Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૩/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૨/૦૧/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૪, ઇ.કવાટરીયા નંગ-૪૮૦ મળી કુલ ૭૨,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૦૬ સહીત કુલ-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       ચેઇન સ્નેચીંગના કેસો

૧.      અકોટા પો.સ્ટે.

અકોટા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૬૦૦૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૪ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હસમુખભાઈ જયરામભાઈ પટેલ ઉ.વ.૭૪ ધંધો.નિવૃત રહે.એ/૪૩ રાધા ક્રુષ્ણ પાર્ક ગેસ્ટ્રો હોસ્પીટલ સામે અકોટા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો ઇસમ જેણે સ્વીગીનુ કેસરી કલરનુ ટી શર્ટ પહેરેલ અને સફેદ કલરની એકટીવા તથા માથા ઉપર હેલ્મેટ પહેરે હતુ તે તા.૦૨/૦૧/૨૦૨૬ ના કલાક ૧૬/૦૦ વાગ્યા આસપાસ મોજે. એ/૪૩ રાધા ક્રુષ્ણ પાર્ક ગેસ્ટ્રો હોસ્પીટલ સામે અકોટા વડોદરા શહેર આ કામના ફરીયાદી તેની પત્ની ઉષાબેન સાથે તેઓના ઘરે હાજર હતા તે દરમ્યાન એક અજાણ્યો ઇસમ સ્વીગીનુ કેસરી કલરનુ ટી શર્ટ પહેરેલ અને સફેદ કલરની એકટીવા તથા માથા ઉપર હેલ્મેટ પહેરીને ફરીયાદીના ઘરે આવી તમારુ પાર્સલ છે એવુ જણાવતા ફરીયાદીએ અમોએ પાર્સલ મંગાવેલ નથી એવુ કહેતા તમે જોઇ લો તમારુ જ પાર્સલ છે એવુ કહેતા ફરીયાદીએ ઘરના દરવાજા પાસે ઉભા રહી પાર્સલ હાથમા લઈ જોવા જતા આ અજાણ્યા ઇસમે ફરીયાદીના ગળામા પહેરેલ સોનાની ચેન આશરે એક તોલાની જેની આશરે કી.રૂ.૬૦,૦૦૦/- ની તોડી નાસી જઈ ગુનો કર્યો વિ. બાબતે તા.૦૨/૦૧/૨૦૨૬ ના ક.૧૮/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી વાય.વી.પટેલ અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.       મારામારીના કેસો

૧.      મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬ ૦૦૧૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૨૯૬(બી),૧૧૮(૧),૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી જયેશ યોગેશભાઈ પંડીત ઉ.વ-૨૨ ધંધો-પુજાપાઠ રહે-૯૮૦ વિશાલનગર તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) કૃણાલ અતુલ પંડિત રહે મ.નં.૧૬૧ ચંદ્રનગર સોસાયટી તરસાલી વડોદરા શહેર તથા નં.(૨) અતુલ નરહર પંડિત રહે મ.નં.૧૬૧ ચંદ્રનગર સોસાયટી તરસાલી વડોદરા શહેર તા-૦૨/૦૧/૨૦૨૬ ના કલાક:૧૫/૦૦ વાગ્યે મોજે- મ.નં.૧૬૧ ચંદ્રનગર સોસાયટી તરસાલી વડોદરા શહેર આ કામના ફરીયાદી સાથે  આ કામના આરોપીઓએ બોલા ચાલી ઝગડો કરી અને ઉંચા અવાજે જોર જોરથી ગંદી ગાળો બોલી ફરી.એ તેને ગાળો બોલવાની ના પાડતા તે એક દમ ઉશ્કેરાઈ જઈ ફરી. સાથે ઝપાઝપી કરી આરોપી કૃણાલ પંડિત નાઓએ હાથમાં પથ્થર લઈ ફરી.ને માથામાં પાછળના ભાગે તથા ગાલની જમણી બાજુ મારી તથા આરોપી અતુલ પંડીતે ફરી.ને ગરદનના પાછળના ભાગે તથા સાહેદ નરેશ ગીરધારીભાઈ ગીડવાનીને ગળાના ભાગે ચપ્પુ મારી તથા સાહેદ સુરેખા નાઓને આરોપી કૃણાલ પંડિત નાઓ લાકડી લઈ મારવા દોડેલ અને ફરી.ને તથા સાહેદોને ઈજા પહોચાડી વિ.બાબતે  તા.૦૨/૦૧/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. પરેશભાઈ પુંજાભાઈ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

 

 

 

૨.      મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬ ૦૦૧૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪, ૧૮૯(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કુમુદ અજય ઠાકુર ઉ.વ-૨૧ ધંધો-અભ્યાસ રહે- મ.નં.૦૨ ભાગ્યોદય સોસાયટી દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) મનોજ રામકિશન ઠાકુર તથા નં(૨) અર્પિત મનોજ ઠાકુર તથા નં.(૩) આભા મનોજ ઠાકુર તથા નં.(૪) આયુષિ મનોજ ઠાકુર તથા નં.(૫) આયુષ મનોજ ઠાકુર તમામ રહે મ.નં.૦૨ ભાગ્યોદય સોસાયટી દંતેશ્વર વડોદરા શહેર તા.૦૧/૦૧/૨૦૨૬ ના રાત્રીના  કલાક:૨૩/૩૦ વાગ્યાના સુમારે  મોજે- મ.નં.૦૨ ભાગ્યોદય સોસાયટી દંતેશ્વર વડોદરા શહેર (ફરીયાદીના ઘર ખાતે ) આ કામના ફરી.શ્રી તથા તેમની માતા અનિતા ઠાકુર તથા ભાઈ મોહિત ઠાકુર ઉ.વ.૧૮ તથા બહેન આરોહિ ઠાકુર ઉ.વ.૦૮ તથા માસી સુનિતા ચૌહાણ,માસા ગજેંદ્ર ચૌહાણ નાઓ સાથે જમી પરવારી ઘરની અંદર બેઠા હતા અને બધા વાતો કરતા હતા અને રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ફરી.શ્રી તેમના ઘરની નિચે આવેલ પાણીની ટાકીમાં પાણી જોવા માટે જતાં તેઓના કાકા મનોજે ફરી.ને કહેલ તમે અહી નીચે ગંદકી કરો છો તમારે નિચે નહી આવવાનુ જેથી ફરી.શ્રી કહેવા જતા સામવાળા મનોજ ઠાકુર એકદમ ઉસ્કેરાઈ ગયા અને મને જોર જોરથી ગંદી ગાળો બોલી મારો હાથ પકડી મને હાથમા તથા છતીના ભાગે મારવા લાગેલ અને ફરી.શ્રી નો ભાઈ વચ્ચે છોડાવવા પડતા અર્પિત ઠાકરે કરી.ના ભાઈને પકડીને મોટા ઉપર લાફા અને નખ મારતા ફરી.શ્રી તેની માતાને બુમ પાડતા આ મનોજ ઠાકોરે ફરી.ને નીચે પાડી દઈ તેના શરીર ઉપર બેસી ગયેલ અને મારવા લાગેલ અને અર્પિત ઠાકુર ફરી.ના વાળ ખેચતા ફરી.ની માતા છોડાવવા વચે પડતા ફરી.ના કાકી આભા ઠાકુર નાઓએ ફરી.ની પકડી લીધેલ અને આયુષ ઠાકુર અને આયુષિ ઠાકુરે તેઓને લાફા મારેલ અને અર્પિત ઠાકુર એક્દમ દોડી આવી તેઓને કપાળના ભાગે તથા માથાના ભાગે કડુ મારી નાક માથી લોહી કાઢેલ જે બાદ ખરાબ ઈશારા કરી અને અર્પિત ઠાકુર નાઓએ ફરી ને કહેલ કે, આજે તો તમે બચી ગયા જો બીજી વાર મળયા તો જીવથી એકાદને મારી નાખીશુ તેવી ધમકી આપી ઉપરોક્ત તમામ વ્યક્તિઓ ભેગા મળી એક સંપ થઈ ગેરકાયદેશર મંડળી બનાવી બોલાચાલી ઝગડો કરી તથા મારામારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૨/૦૧/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી  જે.એચ.વસાવા મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.  મોબાઇલ ચોરીના કેસો

૧.      રાવપુરા પો.સ્ટે.

રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૦૦૪/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જીગ્નેશભાઇ હરીશભાઇ પંડ્યા ઉં.વ.૩૬ ધંધો:-નોકરી રહે:- બ્લોક ન ઓગણીસ  રૂમ મ ન એકસો ચૌદ અક્ષર એપાર્ટમેન્ટ મયુરપાર્ક સમતા સુભાનપુરા લક્ષ્મીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો ઇસમ સરનામાની ખબર નથી આ કામના ફરીયાદીશ્રી નવલખી ગ્રાઉન્ડ ખાતે ભાગવત સપ્તાહમાં રાખવામાં આવેલ પ્રદર્શન જોવા માટે આવેલ હતા ત્યારે ગઇ તા.૨૮/૧૨/૨૦૨૫ ના કલાક ૨૦/૦૦ થી કલાક ૨૦/૩૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીશ્રીએ જેકેટના ખિસ્સામાં મુકેલ મોબાઇલ ફોન રીયલમી સી ૬૩ ગોલ્ડ કલરનો જેનો આઇ એમ.ઇ.આઇ નંબર ૮૬૯૬૫૯૦૭૪૨૧૩૪૫૮ નો જેમાં એરટેલ કંપનીનું સીમકાર્ડ હતુ જેની કિમત આશરે રૂ.૧૦,૯૯૯/- ગણી શકાય જે મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા:૦૨/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. અમરતભાઇ લાલજીભાઇ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.