-: પ્રેસનોટ :-
(તા.૦૩/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૨/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૪ કિ.રૂ.૪૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ ૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. એટ્રોસીટી એકટ મુજબના કેસો
૧. સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૧૯૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૭૫(૪), ૫૪ તથા પોકસો એકટની કલમ ૧૧(૪),૧૨ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧)(W)(૨),૩(૨)(૫એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) રવી કમલેશ રાઠોડ (૨) ગુડી કમલેશ રાઠોડ (૩) અમન મહેન્દ્ર રાઠોડ તમામ રહે, મ.નં.૩૧, વિજયનગર, સમા કેનાલની બાજુમા, ન્યુ સમા, વડોદરા શહેર નાઓએ તા.૦૨/૦૬/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે મોજે:-પ્રાગજીનગર પાસે વિજયનગર સોસાયટીની બહાર નાકા પાસે, સમા, ફરીયાદીની દીકરી ઉ.વ.૧૬ નાઓની આરોપી અમન મહેન્દ્ર રાઠોડ નામના છોકરાએ છેડતી કરેલ હોય જેથી ફરીયાદીની પત્ની તેને કહેવા જતાં આરોપી નાઓએ ભેગા મળી ફરીયાદીની પત્નીને રવી કમલેશ રાઠોડ નામના માણસે માથાના ભાગે લાકડી વડે માર માર મારી મુંઢ ઇજાઓ કરી તેમજ ફરીયાદીના સાઢુભાઇ યોગેશભાઇને ઢીકાપાટી વતી મુંઢ માર મારી તેમજ અમન મહેન્દ્ર રાઠોરે ભીંત સાથે ફરીયાદીનું માથુ ભટકાડી ફરીયાદીને ડાબી બાજુના કાનની ઉપરના ભાગે માથામાં ઇજા કરી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી સી.બી.સોલંકી SC ST સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩ વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો
૧. સાયબર ક્રાઇમ પો. સ્ટે પાર્ટ –A -ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૬૦૦૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) ૬૧(૨) તથા આઇ.ટી.એક્ટ ની કલમ ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી આશિષકુમાર વસંતભાઇ પટેલ(zydex industries pvt ltd) રહે- એ-૪૦૨, શ્રીનાથ એવન્યુ, ભાઈલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ ફરીયાદમા જણાવેલ MAKE MY TRIP ના વોલેટમા રજીસ્ટેશન નંબર બદલાવી અને તેને વપરાશકર્તા (૨) ફરીયાદમા જણાવેલ મોબાઇલ નંબર ના ધારક તથા મોબાઇલ નંબર .ના વપરાશકર્તા. (૩) ફરીયાદમા જણાવેલ MAKE MY TRIP મા બુકીંગ કરનાર તથા બુકીંગ કરાવનાર (૪) ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો તા.૨૭/૧૧/૨૦૨૪ થી આજ દિન સુધી મોજે.- વડોદરા શહેર આરોપીઓએ અગાઉ થી ગુનાહીત કાવતરું રચી, એકબીજાની મદદગારી થી ફરિયાદીશ્રી નાઓની કમ્પની zydex industries pvt ltd ના MAKE MY TRIP ના વોલેટમા રજીસ્ટેશન નંબર બદલાવી અલગ અલગ કસ્ટમરના નામની ટોટલ ૫૧ ફ્લાઈટ, બસ અને હોટેલની ટીકીટ બુકીંગ કરી ઉપરોક્ત MAKE MY TRIP ના એકાઉન્ટમાથી કુલ્લે રૂ. ૭,૦૩,૮૨૭/- ના ઈલેક્ટ્રોનિક માધ્યમથી ટોટલ ૫૧ બુકીંગના ટ્રાન્જેક્સન કરેલ અને ત્યારબાદ ફરિયાદીશ્રી નાઓની કમ્પનીને આ બુકીંગની જાણ થતા કમ્પની દ્વારા MAKE MY TRIPના વોલેટમાથી ટોટલ ૧૧ બુકીંગ કેન્સલ થતા ફરિયાદીશ્રી નાઓની કમ્પનીના MAKE MY TRIP ના વોલેટમા કુલ ૧૧ ટ્રાંજેક્સન દ્વારા કુલ રૂ.૧,૦૫,૩૯૭/- પરત મળેલ છે. આમ ફરિયાદીશ્રી નાઓની કમ્પની સાથે કુલ રૂ.૫,૯૮,૪૩૦/- નું ઈલેક્ટ્રોનિક માધ્યમથી ટીકીટ બુકીંગ કરી નાણાં પડાવી એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો આચરેલ વિ.બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ શ્રી એમ આર ચાવડા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪ વાહન અકસ્માતના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦ ૨૯૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),(બી),૩૨૪ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જયદિપસિંહ વજેસિંહ ચૌહાણ રહે.વાણીયા શેરી,કપુરાઈ ગામ,તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક આઈસર કંપનીના ડમ્ફર જેનો રજી.GJ-06-BV-7197 ના ચાલકે તા.૦૧/૦૬/૨૦૨૬ ના ક. ૧૫/૪૫ વાગ્યાની આસપાસ મોજે- કપુરાઈ બ્રીજ નીચે રોડ પર ફરીયાદીના કાકા રતિલાલ સોમાભાઇ ચૌહાણ ઉ.વ.૬૫ નાઓ પોતાની આલ્ફા વેક્ટર-૯૧ મોડલની મરૂન કલરની ઈ-બાઇક જેનો ચે.નં. 20250 4444 ની લઈને દિકરા સમર્થ ઉ.વ.૦૯ ને લેવા માટે નીકળેલ તે વખતે કપુરાઈ બ્રીજ નીચેથી પસાર થતા દરમ્યાન આ કામના વાહન ચાલકે તેનુ ડમ્ફર સોમા તળાવ ચાર રસ્તા તરફથી પૂરઝડપે,ગફલતભરી રીતે તેમજ બેદરકારીથી ચલાવી લાવી કપુરાઈ બ્રીજ નીચેથી યુ-ટર્ન લેવા જતા ફરી.ના કાકાની ઈ-બાઈકને જમણી બાજુ ટક્કર મારતા ફરી.ના કાકાને નીચે પાડી અને ડાબા ખભાના ભાગે ફેક્ચર કરી તથા ડાબા પગના ભાગે તેમજ માથાના ભાગે ઈજા પહોચાડી અને ફરી.ની ઈ-બાઇકને ભારે માત્રામાં નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ના ક. ૨૩/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.બી બારીયા કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અકોટા પો.સ્ટે પાર્ટ ’એ’ ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૨૩૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામનાફરિયાદી જેશીંગભાઈ જીવણભાઈ ભાલીયા રહે-ડી/૩૦૩,ઓમ સોસાયટી,વડસર બ્રીજ પાસે,વડસર ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક રીક્ષા નં.GJ-06-AW-5805 ના ચાલકે તા.૦૨/૦૬/૨૦૨૬ ના આશરે કલાક-૧૦/૦૦ વાગ્યા આસપાસ મોજે. ઓ.પી રોડ મલ્હાર પોઇન્ટ પાસે આવેલ રાજ લક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે આ કામન ઓટોરીક્ષા ના ચાલક નાઓએ તેની ઓટોરીક્ષા પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરીયાદીશ્રીને ટક્કર મારી નીચે પડી જતા ફરીયાદીશ્રી ના જમણી આંખની ઉપરના કપાળના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડેલ હોય તથા રીક્ષામા બેસેલ પેસેન્જર બહેનનાઓને કપાળના ભાગે સામાન્ય ઇજા પહોંચાડેલ હોય તથા ત્યા સ્થળ ઉપર પાર્ક કરેલ ફોરવ્હીલર ગાડી જેનો રજી નંબર- GJ-06-PK-5916ને ડાબી બાજુ પાછળ ના દરવાજાના ભાગે નુકશાન પહોંચાડી ગુનો કરેલ હોય વિ.બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ના ક-૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હરેશભાઇ હનુભાઇ અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૪૨૨૬૦૧૦૯ /૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી)તથા એમ.વી,એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ધ્રુવી ડો/ઓ પ્રકાશ સાળવી રહે,મ.નં.૩૬ આશિષ સોસાયટી પોલીસ કોલોની સામે હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૨/૦૬/૨૦૨૬ ના આશરે ક.૨૨/૩૦ વાગ્યાની આસપાસ મોજે-ફતેપુરા મેઇન રોડ મહાકાળી મંદિરની પાસે રામરાજ હોટેલ સામે એક ફોર વ્હીલર કાર રજી. GJ-06-PA-1549 ની ચાલક બહેને પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીના મામાની એકટીવા રજી GJ-06-MN-0538 સાથે એક્સિડેંટ કરી ફરીયાદીના મમ્મી પુજા પ્રકાશ સાળવી ને જમણા હાથે તથા બંન્ને પગની જાંઘના ભાગે ફ્રેકચરની ઇજા પહોચાડી તથા ફરીયાદીના મામા સંતોષ ધોન્ડુ કદમ નાઓને ડાબા પગના સાથળના ભાગે તથા છાતીની પાંસળીઓના ભાગે ફ્રેકચર ની ગંભીર ઇજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૬/૨૦૨૬ ના ક.૦૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ હરદત્તસિંહ પ્રવિણસિંહ કુંભારવાડા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫ ચોરીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૩૨૬૦૨૯૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨)મુજબ ના ગુનાના કામના ફરિયાદી આદીત્ય સ/ઓ બકુલભાઈ ઘંટીવાલા રહે, બીજો માળ સમસ્તા આર્કેડ જાહજી હાઉસ પ્લોટ નં-૪/૪૭ ટેકરા વંશ મકરબા રોડ અહેમદાવાદ નાઓની ફરિયાદ મુજબ તા.૧૨/૦૨/૨૦૨૬ ના ક- ૦૭/૪૫ થી ૦૮/૧૫ વાગ્યા દરમ્યાન મોજે. મ.નં ૬૦૧, વેણૂ ટાવર વ્રુન્દાવન હાઈલાઈટ્સ હરીયાલી રેસ્ટૉરંન્ટ વાઘોડીયા રોડ કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીના મ.નં ૬૦૧, વેણૂ ટાવર વ્રુન્દાવન હાઈલાઈટ્સ હરીયાલી રેસ્ટૉરંન્ટ વાઘોડીયા રોડ વડોદરા શહેર ખાતેના મુખ્ય દરવાજા વાટે પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ ફરી.નો આઈ ફોન ૧૭ મોબાઈલ ફોન જેની આશરે કિ.રૂ. ૭૭,૦૦૦/- તથા ફરીના મિત્ર પાર્થ ઝરીવાલાનો આઈ ફોન કંપનીનો મોબાઈલ ૧૫ પ્રો જેની આશરે કિ.રૂ.૭૫,૦૦૦/- મળી બંન્ને મોબાઈલ ફોન કિ.રૂ. ૧,૫૨,૦૦૦/- ની મત્તાની ચોરી કરી નાશી જઇ ગુનો કર્યા બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ના ક. ૨૧/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હસમુખભાઇ દેવાભાઇ કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૨૧૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પદ્મકાંત હસમુખલાલ શાહ રહે. ૧૧,૧૨ સોનલ પાર્ક સોસાયટી મોરારજી દેસાઇ સ્કુલની પાછળ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૨૪/૦૫/૨૦૨૬ ના સવારના આશરે ક-૦૭/૦૦ થી ક-૦૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે.ખંડેરાવ માર્કેટ ફરીયાદીનો SAMSUNG GALAXY S 23 મોબાઇલ CREAM WHITE કલરનો હતો જેનો IMEI નં-(૧) 351824511370577 નો હતો જેની અંદર (૧) JIO કંપનીનું સિમકાર્ડ નં-6352183829 તથા (૨) BSNL કંપનીનું સિમકાર્ડ નં-9510100710 નું હતું જેની આશરે કિંમત રૂપિયા ૬૭૦૦૦/- ની ગણી શકાય જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મહેશભાઇ ગણેશભાઇ નવાપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬ મારામારીના કેસો
૧. સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૧૯૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રવી કમલેશ રાઠોડ રહે.મ.નં.૩૧, વિજયનગર સોસાયટી, પુનમનગર ચાર રસ્તા પાસે, સમા-કેનાલ રોડ, સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) જીગ્નાશા રોહીત તથા (૨) બાબુભાઇ રોહીત રહે, મ.નં.બી/૧૦, નવરંગ સોસાયટી, રાંદલમાતાના મંદિર પાસે, સમા, વડોદરા શહેર તથા (૩) યોગેશ રોહીત તથા (૪) યોગેશ રોહીતની પત્નિ નાઓએ તા.૦૨/૦૬/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે મોજે:- પ્રાગજીનગર પાસે વિજયનગર સોસાયટીની બહાર નાકા પાસે, સમા, ફરીયાદીને આરોપીઓએ (૧) જીગ્નાશા રોહીત અને તેના પતિ (૨) બાબુભાઇ રોહીત તથા તેમના સાઢુભાઇ (૩) યોગેશ રોહીત તથા (૪) યોગેશભાઇના પત્નિ વિગેરે નાઓએ ફરીયાદીના ભાણેજને અપશબ્દો બોલી ઝઘડો તકરાર કરી તથા ફરીયાદીની માતાની સાથે ઝઘડો કરી યોગેશ રોહીત નાનો લાકડાનો ડંડો માથાના ભાગે મારી ઇજા કરી તથા ફરીયાદીની બહેન પ્રીતી રાઠોડ નાનીને ગડદાપાટુનો માર મારી સાંભળી ન શકાય તેવા અપશબ્દો બોલી માર મારી મે.પોલીસ કમિ.સા.શ્રીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો રાજુભાઇ પરષોતમભાઇ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૪૨૬૦૨૭૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૩),૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રણજીત સુરેશભાઇ ભારદ્વાજ રહે,મ.નં.૨૦ શિવદાસ સોસાયટી વડસર બ્રીજ પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અનિલ ઉર્ફે અન્ના (૨) કલ્પેશ ઉર્ફે મામુ રહે, નિલકંઠનગર કલાલી વડોદરા શહેર નાઓએ તા.૦૨/૦૬/૨૦૨૬ ના બપોરના આશરે ત્રણેક વાગ્યાની આસપાસ મોજે- ગોકુળનગર-૩ સાંઇબાબા સ્કુલ પાસે ફરીયાદીશ્રી પોતે રામનગર કલાલી ખાતે પોતાની બહેનના ઘરે કામ અર્થે ગયેલ અને ત્યાથી પરત પોતાના ઘરે વડસર જતી વખતે ગોકુળનગર-૩ સાંઇબાબા સ્કુલ પાસે આરોપી (૧) નાએ ફરીયાદીની બાઇક રોકી તુ બબલુ ભારદ્વાજ પાસેથી બાકી નીકળતા પૈસા માગતો નહી કહી ફરીયાદી સાથે એકદમ ઉશ્કેરાય જઈ ગંદી ગંદી ગાળો બોલી ફરીશ્રીને ગળાના ભાગે ડાબી બાજુએ તથા ગાલ ઉપર બે ત્રણ થપ્પડ મારી દિધેલ અને આરોપી (૨) નાએ ફરીશ્રીને પકડી લીધેલ અને આરોપી (૧) પાછળથી આવી પોતાના હાથમાંના ચપ્પુથી ના ફરી.ના કમ્મરના પાછળના ડાબી બાજુના ભાગે એક ઘા મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી.ના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ક. ૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રાહુલભાઇ હમિરભાઇ અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬ ખૂનના કેસો
૧. અટલાદરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.પાર્ટ-એ,૧૧૧૯૬૦૪૪૨૬૦૨૭૮/ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પુજાબેન વા/ઓ ગીરીશભાઇ જેસીંગભાઇ ભાલીયા રહે.ઓડવાળુ ફળીયુ, ભાલીયા વાસ, વડસર ગામ, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) દર્શન મારવાડી રહે.પીળા વુડાના મકાન ખોડીયાર નગર, વડોદરા તથા (૨) કરણ મારવાડી રહે.વડોદરા નાઓએ આજરોજ તા.૦૩/૦૬/૨૦૨૬ ના રાત્રીના ક.૦૩/૩૦ વાગ્યાની આસપાસ મોજે.કલાલી ગોકુળનગરની પાછળ આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં ફરીયાદી તથા તેમના પતિ ગીરીશભાઇ નાઓ કલાલી ગોકુળનગરની પાછળ આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં માતાજીનો માંડવો રાખેલ હોય ત્યાં આવેલ હતા ત્યાં આરોપી નં.(૧) નાએ ફરીયાદીની અગાઉ છેડતી કરેલ જેનુ સમાજનુ પંચ ભેગુ થયેલ અને આરોપીએ છેડતી કરેલ હોવાનુ કબુલ કરેલ જેથી આરોપીને સમાજમાં નીચુ જોવાનુ થયેલ તેની અદાવત રાખી બંન્ને આરોપીઓ નાઓ ગોકુળનગરની પાછળ આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં માતાજીનો માંડવો રાખેલ હોય ત્યાં ફોર વ્હીલર ગાડી લઇ આવી મરણ જનાર ગીરીશભાઇની સાથે ઝઘડો કરી આરોપી નં.(૧)નાએ મરણજનાર ગીરીશભાઇને માથામાં મુક્કો મારી કપાળમાં ચાવી મારી નીચે પાડી દઇ બંન્ને આરોપીઓએ ફેટો વડે માર મારી પેટની નીચે પેઢાના ભાગે તથા બંન્ને જાંગ ઉપર ચપ્પુના ઘા મારી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સાહેબશ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૩/૦૬/૨૦૨૬ ના ક.૦૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ શ્રી વી.આર.રાઠોડ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.