Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૪/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૩/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૫ કિ.રૂ.૩૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂ બિયર નંગ -૫૨ મળી કુલ કિં.રૂ.૩૪,૦૪૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૬ સહીત કુલ-૨૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.         બળજબરીથી કઢાવી લેવાના કેસો:-

૧.         વારસિયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૬૦૦૯૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૮(૨), ૩૫૧(૨), ૨૯૬ મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રી મનીષ પરસોત્તમદાસ બેલાણી રહે. ટી-૨૮/૪૨૪ સંતકવર કોલોની વારસીયા વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી રીયાઝ હીશામુદ્દીન શેખ રહે.જી.એફ.૨૦/૨૧ શ્યામવાલા કોમ્પ્લેક્ષ, ભદ્રકચેરી સામે,પાણીગેટ,વડોદરા શહેર (પોતાની ઓળખ આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપપ્રમુખ તરીકે આપેલ) તા.૦૯/૧૧/૨૦૨૫ થી તા.૦૨/૦૪/૨૦૨૫ દરમિયાન, વડોદરા શહેર આ કામના આરોપીએ પોતાની ઓળખ આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપપ્રમુખ તરીકે આપી ફરીયાદી તથા સાહેદ સોનુ વારસિયામા દારુનો ધંધો કરે છે.એવી પોસ્ટ તેના ‘’Riyaz shaikh’’ નામના ફેસબુક આઇડી પર પોસ્ટ કરી બદનામ કરવાની ધમકી આપી, ફરીયાદી શ્રીને  દર મહીને ૨,૦૦૦/- રૂપિયા ખંડણી આપવા જણાવી રૂ.૪,૦૦૦/- ગુગલ પે મારફતે તેમજ ૧૦,૦૦૦/- રોકડા મેળવી,ફોન પર ગાળો આપી દર મહીને ૫,૦૦૦/- આપવા દબાણ કરેલ અને જો તેમ ન કરે તો ફેસબૂક પર ફરી પોસ્ટ મુકવાનુ ચાલુ કરશે.અને જો ફરી પોલીસમા ફરીયાદ કરી તો જીવતો પણ રહેવા નહી દવ તેમ ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૪/૨૬ ના ક.૦૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ શ્રી વાય.જી.મકવાણા સા વારસીયા પો.સ્ટે નાઓને સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.