Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૩/૦૮/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૨/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૦ કિં.રૂ.૪૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૦ સહિત કુલ-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન અકસ્માત/ ફેટલના કેસો

૧.         હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૭૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૮૧,૩૨૪(૫) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સન્ની વિનોદભાઈ પટેલ ઉ.વ -૨૦ ધધો-વેપાર રહે-મ નં. એ/૯, કારેલીબાગ સોસાયટી બ્રાઇડ ડે સ્કુલની ગલીમાં વી.આઇ.પી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ફોર વ્હીલ ચાલક તા.૦૩/૦૮/૨૦૨૬ રાત્રીના કલાક ૦૪/૩૦ વાગ્યાના સુમારે મોજે-  કારેલીબાગ સોસાયટી બ્રાઇડ ડે સ્કુલની ગલીમાં વી.આઇ.પી રોડ વડોદરા શહેર આ કામના આરોપી એક અજાણ્યા ફોર વ્હીલ ગાડીના ચાલકે તેની ફોર વ્હીલ ગાડી એકદમ પુરઝડપે ગફલતભરી બેદરકારી થી ચલાવી પાર્ક કરેલ  આઇ20 જેનો રજી નંબર જીજે 06 પીએચ 1926 ગાડી ને પાછળથી જમણી સાઇડ અથડાતા તે ગાડીને જમણી સાઇડની હેડ લાઇટ , ડીક્કી તથા પાછળનો બમ્પર અને દરવાજો તથા આગળનું બમ્પર નુકસાન કરી તથા તે ગાડી આગળ પાર્ક કરેલ એકટીવા જેનો રજી નં.જીજે 06 એન જી 0279 ને અથડાતા એક્ટીવા ટોટલ લોસ થયેલ છે તથા એકટીવા આગળ પાર્ક કરેલ બલેનો જેનો રજી નંબર જીજે 06 પીડી 1293 ને સાથે અથડાતા  બલેનોને પાછળનું બમ્પર તથા આગળનું બોનેટ નુકશાન થયેલ છે તથા બલેનો ગાડી આગળ પાર્ક કરેલ બલેનો ગાડી જેનો રજી નંબર જીજે 06 પીઆર 1126 ને અથડાતા પાછળનું બમ્પર તથા તેની આગળના ઇલેક્ટ્રીક થાભલા સાથે અથડાતા આગળના બમ્પરને નુકસાન કરી સ્થળ ઉપરથી ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૩/૦૮/૨૦૨૬ ક.૦૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. ભગીરથસિંહ ધીરૂભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૬૭/૨૦૨૬ ભારતીય સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી. એકટ ૧૭૭, ૧૮૪  મુજબના ગુનાના કામના ફરિયાદી ધનશ્યામભાઇ સોમાભાઇ વસાવા ઉ.વ.૩૭ ધંધો.કલરકામ રહે. બ્લોક નં.૦૬, ધર નં.૧૫, જાંબુવા વુડાના મકાન, જી.ઇ.બી. સ્ટેશનની પાછળ, મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક સરકારી એસ.ટી.બસ નં.GJ-18-ZT-3401 ના ચાલક શુકનભાઇ નટવરભાઇ  દેવદા રહે, રાજપૂર ફળીયુ, મુણધાગામ, તા.ગોવિંદગુરૂ લીમડી, જી.દાહોદ તા.૦૩/૦૮/૨૦૨૬ ના રાત્રીના આશરે બે વાગ્યા આસપાસ મોજે: મકરપુરા ડેપોની આગળ, ગીતા ખમણની સામે આવેલ કટ પાસે, વડોદરા શહેર ફરીયાદીના પુત્ર હેમંત તથા તેના બે મિત્રો અનીકેત સુરેશભાઇ પરમાર તથા મિલન વિજયભાઇ તડવી બન્ને રહે, જાંબુવા વુડાના મકાન, જી.ઇ.બી. સ્ટેશનની પાછળ, મકરપુરા, વડોદરા શહેર નાઓ કાળા કલરની એક્ટીવા નં.GJ-06-NS-5225 ની લઈને સુસેન સર્કલથી મકરપુરા જીજીમાતાના મંદિર તરફ જઈ રહ્યા હતા તે વખતે આ કામના આરોપી જે સરકારી એસ.ટી.બસ નં.GJ-18-ZT-3401 ના ચાલક હોય તેઓએ પોતાની બસ પુર ઝડપે, ગફલત ભારી રીતે તથા બેદરકારીથી ચલાવી મકરપુરા ડેપોની આગળ, ગીતા ખમણની સામે આવેલ કટમાંથી સુસેન સર્કલથી આવતો રોડ જોયા વગર વચ્ચે લાવી દઈ  એક્ટીવા સાથે અકસ્માત કરી ફરીયાદીના પુત્રને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ પર મોત નીપજાવેલ તથા તેના બે મિત્રો જેમાં અનીકેત સુરેશભાઇ પરમાર નાઓને માથાના ભાગે તથા હોઠ ઉપર તથા મિલન વિજયભાઇ તડવી નાઓને બન્ને હાથ પર તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી ગુનો કરેલ હોય તા.૦૩/૦૮/૨૦૨૬ ના કલાક ૦૬/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.જી.ભરવાડ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.