-: પ્રેસનોટ :-
(તા.૦૩/૧૨/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૨/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૫ કિ.રૂ.૭૦૦૦/-તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૦૧ મળી કુલ કિં.રૂ. ૭,૬૫૬/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૦ સહીત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડ ચોરીના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૪૬ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી મીનાક્ષી વા/ઓફ નીર્મલ તારચંદભાઇ રાજપુત રહે.મ.નં-૧૪૦, વિજયનગર, મહાકાળી માતાના મંદીર પાસે, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૦/૧૧/૨૦૨૫ ના ક.૦૭/૦૦ વાગ્યાથી ક.૦૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે-મ.નં-૧૪૦, વિજયનગર, મહાકાળી માતાના મંદીર પાસે, તરસાલી ખાતે ફરીયાદીશ્રી વોશરૂમમા ગયેલ હોય તે સમયે કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીશ્રીના મકાનની અંદર પ્રવેશ કરી ફરીયાદીશ્રીને વોશરૂમમા બંધ કરી મકાનના હોલમા રાખેલ લાકડાના કબાટના લોકરમાથી સોના-ચાંદીના દાગીના મળી આશરે કુલ રૂ.૧,૪૦,૦૦૦/- ની મતાની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૧૨/૨૦૨૫ ના ક -૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.પી.ડાભી મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૫૦૩૭૨/૨૦૨૫ ભારતીયા ન્યાંય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અમિત રામઅભિલાષ પટેલ રહે.બ્લોક નં ૦૨ રૂમ નં ૩૧ સાંઈનાથ વુડા, નીલકલમ ફાર્મની સામે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મુક્તાબેન સુરેશભાઈ જાધવ રહે. બ્લોક નં ૦૨ રૂમ નં ૩૦ સાંઈનાથ વુડા, નીલકલમ ફાર્મ ની સામે ગોત્રી વડોદરા શહેર નાઓએ ગઈ તા.૨૯/૧૧/૨૦૨૫ ના સવાર ક. ૧૦/૦૦ વાગ્યાથી બપોરના ૦૨/૦૦ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે આરોપીએ તેની પાસે રાખેલ ખાનગી ચાવી વડે બંધ મકાન ખોલી ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીના મકાનમાથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂ.૨૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫૭૦૦૦/- ની ચોરી કર્યા વિગેરે બાબતે તા.૦૨/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.વી.જાડેજા ગોત્રી પોલીસ સ્ટેશન વડોદર શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. રાવપુરા પો.સ્ટે.
રાવપુરા પો.સ્ટે.પાર્ટ:-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૨૫૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ કલમ- ૧૭૭, ૧૮૪,૧૮૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રાચીબેન બિપીનભાઇ ચતુર્વેદી રહે:-૪૦૭ સિલ્વર ફ્લેટ વેદાંત રેસીડન્સી પાસે સોમા તળાવ વાઘોડીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક એક્ટીવા નં:- GJ-06-NQ-4318 ચાલકે તા.૦૨/૧૨/૨૦૨૫ ના ક.૧૮/૩૦ વાગ્યા આસપાસ મોજે.વિશ્વામિત્રી બ્રીજ થી લાલબાગ બ્રીજ તરફ જતા લાલબાગ બ્રીજ ચડતા પહેલા રોડ ઉપર આરોપીએ દારૂ પીધેલ નશા હેઠળ પોતાની બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની એકટીવા સાથે પાછળથી અથડાવી એક્સીડેન્ટ કરી ફરીયાદીશ્રીને જમણા પગના ઘૂંટણ નીચે, જમણી આંખની ઉપર તથા આંખની નીચેના ભાગે તથા સાહેદ સોનલબેનને જમણા હાથની કોણી ઉપર તથા જમણી બાજુ કપાળના ભાગે ઈજા પહોંચાડી ફરીયાદીશ્રીની એક્ટીવાને આશરે રૂ.૧૦૦૦/-નું નુકશાન પહોંચાડી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૨/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. અમરતભાઇ લાલજીભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૯૬૦૪૧૨૫૦૪૫૭/૨૫ બી.એન.એસ. કલમ. ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નિરવકુમાર કમલેશકુમાર શાહ રહે.ડી/૨૦૩ અર્થ આઇકોન-૨ ખોડીયારનગર પાસે ન્યુ.વી.આઇ.પી.રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૪/૧૧/૨૦૨૫ ના ક.૧૧/૧૫ થી ક.૧૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે: અકોટા સયાજીનગર ગૃહની બાજુમાં આવેલ નાસ્તાની લારીઓ પાસે અકોટા ફરીયાદી એ પોતાની હોન્ડા એક્ટીવા મોપેડ જેનો રજી નં.GJ-06-SB-1640 ની નવેમ્બર ૨૦૨૪ ના મોડલની જેનો ચે.નં. ME4JK158LRW347908 તથા એ.નં.JK15EW7348043 નો છે જે વાદળી કલરની જેમા આશરે એક લીટર જેટલુ પેટ્રોલ હતુ જેની કિં.રૂ.૭૦,૦૦૦/- જે પાર્ક કરેલ જગ્યાએથી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૨/૧૨/૨૦૨૫ ના ક.૧૬/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુાની તપાસ પો.સ.ઈશ્રી વાય.વી.પટેલ અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેગંજ પો.સ્ટે.
ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૫૦૫૫૩/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ઇન્દ્રવદન શશીકાંત મકરાણી રહે.મ.નં.૯૫ તરૂણનગર સોસાયટી, છાણી જકાતનાકા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૧૧/૨૦૨૫ ના ક.૧૮/૩૦ થી ક.૧૯/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- -ટી.પી.૧૩ છાણી જકાતનાકા પાસે કોર્પોરેશનના ખુલ્લા મેદાનના એંટ્રીગેટ પાસે ફરીની હોન્ડા કંપનીની MOTORCYCLE AND SCOOTER INDIA (P) LTD ની એક્ટીવા 4G કાળા કલરની મો.સા.જેનો રજી.નં.GJ-06-LH-7546 એ.નં.JF50ET9051066 તથા ચે.નં.ME4JF50CMHT050862નો છે જે કાળા કલરની કિ.રૂ. ૪૦,૦૦૦/-ની મો.સા જેમા જે-તે સમયે આશરે ૦૩ લિટર પેટ્રોલ હતુ તે કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુાની તપાસ એ.એસ.આઇ નિલેશભાઇ રમણભાઇ ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.