Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૩/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૨/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારૂ લીટર-૧૭ કિં.રૂ.૩૪૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો, કવાટરીયા અને બિયર મળી કુલ નંગ-૪૦૪, મોબાઇલ ફોન નંગ-૦૪, ફોર વ્હીલર-૦૧, રીક્ષા-૧ મળી કુલ્લે કિ.રૂ.૯,૨૬,૭૪૮/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૨૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો

૧.         સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ –A -ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૬૦૦૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૩૧૮(૪), ૫૪, ૬૧(૨), ૩૧૯(૨), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮,૩૪૦(૨) તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(ડી) & ૮૪(સી) મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (1) ફરીયાદમા જણાવેલ મોબાઇલ નંબરના ધારક તેમજ વપરાશ કર્તા (2) ફરીયાદમા જણાવેલ ટ્રાંજેક્શનના નાણા મેળવનાર બેક ખાતા ધારકો તથા વપરાશકર્તા (3) ફરીયાદમા જણાવેલ એપ્લીકેશન લીંક તથા એપ્લીકેશન બનાવનાર તથા ઉપયોગકર્તા (4) ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો નાઓએ તા.08/02/2026 થી આજદીન સુધી  મોજે.વડોદરા શહેર ખાતે આરોપીઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી તા.08/02/2026 થી તા. 21/04/2026 સુધી ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને, સેબી રજીસ્ટર માર્ક સિક્યુરીટીઝ લિમિટેડનો સ્ક્રિન શોટ ખોટુ બતાવી, સાચા તરીકે મોકલી,  વોટસેપ ગ્રુપ નામે વોલ સ્ટ્રીટ ધર્મા ડી9 ના ગ્રુપ એડમિન ડો.રાજીવ સિંઘ મો.નં.8460372186, ખુશી ગોયલ મો.નં.8460975480, એડમિન પ્લસ44 7845 790347, માર્ક સપોર્ટ મિનાક્ષી મો.નં. 7058115873, તેમજ અરજદારનો વિશ્વાસ મેળવવા એ.સી.પી. ગોડસે તરીકે મો.નં. 7893879554  દર્શાવનાર, ટ્રેડીંગ એકાઉન્ટ ઓપન કરવા લિંક એચટીટીપીએસ:// એમ.માર્કડેસસેક. કોમ/રજીસ્ટર યુ 45333122 મોકલનાર તેમજ શાર્ક ક્લબ ડી9 એડમિન ખુશી ગોયલ મો.નં. 8460975480, એ.સી.પી. ગોડસે તરીકે પોલીસની ઓળખ આપી, મો.નં. 7893879554 ઉપયોગ કરનાર, અરજદારને શેર માર્કેટમાં ટ્રેડીંગ કરવાના બહાને અને ત્યાર બાદ આઇ.પી.ઓ.માં રોકાણ કરવાના બહાને ટુકડે ટુકડે અલગ અલગ બહાના બતાવી, અરજદાર પાસેથી કુલ 1,57,00,000/ અલગ અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાંસ્ફર કરાવડાવી, પરત નહીં કરી, પૂર્વ આયોજિત કાવતરું રચી, એક બીજાની મદદગારી કરીને વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ તેમજ વોટસેપ નં. 7058168389 થી ડો. રાજીવ સિંઘ તરીકે ફરીવાર વોટસેપ મેસેજ કરી, વધુ નાણા પડાવવાની કોશિસ કરનાર, વોટ્સઅપ નંબર ધારક તથા એપ્લીકેશન લીંક મોકલનાર તથા એપ્લીકેશન બનાવનાર તથા ઉપયોગકર્તા તથા અરજદારના કુલ રૂ. 1,57,00,000/ જેમાંથી નામદાર સાહેબના કોર્ટ હુકમથી રૂ. 5,24,000/ પરત મળતા બાકી રહેલા રૂ. 1,51,76,000/ જેટલા નાણા જે અલગ અલગ ખાતાઓમાં ઓનલાઇન ટ્રાંસ્ફર કરાવડાવી, પરત નહિ કરી એકબીજાની મદદગારી કરી, વિશ્વાસઘાત છેતરપીંડી કરી જે મુજબનો ગુન્હો કરવા બાબતે તા.02 /07/2026 ના ક.19/00 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એમ.આર.ચાવડા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     મારામારીના કેસો

૧.         પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૫૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૩),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અમરુદ્દીન ફકરૂદિન શેખ રહે.મ.નં.૧૦,બાવામાનપુરા સ્લમ ક્વાર્ટસ ,બાવામાનપુરા પાણીગેટ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) આશીફ ઉર્ફે બોબડો ઇકબાલહુસૈન શેખ રહે.પાણીગેટ શાકમાર્કેટ પાછળ બાવામાનપુરા પાણીગેટ વડોદરા શહેર (૨) મુખ્તીયાર ઇબ્રાહિમ શેખ રહે.મદાર મહોલ્લો યાકુતપુરા સરસીયા તળાવ રોડ વડોદરા શહેર નાઓએ તા.૦૨/૦૭/૨૦૨૬ ના રાત્રીના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ મોજે- મ.નં.૦૯ બાવમાનપુરા સ્લમ ક્વાર્ટર બાવામાનપુરા પાણીગેટ વડોદરા શહેર ખાતે જુના ઝઘડાની અદાવત રાખી ફરીશ્રીના સાળા સાજીદખાન સાથે આશિફ ઉર્ફે બોબડો તથા મુખ્તિયાર શેખ નાઓ બોલાચાલી કરી ઝપાઝપી કરતા હોય ફરીયાદી વચ્ચે પડી છોડાવવા જતા તેઓ બંન્ને ફરીને ગંદી બિભત્સ ગાળો આપી આશિફ ઉર્ફે બોબડાએ ફરીના ડાબા હાથના કાંડાના ભાગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી તેઓ બંન્ને ગડદાપાટુનો માર મારી આશિફ ઉર્ફે બોબડાએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મ.પો.કમિ.સા.શ્રીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૭/૨૦૨૬ ના ક.૨૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ વિજયકુમાર ખુમાનભાઈ પાણીગેટ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         ફતેગંજ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૫૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની  કલમ-૧૧૫(૨), ૧૧૮(૧,) ૨૯૬(બી),૩૫૧(૩),૫૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી જમીલ સ/ઓ મજીદખાન પઠાણ રહે.મ.નં.૦૮ રોશનપાર્ક નવાયાર્ડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) મોસીન (૨) પ્રકાશ ઉર્ફે પકીયો (૩) અજાણ્યો પુરૂષ (૪) અજાણ્યો પુરૂષ નાઓએ તા.૦૨/૦૭/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગ્યાની આસપાસ મોજે- અંજલી કંપની દિવ્યા ગેસ એજન્સી બાજુમાં નવાયાર્ડ ફરિયાદી તથા સાહેદ સલીમ સ/ઓ નઈમખાન પઠાણ નાઓ બેસેલ હતા ત્યાં આરોપીઓએ સાહેદ સાથે બોલાચાલી ઝઘડો કરેલ જયાં ફરિયાદી છોડાવવા વચ્ચે પડતા ફરીને ગંદી ગાળો આપી આરોપી નં(૧) નાઓએ પોતાની પાસે રહેલ ચપ્પાથી સાહેદ સલીમને ડાબા હાથના અંગુઠાના ભાગે ચપ્પુ મારી ઈજા કરી તથા ફરી.ને ડાબા કાનના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા કરી બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી બધા આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મે.પોલીસ કમિશ્નર સા.શ્રીના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.આર વસાવા ફતેગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.         મકરપુરા પો.સ્ટે પાર્ટ-(એ)-૧૧૧૯૬૦૧૬૨૬૦૩૮૧/૨૦૨૬ ભારતિય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ-૧૧૫ (૨) ૨૯૬ (બી) ૩૫૧ (૩) ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી મનીષભાઈ ભગવાનભાઈ પ્રજાપતી રહે- મ.ન-૨૧ રાજીવનગર નાયરા પેટ્રોલપંપની ગલીમા સુશેન તરસાલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જીતુભાઈ સુરેશભાઈ પ્રજાપતી તથા તેમના બે છોકરાઓ સુરેશ પ્રજાપતી, સોનુ પ્રજાપતી તમામ રહે, પાર્થભુમિ-૦૧,માંજલપુર વડોદરા શહેર નાઓએ તા-૦૨/૦૭/૨૦૨૬ ના રાત્રીના ક.૨૩/૦૦ વાગ્યાના અરસામા મોજે- સુશેન તરસાલી રોડ વાત્સલય હોસ્પિટલ પાસે કાકા ફાસ્ટફુડ નામની લારી પાસે તરસાલી ફરીયાદી પોતાની સુશેન તરસાલીરોડ વાત્સલય હોસ્પિટલ પાસે કાકા ફાસ્ટફુડ નામની લારી બંધ કરી લારી લઈ જતા હતા તે વખતે આરોપી નં-૧ નાએ ફરીને પાછળથી કોઈ પણ કારણ વગર ગાલ ઉપર જોરથી હાથ વડે ઝાપટ મારી તથા બીજા આરોપીઓએ ફરિને હાથ વડે ગડદાપાટુનો માર તથા મોઢા ઉપર  ડાબા હાથથી માર મારી તમામ આરોપીએ ફરીયાદીને કહેલ કે બિભત્સ ગાળો બોલી આજે તું બચી ગયેલ તને તો ગમે ત્યારે જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી એક-બીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ બાબતે તા.૦૩/૦૭/૨૦૨૬ ના ક:૦૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.એ.ચૌધરી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     નાણાંધીરધારના કેસો

૧.      મકરપુરા પો.સ્ટે પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૩૭૯/૨૦૨૬ ભારતિય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ-૧૧૫ (૨) ૨૯૬ (બી) ૩૫૧ (૩) તથા તથા નાણાં ધીરધાર અધિનિયમ ૨૦૧૧ની કલમ ૪૦,૪૨ મુજબના ગુનાના કામના ફરિયાદી જયેશ અજયભાઇ રાજપુત રહે-બ્લોક નં-૨૧ ઘર નં ૨૪ માણેજા વુડાના મકાન માણેજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હનીફભાઈ અબ્દુલભાઈ શેખ રહે- પાણીગેટ શાક માર્કેટ પાસે ફતેપુરા વડોદરા શહેર નાઓએ તા.૨૩/૦૩/૨૦૨૫ થી આજદિન સુધી મોજે-ફેગ કંપનીના ગેટ પાસે માણેજા ફરિયાદીશ્રી નાઓને પૈસાની આર્થિક તંગી થતા ફરિશ્રી હનીફભાઇ પાસે ગયેલ ત્યારે આરોપીએ ફરિયાદીશ્રીને રુપીયા એક હજાર લખાણ કરાવવાનુ છે તેમ કહી કાપી લઈ ૧૯૦૦૦/ હજાર આપેલ અને ૨૦,૦૦૦/- રુપીયાની મુડી જ્યા સુધી પરત ના કરુ ત્યા સુધી દૈનીક રુપીયા ૨૦૦/- વ્યાજ લેખે ચુકવવાનુ કહી ફરિશ્રીને  ૧૯,૦૦૦/- રુપીયા આપેલ અને ત્યારબાદ ગઇ તા-૨૭/૦૩/૨૫ ના રોજ હનીફભાઇ નાઓએ ફરિશ્રીને સુરસાગર તળાવ પાસે આવેલ વકીલની ઓફીસ પર લઈ જઈ લખાણ કરાવેલ પરંતુ ફરિશ્રી  અભણ હોવાથી આ દસ્તાવેજમા શુ લખાણ લીધેલ તેની તેમને કોઇ જાણકારી થયેલ નહી ત્યારબાદ ફરિશ્રીએ આપેલ બાંહેધરી મુજબ આ હનીફભાઇને ગુગલ પે દ્વારા દૈનીકના ૨૦૦/- રુપીયા લેખે આપતા હતા અને જે દીવસે ફરિશ્રીને ઓટોરીક્ષામાં ધંધો ન થાય ત્યારે ફરિશ્રી બીજા દીવસે આગળના દીવસના પણ ગુગલ પે થી ચુકવી આપતો હતો આમ કુલ નાણા ૧૯,૫૦૦/- જેટલા ફરિશ્રી નાઓએ હનિફભાઇ નાઓને  ઓનલાઈન ચુકવી આપેલ તેમ છતા તેઓ વધુ નાણાની તેમજ વ્યાજની માંગણી કરી રહ્યા હોય અને ફરિશ્રીને ધમકાવતા હોય તથા પૈસા આપ્યાના આશરે એક મહીના પછી રોજનુ વ્યાજ આપવામાં ચુકાય જતા સાંજના આશરે સાડા આઠેક વાગ્યે માણેજા ક્રોસીંગ ફેગ કંપનીના ગેટ પાસે ફરિશ્રીને બોલાવી ફરિશ્રી સાથે બોલાચાલી ઝઘડો કરી ગમે તેમ ગંદી ગાળો બોલી ફરિશ્રીને જણાવેલ કે તુ માણેજા રીક્ષા સ્ટેન્ડ ઉપર આવ્યો તો તને જાનથી મારી નાખીશ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિશ્રીને બે થપ્પડ મારી દીધેલ ત્યારબાદ ફરિશ્રીએ તેમને આપેલ પૈસાનો હીસાબ કરતા ફરિશ્રિએ તેમને ૧૯,૫૦૦/- જેટલા પૈસા ચુકવી આપેલાનુ જણાયેલ આમ ફરિશ્રીએ આરોપી પાસેથી લીધેલ ૧૯૦૦૦-/ હજારના ૧૯,૫૦૦ જેટલા ચુકવી આપેલ હોવા છતા ફરિશ્રી પાસે મુળ રકમ કરતા વધૂ રકમ લેવા માટે ફરિશ્રી સાથે બોલાચાલી ઝઘડો કરી ગમે તેમ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેઓ નાણાં ધીરધાર નું કોઈ લાયસન્સ પણ ધરાવતા ન હોય ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી પી.એ.ભેડા મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન અકસ્માત/ ફેટલના કેસો

૧.      કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૧૨૭/૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી,એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪  મુજબના ગુનાના કામના ફરિયાદી વર્ષાબેન વા/ઓ આકાશભાઇ બળદેવરાજ કહાર રહે,એ-૧૬ રમાનગર સોસાયટી રેવા પાર્ક ગાર્ડન નજીક,કલા દર્શન ચાર રસ્તા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ફોર વ્હિલર ટેમ્પો(છોટા હાથી) ચાલક નાઓએ તા.૦૨/૦૭/૨૦૨૬ ના આશરે ક.૧૬/૫૦ વાગ્યાની આસપાસ મોજે-ભૂતડીઝાપા ગ્રાઉન્ડ ત્રણ રસ્તા ખાતે ફરીયાદી પોતાની એક્ટિવા રજી GJ-06-LC-2815 ની લઇને પસાર થતા હતા ત્યારે ભૂતડીઝાપા બસ સ્ટેશન તરફથી એક અજાણ્યો સફેદ કલરના છોટા હાથી ટેમ્પાનો પોતાનો ટેમ્પો પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી કાસમ આલા ચાર રસ્તા તરફ વળાંક લેતી વખતે ફરીયાદીના એક્ટિવાને પાછળથી ટક્કર મારી નીચે પાડી દેતા ફરીયાદીને ડાબા પગના ઘુંટણના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાનો ટેમ્પો સ્થળ પરથી લઇ નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ WASI કેનોનબેન નરેંદ્રકુમાર કુંભારવાડા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ફતેગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૨૫૪/૨૦૨૬  ભારતીય ન્યાય સંહીતા. ૨૦૨૩ની કલમ -૨૮૧, ૧૦૬, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નવાંગી વા/ઓ જયદિપ ઝાલા રહે. મ. નં ૪૦૧ સોનલ એંક્લેટ કદમનગર પાસે નિઝામપુરા વડોદરા શહેર મુળ રહે,૧૨ ઓખીલ રોડ મિલ્ટોન કિન્સ એમકે ૫૬ એફ યુ (યુ.કે) નાઓની ફરિયાદ મુજબ એક છોટા હાથી ટેમ્પો જેનો રજી નં.GJ-06-ZZ-7296 ના ચાલકે તા.૦૨/૦૭/૨૦૨૬ ના આશરે ક.૧૯/૩૦ વાગ્યાની આસપાસ મોજે-મહેસાણાનગર સર્કલ ચાર રસ્તા પાસે ફરી.ના કાકા ઇન્દ્રવદન કુંદનલાલ મહેતા નાઓ ટીપી ૧૩ પાણીની ટાંકી પાસે એક્ટીવા લઈને મહેસાણાનગર સર્કલ ચાર રસ્તા ખાતેથી જેરોક્ષ કરાવવા જતા હતા ત્યારે આ કામના આરોપીએ પોતાનુ વાહન બેદરકારી અને ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી લાવી એક્ટીવાને પાછળથી અથાડી ફરી.ના કાકાને નીચે પાડી દઈ ચહેરા પર તથા આંખ પર ઇજા કરી તથા શરીરે નાનીમોટી ઇજાઓ પહોચાડી ભાગી જઇ અને ફરીના કાકાનુ સારવાર દરમ્યાન મોત નિપજાપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૭/૨૦૨૬ ના ક-૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે.બારીઆ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      વારસીયા  પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૮૨૬૦૧૮૪/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નિશા વા/ઓ સતિષ કનૈયાલાલ લાલવાણી ઉ.વ.૨૬ ધંધો,ઘરકામ રહે,મ.નં.એ/૦૫ હરેકૃષ્ણા – ૦૧ સોસાયટી, વેનીશવિલાની સામે, વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હિલર સ્કોડા ગાડી જેનો રજી.નં GJ-12-AE-9875 નો ચાલક યશ રમેશચન્દ્ર જાજુ ઉ.વ.૨૪ ધંધો.વેપાર રહે,એ/૨૬ સત્યેન સોસાયટી-૧ કારેલીબાગ વડોદરા શહેર નાએ તા.૧૫/૦૬/૨૦૨૬ ના કલાક ૧૫/૦૦ વાગ્યા આસપાસ મોજે– રાજધાની સોસાયટીના નાકા પાસે, હરણી-વારસીયા રીંગરોડ  વડોદરા શહેર આ કામના ફરિયાદી તથા સાહેદ- ફરીયાદીના સાસુ મિરાબેન નાઓ ફરીયાદીના ભાઇની હોન્ડા કંપનની એક્ટીવા જેનો રજી નં.GJ-06-LN-8106 લઈને ફરીયાદીના ઘરેથી જનતા બેકરી વારસીયા ખાતે બેકરીનો સામાન લેવા માટે જતા હતા તે વખતે હરણી-વારસીયા રીંગરોડ પર રાજધાની સોસાયટીના નાકા પાસેથી પસાર થતા હતા તે વખતે એક ફોર વ્હિલર સ્કોડા ગાડી જેનો રજી.નં GJ-12-AE-9875 નો ચાલક યશ રમેશચન્દ્ર જાજુ નાનો નાયરા પેટ્રોલપંપ તરફથી આવી અને સ્કોડા ગાડી પુર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવી ફરી.ની એક્ટીવાને પાછળથી ટકકર મારી અથાડી ભાગી ગયેલ અને ફરી. તથા ફરી.ના સાસુ મિરાબેન નીચે પાડી દઈ એકસીડન્ટ કરી ફરી.ને ડાબા હાથે ફેક્ચર તથા જમણી આંખમાં ઇજા કરી ફરી.ની સાસુ મિરાબેન નાઓને માથાના ભાગે ઇજા કરી એક્સિન્ટ કરી નાસી જઈ ગુનો કર્યો વિગેરે બાબતે તા.૦૩/૦૭/૨૦૨૬ ના કલાક.૧૪/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ  હે.કો મુકેશભાઇ પ્રભુદાસ વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     વાહન ચોરીના કેસો

૧.      રાવપુરા પો.સ્ટે પાર્ટ- એ ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૬૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મણીધર ઘનશ્યામભાઇ વાઘેલા રહે,નવો ચાર સંવાદ ક્વાટર્સ  સંગમ ચાર રસ્તા  વોર્ડ ન ચાર  ની ઓફીસ પાસે હરણી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૩/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યાની આસપાસ દરમ્યાન મોજે-મહારાણી કન્યા વિદ્યાલયની દિવાલ પાસે  હઠીલા હનુમાન મંદિરની સામે સુરસાગર તળાવ પાસેથી ફરિયાદીની ટુ વ્હીલર સુઝુકી સ્વીસ જેનો આર ટી ઓ રજી  નં જી જે ૦૬ જે એચ ૫૩૭૪ ની જે રેડ બ્લેક કલરની હતી જે સને ૨૦૧૫ નું મોડેલ હતો જેનો એ નં. એફ૪૮૬૨૭૪ ૨૭૫૪ તથા ચે.નં.એમબી૮સીએફ૪સીબીડીએફ૮૧૭૮૭૫૫ નો છે. જેની આશરે કિં.રૂ.૨૫,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.ડી.રામોલીયા રાવપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૨૨૬૦૩૪૧/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવનાબેન વા/ઓ ધર્મેશભાઇ મહેન્દ્રભાઇ મકવાણા ઉ.વ ૪૦ ધંધો-ઘરકામ રહે, મ.નં.બી/૮૯ દ્રારકાનગરી સોસાયટી બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૧૬/૦૬/૨૦૨૬ ના કલાક ૨૩/૦૦ વાગ્યાથી તા.૧૭/૦૬/૨૦૨૬ ના કલાક ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીના ઘરની બહાર ફુટપાથ કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની મો-સા પલસર ટુ વ્હીલર જેનો રજી નં. GJ-06-SH-0093 નો છે.જે કાળા કલરની છે સને ૨૦૨૫ ના મોડલની જેનો ચેસીસ નં.MD2A11CX9SCB27957 તથા એંજીન નં.DHXCSB39189 નો છે જેની કિમત ૫૦,૦૦૦/- જે કોઈ ચોર ઈસમ ડૂપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૭/૨૦૨૬ ના કલાક ૧૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો હરપાલસિંહ માધુભા બાપોદ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.