Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૪/૦૫/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

              તા.૦૩/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારૂ લીટર-૦૮ કિ.રૂ. ૧૬૦૦/-તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૮૪ પોપકોનના પેકેટ ભરેલ બોકસનંગ૭૮૬,કન્ટેનર-1Mobile-2રોકડા રૂ.વ્હીસકી નંગ-૨ મળી કુલ કિ.રૂ. ૨૫,૯૭,૧૮૨/-નો મુદામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૯ સહિત કુલ ૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ફેટલના કેસો

૧.      મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૨૯૮/૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૦૬,૨૮૧,એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ના ગુનાના કામના ફરિયાદી ગોવિદભાઇ મોહનભાઇ બારીયા ઉ.વ-૭૨ ધધો-નિવ્રુત રહે-મ.ન-૧૨ જ્ઞાનનગર દંતેશવર પ્રતાપનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો મો*સા ચાલક તા-૨૭/૦૪/૨૦૨૬ ના બપોરના કલાક ૧૨/૦૦ થી ૦૧/૦૦  વાગ્યા દરમ્યાન મો.જે.- બરોડા ડેરીથી સામેના બજરગ સ્વીટ વચ્ચે રોડ ઉપર વડોદરા શહેર ફરીયાદીની મરનાર પત્ની નામે ભાનુબેન ઉ.વ-૭૦ નાઓ રોડ ક્રોસ કરતા  હતા તે દરમ્યાન જુના મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી  એક અજાણ્યો મો*સા ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની મોટર સાયકલ હંકારી લાવી ફરી.શ્રીની પત્નીને પાછળ થી અથાડી અડફેટમા લઇ નીચે પાડી દઇ ફરી.શ્રીની પત્ની ભાનુબેનને જમણા પગ પર ગંભીર ઇજા પહોચાડી સ્થળપરથી નાસી ગયેલ  ફરી.શ્રીની પત્નીની એસ.એસ.જી હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન આજરોજ તા-૦૩/૦૫/૨૦૨૬ ના સવારના કલાક ૦૬/૩૦ વાગે ફરજ પરના ડોક્ટર શ્રી એ મરણ જાહેર કરેલ વિગેરે બાબતે તા.૦૩/૦૫/૨૦૨૬ ના કલાક ૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ જે.એચ.વસાવા સા. મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૪૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી. એક્ટ કલમ-૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ના ગુનાના કામના ફરિયાદી મિહિરસિંહ કમલેશસિંહ ચાવડા ઉ.વ.૨૩ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે-દરબાર ફળીયુ ગામ.આમોદર તા.વાઘોડીયા જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો વાહન ચાલક તા તા.૦૩/૦૫/૨૦૨૬ ના રોજ બપોરના આશરે દોઢેક વાગ્યાની આસપાસ મોજે-આજવા રોડ પાયોનિયર કોલેજની બાજુમાં આવેલ અમુલ પાર્લરની સામે રોડ પર વડોદરા શહેર. ઉત્તર કિમી-૭ સયાજીપુરા પો.ચોકી પાસે  ફરીયાદીના પિતા કમલેશસિંહ નટવરસિંહ ચાવડા ઉ.વ.૪૯ રહે-દરબાર ફળીયુ ગામ.આમોદર તા.વાઘોડીયા જી.વડોદરા નાઓ તેમની ઓટો રીક્ષા નં.GJ-06-BW-4181 ની લઈને આજવા રોડ પર પાયોનિયર કોલેજની બાજુમાં આવેલ એચ.પી. પેટ્રોલપંપ ખાતે ગેસ પુરાવા જતાં હતા તે દરમ્યાન બપોરના આશરે દોઢેક વાગ્યાની આસપાસ એચ.પી. પેટ્રોલપંપની બાજુમાં આવેલ અમુલ પાર્લરની સામે રોડ પર આવતાં એક અજાણ્યો વાહનચાલક તેનુ વાહન પુરઝડપે,ગફલતભરી રીતે અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.ના પિતાની રીક્ષા સાથે એક્સિડન્ટ કરી ફરી.ના પિતાને છાતીના ભાગે તથા પેટના ભાગે તથા મોઢા પર તેમજ પીઠના ભાગે ઇજા પહોંચાડી તેનુ વાહન લઈ ભાગી ગયેલ અને ફરી.ના પિતાને સારવાર અર્થે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં આજરોજ તા.૦૩/૦૫/૨૦૨૬ ના કલાક-૧૬/૩૫ વાગ્યે ફરજ પરના ડૉ.સાશ્રી નાઓએ ફરી.ના પિતાને સારવાર દરમ્યાન મરણ જાહેર કરેલ હોય વિગેરે બાબતે તા.૦૩/૦૫/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. એમ.કે.કટારીયા સા. કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     વાહન અકસ્માતના કેસો

૧.      કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૫૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ના ગુનાના કામના ફરિયાદી શ્રી કમલેશભાઈ બળદેવભાઈ પરમાર ઉ.વ.૪૧ ધંધો-વેપાર રહે-બી/૩૧ રેવાપાર્ક સોસાયટી તરસાલી કપિલેશ્વર સોસાયટી પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો મો.સા.ચાલક તા તા.૦૨/૦૫/૨૦૨૬ ના બપોરના ક.૧૨/૩૦ વાગ્યે મોજે- વાઘોડીયા ડભોઈ રીંગ રોડ ભારત પેટ્રોલપંપ સામે રોડ પર સોમાતળાવ વડોદરા શહેર ફરીયાદીશ્રીના પિતા બળદેવભાઈ પુજાભાઈ વણકર ઉ.વ.૬૮ રહે- બી/૩૧ રેવાપાર્ક સોસાયટી તરસાલી કપિલેશ્વર સોસાયટી પાસે વડોદરા શહેર નાઓ પોતાની એક્ટીવા મોપેડ નં.GJ-06-NC-2961 ની લઈને રોડ પર પસાર થતા હતા ત્યારે ઉપરોક્ત જણાવેલ આરોપી એક અજાણ્યો મો.સા.ચાલક છોકરો જેના નામ-ઠામ ની ખબર નથી તેને પોતાની મો.સા. પુરઝડપે,ગફલતભરી રીતે અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.ના પિતાજીની એક્ટીવા સાથે અથાડી અકસ્માત કરતા ફરી.ના પિતાજી રોડ પર પડી જતા માથાના પાછળના ભાગે વાગી જતા ઈજા થયેલ અને આ અકસ્માત કરનાર મો.સા.ચાલક સ્થળ પરથી ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૩/૦૫/૨૦૨૬ ના કલાક  ૨૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. સુનિલભાઈ જયરામભાઈ બ.નં.૭૩૪ કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     મારામારીના  કેસો

૧.      અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૨૩૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ની કલમ.૧૧૫(૨),૧૧૮(૧),૫૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરિયાદી શ્રી મેહુલભાઈ કાન્જીભાઈ વાઘરી ઉ.વ..૨૨ ધંધો-મજૂરી  રહે,ચાણક્યનગરી વુડાના મકાન બ.નં.૧૦ મ.નં.૧૧ કલાલી ફાટક  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ઈશ્વરભાઈ તથા (૨)રેખાબેન તથા (૩)સંજય તથા  (૪)ગણેશ તા- ૦૨/૦૫/૨૦૨૬ ના બપોરના બારેક વાગ્યાની અરસામા  મોજે ચાણક્યનગરી વુડાના મકાન બ્લોક નં.૧૧ પાસે કલાલી વડોદરા શહેર આ કામના ફરી. મિત્રો સાથે લખોટી રમતો હતો તે વખતે ઈશ્વરભાઈ તથા તેઓની પત્ની રેખાબેન તથા સંજય અને ગણેશનાઓએ આવી તેમાંથી ઈશ્વરભાઈએ ફરી.ને કુંડલીવાળી લાકડી માથાના ભાગે મારી ઈજા પહોચાડેલ તથા ફરી.ના મમ્મીને રેખાબેનનાઓએ બ્લોકનો ટૂક્ડો મારી ગાલના ભાગે ઈજા કરી આ દરમિયાન સંજય તથા ગણેશનાઓએ ફરી. તથા તેની મમ્મીને  ધક્કો મારી નીચે પાડી દઈ ગડદાપાટુનો માર મારી શરીરે મૂઢમાર મારી ઈજા કરી જઈ મે.પો.કમિ.સા.શ્રી.ના જાહેરનામાનો ભંગ કરી ગુના કર્યા વિગેરે બાબતે તા.૦૩/૦૫/૨૦૨૬ ના ક.૨૦/૧૦  વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રાજેશભાઇ રમેશભાઇ  બ.નં-૯૫૧ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૫.     અન્ય કેસો

૧.      અકોટા  પો.સ્ટે પાર્ટ ‘એ’ ગુ.ર.ન ૧૧૧૯૬૦૪૧૨૬૦૧૯૦/૨૦૨૬ બી.એન.એસ કલમ ૨૨૩ મુજબ  ના ગુનાના કામના ફરિયાદી શ્રી અ.હે.કો વિપુલભાઇ દુલાભાઇ બ.નં ૧૪૯૯ નોકરી અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર.નાઓની ફરિયાદ મુજબ આરોપી ગૌરવ રાજેશભાઇ તેજાની ઉ.વ ૨૪ રહે બી/૫૦૨ પરમગ્રીન્સ બિલકેનાલ રોડ નજીક બીલ તા- જી વડોદરા   તા-૦૩/૦૫/૨૦૨૬ ના આશરે કલાક. ૧૯/૦૫ મોજે- સિધ્ધાર્થઅપ સ્કેલ  નામના કોમ્પલેક્ષ ના પહેલા માળે વાસણા રોડ,અકોટા વડોદરા શહેર મે.પો.કમિ.સા.શ્રી, વડોદરા શહેર નાઓની કચેરી ક્રમાંક:G/CP/વિ.શા/સ્પા,મસાજપાર્લર જાહેરનામુ/૧૨૧૧/૨૦૨૬ તા-૦૮/૦૩/૨૦૨૬  થી જાહેર કરેલ જે તા-૧૧/૦૩/૨૦૨૬ ના કલાક ૦૧/૦૦ થી તા-૦૯/૦૫/૨૦૨૬ ના કલાક ૨૪/૦૦ સુધી અમલમા હોય જે સ્પા પાર્લરના જાહેરનામાનો ભંગ કરી મળી આવી પકડાઇ ગયેલ હોય વિગેરે બાબતે તા-૦૩/૦૫/૨૦૨૬ ના કલાક-૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હરેશભાઈ હનુભાઈ બ. નં ૩૩૩૬ અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     છેતરપીન્ડી/વિશ્વાસઘાતના કેસો

૧.      સયાજીગંજ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં. પાર્ટ  ૧૧૧૯૬૦૩૦૨૬૦૨૭૧/૨૦૨૬ ઇ.પી.કો કલમ ૪૦૬ મુજબ મુજબ ના ગુનાના કામના ફરિયાદી ચિરાગકુમાર દશરથભાઈ પટેલ ઉ.વ.૩૭ ધંધો.નોકરી (પ્રાઈવેટ) રહે.બ્રાહણવાડા ગામ, નગરીયાપરુ, તા.ઉંઝા જી.મહેસાણા નાઓની ફરિયાદ મુજબ આરોપી આરોપી- વિરલ દિનેશભાઇ શાહ (વિ – વલ્ડ વિઝા) ઓફીસ ૩૪૫ ફોનિક્સ કોમ્પલેક્ષ સયાજીગંજ તથા રહે એસ એફ 15 બી એચ કોમ્પ્લેક્ષ એલ એંડ  ટી સર્કલ કારેલીબાગ વડોદરા તા.૧૪/૦૧/૨૦૨૪ થી આજદીન સુધી મોજે ૩૪૫ ફોનિક્સ કોમ્પ્લેક્ષ સયાજીગંજ વડૉદરા શહેર આ કામના આરોપી વિરલ દિનેશભાઇ શાહ નાઓ ફરીયાદી શ્રીને ન્યુઝિલેંડ દેશ ના વર્ક વિઝા કઢાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપે તે પેટે તા .૧૮/૦૧/૨૦૨૪ ના રોજ રૂ.૧,૦૦,૦૦૦/- ઓનલાઈન  ફરીયાદી શ્રી એ પોતાના બેંક ઓફ બરોડા ખાતા માથી વિરલ શાહ ના ખાતા ટ્રાન્સફર કરી આપેલ અને બીજા રૂ.૭,૦૦,૦૦૦/- તા.૧૯/૦૧/૨૦૨૪ ના રોજ બેંક દ્વારા  ચુકવી આપેલ ત્યારબાદ ગઈ તા. ૨૪/૦૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી શ્રી ને દુબઇ ખાતે વિઝિટર  વિઝા ઉપર મોકલી આપી અને એક મહીના પછી વિરલ શાહ નાઓએ પરત ઇન્ડીયા તા ૨૯/૦૨/૨૦૨૪ ના રોજ બોલાવી ૦૬ મહીના મા ન્યુઝિલેન્ડ વિઝા નુ કામ થઈ જશે તેઓ વિશ્વાસ અને ભરોસો આપેલ ત્યારબાદ ફરીયાદી શ્રી ને વિઝા નુ કામ નહીં કરી આપી અને આપેલ રૂપીયા પરત નહીં આપી રૂ ૮ ૦૦ ૦૦૦/- ની વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૦૫/૨૦૨૬ ના કલાક ૧૨/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ ડી.વી.પાટીલ સા. સયાજીગંજ  પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.