: પ્રેસનોટ :-
(તા.૦૪/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૩/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૭ કિંરૂ.૧૪૦૦, બિયર-૦૧ ક્વાટ નંગ-૬૩ કિંરૂ.૬૪૨૫/-, પીધેલા-૧૩, ૧૪-ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના ગુનાઓ:
૧. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૩૫/૨૦૨૫ બી.એન.એસ ૧૧૮(૧), ૨૯૬(૨), ૫૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરિયાદી ચિરાગ નારસિંગ ભાઇ રાણા રહે. બજાણીયાવાસ જુના ગોરવા પોલીસ સ્ટેશન પાછળ, ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧) અઝુરીદીન દીલીપ રણા (ર) રીઝવાના બેન અઝઝુરીદીન દીલીપ રણા (૩) દીલીપભાઇ રાણા તમામ રહે- બજાણીયાવાસ જુના ગોરવા પોલીસ સ્ટેશન પાછળ, ગોરવા વડોદરા શહેર નાઓએ તા.૦૩/૦૮/૨૦૨૫ ના ક.૧૨/૦૦ વાગ્યે મોજે -બજાણીયાવાસ જુના ગોરવા પોલીસ સ્ટેશન પાછળ,ગોરવા ફરીયાદી તા.૦૩/૦૮/૨૦૨૫ ના બપોરના આશરે સાડા બારેક વાગેના સુમારે ઘરે હાજર હતા તે વખતે તેમની પાડોશમા રહેતા રીઝવાનાબેન રણા તથા રૂકસાર પઠાણ નાઓ ઝગડો કરતા હતા તે વખતે આરોપી નં-ર નાઓ જાહેરમા ગંદીગાળો બોલતા હોય જેથી ફરીયાદી તેમને ગાળો બોલવાની ના પાડતા ગમેતેમ બોલી તેઓની ફેંટ પકડી લીધેલ તે દરમ્યાન બીજા આરોપીઓ ફરીયાદીને પકડી રાખેલ અને આરોપી નં-૧ નાએ કોઇ ધારદાર ચપ્પુ જેવી વસ્તુ લઇ આવી ફરીયાદીને માથાના જમણી બાજુ ઘા મારી દઇ ગંભીર ઇજા પહોચાડી ગુનો કર્યા બાબતે તા.૦૩/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મહેશભાઇ ચીમનભાઈ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૭૨૫૦૪૩૬/૨૫ બીએનએસ સને-૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૨૯૬(૨), જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અઝુરીદીન દીલીપ રણા રહે. બજાણીયાવાસ જુના ગોરવા પોલીસ સ્ટેશન પાછળ, ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ચિરાગ નારસિંગ ભાઇ રાણા રહે. બજાણીયાવાસ જુના ગોરવા પોલીસ સ્ટેશન પાછળ,ગોરવા વડોદરા શહેર નાઓએ તા.૦૩/૦૮/૨૦૨૫ ના ક.૧૨/૩૦ વાગ્યે મોજે-બજાણીયાવાસ જુના ગોરવા પોલીસ સ્ટેશન પાછળ,ગોરવા ફરીયાદી ઘરે હાજર હતા તે વખતે ફરીયાદીના પત્ની રીઝવાનાબેન તથા તેમની સામે રહેતા રૂકસાર પઠાણ નાઓ ઝઘડો કરતા હતા તે વખતે આરોપી નાઓ ત્યા આવેલ અને જાહેરમા ઝગડો કરવાની ના પાડતા ફરીયાદીની પત્ની રીઝવાના બેન નાએ આરોપીને ત્યાથી જતો રહેવાનુ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીની પત્નીને ગમેતેમ ગંદીગાળો બોલવા લાગેલ જેથી ફરીયાદીની પત્નીએ આરોપીને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ફરીયાદીની પત્ની સાથે ઝપાંઝપી કરી મારામારી કરવા લાગેલ હતા તે દરમ્યાન ફરીયાદીનાઓ તેઓને છોડાવવા જતા આરોપીએ પોતાના ઘરમાંથી એક લોખંડનો તવો લઇ ફરીયાદીને મારવા જતા ફરીયાદીએ પોતાનો જમણો હાથ આગળ કરી દેતા તે તવો હાથના પંજા પર વાગી જતા ફરીયાદીને ગંભીર ઇજા પહોંચાડેલ ત્યારબાદ આરોપીએ નજીકમાં પડેલ પથ્થર છુટો મારતા ફરીયાદીએ પોતાનો ડાબો હાથ આગળ કરી દેતા ડાબા હાથે પણ ગભીર ઇજા પહોંચાડી ગંભીર ઇજા પહોંચાડી ગુનો કર્યા બાબતે તા.૦૩/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મહેશભાઇ ચીમનભાઈ ગોરવા પો. સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૫૦૪૪૬/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૧૧૮(૧), ૩૫૧(૨,૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી જયેશભાઇ ઉર્ફે સોનુ જીજ્ઞેશભાઇ ઠાકોર રહે-મ.ન.૫૫૫, દત્તનગર, પંચમ ચાર રસ્તા પાસે, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) વિષ્ણુ ઉર્ફે સાગર શાંતીલાલ પરમાર (૨) પિયુષ રમેશભાઇ મારવાડી (૩) કમલ નગીનભાઇ મહીડા (૪) ભાર્ગવ ઉર્ફે પ્રતીક દિલીપભાઇ બારીયા નાઓએ તા-૦૩/૦૮/૨૦૨૫ ના ક.૦૪/૦૦ વાગ્યે સુમારે મોજે- મહાવીર હોલ ચાર રસ્તા પાસે અંબર કોમ્પ્લેક્ષની સામે ફરીયાદીનાઓ તેના ભાઇ નીતીન તથા મામાના દિકરો કાર્તીક નાઓની સાથે મહાવીર હોલ ચાર રસ્તા પાસે અંબર કોમ્પ્લેક્ષની સામે ઉભા હતા તે વખતે આરોપીઓ ફરીયાદીની પાસે આવી આરોપી નં.(૧) નાનો ફરીની સાથે અગાઉ થયેલ બોલાચાલીની અદાવત રાખીને એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીને ગડદાપાટુનો માર મારી તેના હાથમા પહેરેલ કડા વડે માથાના ભાગે મારી ઇજા કરેલ તથા બીજા આરોપી નાઓએ પણ ફરીને ગડદાપટુનો માર મારેલ અને “મને હવે પછી તુ મળીશ તો તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી સ્થળ પરથી ભાગી ગયેલ જઇ મે.પો.કમી.સા.શ્રી નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૩/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એસ.એમ.ચૌહાણ બાપોદ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૨૯૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૧૧૫(૨),૧૧૮(૧), ૨૯૬ (બી), ૩૫૧(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી શશીપાલ સુબેસિંગ એહેલાવત રહે. મ.નં.૪૦૧, અનંત ટાવર અમરદીપ હોમ્સ શ્રીજી આશ્રય પાસે આજવા રોડ ન્યુ કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અશોકકુમાર ઓમપ્રકાશ શર્મા રહે.મ.નં.એ/૩૦૫, અનન્યા હાઇટ્સ,સિધ્ધાર્થ નગર પાસે ન્યુ વી.આઇ.પી.રોડ વડોદરા શહેર નાઓએ મોજે:- ગોલ્ડન ચોકડી ખાતે એસ એક્ષ લોજેસ્ટીક ટ્રાન્સપોર્ટની ઓફિસ ખાતે તા.૩૧/૦૭/૨૦૨૫ના ક.૧૭/૩૦ વાગ્યાના સુમારે આરોપીએ ફરીયાદીશ્રીની ઓફિસ પર બોલાચાલી ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી ગંદી ગાળો આપી ઓફિસ બહાર દોડી આવી લોખંડનુ તાળું માથાના પાછળના ભાગે મારી તથા શરીર ઉપર નાની મોટી ઇજાઓ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૦૮/૨૦૨૫ ના ક.૧૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના ગુનાઓ:
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પો.સ્ટે.પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૩૭૪/૨૦૨૫ બી.એને.સ.કલમ-૩૦૩(૨)મુજબના ગુનાના કામના ફરિયાદી ધીરેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ દુબે રહે.મ.નં.બી-૨૦/૧૦૪, મંગલાગ્રીન, સોમનાથ નગરની બાજુમાં, તરસાલી,મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૭/૨૦૨૫ ના સાંજના ક-૧૯/૧૫ વાગ્યાની આસપાસ મોજે;-માંજલપુર પેટ્રોલ સર્વિસ સ્ટેશન ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમીડેટ લાલબાગ બ્રીજ નીચે આવેલ ,માંજલપુર ફરીયાદીના પેટ્રોલપંપ પર નોકરી કરતા કર્મચારી નગમાબેન મલેક નાઓ કસ્ટમરોના મોટર સાઈકલમાં પેટ્રોલ ભરતા હતા તે વખતે પેટ્રોલપંપના મશીનના હુકમાં કસ્ટમરોના પૈસા પર્સમાં મુકેલા તે પર્સ માંથી કોઈ ચોર ઈસમ ૫૦૦ ના દરની રૂ.૩૫,૦૦૦/- ની થપ્પી નગમાબેન મલેક ની નજર ચુકવી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતે તા.૦૩/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.