Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૪/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૩/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૧ કિ.રૂ.૮૨૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૯ સહિત કુલ ૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારી ના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૨૮૫/૨૦૨૬ બી,એન,એસ કલમ ૧૧૫(૨),૨૯૬(બી),૧૧૪  મુજબના ગુનાના કામના ફરિયાદી  વિશાલભાઇ અરૂણકુમાર પ્રજાપતિ ઉ.વ.૩૩ ઘંઘો-નોકરી હાલ રહે-મ.નં.જી/૩૦૪, ડ્રીમ આત્મન– ૦૨, વડસર, વડોદરા શહેર મુળ રહે,-પ્રતાપનગર ગામ, પટેલ ફળીયુ, તા- રાજપીપળા જી-નર્મદા નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૧૧/૦૫/૨૦૨૬ નાં રાતના કલાક ૧૦/૧૫ વાગ્યાની આસપાસ મોજે. ડ્રીમ આત્મન–૦૨, વડસર, વડોદરા શહેર આ કામના બે અજાણ્યા ઇસમો જે કરણભાઇ રાઠોડના સંબધી નાઓને ઉપરોક્ત તા.ટા અને જગ્યાએ આ કામના ફરીયાદીનાઓના લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરવાનુ કહેવા જતા ફરીયાદીને ગદડાપાટુનો માર-મારી તથા ગાળા-ગાળી કરી ફરીયાદીને માથામાં કંઇક મારતા ફરીયાદીને જમણી આંખ ઉપર ઇજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૬/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. પ્રકાશચંન્દ્ર રમેશભાઇ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         મકરપુરા પો.સ્ટે પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૩૩૫/૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(બી),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રાહુલ વિજયભાઈ ભરવાડ રહે, મકાન નં-૧, રામપાર્ક સોસાયટી કબીર મંદિરની બાજુમાં, અલવાનાકા માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મનુભાઈ ભરવાડ તથા તેમનો દીકરો નં(૨) ઉદય મનુભાઈ ભરવાડ બન્ને રહે, ગોકુલનગર મકરપુરા વડોદરા શહેર નાઓએ ગઈ તા.૦૩/૦૬/૨૦૨૬ ના આશરે ૨૧/૧૫ વાગ્યાના સુમારે મોજે- વોંલ્ટેમ કંપનીની સામે, માણેજા ફરીયાદી તેઓની ઈકકો ગાડી લઈને વિદ્યાર્થીઓને છોડીને ઘરે પરત આવતા હતા અને માણેજા વોંલ્ટેમ કંપનીની સામે ઉભા હતા તે વખતે આરોંપી નં (૧) નાઓ ફરીશ્રીને કહેવા લાગેલ કે “ આ રૂટ તારા બાપનો નથી “તેમ કહી બોલાચાલી કરવા લાગેલ અને એટલામાં આરોપી નં (૨) આવીને તેમના હાથમાં રહેલ એક ધારીયા જેવું હથીયાર વડે ફરીશ્રીને માથાનાં ભાગે એક ફટકો મારી ઈજાઓ પહોચાડી મે.પોલીસ કમિશંર સા.શ્રીના જાહેરનામાનો ભંગ કરી તથા માં–બહેન સમણી ગંદી ગાળો આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૬/૨૦૨૬ ના ક-૦૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ગિરીશકુમાર વેનાભાઈ મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ચોરી ના કેસો

૧.      ગોરવા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.–૧૧૧૯૬૦૦૭૨૬૦૨૭૩/૨૦૨૬બી.એન.એસ.કલમ–૩૦૫, ૩૧૭(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી મીલીન્દ લક્ષ્મણ સનગર ઉ.વ.૩૬ રહે.મ.નં.૬૨૪ પ્રગતિનગર રીધ્ધી સિધ્ધી ફ્લેટની પાછળ રીફાઇનરી રોડ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) વરૂણ શ્રીકાંત જાધવ રહે.મ.નં.૬૨૪ પ્રગતિનગર રીધ્ધી સિધ્ધી ફ્લેટની પાછળ રીફાઇનરી રોડ ગોરવા વડોદરા શહેર તથા નં.(૨) અરસાન રફીકભાઇ મલેક રહે.મ.નં.સી.૨૨ ભાઇલાલ પાર્ક મધુનગર ગોરવા વડોદરા શહેર તથા નં.(૩) સઇદ દિલીપભાઇ રાઠોડ રહે.મ.નં.સી.૩૩ ભાઇલાલ પાર્ક મધુનગર ગોરવ વડોદરા શહેર તથા નં.(૪) નિકુંજ વિનોદચંદ્ર સોની રહે.મ.નં.૨૮ રાધાક્રિષ્ણ સોસાયટી સહયોગ ગાર્ડન ગોરવા વડોદરા શહેર આ કામના ફરીયાદીના ઘરના બીજા માળે આવેલ બેડરૂમમાં આવેલ તિજોરીમાં મુકેલ સોના તથા ચાંદીના દાગીના ઓક્ટોમ્બર-૨૦૨૫ થી તા.૦૬/૦૫/૨૦૨૬ સુધીના કોઇ પણ સમયે ફરિયદીની જાણ બહાર ફરિયાદીના મામાનો દિકરો વરૂણ શ્રીકાંત જાધવનાનો તિજોરીના લોકરમાં રાખેલ સોનાના દાગીના નં(૧) સોનાની ચેઇન નંગ-૦૨ જેમા એક ચેઇનનુ વજન આશરે ૧૦ ગ્રામ જેની કિ.રૂ.૪૦,૦૦૦/- તથા બીજી ચેઇનનુ વજન આશરે ૦૯ ગ્રામની જેની આશરે કિ.રૂ.૨૮,૦૦૦/-ની  તથા નં(૨) સોનાની કાનાની શેરો-૦૨ જેમા એક શેરાનુ વજન આશરે ૦૪ ગ્રામ જેની આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- તથા બીજી શેરાની વજન આશરે ૦૬ ગ્રામ જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/-ની તથા નં(૩) સોનાની હાથની લક્કી નંગ-૦૨ જેમા એક લક્કીનુ વજન આશરે ૧૦ ગ્રામ જેની આશરે કિ.રૂ.૩૫,૦૦૦/-ની તથા બીજી લક્કીનુ આશરે વજન.૦૭ ગ્રામ જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- તથા નં(૪) સોનાની કાનની નાની મોટી સાઇઝની બુટ્ટીઓ-જોડી-૦૫ જેનો આશરે વજન.૩૦ ગ્રામ વજનની જેની આશરે કિ.રૂ.૧,૧૫,૦૦૦/-ની ગણી શકાય તથા નં(૫) સોનાની વીટી નંગ-૦૨ જેનો આશરે વજન ૦૯ ગ્રામ વજનની જેની આશરે કિ.રૂ.૩૨,૦૦૦/- ની તથા નં(૬) સોનાની સિક્કા એક એક ગ્રામનાં નંગ.૦૪ જેનો વજન આશરે.૦૪ ગ્રામ જેની કિ.રૂ.૨૫,૦૦૦/-ની ગણી શકાય જે તમામ સોનાની દાગીનાનુ આશરે વજન.૮૯ ગ્રામ જેની આશરે કુલ્લે રૂપીયા.૩,૩૫,૦૦૦/- ગણી શકાય તે ચોરી કરી લઇ તેના મિત્ર નામે અરસાન રફીકભાઇ મલેક રહે.મ.નં.સી.૨૨ ભાઇલાલ પાર્ક મધુનગર ગોરવા વડોદરા શહેર તથા સઇદ દિલીપભાઇ રાઠોડ રહે.મ.નં.સી.૩૩ ભાઇલાલ પાર્ક મધુનગર ગોરવા વડોદરા શહેર નાઓને વેચાણ કરવા માટે આપેલ અને આ અરસા રફીકભાઇ મલેક નાઓએ ફરિયાદીના ઉપરોકત સોનાના દાગીના કન્યાદાન જ્વેલર્સના સોની નિકુંજ વિનોદચંદ્ર સોની રહે.મ.નં.૨૮ રાધાક્રિષ્ણ સોસાયટી સહયોગ ગાર્ડનની સામે ગોરવા વડોદરા શહેરનાઓને વેચાણે આપી અને સદર સોનીએ ઉપરોક્ત સોનાના દાગીના વેચાણે રાખી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.આર.ગાંગાણી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વાહન અકસ્માત/ ફેટલના કેસો

૧.      અકોટા પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૩૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ- ૨૮૧, ૩૨૪(૫) તથા એમ.વી.એકટ. કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કમલકિશોર મુરલીધર નારીયા ઉ.વ.૭૪ ધંધો-ચાર્ટર એકાઉંટ રહે-૨૨ ડ્રીમ કેસ્ટલ ગાયત્રી પાર્ટ પ્લોટની પાછળ ગોત્રી વડોદરા શહેર  નાઓની ફરિયાદ મુજબ આરોપી નેહલ ભાણાભાઇ પટેલ ઉ.વ.૪૨ ધંધો.ખેતી રહે. માતા ફળીયુ જુજવા ગામ તા.જી વલસાડ ગઇ તા.૦૨/૦૬/૨૦૨૬ ફરીયાદી પોતાના ઘરેથી સવારના ક.૦૪/૪૦ વાગ્યાની આસપાસ પોતાની હોન્ડા જાઝ ફોરવ્હિલર કાર રજી નં.GJ.06.EQ.6065 લઇને નવલખી ગ્રાઉંડ ખાતે સીબીરમાં જતા હતા તે વખતે પાંચ વાગ્યાની આસપાસ ગાય સર્કલ ચાર રસ્તા ક્રોસ કરતા હતા તે વખતે ઉર્મી સર્કલ તરફથી એક કાળા કલરની ક્રેટા ફોરવ્હિલર કાર જેનો રજી નં.GJ.15.CN.9610 ની પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીની ફોરવ્હિલર કારને અથાડી અક્સ્માત કરી ફરીયાદીની ફોરવ્હિલર કારને એંજીનના ભાગે, ખાલી સાઇડના ટાયરને નુક્સાન થયેલ અને એરબેગ ખુલી ગયેલ અને કોઇને ઇજા થયેલ નહી વિ.બાબતે તા.૦૩/૦૬/૨૦૨૬ ના કલાક ૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. જીજ્ઞેશકુમાર સુરેશચંદ્ર અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

           

૨.         કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૯૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સંજીવ અનિલભાઈ પંડ્યા રહે-એ/૩/૩૦૧ હરીદર્શન પેલેસ મકરપુરા એરફોર્સ પાછળ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક લક્ઝરી બસનો ચાલક તે તા.૦૩/૦૬/૨૦૨૬ ના રાત્રીના ક.૨૧/૪૫ વાગ્યા આસપાસ મોજે-ને.હા.૪૮ તરસાલી બ્રીજથી જાંબુવા બ્રીજ તરફ જતા બાલાજી પેટ્રોલપંપ પહેલા હાઇવે રોડ પર ફરીયાદીના માતા જાગૃતીબેન અનિલભાઈ પંડ્યા ઉ.વ.૫૨ રહે- એ/૩/૩૦૧ હરીદર્શન પેલેસ મકરપુરા એરફોર્સ પાછળ વડોદરા શહેર નાઓ પોતાના દિકરા ફરીયાદી સાથે તેઓની એક્ટીવા નં.GJ-06-KR-5486 લઈ હાઈવે પર ચક્કર મારવા ગયેલ તે વખતે જાગૃતીબેનને વામીટ જેવુ થતા એક્ટીવા નિચે ઉતરી રોડની સાઈડે ઉભેલ તે વખતે તરસાલી બ્રિજ તરફથી આરોપીએ તેની લક્ઝરી બસ ગફલતભરી રીતે બેદરકારી, અને પુરઝડપે હંકારી લાવી ફરી.ના માતાને ટક્કર મારી એક્સીડન્ટ કરતાં ફરી.ના માતા રોડ પર પડી ગયેલ જેમાં તેઓને માથાના ગંભીર ઈજાઓ અને શરીરે અન્ય નાની ઈજાઓ પહોચાડી સ્થળ પર મોત નિપજાવી સ્થળ પરથી ભાગી જઈ ગુનો કરેલ હોય વિ. બાબતે તા.૦૪/૦૬/૨૦૨૬ ના ક.૦૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૯૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી શ્રી સુનિલકુમાર સુભાષચંદ્ર યાદવ ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.૧૦૩ જશોદા કોલોની વૃંદાવન વિદ્યાલય પાસે મકરપુરા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ અજાણ્યો વાહન ચાલક જેના નામ-ઠામ અને નંબરની ખબર નથી તે. તા.૦૪/૦૬/૨૦૨૬ ના ક.૦૯/૨૨ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મોજે. ને.હા.૪૮ સુરતથી અમદાવાદ તરફ જતાં કપુરાઇ રેલ્વે બ્રીજ પહેલા સન્ની પાજી દા ધાબા હોટલની સામેની બાજુએ રોડ પર વડોદરા શહેર  ફરીયાદીના નાના ભાઇ પ્રદયુમ સુભાષ યાદવ ઉ.વ.૨૯ રહે.૧૦૩ જશોદા કોલોની વૃંદાવન વિદ્યાલય પાસે મકરપુરા રોડ વડોદરા શહેર નાઓ તેમની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં.GJ-06-SB-5048 ની લઈને ઘરેથી નિકળી કંપનીના કામે સંતરામપુર જતા હતા તે દરમ્યાન ને.હા.૪૮ સુરતથી અમદાવાદ તરફ જતાં કપુરાઇ રેલ્વે બ્રીજ પહેલા સન્ની પાજી દા ધાબા હોટલની સામેની બાજુએ રોડ ઉપર પહોંચતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે,ગફલતભરી અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરીયાદીના ભાઇની મો.સા.ને ટક્કર મારી અકસ્માત કરી ફરીયાદીના ભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા ડાબા હાથ તથા પેટ પર તથા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી સ્થળ પર મોત નિપજાવી પોતાનું વાહન લઈ ભાગી જઈ ગુનો કરેલ હોય વિ. બાબતે તા.૦૪/૦૬/૨૦૨૬ ના ક.૧૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.