-: પ્રેસનોટ :-
(તા.૦3/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૨/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૦૧ તથા કિ.રૂ.૧૧૨૦૦/- તેમજ ઇંગ્લીશ બોટલ નંગ-૮૨૩૧ મળી કુલ કિ.રૂ.૪૪૯૩૩૧૨/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૨ સહિત-૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખુન ના કેસો
૧. ફતેગંજ પોલીસ સ્ટેશન
ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૪૦૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૦૩(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી દિનેશભાઇ બાબુભાઇ પરમાર રહે. મ.નં.૭, રાજીવનગર, અમરનગર પાસે, નવાયાર્ડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કવિતાબેન D/O સપ્પનભાઇ રાય રહે. જી/૧૫ રામનગર, રાજીવનગરની બાજુમાં, નવાયાર્ડ,વડોદરા શહેર તા.૦૨/૦૯/૨૦૨૫ ના ક. ૦૧/૧૫ વાગ્યા દરમ્યાન મોજે-પ્રથમ રૂમ મ.નં.૭,રાજીવનગર,અમરનગર પાસે,નવાયાર્ડ તા.૦૨/૦૯/૨૦૨૫ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે મરણજનાર મુકેશ બાબુભાઇ પરમાર ઉ.વ.૪૦ રહે. સદરનો દારુ પીને કેમ આવેલ છે તે બાબતે આરોપી કવિતાબેન D/O સપ્પનભાઇ રાય નાઓએ બોલાચાલી ઝઘડો તકરાર કરી રાત્રીના સવા એક વાગ્યાના સુમારે મરણજનારનુ ગળુ દબાવી તેના ગળે દુપટ્ટો બાધી આટી ચઢાવી જોરથી પકડી થોડીવાર ખેચી રાખી મરણજનારનુ મોત નિપજાવી ગુનો કર્યા વિગેરે બાબત. તા.૦૨/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી શ્રી એ.એમ.ગઢવી ફતેહગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારા મારીનાના કેસો
૧. જે.પી.રોડ પોલીસ સ્ટેશન
જે પી રોડ પોલીસ સ્ટેશન યુનીક નં 11196008250211 /2025 “એ” ભારતીય ન્યાય સહિંતા કલમ-૧૧૫(૨),૨૯૬(૨),૩૫૧(૨),૫૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરિયાદી મનીષકુમાર શંભુનાથ ઝા ઉ.વ.૩૫ ધંધો-નોકરી રહે ટાવર-ડી/૦૪ મ.ન. ૫૦૨ અક્ષરગ્રીન રેસીડેન્સી લાભ રેસીડેન્સી પાસે અટલાદરા વડોદરા શહેર મુળ રહે ગામ બલીયા પો.સ્ટે.રૈયામ ફેક્ટરી થાના-શકરી જી-મધુવની બિહાર નાઓની ફરિયાદ મુજબ આરોપી ૧) હરીશચંદ્ર ચૌધરી રહે રોડ નંબર- ૦૬ મુખિયા પોખર ન્યુ લક્ષ્મી સાગર સઈદપુર દરભંગા બિહાર તથા નં.(૨) પવનકિશોર રહે ૧૩૦૩ ૩-સી લોટસ પનાશે સેકટર-૧૧૦ નોઈડા ઉતરપ્રદેશ તથા નં.(૩) સંજયકુમાર ઝા રહે ૯ એલ પોકેટ-૦૨ મયુરવિહાર ફેઝ-૦૩ ન્યુ દિલ્હી તા-૧૨/૦૭/૨૦૨૫ ના ક્લાક ૧૯/૦૦ વાગ્યાના સુમારે મો.જે. હાઈટેશન રોડ બી.આર.જી. ગરબા ગ્રાઉન્ડના ગેટની સામે રોડ પર વડોદરા શહેરતા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ આશરે ક્લાક ૧૯/૦૦ વાગ્યાના સુમારે ફરિયાદીશ્રી નોકરી પરથી પોતાની ટુ-વ્હીલર મો.સા. લઈ ઘરે જતા હતા તે દરમ્યાન મો.જે.હાઈટેશન રોડ બી.આર.જી. ગરબા ગ્રાઉન્ડના ગેટની સામે રોડ પર તહોમતદાર હરીશચંદ્ર ચૌધરી તથા પવનકિશોર તથા સંજયકુમાર ઝા નાઓ ફરિ.શ્રીને હાથથી ઈસારો કરી ઉભા રાખી ત્રણેય જણા ફરિ.પાસે જઈ સંજય ઝા એ ફરિ.ને પકડી અને પવનકિશોરે ફરિ.ને લાક્ડાના ડંડા જેવુ કમરના ભાગે મારેલ અને હરીશચંદ્રએ ફરિ.નો જમણો કાન પકડેલ અને પવનકિશોરે ફરિ.ને કહેલ કે “તુમ્હારા સારા જમીન ઔર બેન્ક બેલેન્સ જો ભી હે વો સબ મેરી બહન કે નામ પર કર દો નહિ તો તુ ભી બરોડા સે ઉઠ જાઓગે”જેથી ફરિ.એ તેમને કહેલ કે સબ સામાન તો તુમ્હારી બહન લેકે ચલી ગઈ અબ ક્યા ઉઠાઓગે”જેથી હરીશચંદ્ર ચૌધરી ફરિ.ને કહેવા લાગેલ કે “તેરે ફેમીલી કો ભી પતા નહી ચલેગા તુમ કબ ઉઠ જાઓગે” તેમ કહી આ ત્રણેય જણાએ ફરિ.ને ગાળો બોલી બોલાચાલી ઝઘડો કરી જપાજપી કરી છુટાહાથ થી મારજુડ કરી ત્યાથી ભાગી જઈ પોલીસ કમિ.શ્રીના હથિયારબધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવામા એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત. તા.૦૨/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ આર.ડી.સોલંકી જે.પી.રોડ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડના કેસો
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૪૨૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૩૧(૩), ૩૧૧(૪), ૩૦૫ (એ) મુજબના ગુનાના કામના ફરિયાદી રાજીવભાઇ સ/ઓફ નરેન્દ્રભાઇ પંડ્યા રહે.મ.નં.૬૫, રોયલવીલા, લવ-કુશનગરીની બાજુમાં, વડસર રોડ, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૦/૦૮/૨૦૨૫ સવાર ક.૦૮/૦૦ વાગ્યાથી તા.૩૧/૦૮/૨૦૨૫ ના ક.૦૯/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે: મ.નં.૬૫, રોયલવીલા, લવ-કુશનગરીની બાજુમાં, વડસર રોડ, માંજલપુર, વડોદરા ફરીયાદીના બંધ મકાનનો મુખ્ય દ્વારનો નકુચો તથા દરવાજાનુ ઇન્ટર લોક કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ફરીયાદી ના બેડરૂમમાં મુકેલ લાકડાની તિજોરી જેની અંદર આવેલ નાના ખાનામાં મુકેલ સોના-ચાંદીના દાગીના જે કુલ્લે કિં.રૂ.૧,૭૯,૦૦૦/- ની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૨/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી. એ.એસ.બિહોલા માંજલપુર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટએગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૭૫/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ કલમ ૩૦૫,૩૩૧(૪ ના ગુનાના કામના ફરિયાદી પ્રેરક અશોકભાઈ પટેલ રહે. મ.નં.૧૧ ઓમનગર સોસાયટી ગોલ્ડન સિલ્વર એપાર્ટમેન્ટની સામે જલારામ એપાર્ટમેન્ટ જલારામ એપાર્ટમેન્ટની બાજુમા સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૧/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગ્યા થી તા.૦૧/૦૯/૨૦૨૫ ના ક.૦૦/૧૫ વાગ્યા દરમ્યાન મો.જે.મ.નં.૧૧ ઓમનગર સોસાયટી ગોલ્ડન સિલ્વર એપાર્ટમેન્ટની સામે જલારામ એપાર્ટમેન્ટ જલારામ એપાર્ટમેન્ટની બાજુમા સુભાનપુરા વડોદરા શહેર ફરિયાદીશ્રીના મકાનમા પ્રથમ માળે આવેલ ગેલેરીનો બંધ દરવાજો બહારથી ધક્કો મારી દરવાજાનો નકુચો અંદરથી તુટી જતા પ્રથમ માળના બેડ રૂમમા કોઈ ચોર ઈસમે પ્રવેશ કરી બેડ રૂમમા આવેલ કબાટનુ ડ્રોવરનુ તાળુ તોડી ડ્રોવરમા મુકેલ સોના-ચાંદીના દાગીના વજન આશરે ૦૮ થી ૧૦ તોલા વજનના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે રૂ.૧,૯૭,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૨/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અક્સ્માતના કેસો
૧. છાણી પોલીસ સ્ટેશન
છાણી પોસ્ટે પાર્ટ-“એ”-ગુ.ર.નં.-૫૪/૨૦૨૫(૧૧૧૯૬૦૦૫૨૫૦૩૪૬/૨૦૨૫) બી.એન.એસ.-કલમ-૨૮૧, ૧૨૫ (બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ-કલમ- ૧૧૯,૧૭૭,૧૮૪, મુજબના ગુનાના કામના ફરિયાદી સુજલકુમાર દલપતભાઈ મકવાણા રહે.મ.નં.બી/૧, રાજીવનગર, રણોલીગામ, તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી એક મો.સા.રજી.નં.GJ-06-NK- 7624 ના ચાલક મરણજનાર ગામિત ચીમનલાલ પારગી ઉ.વ.૨૬ રહે.મ.નં. બી/૨૦૧, સુરમ્ય હાઈટ્સ દશરથ ગામ તા.જી.વડોદરા તા-૦૨/૦૯/૨૦૨૫ ના બપોરના આશરે ક-૧૪/૩૦ વાગ્યે મોજે- વાસદથી જી.એસ.એફ.સી. તરફ આવતા નેશનલ હાઈવે નં-૪૮ રણોલી ચોકડી પાસે તાપી હોટલ થી આગળ જતા બ્રીજની સાઈડના રોડ પર દશરથ ગામ તા.જી. વડોદરા ફરીયાદીશ્રી પોતાના કબ્જાની એક્ટીવા રજી.નં.GJ-06-NB-9892 ની લઈને નોકરી પર જતા હતા તે સમયે રસ્તામાં આરોપીનાએ પોતાના કબ્જાની મો.સા.રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની એક્ટીવાની આગળ ચાલતી રીક્ષા અને બાજુમાં ચાલતા ટ્રેઈલરની વચ્ચે આવી ફરીયાદીશ્રીની એક્ટીવાને આગળના ભાગે ટક્કર મારી એક્સીડન્ટ કરી ફરીયાદીશ્રીને ડાબા હાથની ત્રણ આંગળીઓમાં ઈજા પહોચાડેલ અને આરોપી મોટર સાઈકલ પરથી નિચે પડતા બાજુમાં ચાલતા ટ્રેઈલર સાથે અથડાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી પોતાનુ મોત નીપજાવી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૨/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એફ.ચૌહાણ છાણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.