Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૨/૦૮/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૧/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૭ કિં.રૂ.૧૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૪૩  મળી કુલ્લે કિં.રૂ.૧૧,૦૨૫/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૨ સહિત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાતના કેસો

૧.         જે.પી.રોડ પો.સ્ટે. એ  પાર્ટ  ગુ.ર.નં.૫૯/૨૦૨૬ યુનીક નં.11196008260209/2026 બી.એન.એસ.ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવેશ સ-ઓ રસીકભાઇ ડાહ્યાલાલ પંડ્યા રહે-૧૦ મહેશ્વરી સોસાયટી, લાલ અખાડા ફતેપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અનુશ પટેલ રહે,અક્ષર કન્સલ્ટન્સીની ઓફીસ, સમન્વય સીલ્વર, કોમ્પલેક્ષ, મુજમહુડા સર્કલ પાસે, વડોદરા શહેર નાઓએ સને-૨૦૨૫ ના ડીસેમ્બર થી આજદીન સુધી, અક્ષર કન્સલ્ટન્સીની ઓફીસ સમન્વય સીલ્વર, મુજમહુડા સર્કલ વડોદરા શહેર ખાતે ગયેલ હોય તે વખતે ત્યા અનુશ પટેલ નાઓ ફરીયાદીને મળેલ અને જણાવેલ કે, “હુ ઘણા સમયથી અક્ષર કન્સલ્ન્ટસીની ઓફીસ ચલાવી વીઝા એજન્ટ તરીકેનુ કામ કરુ છુ. અને મે ઘણા બધાય વ્યકતીઓને ઓછા રુપીયામા સારી જગ્યાએ નોકરી કરવા માટે મોકલી આપેલ છે. અને તમારુ પણ કામ સારી રીતે કરી આપીશ તેમ જણાવી મારુ યુ.કે.વિઝાનુ કામ કરી આપશે તેવો વિશ્વાસ ભરોસો અપાવી રૂ.૧૪,૦૦,૦૦૦/- ફરીયાદીને વિઝાની કામગીરી પેટેના આપવા પડશે તેમ નક્કી કરી ફરીયાદી પાસેથી વિઝાની કામગીરી માટેના રુપીયા ૧૨,૪૪,૯૯૯/-તા-૨૨/૦૧૨/૨૦૨૬ થી તા-૧૮/૦૧/૨૦૨૬ સુધીના અલગ અલગ તારીખે અલગ અલગ બેંક ટ્રાન્જેકશનથી તેના બેંક ખાતામા મેળવી લઈ સારા વિઝા એજન્ટ હોવાનુ જણાવેલ હોય તેમ છતા ફરીયાદીનુ યુ.કે. વિઝાનુ કામ નહી કરી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી ફરીયાદીના આપેલા રુપીયા પરત માંગવા છતા આજદીન સુધી રુપીયા પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.એ પટેલ જે.પી.રોડ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.         અકોટા પોસ્ટે પાર્ટ ‘એ’ ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૨૯૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૦૨૩ કલમ ૩૩૧(૪) ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી અલીમુદીન કુદબુદીન સૈયદ રહે.૧૦૩/૧૦૪ સિધ્રા એપાર્ટમેન્ટ મીર્ઝા કોલોની પાસે અકોટા રોડ અકોટા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ  તા.૩૧/૦૭/૨૦૨૬ ના રાત્રીના ૨૨/૦૦ વાગ્યાથી તા.૦૧/૦૮/૨૦૨૬ ના ક.૦૫/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે. મ.નં.૧૦૪ સિધ્રા એપાર્ટમેન્ટ મીર્ઝા કોલોની પાસે અકોટા રોડ અકોટા કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના મકાનના દરવાજાનો નકુચો કોઈ સાધન વડે તોડી ઘરમા પ્રવેશ કરી તીજોરીનુ લોક તોડી અંદરનો સરસામાન વેર વિખેર કરી ફરીયાદીના સોના –ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ્લે કિં.રૂ.૧,૯૩,૩૦૦/-ના મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૮/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એલ.જે.પરમાર અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         પાણીગેટ પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦ ૪૨૪/૨૦૨૬ –ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૨૬(જી),૩૩૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નિશાંત ઉર્ફે ભોટીયો ગોપાલભાઈ ભટ્ટ રહે.બ્લોક નં.૦૩ ઘ.નં.૫૮ બાવચાવાડ સ્લમ ક્વાટર્સ અર્બન હેલ્થ સેન્ટરની પાછળ બાવચાવાડ પાણીગેટ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૧/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગેથી તા.૦૧/૦૮/૨૦૨૬ ના ક.૦૧/૦૦ વાગ્યા  દરમ્યાન મોજે- કૃષીવ પ્રોવીઝન સ્ટોર બાવચાવાડના નાળા પાસે આવેલ ફરિયાદીની કૃષીવ પ્રોવીઝન સ્ટોર નામની દુકાનના દરવાજાનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ પાન-પડીકીઓ તથા ઠંડા પીણાની બોટલો તથા દુકાનના ગલ્લામાં મુકેલ રોકડ રૂ.૫,૦૦૦/- તથા ફ્રિજ નંગ-૦૩ જેની આશરે કુલ્લે કી.રૂ.૪૫,૦૦૦/- ની મત્તાની માલ સામાનને જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૧/૦૮/૨૦૨૬ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી  આર.એસ.ભરવાડ પાણીગેટ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૭૪/૨૦૨૬ ભારતીય ન્યાંય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૩૩૧(૪),૩૦૫(૨)મુજબના ગુનાના કામના ફરીયાદી પવન જયેશકુમાર દવે ઉ.વ.૨૭, ધંધો-નોકરી, રહે-મ.નં.એ/૩૭, કિશન સિગ્નેચર, અક્ષર પ્રાઇડની બાજુમાં, અટલાદરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૦૧/૦૮/૨૦૨૬ ના કલાક ૨૨/૦૦ વાગ્યા બાદથી આજરોજ તા ૦૨/૦૮/૨૦૨૬ ના કાલાક ૦૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે -મ.નં.-બી/૧૮, નીલતરંગ સોસાયટી, જી.આઇ.પી.સી.એલ. હાઉસની બાજુમાં, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, સમા, વડોદરા શહેર કોઇપણ સમયે કોઇ ચોર ઇસમ ફરીયાદીના બહેનના બંધ મકાનના મેઇન દરવાજાની લોખંડની જાળીનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી અંદરના બેડરૂમમાં રાખેલ લોખંડની તિજોરીમાં આવેલ લોકરમાં રાખેલ સોના-ચાંદીના દાગીના (૧) સોનાની ચેઇન પેંડલ સાથે નંગ ૦૧ જેનુ વજન આશરે ૧૧ ગ્રામ (૨) સોનાની બુટી નંગ ૦૨ જેનું વજન આશરે ૦૨ ગ્રામ (૩) સોનાની વીટી નંગ ૦૧ જેનુ વજન આશરે ૨.૮૯ ગ્રામ (૪) સોનાની નાકની ચુક નંગ ૦૧ જેનું વજન આશરે ૦.૦૨ ગ્રામ જે સોનાના દાગીનાનુ કુલ વજન ૧૫.૯૧ ગ્રામ જેની કુલ કીમત રૂા.૧,૧૧,૩૭૦/- તથા (૫) ચાંદીની વીટી નંગ ૦૪ જેનુ વજન આશરે ૧૫ ગ્રામ (૬) ચાંદીના પાયલ નંગ ૦૨ જેનુ વજન આશરે ૨૫ ગ્રામ  (૭) ચાંદીના પાટલા નંગ ૦૨ જેનુ વજન આશરે ૪૫ ગ્રામ જે ચાંદીના દાગીનાનુ કુલ વજન ૮૫ ગ્રામ જેની કુલ કીમત રૂા. ૧૧,૯૦૦/- અને (‌૮) રોકડા રૂપિયા આશરે કિ.રૂા.૦૮,૦૦૦/- જે સોના તથા ચાંદીના દાગીના મળી કિ.રૂા.૧,૩૧,૨૭૦/-ના મત્તાની કોઈ ચોર ઈસમોએ ફરીયાદીના બહેનના ઉપરોકત બંધ મકાનમા પ્રવેશ કરી ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય તા.૦૨/૦૮/૨૦૨૬ ના કલાક ૧૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી પી.બી.ચાવડા સમા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     મારામારીના કેસો

૧.      વાડી પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૫૨૬૦૨૫૧/૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ગબ્બરસિંગ જંગસિંગ બાવરી રહે.મ.નં.૫૧ સીકોતરનગર–૦૨ વિશ્વામીત્રી પોલીસ ચોકીની સામે, અલવા નાકા, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ત્રણ અજાણ્યા ઇસમો તા.૩૧/૦૭/૨૦૨૬ ના સાંજના આશરે ક.૦૫/૧૫ વાગ્યા આસપાસ મોજે.ગીતા મંદીર સ્કુલની આગળ, પ્રતાપનગર રોડ ફરિયાદીનાઓ પોતાની બાઇક રજી. નં.GJ 06 QG 6532 લઇને જતા હોય ત્યારે પાછળથી એક બાઇક પર ત્રણ અજાણ્યા ઇસમો પાછળથી બાઇક લઇને આવી ફરીને ગંદી ગાળો આપી બાઇક સાઇડમાં ઉભી રખાવી ત્રણેય ઇસમો બાઇક પરથી ઉતરી ફરીના વાળ પકડી લઈ તેમાના બે અજાણ્યા ઇસમોએ લોખંડની પાઇપ વડે તથા એક અજાણ્યા ઇસમે ગડદાપાટુનો માર મારી ફરીને જમણા હાથની આગળીઓ પર તથા જમણા પગના ઢીંચણના નીચેના ભાગે તથા ડાબા હાથની પહેલી આંગળી પર ઇજા પહોંચાડી તથા ડાબા હાથના કાંડાના ઉપરના ભાગે તથા ડાબા પગના ઢીંચણના ભાગે તથા ઢીંચણા નીચેના ભાગે ફ્રેક્ચર કરી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૧/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.ડી.રબારી વાડી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.      જે.પી.રોડ પો.સ્ટે એ  પાર્ટ  ગુ.ર.નં.૬૦/૨૦૨૬ યુનીક નં. 11196008260210/2026 બી.એન.એસ.ની કલમ ૧૦૬(૧), ૨૮૧, એમ.વી. એકટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઇર્શાદઅલી સ/ઓ જાકીરઅલી ગુલામહુશેન સૈયદ રહે, મકાન નંબર બી-૧૨, ઝમઝમપાર્ક, ફૈજ સ્કુલ પાસે, તાંદલજા વડોદરા શહેર નાઓની દીકરીની એક્સેસ ટુ-વ્હીલર ચલાવનાર મિત્ર માહી નાઓએ તા-૦૧/૦૮/૨૦૨૬ ના સાંજના ક.૧૭/૧૫ વાગ્યા પહેલા કોઇ પણ સમયે. મોજે-એકતાનગરથી કીસ્મત ચોકડી તરફ જવાના રોડ પર કીસ્મત ચોકડી પાસે ફરીયાદીની દીકરીની એક્સેસ ટુ-વ્હીલર ચલાવનાર મિત્ર માહી બન્ને તેઓની મિત્ર કુલસુમના ઘરે ગયેલ હોય ત્યાથી તે ત્રણેય છોકરીઓ પરત ફરીયાદીના ઘરે આવતી હતી. અને એક્સેસ ટુ-વ્હીલર ફરીયાદીની દીકરીની મિત્ર માહી ચલાવતી હતી તે વખતે ફરીયાદીની દીકરીની મિત્રએ તેની એક્સેસ ટુ-વ્હીલરની આગળ ચાલતા રોડ રોલરને ત્રણ સવારીમા ઓવરટેક કરતા એક્સેસ ટુ-વ્હીલર સ્લીપ થઈ જતા ફરીયાદીની દીકરી તથા તેની બન્ને મિત્રો રોડ પર રોલરની આગળ પડી ગયેલ અને બાજુમા આવતુ રોડ રોલર ફરીયાદીની દીકરીના શરીરના કમરથી ઉપરના ભાગે ફરી જતા ફરીયાદીની દીકરીનુ મોત થયા વિ.બાબતે તા-૦૧/૦૮/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.વી.સાખરા જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૨૦૧/૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) મુજબ તથા એમ.વી.એક્ટ-૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મનીષ હરિભગવાન શર્મા રહે. અંબીકાધામ સોસા જીઆઇડીસી વોટર ટેંક પાસે વડસર રોડ શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મિલ્ટોનકુમાર જીતેંન્દ્રભાઇ પટેલ રહે.તેર એ જ્ઞાનકુંજ સોસાયટી અભિલાષા ચાર રસ્તા વડોદરા શહેર નાઓએ તા.૨૫/૦૭/૨૦૨૬ ૦૬/૧૫ કોઠી ચાર રસ્તા પર સિગ્નલ પાસે રાવપુરા ફરીયાદી ના ભાઇ જયપ્રકાશ બલીશરણ શર્મા રહે.૬૩ અંબીકાધામ સોસા જી આઇ ડી સી વોટર ટેંક પાસે વડસર રોડ શહેર નાઓ કોઠી ચાર રસ્તા પર સિગ્નલ પાસે જતા સામેવાળા ડ્રાઇવર શીટનો દરવાજો ખોલતા મારા ભાઇ જયપ્રકાશ તેની ફોરવ્હીલરના દરવાજા સાથે અથડાઇ નીચે પડી ગયેલ આ ઘટનામા જયપ્રકાશના ડાબા પગની ટચલી આંગળી કપાઇ ગયેલ છે. અને પંજામા અન્ય ઇજા થયેલ પહોંચાડી ગુનો  કર્યા વિ.બાબતે તા.૦૧/૦૮/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નીતાબેન ઓખાભાઇ રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     વાહન ચોરીના કેસો

૧.      સયાજીગંજ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૪૩૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૫ (બી) મુજબના ગુનાના કામના ફરીયાદી અક્ષતભાઇ સાહરભાઇ દેસાઇ ઉ.વ. ૨૯ ધંધો. નોકરી હાલ રહે. ઇ  5 120  વિધુત નગર કોલોની અકોટા વડોદરા શહેર મુળ રહે. સી 34 ભાગ્યોદય સોસાયટી વિભાગ 01  ઘાટલોડીયા અમદાવાદ શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૨૦/૦૭/૨૦૨૬ ના કલાક ૨૧/૩૦ વાગ્યા થી ૨૩/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે. કમાટીબાગ ગેટ નં.02 ના પાર્કીંગ માંથી આ કામના ફરીયાદી પોતાની હિરો હોન્ડા કંપનીનુ સ્પેલન્ડર પ્લ્સ મોટર સાયકલ જેનો રજી નં. જી જે 24 જે 7296 જેની કિમંત રૂ.૧૦,૦૦૦ /- નુ  કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી અગર કોઇ સાધન વડે લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૨/૦૮/૨૦૨૬ ના કલાક ૧૧/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. જેની તપાસ એ.એસ.આઇ. નીતિનભાઇ રમેશચંદ્ર સયાજીગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.