-: પ્રેસનોટ :-
(તા.૦૩/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૨/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૮ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારુ લી-૫૧ કિ.રૂ.૧૦,૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા કવાટરીયા નંગ-૭૫, મળી કુલ કિ.રૂ. ૧૯,૮૭૨/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૯ સહીત કુલ-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત/(ફેટલ)ના કેસો.
૧. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૧૬૦/૨૬ બી.એન.એસ કલમ ૨૮૧,૧૨૫-(એ),૧૨૫(બી), ૧૦૬(૧), MVACT ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી કિરંણભાઇ અરવિંદભાઇ દુદાભાઇ રોહિત ઉં.વ-૩૪ ધંધો-નોકરી 265 વિજયનગર તરસાલી વડોદરા શહેર.નાઓની ફરિયાદ મુજબ આરોપી મો.સા. નં.જીજે 19 બીએલ 6174 નો ચાલક તા-૦૨/૦૩/૨૦૨૬ ના કલાક ૦૮/૦૦ થી ૦૮/૩૦ દરમ્યાન મોજે સોમાતળાવથી તરસાલી તરફ જવાના મેન રોડ ઉપર આવેલ ગોવિંદનગરની સામેના વિજયનગરના બાગ પાસે તરસાલી વડોદરા શહેર આ કામના મો.સા નં GJ 19 BL 6174 ના ચાલકે તેની મો.સા પુર ઝડપે અને બેદરકારી ભરી રીતે હંકારી આ કામના રાહદારીને (અરવિંદભાઇ દુદાભાઇ રોહિત) ને અકસ્માત કરી મોત નિપજાવેલ તથા તેમની પોત્રી નિયતીની કપાળે માથે તથા કમરે ઈજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૩/૨૦૨૬ ના કલાક -૦૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી આર.પી.ડાભી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.