-: પ્રેસનોટ :-
(તા.૦૩/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૨/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૪ કિ.રૂ.૨૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૬૨૪, કવાટરીયા-૮૬૮ તથા બિયર-૮, કાર-૧, મોબાઇલ-૨ મળી કુલ કિં.રૂ.૧૨૨૧૪૧૨/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૦ સહીત કુલ-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો:-
૧. મકરપુરા પો.સ્ટે પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૧૫/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ટવીન્કલ વા/ઓ સુનિલકુમાર ધોન્ડીયાર રહે,૨૦૮ શુભ રેસીડન્સી ટાવર બી રાધે રેસીન્સી પાસે મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૨/૦૪/૨૦૨૬ ના સવાર ક.૦૯/૩૦ વાગ્યાથી ક.૧૦/૦૦ દરમ્યાન મોજે- હવેલી સોસાયટી પાસે ફરીશ્રીનાઓ શાકભાજીની ખરીદી કરતા હતા તે સમયે ફરીની એક્ટીવા આગળ મુકેલ બાસ્કેટમાં મુકેલ વન પ્લસ કંપનીનો Nord ce મોડેલનો મોબાઇલ ફોન જે વાદળી કલરનો જેનો IMEI NO. 8603800 67398821 નો છે જેની કિ.રૂ. આશરે ૧૬,૦૦૦/- જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીના ખીસામાથી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ગિરિશભાઈ વેનાભાઈ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો:-
૧. અકોટા પો.સ્ટે પાર્ટ“એ”ગુ.ર.ન-૧૧૧૯૬ ૦૪૧૨૬૦૧૨૮/૨૦૨૬ ભારતીય ન્યાંય સહિંતા-૨૦૨૩ની કલમ ૧૧૮ (એ), ૧૧૫(૨),૫૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અજયભાઇ કાંતીભાઇ વસાવા રહે.બ્લોક નં.૦૪ ઘર.નં.૧૭ હરીનગર વુડાના મકાન ઇસ્કોન મંદીર સામે ગોત્રી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સતિષ પઢીયાર બન્ને રહે.બ્લોક નં.૦૩ ચોથા માળ હરીનગર વુડાના મકાનમાં વડોદરા શહેર નાઓએ તા.૩૧/૦૩/૨૦૨૬ ના રાત્રીના ક.૨૩/૩૦ વાગ્યાની આસપાસ મોજે.હરીનગર વુડાના મકાનના બ્લોક નં.૦૧ સામે આવેલ ઓટલા પાસે ફરીયાદી પોતાના ઘરેથી જમી પરવારીને બાહર નિકળેલ અને હરીનગર વુડાના મકાનના બ્લોક નં.૦૧ સામે આવેલ ઓટલા પર બેસીને મોબાઇલ જોતા હતા તે વખતે ત્યા વુડામાં રહેતા આરોપીનાઓ પાછળથી આવી વાંસના બમ્બુથી ફરીયાદીને માથાના ભાગે તથા શરીરે માર મારી ઇજા પહોચાડી ભાગી જઇ ગુનો કર્યો વિ.બાબતે તા.૦૨/૦૪/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી પી.જી.રાવત અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સયાજીગંજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૨૦૮/૨૦૨૬ બી.એન.એસ કલમ- ૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૨ તથા જી.પી એક્ટ કલમ. ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મોહમદ ફારુક ગુલામકાદર શેખ રહે. રબારી વાડ ૪૬૦, નાની મસ્જિદ સામે સદરબજાર ફતેહગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફૈસલ ઉર્ફે બીડી ફૈઝાન ઈક્તીઆરખાન પઠાણ ઉ.વ.૩૦ વર્ષ રહે. સ્લમ ક્વાર્ટર બારે ઈમામ પાસે કમાટીપુરા સયાજીગંજ વડોદરા શહેર નાઓએ તા.૦૨/૦૪/૨૦૨૬ ૧૩/૦૦ વાગ્યે મોજે.નાની મસ્જિદ અકબરી પતંગની પાસે સદર બજાર સયાજીગંજ આરોપીએ ફરીયાદીના કારીગરે આરોપીની પત્નીને મેસેજ કરતા હોય જેની ના પાડવા સમજાવા જતા હોય જે બાબતે આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ગંદી ગાળો આપી તેમજ માથામા બેટ મારી તથા જમણા હાથે માંસ કાપવાનો લોખંડનો ધારદાર છરો મારી ઈજા પહોંચાડી તેમજ મે.પો.કમી. સા.શ્રી ના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સયાજીગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૦૨૬૦૨૦૯/૨૦૨૬ બી.એન.એસ કલમ- ૧૧૫(૨), ૧૧૭(૨), ૫૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ફૈસલ ઉર્ફે બીડી ફૈઝાન ઈક્તીઆરખાન પઠાણ રહે.સ્લ્મ ક્વાર્ટર બારે ઈમામ પાસે કમાટીપુરા સયાજીગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મોહમદ ફારુક ગુલામકાદર શેખ રહે.નાની મસ્જિદ સામે સદરબજાર વડોદરા શહેર (૨) શાહરુખ શેખ (૩) આસિફ કુરેશી બન્ને રહે, વડોદરા શહેર નાઓએ તા.૦૨/૦૪/૨૦૨૬ ૧૩/૦૦ વાગ્યે મોજે.નાની મસ્જિદ અકબરી પતંગની પાસે સદરબજાર સયાજીગંજ ફરીયાદીની પત્નીને આરોપી નં.(૧) નો મેસેજ કરતો હોય જે બાબતે કહેવા જતા આરોપી નં.(૧) જે ફરીયાદીને માથામા લાકડીનો સપાટો મારી દીધેલ તથા આરોપી નં.(૨) નાએ ગડદાપાટુ નો માર મારેલ તેમજ આરોપી નં.(૩) નાએ લાતો મારી એકબીજાએ મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો:-
૧. કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૫૫/૨૦૨૬ બી.એન.એસ કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદીશ્રી કિરણકુમાર ગોરધનભાઈ રોહીત રહે-મ.નં.ડી/૪૦ પૃષ્ટીદ્વાર સોસાયટી બાપોદ જકાતનાકા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક લાલ કલરનુ ટ્રેક્ટર જેની પાછળ બ્લ્યુ કલરનુ પાણીનુ ટેન્કર જેની ઉપર શક્તિકૃપા જલસાગર લખેલુ છે જેનો ચાલક તે તા.૩૧/૦૩/૨૦૨૬ ના ક-૧૦/૦૦ વાગ્યાની આસપાસ મોજે- પૃષ્ટિદ્વાર સોસાયટીમાં બી/૯૧ નંબરના મકાન નજીક રોડ પર બાપોદ જકાતનાકા વાઘોડીયા રોડ ફરીની દિકરી નામે શ્રાવ્યા ઉ.વ.૧૩ તેની સાઈકલ લઈ ટ્યુશનમાંથી પરત ઘરે આવી રહી હતી તે વખતે પૃષ્ટિદ્વાર સોસાયટીમાં બી/૯૧ નંબરના મકાન નજીક રોડ પર આ કામના આરોપીએ પોતાનુ વાહન પુરઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી લાવી ફરીની દિકરી શ્રાવ્યાની સાઈકલને સામેથી ટક્કર મારી અકસ્માત કરી જમણા હાથે કાંડાના ભાગે ફેક્ચર તથા પગમાં સામાન્ય ઇજાઓ પહોંચાડી પોતાનુ વાહન લઈ ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. સુરેન્દ્રસિંહ નાથુસિંહ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. રાયોટીંગના કેસો:-
૧. સીટી પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૬૨૬૦૦૭૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૧૮૯(૨), ૧૯૦ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રાહુલભાઇ રમેશભાઇ નાયકા, રહે-સંગમ સ્વાદ ક્વાટર્સ, આઝાદ ચોક, હરણી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી તાસીનખાન ઉર્ફે સમીરખાન ઉર્ફે એડા યુનુસખાન પઠાણ રહે; યાકુતપુરા, મકાન નં.૦૪, હાફીઝની ચાલી, મીનારા કોમ્પ્લેક્ષની બાજુમાં, વડોદરા શહેર તા.૦૨/૦૪/૨૦૨૬ ના ક:-૨૩/૩૦ વાગ્યાના આસપાસ મોજે:- નાયરા પેટ્રોલપંપ, ઠેકરનાથ મહાદેવ મંદીર સામે ફરીશ્રીનાઓ પોતાની નોકરી ઉપર હાજર હોય તે દરમ્યાન એક અજાણી એક્ટીવાના ચાલકે બોટલ લઈને પેટ્રોલ લેવા માટે આવેલ જેથી ફરીશ્રીએ ના પાડતા તેને ટાંકીમાં પેટ્રોલ ભરાવી ફરીશ્રીને કહેલ કે, “હવે ટાંકીમાંથી પેટ્રોલ કાઢી મને બોટલમા ભરી આપ.” જેથી ફરીશ્રીએ ના કહેતા તે એકદમ ઉશ્કેરાઈ જઈને ફરીશ્રીને ગંદી ગાળો આપી ફરી.શ્રી સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી અને તેના મોબાઇલ ફોનથી તેના મિત્રોને ફોન કરીને ત્યાં બોલાવતા તેના પાંચ-છ મિત્રો એક ફોર-વ્હીલર કાર જેનો રજી.નં.GJ-06-CM-4009 ની લઈને આવી તે અને તેના ફોર-વ્હીલરમાં આવેલ પાંચ-છ મિત્રો ગેર કાયદેસર મંડળી રચી બધા ભેગા થઇ ફરી.શ્રીને ડરાવવા સારૂ હાથમાં લાકડાના ફટકા લઇને ફરીશ્રી સાથે બોલાચાલી ઝગડો કરી ફરી.શ્રીને ગંદી ગાળો આપી ત્યાંથી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૪/૨૦૨૬ ના ક.૦૦/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.પો.ઇશ્રી કે.ડી.માંગરોલીયા સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. ઘરફોડ ચોરીના કેસો:-
૧. પાણીગેટ પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૧૭૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૪), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મગનભાઈ રણછોડભાઇ રોહિત રહે.એ/૧૦ પૃથ્વી સોસાયટી જય અંબે ગરબા ગ્રાઉન્ડ સામે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૨/૦૪/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગ્યાથી તા.૦૩/૦૪/૨૦૨૬ ના ક.૦૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે.એ/૧૦ પૃથ્વી સોસાયટી જય અંબે ગરબા ગ્રાઉન્ડ સામે વાઘોડીયા રોડ ફરીના મકાનમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમે મકાનના પાછળના દરવાજાનુ લોક તોડી ઘરમાં પ્રવેશી ઉપરોકત સોના ચાંદીની વસ્તુઓ તથા રોકડ રુપીયા કુલ્લે મળી કીમત આશરે રૂ.૧,૭૮,૦૦૦/- મત્તાની ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૪/૨૦૨૫ ના ક.૧૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એમ.સી.બારીઆ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.