-: પ્રેસનોટ :-
(તા.૦૪/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૩/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૬૫ કિં.રૂ.૧૩૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૫૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મુખ્તીયાર અહેમદ ઇબ્રાહીમ શેખ ઉ.વ.૩૨ ધંધો-ફરાસખાના રહે-મદાર મહોલ્લો બદમેદાય સ્કુલની પાછળ યાકુતપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) સાહીદ ઉર્ફે સાજીદ ઉર્ફે બેકરી રાશિદખાન પઠાણ નં.(૨)ફઈમુદ્દીન કમરુદ્દીન શેખ બંન્ને રહે. રહે.બાવામાનપુરા સ્લમ કવાટર્સ પાણીગેટ વડોદરા શહેર ગઈ તા.૦૨/૦૭/૨૦૨૬ ના રાત્રીના આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે મોજે-સ્લમ ક્વાર્ટર બાવમાનપુરા પાણીગેટ ખાતે સાહીદ ઉર્ફે સાજીદ ઉર્ફે બેકરી રાશીદખાન શેખ નાઓએ ફરી.ના મામા આશીફ ઉર્ફે બોબડો નાઓ સાથે જુના ઝઘડાની અદાવત રાખી બોલાચાલી ઝપાઝપી કરી ઝઘડો કરતા ફરી. તથા ફરી.ની માતા રહીશાબાનુ વચ્ચે પડી છોડાવવા જતા સાજીદ ઉર્ફે બેકરીએ ફરી.ની માતાને ધક્કો મારી નિચે પાડી દઇ ફરી.ને બિભત્સ ગંદી ગાળો આપી સાહીદ ઉર્ફે સાજીદ ઉર્ફે બેકરી તલવાર લઈ આવી આશિફ ઉર્ફે બોબડાને મારવા જતા ફરી. તલવાર પકડતા ફરી.ને ડાબા હાથના અંગુઠા પાસે ઘસરકો પાડી સાહીદ ઉર્ફે સાજીદ ઉર્ફે બેકરી તથા તેનો ભાણીયો ફઈમ કમરૂદ્દીન શેખ બંન્ને ભેગા મળી ફરી.ને શરીરે ગડદાપાટુનો માર મારી સાજીદ ઉર્ફે બેકરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મ.પો.કમિ.સા.શ્રીના હથીયારબંદી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ વિજયકુમાર ખુમાનભાઈ પાણીગેટ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. ફતેહગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૨૫૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા. ૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી લીબાભાઇ નિબાભાઇ જાકેસરા ઉ.વ.૪૨ ધંધો- નોકરી રહે-મ.ન.-૩૩૫ વી.એમ.સી. ક્વાટર્સ સાઇબાબાના મંદિર પાસે છાણી જકાતનાકા વડૉદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા વાહન ચાલકે તા.૦૩/૦૭/૨૦૨૬ ના કલાક. ૧૪/૩૦ વાગ્યાની આસપાસ મોજે- સાઇબાબા ના મંદીર પાસે છાણી જકાતનાકા આસપાસ આ કામના ફરીયાદીશ્રી નાઓની દિકરી યુવિકા ઉ.વ.૦૬ ની જે સાંઇબાબાના મંદિર પાસે રોડ ક્રોસ કરતી હતી ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.શ્રીની દિકરીને જમણા પગમા પંજાના ભાગે તથા ઢિચણના ભાગે તથા નાકના ભાગે ઇજા કરી તેમજ માથાના ભાગે ફેક્ચર કરી ગંભીર ઇજા કરી તેભાગી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૩/૦૭/૨૦૨૬ ના કલાક ૧૮/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો નિલેષભાઇ હિંમતભાઇ ફતેગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. છાણી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૫૨૬૦૨૬૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૩૨૪ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ ૩,૭ મુજબના ગુનાના કામના ફરિયાદી ઈબ્રાહીમભાઇ છત્રસિંહ રાણા ઉ.વ-૬૦ ધંધો- મજુરીકામ રહે.-મ.નં.-૨૪ લક્ષ્મીનારાયણ નગર કરોડીયા, ગોરવા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક આઈસર ટ્રક જેનો રજી. નંબર-GJ-02-VV-8084 ના ચાલક જેના નામ-સરનામાની ખબર નથી તા.૦૩/૦૭/૨૦૨૬ના આશરે સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ મોજે.છાયાપુરી બ્રીજ ઉપર આવેલ કટ પાસે છાણી વડોદરા શહેર આ કામના આઇસર ટ્રક જેનો રજી. નંબર-GJ-02-VV-8084 ના ચાલક પુર-ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરિયાદીશ્રીના હિરો કંપનીના બ્લેક કલરના સ્પલેન્ડર મો.સા. જેનો રજી.નં.GJ-06-FG-7596 ને નુકશાન પહોચાડી ફરિયાદીશ્રીના ડાબા પગના ઢીંચણથી નિચેના ભાગે ફેકચર કરી ગંભીર ઇજા પહોંચાડી તેમજ ડિવાઇડર ઉપર લાગેલ ઈલેક્ટ્રીક પોલ સાથે આઇસર ધડાકા ભેર અથડાઇ ઈલેક્ટીક પોલ તોડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૭/૨૦૨૬ ના કલાક ૦૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.બી.ચારેલ છાણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. લક્ષ્મીપુરા પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૭૨૬૦૨૬૨૪૦/૨૦૨૬ બી.એન.એસ કલમ.૨૮૧,૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી નીતીન સંજય પાટીલ ઉ.વ-૨૭ ધંધો-નોકરી હાલ રહે- મ.નં. ઈ-૯૦૨, સોનલ હાઈલેન્ડ, ઉમેશ્વરી બંગ્લોઝ્ની પાસે, ન્યુ અલ્કપુરી વડોદરા શહેર મુળ રહે.૧૦૩૪, કૈલાસધામ હાઉસિંગ સોસાયટી, ગોરવા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી સફેદ કલરની બર્ગમેન સ્કુટર કે જેનો રજી નં. GJ-06-SB-3736 નો ચાલક તા:૧૧/૦૬/૨૦૨૬ ના બપોરના આશરે કલાક.૧૩/૩૦ વાગ્યે મોજે-પાર્ક પ્લાઝા નજીક સૌરભ પાર્કની ગલીમાથી આવવાના મુખ્ય રસ્તા પર આ કામના આરોપીએ પોતાની બર્ગમેન સ્કુટર કે જેનો રજી નં. GJ-06-SB-3736 આજુબાજુ જોયા કે તપાસ કર્યા વગર આવી અને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી, મારી માલીકીની ટુ વ્હિલર રોયલ એન્ફિલ્ડ કંપનીની ક્લાસિક ૩૫૦ લાલ કલરની બુલેટ જેનો રજીસ્ટર નં. GJ-06-LH-8449 સાથે અથાડી એક્સીડન્ટ કરી માથામા કપાળના ભાગે ગંભીર ઈજા કરી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૭/૨૦૨૬ ના કલાક.૧૧/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.એ.એસ.આઈ અભેયજીતસિંહ ભુપતસિંહ લક્ષ્મીપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય કેસો
૧. કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૩૩૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૯૪(બી),૨૯૬(બી) મુજબના ગુનાના કામના ફરીયાદી અ.હે.કો. લંગેશભાઇ રજુભાઇ બ.નં.૩૩૯ નોકરી કપુરાઇ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નં.(૧) ગુર્જનસિંગ તિર્થસિંગ રાય તથા નં.(૨) સુરજસિંગ સેવાસિંગ સિંગ તથા નં.(૩) ગુરજીતસિંગ સુખચેનસિંગ ભુટર તથા નં.(૪) અંકેશ રાજેશભાઇ શિંદે તમામ રહે-વડોદરા નાઓ તથા અન્ય ઇસમો જેઓના નામ-ઠામની ખબર નથી તે. તા.૩૦/૦૬/૨૦૨૬ ના કલાક-૨૨/૩૦ વાગ્યાના સુમારે મોજે- જામ્બુવા ઓવરબ્રીજ નિચે આવેલ જય ભોલે ટી-સ્ટોલ નામની ચાની દુકાન આગળ, વડોદરા શહેર. આ કામના આરોપીઓ એ જય ભોલે ટી-સ્ટોલ નામની ચાની દુકાન આગળ અંદરોઅંદર ગાળાગાળી કરી દુકાનમાં તોડફોડ કરી જાહેરમાં છુટા હાથની મારામારી કરી શાંતિનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૭/૨૦૨૬ ના કલાક ૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી કે.ડી.પરમાર સા કપુરાઇ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાતના કેસો
૧. બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૪૨/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૩) મુજબ ના ગુનાના કામના ફરીયાદી ઓમ s/o રાજકુમાર સિંઘ ઉ.વ-રર ધંધો-અભ્યાસ રહે-બી-૧૪ રાજ રતન બગ્લોઝ કમલાનગર તળાવ સામે આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી સુરેશ ભરવાડ રહે, ભરવાડ વાસ, સિકંદરપૂરા ગામ, તા.જી.વડોદરા તા. ૧૨/૦૭/૨૦૨૫ ના સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે મો.જે-બી-૧૪ રાજરતન બગ્લોઝ કમલાનગર તળાવ સામે આજવા રોડ વડોદરા શહેર આ કામના આરોપી નાઓએ ફરીયાદીને ત્રણ દીવસ માટે એક દીવસના ૫૦૦૦/- લેખે ભાડેથી ગાડી આપવાનુ કહી ફરીયાદીના ઘરેથી ફરીયાદીના મિત્ર રણજીતભાઈ કાલુભાઈ કહારની ફોર વ્હિલર ટાટા હેરીયર ગાડી રજી નં-જીજે-૦૬-પી.ઇ.-૮૪૦૩ ની લઈ જઈ તે ફોર વ્હીલર ફરીયાદીની જાણ બહાર તેના મિત્ર કિશન ભરવાડ રહે-નવસારી નાઓ પાસે ગિરવે મુકી હાલ પોતાની પાસે ગાડી છોડાવવાના પૈસા નથી જેથી બીજી કોઇ ગાડી બદલામા મુકી જા હુ થોડા દીવસમાં કિશન ભરવાડના પૈસા પરત આપી તારી ગાડી છોડાવી દઈશ તેમજ ત્યા સુધીનુ ગાડીનુ ભાડુ પણ તને ચુકવી દઈશ તેઓ વિશ્વાસ ફરીયાદીને આપી ફરીયાદીની જી.જે.-૦૬-પી.એમ.-૬૬૦૨ હુન્ડાઈ આઈ-૨૦ ફોર વ્હીલર ગાડી કીશન ભરવાડ પાસે ગીરવે મુકાવી અને ફરીયાદીના મિત્ર ની ટાટા હેરીયર કાર પરત કરાવેલ. ત્યારબાદ ફરીયાદીએ અવાર નવાર આ સુરેશ ભરવાડને પોતાની ઉપરોક્ત હુન્ડાઈ આઈ-૨૦ કાર પરત અપાવાનું કહેતા ફરીયાદીની ઉપરોક્ત ફોર વ્હીલર કાર પરત ન અપાવી તેમજ આજદીન સુધીનુ ફરીયાદી તેમજ ફરીયાદીના મિત્રની ફોર વ્હીલર ગાડીનુ ભાડુ નહી આપી સુરેશ ભરવાડે ફરીયાદી સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૪/૦૭/૨૦૨૬ ના કલાક ૧૪/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી જે.એલ.જોધ્ધા સા. બાપોદ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. ઘરફોડ ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦ ૨૫૭ /૨૦૨૬ બી.એન.એસ કલમ- ૩૩૧(૪), ૩૦૫(એ) તથા ૫૪ મુજબ ના ગુનાના કામના ફરીયાદી મિઠાભાઈ દલાભાઈ જાતે પરમાર ઉ.વ ૭૯. ધંધો રીટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ, મુળ રહે- ૧૦,દીપક સોસાયટી નં-૦૨, મિલ્ટરી બોયઝ હોસ્ટેલ પાછળ, ન્યુ સમા રોડ,રોકડીયા હનુમાનજીની બાજુમાં,વડોદરા, જી – વડોદરા, હાલ રહે – પંચશીલ સોસાયટી, બ્લોક નં – 2, ધોરાજી રોડ, તા – જેતપુર, જી – રાજકોટ નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યા ત્રણ ઇસમો તા.૦૩/૦૭/૨૦૨૬ના સવારના ક.૦૫/૦૦ વાગ્યાની આસપાસ મોજે- ૧૦,દીપક સોસાયટી નં-૦૨, મિલ્ટરી બોયઝ હોસ્ટેલ પાછળ, ન્યુ સમા રોડ,રોકડીયા હનુમાનજીની બાજુમાં,વડોદરા શહેર આ કામના ફરીયાદીના ઘરમાથી ત્રણ અજાણ્યા ઇસમો બાઇક ઉપર આવી ફરી.ના ઘરનો મકાનનો મેઇન દરવાજાનો નકુચો તોડી મકાનમા પડેલ એક ચાંદીનો સેટ બુટ્ટી સાથે જેના પર સોનાની વરખ હતી જેની આશરે કિ.રૂ.૮,૦૦૦/- તથા એક ચાંદીનો સેટ બુટ્ટી સાથે જેની આશરે કી.રૂ.૧૦,૦૦૦/- તથા લક્ષ્મી માતાના 5 ચાંદીના સિક્કા જેની આશરે કિ.રૂ.૨,૫૦૦-, જુના ચાંદીના એક રૂપિયાના બે સિક્કા જેની આશરે કિ.રૂ.૧,૦૦૦- તથા તીજોરીમા પડેલ રોકડા રૂ.૧,૭૦,૦૦૦/- તથા બે સી સીટીવી કેમેરા મેમોરી કાર્ડ સાથે એમ મળી કુલ્લે રૂ.૧,૯૧,૫૦૦/-ના મુદામાલની એક બીજાની મદદગારી કરી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૪/૦૭/૨૦૨૬ના કલાક-૧૪/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.બી.ડામોર સા ફતેહગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.