Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૨/૧૧/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.0૧/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૫  કિ.રૂ.૭૦૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૩ સહીત કુલ-૨૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. વાહન અકસ્માતના કેસો

૧. હરણી પો.સ્ટે

           હરણી પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૧૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના આ કામના ફરીયાદી દીપીકાબેન વાઓ દેવાંગભાઇ જેન્તીભાઇ પંડ્યા  રહે બી 53 રામેશ્વરી સોસાયટી  વિનય ગરબા ગ્રાંઉન્ડ પાસે આજવા રોડ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી એક ઓટો રીક્ષા નં  જી જે06 એડબ્લ્યુ   9321 ના ચાલક તા.૦૧/૧૧/૨૦૨૫ ક ૦૯/૦૦ વાગે મોજે- ન્યુ વીઆઇપીરોડ ખોડીયાર નગરથી પાંજરાપોળ તરફ જતા રોડ ઉપર જીઓ પેટ્રોલપંપની બાજુમા ગલી પહેલા  હરણી વડોદરા  શહેરનાઓએ તેની ઓટો રીક્ષા નં જી જે 06એ ડબ્લ્યુ 9321 એકદમ પૂરઝડપથી ગફલતભરી બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીના  પતિને એકસીડન્ટ કરી જમણા પગના ઘૂંટણના ભાગે ફેક્ચર કરી  ગુનો કર્યા વિગેર બાબતે તા.૦૧/૧૧/૨૦૨૫ ક ૧૯/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શૈલેંદ્રસિંહ રણજીતસિંહ હરણી વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩. ચોરીના કેસો

૧.  મકરપુરા પો.સ્ટે

               મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(એ)-૧૧૧૯૬૦૧૬૨૫૦૬૭૬/૨૦૨૫ ભારતિય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબ ના કામના ફરીયાદી પ્રવિણભાઇ સ/ઓ વિઠ્ઠલભાઇ છિતાભાઇ રહે, કુવારીવાળૂ ફળીયુ રામદેવપીરના મંદિર પાસે સુંદરપૂરા ગામ તા.જી વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ ગઈ તા.૧૫/૧૦/૨૦૨૫ના રાત્રીના  સાડા આઠેક વાગ્યાના  થી તા-૧૬/૧૦/૨૦૨૫ ના સવારના સાડા પાંચેક વાગ્યાના સુધી મોજે-  તરસાલી ખાતે આવેલ ગંગાસાગર ગ્રાઉંડ પાસે આવેલ અનુક્રુતિ હોસ્પિટલ ની બહાર રોડની સાઇડમા વડોદરા શહેર આ કામના ફરીયાદીના  માલીકીની મારૂતી ઇકો ગાડી જેનો રજી નંબર- GJ-06-PE-0636 નુ સાઇલેંન્સર જેની કિંમત આશરે રૂ.૩૦,૦૦૦/- ગણી શકાય કોઇ અજાણ્યો ચોર ઇસમ કોઇ સાધન વડે  ખોલી ચોરી કરી જુનુ સાઇલેન્સર લગાવી ફરિ.ની ઇકો ગાડીનુ નવા સાઇલેંન્સરની ચોરી કરી લઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૧૧/૨૦૨૫ ના કલાક ૧૮/૧૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ભરતભાઇ મસરાભાઇ  મકરપુરા વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૪. વાહન ચોરીના કેસો

૧. કપુરાઇ પો.સ્ટે

            કપુરાઈ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૬૫૩/૨૦૨૫  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨) મુજબ મુજબના કામના ફરીયાદી વિજયકુમાર શીવબાલક સરોજ ઉ.વ.૩૫ ઘંઘો-નોકરી રહે.હાલ મ.નં.૩૯ અંબિકાનગર સોસાયટી રાજરત્ન સોસાયટીની બાજુમાં દંતેશ્વર વડોદરા શહેર મુળ રહે.બાસુપુર ગામ થા.નસીરાબાદ તા.સલોન જી.રાયબરેલી યુ.પી.નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.૧૧/૧૦/૨૦૨૫ના ક.૧૨/૦૦વાગ્યા થી ક.૧૨/૨૦ વાગ્યા દરમ્યાન મોજે- મયુર સોસાયટી ખાતે આવેલ શંકર ભગવાનના મંદિર પાસે, વાઘોડીયા રોડ વડોદરા શહેર આ કામના ફરી.ની હોન્ડા કંપનીની સાઈન એસ.પી. મો.સા. જેનો રજી.નં. GJ-06-SJ-4879 બ્લુ ગ્રીન કલરની સને-૨૦૨૫ ના મોડેલનુ જેનો ચેસીસ નં.ME4JC94EJSG361081, જેનો એન્જીન નં. JC94EG3664471 ની જેમાં આશરે પાચ લીટર પેટ્ર્રોલ હતુ. જેની કીમત આશરે રૂ.૯૦,૦૦૦/- જેટલી ગણી શકાય. જે મો.સા. કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૧૧/૨૦૨૫ ના કલાક ૧૫/૪૦ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. અશોકભાઈ ચેલાભાઇ કપુરાઇ  વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.