-: પ્રેસનોટ :-
(તા.૦૪/૦૮/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૩/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૦ કિં.રૂ.૪૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૭ , બિયર નંગ-૧૫ , ઇંગ્લીશ કવાટરીયા નંગ-૧૦૦ મળી કુલ્લે કિ.રૂ.૨૨૪૯૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૬ સહિત કુલ-૨૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડ ચોરીના કેસો
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૬૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૩૧(૪),૩૦૫(એ) મુજબ ના ગુનાના કામના ફરિયાદી નિલેશ મુકેશભાઇ ખત્રી રહે.મ.નં.ડી/૨૩, ગજાનંદ પાર્ક સોસા, મકરપુરા જી.આઇ.ડી.સી., વડસર રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૨/૦૮/૨૦૨૬ ના રાત્રીના ક.૧૧/૦૦ થી તા.૦૩/૦૮/૨૦૨૬ ના સવારના ક.૦૯/૦૦ વાગ્યા સમય દરમ્યાન મોજે: મ.નં.ડી/૨૩, ગજાનંદ પાર્ક સોસાયટી, મકરપુરા જી.આઇ.ડી.સી. વડસર રોડ કોઈ ચોર ઈસમે ફરીયાદીના ઘરનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી બંધ મકાનમાં પ્રવેશ કરી ફરીયાદીના બેડરૂમમાં મુકેલ લાકડાની તિજોરી ખોલીને તેમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ્લે કિં.રૂ.૨,૯૧,૫૦૦/- ની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા: ૦૩/૦૮/૨૦૨૬ ના ક. ૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇશ્રી કે.પી.ખરાડી માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અકોટા પોસ્ટે પાર્ટ ‘એ’ ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૩૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૦૨૩ કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી રામનરેશ બાબુલાલ યાદવ રહે.ઘર નં.૩૨ વી.બી.નગર ઈસ્કોન મંદીરની સામે હરીનગર પાણીની ટાંકીની પાસે હરીનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા તા.૩૦/૦૭/૨૦૨૬ ના સવાર ક.૦૫/૩૦ વાગ્યાથી તા.૦૧/૦૮/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. મ.નં.૩૨ વી.બી.નગર ઈસ્કોન મંદીરની સામે હરીનગર પાણીની ટાંકીની પાસે કોઈ ચોર ઇસમ ફરીયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો કોઈ સાધન વડે તોડી ઘરમા પ્રવેશ કરી તીજોરીનો લોક તોડી અંદરનો સરસામાન વેર વિખેર કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ૫,૩૦,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂ.૬,૫૦,૦૦૦/-ના મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા-૦૩/૦૮/૨૦૨૬ ના ક-૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી ડી.વી.બલદાણીયા અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સ્ત્રી અત્યાચારના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે.પાર્ટ એ -ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૬૦૨૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫,૧૧૫(૨),૨૯૬(ખ),૩૫૧(૨),૫૪ દહેજ પ્રતિબંધ ધારાની કલમ ૩,૭ મુજબના ગુનાના કામના ફરિયાદી આરતી વા/ઓફ નિંશાંતકુમાર પટેલ તે ગીરીશભાઇ ભાનુભાઇ પટેલની દિકરી હાલ રહે-ગોમતી ફ્ળીયુ સેવાસી ગામ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) નિંશાતકુમાર રાજેન્દ્રકુમાર પટેલ (૨) પલ્લવીબેન રાજેન્દ્રકુમાર પટેલ બન્ને રહે- બી-૧૭ અશરુતા પાર્ક સોસાયટી માઇ મંદીરની બાજુમાં,વિજયનગર હરણી રોડ વડોદરા (૩) નવીનચંન્દ્ર હરમાનભાઇ પટેલ રહે-૧૫-બી શાસ્ત્રીનગર નીઝામપુરા વડોદરા નાઓએ તા.૨૫/૧૦/૨૦૧૮ થી આજદીન સુધી મોજે બી-૧૭ અશરુતા પાર્ક સોસા.માઇ મંદીરની બાજુમાં,વિજયનગર હરણી રોડ આરોપીઓ ભેગા મળી ફરીયાદી તેમના પતિ પાસે ઘર ખર્ચ માટે પૈસાની માંગણી કરતા ફરિયાદી સાથે નાની નાની બાબતોમાં બોલાચાલી ઝગડો કરી અવાર-નવાર શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી ફરીયાદીને મારજુડકરી ગંદી ગાળો આપી દહેજમાં પૈસાની માંગણી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એફ. આઇ.પરમાર સા જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો
૧. કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦ ૩૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા – ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪),૩૩૬(૩),૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ધવલકુમાર મોહનલાલ ગઢીયા રહે.૨૦૨ શ્રીનાથજી હાઇટસ, આદિનાથ સોસાયટી સામે,બ્રાઇટ સ્કુલ પાછળ, કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અતિત જીતેંદ્રભાઈ બારોટ રહે.એચ/૫૦૩ લીલેરીયા એપાટમેંટ લોટસ ઓરા કોમ્પ્લેક્ષની સામે સમા-સાવલી રોડ વડોદરા શહેર નાઓએ તા.૦૯/૦૯/૨૦૧૯ થી તા ૨૮/૦૮/૨૦૨૫ દરમ્યાન મોજે- કારેલીબાગ વી આઇ પી રોડ શ્રીપાદ કોમ્પ્લેક્ષ ખાતે તેઓની અક્ષર ફોરેન એજ્યુકેશન નામની ઓફિસ પર તેમજ અલગ અલગ જગ્યાએ ફરીયાદી તથા ફરીયાદી સાથેના સાહેદો(૧) જોવિયેલ પોલ ક્રિસ્ટી (૨) જયદિપભાઇ વિઠ્ઠલભાઇ રાખોલીયા(૩)ભગીરથ રમેશભાઈ સાંગાણી (૪)કેતનકુમાર રમણલાલ ઠકકર(૫) પ્રણવકુમાર રસીકભાઇ દરજી(૬)અમિતકુમાર કાળુભાઇ હીરપુરા(૭)સમર્થકુમાર ચંદુભાઇ સંઘાણી(૮)જયંતિભાઇ ભગવાનભાઇ દરજી(૯) કલ્પેશભાઇ ભાઇલાલભાઇ પટેલ(૧૦) મનોજકુમાર પરષોત્તમભાઇ પટેલ(૧૧) પિયુષકુમાર બંસીલાલ શાહ (૧૨) નિકુલકુમાર હરમાનભાઇ પટેલ (૧૩) સુપલ પ્રકાશભાઇ ભટ્ટ(૧૪) દિવ્યેશકુમાર નગીનલાલ પટેલ (૧૫) જીજ્ઞેશ ભગવાનદાસ પટેલ (૧૬) હર્ષ પ્રકાશભાઇ ભટ્ટ (૧૭) મુનિશ વિષ્ણુપ્રસાદ પંચાલ નાઓની પાસેથી કુલ્લે રૂ.૨,૩૦,૯૫,૬૦૦/- વિદેશ મોકલવાના બહાને ફરીયાદીનો વિશ્વાસ મેળવી લઇ તેઓને વિદેશ નહી મોકલી તેમજ ફરીયાદીના રૂપીયા પરત નહી આપી તેમજ ફરીયાદીને ATCO LTD કંપનીનો ખોટો એલ.એમ.આઇ.એ લેટર બનાવી આપી ફરીયાદી સાથે છેતરપીડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૮/૨૦૨૬ ના ક-૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ I/C પો.ઇશ્રી કે.એ.ચૌધરી કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૭૯/૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ- ૩૧૬(૨), ૩૧૮(૩), ૨૯૬(બી), ૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જયેશભાઇ પ્રદિપભાઇ પટેલ રહે-મ.નં ૧૪૭ હિરાબાનગર પુષ્ટી પ્રભા સોસાયટી સામે બાપોદ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મનિષભાઇ રમણભાઇ પટેલ રહે ઉતરસાંડા સરદાર ચોક તા.નડીયાદ જી ખેડા જુલાઇ-૨૦૨૫ થી આજદીન સુધી મોજે- મ.નં ૧૪૭ હિરાબાનગર પુષ્ટીપ્રભા સોસાયટી સામે ફરીયાદીના મામા આરોપી તેના ઘરે આવી ફરીયાદી નાઓને વિશ્વાસમા લઇ ફરી પાસેથી ટેમ્પો આણંદ હિરો મોટર્સમા ભાડેથી મુકવાનુ કહી બે મહીનાના ભાડા પેટે થોડાક રૂપીયા આપી ત્યારબાદ આજદીન સુધી ભાડુ નહી આપતા ફરીએ પોતાનો ટેમ્પો પરત માગવા બાબતે આરોપીને ફોન કરતા આરોપી નાનો ગલાતલા કરી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીને ગંદી ગાળો આપી "હવે જો તુ તારો ટેમ્પો માંગીશ તો તારા ટાંટીયા ભાંગી નાખીશ” તેવી માર મારવાની ધમકી આપી ફરીનો ટેમ્પો તેઓને પરત નહી આપી બારોબાર ટેમ્પો ગીરવે મુકી પૈસા લઇ ફરી સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૦૮/૨૦૨૬ ના ક.૨૨/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. અટલાદરા પો.સ્ટે પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૪૨૬૦૩૫૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી જયવંત આધાર પાટીલ રહે. એચ/૫૦૧ નિર્સગ પેલેડિયમ પાણીની ટાંકી પાસે બીલ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૨૪/૦૭/૨૦૨૬ ના ક.૧૪/૦૦ વાગે થી ક.૨૩/૫૦ વાગ્યા દરમ્યાન મોજે-પાદરા રોડ બાબા માર્બલની બાજુમાં વરસાદી કાસ પાસે ફરીયાદીશ્રીએ પોતાની એકટીવા પાર્ક કરી લોક મારીને મુકેલ એકટીવા રજી.નં.MH-20-DW-3673 નો છે. જેનો એ.નં.JF50ET2937281 તથા ચે.નં-ME4JF504LFT936378 નો છે. જે સને-૨૦૧૫ ના મોડેલની છે જેની કિં.રૂ.૨૦,૦૦૦/- જે એકટીવા કોઈ અજાણ્યો ચોર ઈસમ ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા-૦૪/૦૮/૨૦૨૬ ના ક.૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ગોપાલભાઇ મનસુખભાઇ અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.