેથી સને ૧૯૭૯ થી વર્ષ ૨૦૦૯ સુધીમા ફરીયાદી પાસેથી મેળવી આશરે વર્ષ ૨૦૨૧ ૨૨ મા આરોપીએ આ જ નાટક “અમે જાણીએ છીએ તમે કોણ છો ની બદદાનતથી અને કપટપુર્વક અરબન ગુજરાતી હેલ્લો ફિચર ફિલ્મમાં લેખક તરીકેની નામના  તેમજ મોટી આવક મેળવી અઢળક કમાણી કરી પોતાના નામની સાથે આવક અને ક્રેડિટ પણ મેળવી લઈ ફરીયાદીની કૃતિ  તથા હક્કોનુ ઉલંઘન કરી આરોપીએ પોતાના નામે રજીસ્ટર કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૫/૨૦૨૬ ના કલાક ૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ડી.વી.પાટીલ પોલીસ સબ ઇન્સ્પેકટર,  સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.        

 

 

 

 

 

 

 

 

૫.   વાહન ચોરીના કેસો

૧.   કપુરાઇ પો.સ્ટે પાર્ટ એ. ૧૧૧૯૬૦૪૩૨૬૦૨૪૫/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ- ૩૦૩(૨) મુજબ ના કામના ફરીયાદી ગૌરાંગભાઇ ગણેશભાઇ ઠાકોર ઉ.વ.૩૪ ધંધો.નોકરી રહે.મ.નં.૨૮ ઠાકોર ફળિયુ સયાજીપુરા ગામ તા.જી.વડોદરાનાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી ગઈ તા.૨૮/૦૪/૨૦૨૬ ના સવારે આશરે સવાર ના  સવા સાતેક વાગ્યે થી  સાંજના આશરે સાડા પાંચેક વાગ્યે વચ્ચે  મોજે.  ને.હા ૪૮ વાઘોડીયા ચોકડી બ્રીજ નીચે વડોદરા શહેર સુરત સાઇડ પાર્ક કરેલ ફરિયાદીની હિરો મોટોકોર્પ લી. કંપનીની બ્લુ કલરની સ્પ્લેન્‍ડર પ્લસ મો.સા જેનો રજીસ્ટ્રેશન નં.GJ-06-HC-3945 જેનો ચેચીસ નં.MBLHA10AMDHJ14068 તથા એન્‍જીન નં.HA10EJDHJ47617  જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી શકાય તે કોઇક અજાણ્યો ઇસમ લોક તોડી  અથવા ડુબ્લીકેટ ચાવીથી મો.સા ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૫/૨૦૨૬ ના કલાક ૨૨/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રમેશભાઈ જેમલભાઈ કપુરાઇ  પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૬.     ઘરફોડ ચોરીના કેસો

૧.            માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ -૧૧૧૯૬૦૦૩૨૬૦૨૪૯/૨૦૨૬  B.N.S.કલમ ૩૦૫(એ),૩૩૧(૪) મુજબ ના ગુનાના કામના ફરિયાદી આકાશભાઈ સંજીતકુમાર દેવ ઉ.વ.૨૫ ધંધો.નોકરી રહે.મ.નં.એ/૫,હરેકૃષ્ના પાર્ક સોસાયટી,વટવા-વિન્જોલ રોડ,વટવા,અમદાવાદ શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.૨૯/૦૪/૨૦૨૬ ના રાત્રીના ક.૨૩/૦૦ વાગ્યાથી તા.૩૦/૦૪/૨૦૨૬ સવારના કલાક.૦૬/૦૦ વાગ્યાના સમય દરમ્યાન  મોજે: મ.નં.બી/૧૦૩ તથા મ.નં.બી/૧૦૧, મેમરીઝ ફ્લેટ , વુડસ વીલા, વડસર-વિશ્વામિત્રી રોડ,બીલા બોંગ સ્કુલની બાજુમાં,વડોદરા શહેર કોઈ ચોર ઈસમ કોઈ સાધન વડે ફરીયાદીના કાકાના છોકરા અનુરાગભાઈના મકાનના લાકડાવાળા દરવાજાનુ ઈન્ટર લોકીંગ વાળુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રહેલ કબાટનુ લોક તોડી અને તિજોરી માંથી ઉપરોક્ત સોના-ચાંદીના દાગીના તથા રોકડ નં.(૧)એક લેડિઝ સોનાની ચેઈન વજન આશરે ૫ ગ્રામ કિ.રૂ.૩૦,૦૦૦ નં.(૨) લેડીઝ સોનાની ચાર વિંટી કિ.રૂ.૪૦,૦૦૦ નં.(૩)સોંનાનુ એક બિસ્કિટ વજન આશરે ૫ ગ્રામ કિ.રૂ.૩૦,૦૦૦ નં.(૪)ચાંદીના છડા ચાર જોડ કિ.રૂ.૨૦,૦૦૦ નં.(૫)ચાંદીના સિક્કા નંગ-૦૪ જે દરેક સિક્કાનો વજન આશરે ૧૦ ગ્રામ તથા ચાંદીના પગમાં પહેરવાની વિંટી નંગ-૩  કિ.રૂ.૫,૦૦૦ નં.(૬) ચાંદીના બિસ્કીટ નંગ-૧૦ જે દરેકનો વજન ૧૦ ગ્રામ કિ.રૂ.૫,૦૦૦ નં.(૭) રોકડ રૂપીયા તથા ગુલકમાં પડેલ રૂપીયા આશરે કી.રૂ.૫૫,૦૦૦  કુલ્લે કિંમત.૧,૮૫,૦૦૦ ની મત્તાની ચોરી કરી લઇ ગયેલ અને  મારા કાકાનો દીકરો અનુરાગ ભાઈની ઘરની સામે આવેલ બંધ મકાન.નં.બી/૧૦૧,મેમરીઝ ફ્લેટ,વુડસ વીલા,વડસર-વિશ્વામિત્રી રોડ,બીલા બોંગ સ્કુલની બાજુમાં,વડોદરા શહેરના મકાનનો દરવાજો તોડી ગુનો કર્યા બાબતે તા-૦૧/૦૫/૨૦૨૬ ના કલાક.૧૮/૩૦ વાગ્યે   ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ એન.જી.રોહિત સાહેબ નોકરી માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.