-: પ્રેસનોટ :-
(તા.૦૩/૦૫/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૨/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૪ કિ.રૂ. ૮૦૦/-તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૮૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૧ સહિત કુલ ૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખૂનના કેસો
૧. નંદેસરી પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૨૪૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૮૫ મુજબના ગુનાના કામના ફરિયાદી જયદીપભાઈ ભુપેન્દ્રભાઈ સોલંકી ઉ.વ. ૨૪ ધંધો- નોકરી, રહે- ખંડોલ(હ), ઉતર બુનિયાદી વિધ્યાલય પાસે તા. આંકલાવ જી. આણંદ નાઓની ફરિયાદ મુજબ આરોપી હર્ષદકુમાર ચંદુભાઈ ગોહીલ રહે- ધોળાકુવા, ફાજલપુર તા-જી. વડોદરા તા.૦૨/૦૫/૨૦૨૬ ના કલાક ૦૫/૦૮ વાગ્યા દરમ્યાન મોજે-ધોળાકુવા, ફાજલપુર તા.જી. વડોદરા (પોતાના ઘરે) આ કામના આરોપીએ ફરીયાદીશ્રીની બહેન નામે તેજલબેન વા/ઓફ હર્ષદભાઈ ચંદુભાઈ ગોહીલ ઉ.વ. ૨૨ રહે- ધોળાકુવા ,ફાજલપુર તા.જી. વડોદરા નાઓ ઉપર ખોટો વહેમ રાખી તેને શરિરીક માનસિક ત્રાસ આપી તેનું ગળુ દબાવી મોત નિપજાવી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૫/૨૦૨૬ ના કલાક ૧૯/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ શ્રી બી.ડી.જાડેજા સા નંદેસરી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૭૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્પેશભાઇ અરવિંદભાઇ પ્રજાપતિ ઉ.વ. ૨૬ ધંધો- પ્રા શિક્ષક રહે. મ ન 31 ભગવતનગર સોસાયટી સમા રોડ સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જીતેન્દ્રસિંહ માનકસિંહ રાજપુરોહીત ઉર્ફે પટેલભાઇ રહે એ 401 શ્રીરાધેશ્યામ ઇલાઇટ ગ્રીન ફિલ્ડ 03 ભાયલી ટિપી 03 ભાયલી વાસણા રોડ વડોદરા તા.૧૦/૧૦/૨૦૨૫ ક.૨૦/૩૦ વાગ્યાથી તા.૦૫/૧૧/૨૦૨૫ ના ક:૧૮/૪૧ વાગ્યા દરમ્યાનમાં મોજે- હરણી લેકઝોન સામે આવેલ રજવાડી ચા ની દુકાન ઉપર હરણી વડોદરા શહેર આ કામના આરોપીએ ફરીયાદીશ્રીને સોનુ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ રૂ 209000 ટ્રાન્સફર કરાવી ત્રણ તોલા સોનુ નહી આપી ફરીયાદીશ્રી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૫/૨૦૨૬ ક.૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.એસ.કે.મકવાણા સા હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૭૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ વી એક્ટ ની કલમ ૧૭૭,૧૮૪ ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કનુભાઈ ચુનીલાલ મારવાડી ઉં.વ.૪૫ ધંધો મજૂરી કામ રહે, મ નં 51 સીતારામ નગર વ્હાઈટ વુડાની સામે બ્રહ્માનગરની બાજુમાં ન્યુ વીઆઇપી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ઈકો કાર નં જીજે 21 સીઈ 2905 નો ચાલક તા.૦૨/૦૫/૨૦૨૬ ક.૧૪/૧૫ વાગ્યાના સુમારે મોજે-બ્રહ્માનગર 02 ની સામે વડોદરા શહેર આ કામના આરોપી એ પોતાની ઇકો કાર એકદમ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરિયાદીશ્રી બંને પતિ પત્નીને ટક્કર મારી એકસીડન્ટ કરી ફરિયાદીશ્રીને જમણા હાથની કોણી ઉપર તથા ખભા ઉપર તેમજ ફરિયાદીશ્રીની પત્નીને દાઢી ઉપર તથા કમરના ભાગે ઇજા પહોંચાડી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૫/૨૦૨૬ ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ઉમેશભાઈ કાનજીભાઈ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સીટી પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૧૨૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ- ૨૮૧,૧૦૬(૧),૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ્ની કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી અનાર્મ એ.એસ.આઈ.વિપુલભાઈ સાયદનભાઈ બ.નં-૪૫૭૦ નોકરી સીટી પોલીસ સ્ટેશન,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક અજાણ્યો ફોર વ્હીલર ગાડી રજી. નં- GJ-02-CL-2374 નો ચાલક તા.૦૩/૦૫/૨૦૨૬ના કલાક-૦૪/૧૫ વાગ્યા પહેલા કોઈ પણ સમયે એમ.જી.રોડ ઉપર આવેલ સીટી બસ સ્ટેન્ડ પાસે પંકજ જવેલર્સની સામે જાહેર રોડ ઉપર આ કામના અજાણી સ્ત્રીને કોઈ અજાણ્યો વાહન ચાલક ફોર વ્હીલર ગાડી રજી. નં- GJ-02-CL-2374 થી એકસીડેન્ટ કરી શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી ભાગી ગયેલ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૫/૨૦૨૬ ના ક્લાક-૦૭/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી વી.વી.ઝાલા સા સીટી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. કપુરાઈ પો.સ્ટે.પાર્ટ-એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૪૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી મહેશભાઇ જ્યંતીભાઇ વસાવા ઉ.વ.૩૬ ધંધો-નોકરી રહે-નવીનગરી ગામ.ઉંમજ રાઘુસોખડા ગામની બાજુમાં તા.કરજણ જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી વિપુલ રમેશભાઇ વસાવા ઉ.વ.૨૨ રહે-પશુદવાખાનાની સામે ભેંસાસુર ફળીયુ ગામ.માંગરોલ તા.કરજણ જી.વડોદરા તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે સવા દસેક વાગ્યે મોજે- ને.હા.૪૮ સુરતથી અમદાવાદ તરફ જતાં તરસાલી બ્રીજ સર્વિસ રોડ પર વડોદરા શહેર ફરીયાદીનો દિકરો સમીર મહેશભાઇ વસાવા ઉ.વ.૧૮ તથા તેના માસીનો દિકરો વિપુલ રમેશભાઇ વસાવા ઉ.વ.૨૨ રહે-પશુ દવાખાનાની સામે ભેંસાસુરફળીયુ ગામ.માંગરોલ તા.કરજણ જી.વડોદરા નાઓ ફરીયાદીની બહેન શારદાબેન નાઓની સુઝુકી કંપનીની ઝીક્ષર મોટરસાયકલ જેનો રજી. નં.GJ-06-QK-4212 ની લઈને ઉંમજ ગામથી મછલીપુરા ખાતે લગ્નપ્રસંગમાં જતાં હતા તે વખતે રાત્રીના આશરે સવા દસેક વાગ્યે ને.હા.૪૮ સુરતથી અમદાવાદ તરફ જતાં તરસાલી બ્રીજ સર્વિસ રોડ પર આવતાં વિપુલે તેની મો.સા. પુરઝડપે,ગફલતભરી રીતે અને બેદરકારી રીતે ચલાવી લાવી ડીવાઇડરની સાથે જોરથી અથાડતાં તેઓ બંને જણા રોડ પર પડી જઈ ઘસડાઇ ગયેલ જેમાં ફરી.ના દિકરા સમીરને માથાના ભાગે તથા નાક પર તથા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ થતાં બેભાન થઈ ગયેલ અને વિપુલને મોઢાના ભાગે તથા બંને હાથે,પગે તથા પીઠના ભાગે વાગી ઇજાઓ થતાં સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં ફરીયાદીના દિકરા સમીરને એસ.આઇ.સી.યુ. વોર્ડમાં દાખલ કરેલ હતો અને આજરોજ તા.૦૩/૦૫/૨૦૨૬ ના કલાક-૦૬/૪૫ વાગ્યે ફરીયાદીના દિકરા સમીરને એસ.એસ.જી. હોસ્પિટલના એસ.આઇ.સી.યુ. વોર્ડના G/H યુનિટમાં ફરજ પરના ડો.સાશ્રીએ સારવાર દરમ્યાન મરણ જાહેર કરેલ હોય વિગેરે ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૫/૨૦૨૬ ના ક્લાક-૧૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી વી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ચેઇન સ્નેચીંગના કેસો
૧. બાપોદ પાર્ટ એ ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૨૨૬૦૨૫૫/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ- ૩૦૯(૬), ૩૨૪(૪), ૧૧૫(૨), ૨૯૬, ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી દક્ષાબેન વા/ઓ રમેશભાઇ શંકરભાઇ મારવાડી ઉ.વ. ૪૨, ધંધો-ઘરકામ, રહે- સાઇડ એન્ડ સર્વિસ, એકતાનગર, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સલમાન સલીમખાન પઠાણ (૨) શાહરુખ સલીમખાન પઠાણ બન્ને રહે એકતાનગર આજવા રોડ વડોદરા શહેર ગઈ તા.૧૮/૦૪/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ વાગ્યાના સુમારે આજવા રોડ એક્તાનગરના નાકા ઉપર આવેલ આમલેટની લારી પાસે વડોદરા આ કામના આરોપીઓએ ફરીયાદીને જાહેરમા ગાળો બોલી ગડદા-પાટુનો માર મારેલ હોય તેમજ આરોપી સલમાને ફરીયાદીના ગળામા રહેલ ફરીયાદીની સોનાની ચેઇન આશરે કિમંત રૂપીયા ૬૦,૦૦૦/- ની ઝુટવી તોડી ફરીયાદીને ગળામા ઇજા પહોચાડેલ હોય તથા ફરીયાદીનો રિયલમી કંપનીનો જુનો વપરાયેલ મોબાઇલ ફોન આશરે કિમંત રૂપીયા- ૫,૦૦૦/- નો ફરીયાદીના હાથમાંથી ઝુટવી તોડી નાખી નુક્શાન પહોચાડી ફરીયાદીની સોનાની ચેઇન તથા મોબાઇલ ફોનની લુંટ કરી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૫/૨૦૨૬ ના ક.૧૮/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી જે.એલ.જોધ્ધા. સા બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. ચોરીના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૯૯/૨૬ બી.એન.એસ. કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મસ્તરામ રામરતન કુશવાહા ઉ.વ.૪૫ ધંધો વેપાર રહે,ખારી તલાવડી ફતેપુરા કુંભારવાડા વડોદરા શહેર મુળ રહે નંદીગાવ મણીયન તા.કોંચ જી,જાલોન નાઓની ફરિયાદ મુજબ તા.૦૧/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના ૨૦/૦૦ થી તા.૦૨/૦૫/૨૦૨૬ ના કલાક ૦૬/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:-ઢાળમાં, ખારી તલાવડી, કુંભારવાડા વડોદરા શહેર ખાતે ફરીયાદીના બંધ મકાનને કોઇ ચોર ઇસમ ગઇ તા.૦૧/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના ૨૦/૦૦ થી તા.૦૨/૦૫/૨૦૨૬ ના કલાક ૦૬/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:- ઢાળમાં, ખારી તલાવડી, કુંભારવાડા વડોદરા શહેર ખાતે ઘરના આગળના લોખંડના દરવાજાના નકુચો કોઇ સાધનથી તોડી અથવા કાપી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી રૂમની અંદર બીજા રૂમમાં આવેલ લોખંડની તિજોરી નો નકુચો તોડી અંદરનુ લોકર ચાવી વડે ખોલી લોકરમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રુ.૧,૯૪,૧૦૦/- મત્તાની ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૫/૨૦૨૬ ક.૧૧/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. એસ.બી.કુંપાવત કુંભારવાડા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.