-: પ્રેસનોટ :-
(તા.૦૨/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૧/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૬૭ તથા વોશ લી-૭૪૭ કિ.રૂ.૨૯,૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૮ મળી કુલ કિ.રૂ.૧૪૪૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૯ સહિત-૨૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. જવાહરનગર પોલીસ સ્ટેશન
જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૫૦૨૩૭/૨૦૨૫ ભારતીય ન્યાંય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી નિક્ષીત રમેશભાઇ સોનીગ્રા ઉ.વ.૨૯ રહે.સી/૩૦૧, ઇશાનીયા ફ્લોરેન્જા, ઉંડેરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અંકીત અજીતભાઇ પુરોહીત હાલ રહે.ઇ/૫૦૪, શ્રી રાધેશ્યામ સોસાયટી, વાસણા ભાયલી રોડ સામે, તા.જી.વડોદરા નવેમ્બર-૨૦૨૪ થી આજદીન સુધી. ઇશાનીયા ફ્લોરેન્જા, ઉંડેરા, વડોદરા શહેર આ કામના ફરિયાદીશ્રી નાઓને આરોપી અંકીત અજીતભાઇ પુરોહીત નાઓએ ન્યુઝીલેન્ડ ખાતેના વર્ક પરમીટ વિઝા અપાવવાનુ કહી તેમજ ત્રણ મહીનામાં વર્કપરમીટ વિઝા મળી જશે તેમ જણાવી ત્યાર બાદ ન્યુઝીલેન્ડ ખાતેનો બર્ગર કિંગ નામનો ઓફર લેટર વોટ્સએપ તથા મેઇલથી મોકલી તેમજ મેડીકલ ચેક-અપ તથા પી.સી.સી. માટેની પ્રોસેસ કરાવી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસામાં લઈ વર્ક પરમીટ વિઝા માટે ફરિયાદી પાસેથી અલગ અલગ તારીખે ટુકડે ટુકડે રૂ.૨,૨૦,૦૦૦/- તેઓના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ન્યુઝીલેન્ડ ખાતેના વર્કપરમીટ વિઝાનુ કામ ન કરી આપી તેમજ વર્ક પરમીટ વિઝા માટે લીધેલ નાણા પરત નહી કરી છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.પી.વાંઝવાલા જવાહરનગર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. અકોટા પોલીસ સ્ટેશન
અકોટા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૫૦૩૬૧/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભાર્ગવ દિનેશભાઈ રાઠોડ ઉ.વ.૪૬ ધંધો.ફાઇનાન્સ રહે.ઇ/૩૭ નર્મદાનગરી વિભાગ-૧ ગોરવા આઈ.ટી.આઈ સામે ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફોરવ્હિલર રજીસ્ટર નંબર.GJ.06.RC.8794 તા.૦૧/૦૯/૨૦૨૫ ના સવાર કલાક ૧૦/૦૦ વાગ્યાની અરસામા મોજે.-બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યુટ સામે અટલ બ્રીજ ઉપર વડોદરા શહેર આ કામના ફરી.ના માસી હીનાબેન પ્રવિણકુમાર કટારીયા ઉ.વ.૫૫ રહે.જી/૧૦૧ શ્યામલ એવન્યુ પ્રીયા સીનેમાની સામે બાર મીટર કેનાલ રોડ ગોત્રી સેવાસી વડોદરા શહેર નાઓ પોતાના ઘરેથી પોતાની ઇલેક્ટ્રીક મોપેડ લઈ અટલ બ્રિજ થઈ ફતેગંજ ક્લાસીસમાં જતા હતા તે વખતે બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે અટલ બ્રિજ ઉપર એક ફોરવ્હિલર રજી નંબર.GJ.06.RC.8794 નો ચાલક તેની કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીની માસીની ઇલેક્ટ્રીક મોપેડને અથાડી નીચે પાડી દઈ જમણા ખભાના ભાગે ફેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૧/૦૯/૨૦૨૫ ના સવાર કલાક ૧૬/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો જીગ્નેશકુમાર સુરેશચંદ્ર અકોટા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.