-: પ્રેસનોટ :-
(તા.૦૪/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૩/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૯ કિ.રૂ.૩૮૦૦/- નો તથા ઇ.બોટલ નંગ-૪૧૯ કી.રૂ. ૧,૨૨,૫૨૬/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૪ સહીત કુલ-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૧. મારામારીના કેસો
૧. કારેલીબાગ પો.સ્ટે.
કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ”બી”ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૫૦૩૬૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ- ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૨૪(૨), ૫૪ મુજબના કામના ફરીયાદી તુલસી વા/ઓફ અનિકેતભાઇ મહેન્દ્રભાઇ કહાર તે ભીખાભાઇ બજરંગભાઇ કહારની દીકરી ઉ.વ.૨૧ ધંધો-ઘરકામ રહે- મ.નં- ૪૨ મહાકાળીનગર જનપથનગરની સામે, દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) કલાબેન ગોપાલભાઇ કહાર (૨) અશ્વિની ઉર્ફે રીન્કી સંજયભાઇ કહાર રહે- રેઇન બસેરા બાવનચાલ કારેલીબાગ વડોદરા શહેર (૩)સાવિત્રી ઉર્ફે શાઓ વા ઓ જગદિશભાઈ કહાર રહે- કહાર મોહલ્લો પાણીગેટ વડોદરા શહેર તા.૦૩/૧૧/૨૦૨૫ ના કલાક- ૧૫/૧૫ વાગ્યાના અરસામાં મોજે રેઈન બસેરા બાવનચાલ કારેલીબાગ વડોદરા શહેર ખાતે આ કામના ફરીયાદીની માતાએ સામાવાળા નં.(૨) નાઓના માતા-પિતા વિરૂધ્ધમાં ગઈ તા.૦૨/૧૧/૨૦૨૫ ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી ઝઘડા બાબતે અરજી આપેલ હોય જેની અદાવત રાખી આ કામના આરોપી નં-(૧) ,(૨),(૩) નાઓએ ફરી સાથે ગાળાગાળી કરી, ફરીને શરીરે ગડદાપાટુનો માર મારી ફરીના વાળ પકડી ખેચી ફરીને ધક્કો મારતા બાજુમાં આવેલ મકાનની દીવાલે માથુ ભટકાતા ફરીને માથામાં વાગી ઇજા થતા લોહી નિકળેલ છે અને ફરીનો વીવો કંપનીનો મોબાઇલ ફોન અશ્વિની ઉર્ફે રિન્કી સંજયભાઇ કહાર નાઓએ ફરીના હાથમાંથી ઝુંટવી લઇ નીચે જમીન પર જોરથી ફેકી તોડી નાખી આશરે કિ.રૂ.૫,૦૦૦/- નુ નુકશાન કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૩/૧૦/૨૦૨૫ ના કલાક.૧૬/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. હરગોવનભાઈ માલજીભાઈ કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૧૫(૨),૩૫૧(૨),૨૯૬(બી) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના કામના ફરીયાદી નક્ષત્ર કલ્પેશભાઇ વ્યાસ ઉ.વ.૧૯ ધંધો.અભ્યાસ રહે.સી/૧૫ પ્રીતમ નગર, જુના બાપોદ જકાતનાકા પાસે,વાઘોડીયા રોડ,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અક્ષત રાકેશભાઇ કહાર રહે.ઉકાજી નુ વાડિયુ, વાઘોડીયા રોડ ,વડોદરા શહેર તા.૦૪/૧૧/૨૦૨૫ ના રાત્રીના ૦૦/૩૦ વાગ્યાની આસપાસ મોજે-ઉકાજીનું વાડીયુ આંગણવાડી પાસે, વાઘોડીયા રોડ,વડોદરા શહેર ફરીયાદીને તુ ચોર છે તેમ કહી આરોપીએ ફરીયાદીને ગાલ ઉપર ચાર પાંચ લાફા મારી ગંદી ગાળો બોલી તેવામા ફરી.ના મિત્ર ધ્રુવ મહેશભાઇ રાણા નાઓ આવતા તેને પણ આરોપીએ ગાલ ઉપર લાફા મારી જમણા હાથના કાંડા પર નખ મારી પેટ ના ભાગે લાત મારી ચપ્પા જેવું ધારદાર હથીયાર બતાવી તુ પોલીસ કેસ કરીશ તો તને જીવવા નહી દઉ તેમ ઘમકી આપી મે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૧૧/૨૦૨૫ ના કલાક ૦૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ સુનિલભાઈ જયરામભાઈ કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અન્ય કેસો
૧. માંજલપુર પો.સ્ટે.
માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૬૧૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૫૧(૨), ૨૯૬(બી),૫૪ મુજબના કામના ફરીયાદી દિલીપભાઇ ઉર્ફે જીતુ સ/ઓફ સુરેશભાઇ પ્રજાપતિ ઉ.વ.૨૪ ધંધો-વેપાર રહે,મ.નં.૫૨/૫૧૧, પાર્થભુમી-૦૧ મારુતિધામ સોસાયટી, માંજલપુર,વડોદરા શહેર મુળ રહે,વોર્ડ-૧૨, સેવોડા ગામ, થાના-સેવોડા,તા.જી.દતિયા મધ્યપ્રદેશ નાઓની ફરીયાદ મુજબ આરોપી નં.(૧) મનિષ પ્રજાપતિ (૨)ગ્રીજેશ પ્રજાપતિ અને (૩)સંતોષ પ્રજાપતિ ત્રણેય મુળ રહે.વોર્ડ-૧૨, સેવોડા ગામ, થાના-સેવોડા,તા.જી.દતિયા મધ્ય પ્રદેશ ત્રણેય હાલ રહે.તરસાલી મકરપુરા વડોદરા શહેર તા.૧૦/૧૦/૨૦૨૫ ના રાતના કલાક ૦૨/૦૦ વાગ્યાના આસપાસ મોજે: મ.નં.૫૨/૫૧૧, પાર્થભુમી -૦૧ મારુતિધામ સોસાયટી, માંજલપુર, વડોદરા શહેર નાઓએ ફરીયાદીના ઘરે આવીને ફરીયાદીએ આરોપિઓ વિરુધ્ધ તેઓના વતન મધ્યપ્રદેશ ખાતે અગાઉ આપેલ ફરીયાદ પાછી ખેચી લેવા બાબતે ફરીયાદીને આરોપી નં (૧) નાઓએ કહેલ કે ”તુ ફરીયાદ વાપસ લે લે વરના તુજે જાન સે માર દુંગા” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્રણેય આરોપીઓ ભેગા મળીને ફરીયાદીને બિભત્સ ગાળો આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૧૧/૨૦૨૫ ના કલાક ૧૮/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મયુરસિંહ રામદેવસિંહ માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. છેતરપીંડીના કેસો
૧. નંદેસરી પો.સ્ટે.
નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૫૦૪૬૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૨), ૩૧૮(૪), ૬૧, ૬૨ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના કામના ફરીયાદી પાર્થ જયેશસિંહ પરમાર ઉ.વ.૨૭ ધંધો:લોનનુ કામ રહે: ગામ-ચાપલધરા તા.વાંસદા જી.નવસારી નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) અમિતભાઇ ગોવિંદભાઇ તળપદા અને (૨) જીગ્નેશભાઇ કીરીટભાઇ તળપદા (૩) મુકેશ કનુભાઇ તળપદા નાઓ જેના પુરા નામ-સરનામાની જાણ નથી તે મોજે:સાકરદા ગામ નવદુર્ગા એસ્ટેટના પાછળના ગેટની સામે સારકદા બસ સ્ટેન્ડ જવાના રોડ ઉપર તા.જી.વડોદરા ગઇ તા:૨૮/૧૦/૨૦૨૫ કલાક:૧૩/૦૦ થી આજદીન તા:૦૩/૧૧/૨૦૨૫ ના કલાક:૧૪/૫૧ વાગ્યા સુધી આ કામના આરોપીઓ (૧) અમિતભાઇ ગોવિંદભાઇ તળપદા અને (૨) જીગ્નેશભાઇ કીરીટભાઇ તળપદા (૩) મુકેશ કનુભાઇ તળપદા નાઓ જેના પુરા નામસરનામાની અમોને જાણ નથી તેઓએ એકબીજાની મદદગારીથી ફરીયાદીને સસ્તા ભાવે ૧૦૦ ડોલરની બે નોટ એટલે ૨૦૦ ડોલર રૂપિયા-૧૦,૦૦૦/- માં ખરીદવા માટે બદદાનથી લલચાવી અને કપટપુર્વક બોલાવી એ ૨૦૦ ડોલરના આધારે ફરીયાદીને લલચાવી વધારે ખરીદી કરવા પ્રેરી અગાઉની ટેકનીક(એમ.ઓ.) મુજબ ફરીયાદી પાસેથી વધારે નાણા પડાવી તેની સામે ફરીયાદીને છેતરીને આપવા થતી રકમ ન આપી છેપતપિંડી કરવાના ઇરાદાથી ઇરાદાપુર્વક લલચાવવાનુ કાવતરૂ રચી તે આરોપીઓમાંથી મુકેશ કનુભાઇ તળપદા પાસેથી ૧૦૦ ડોલરની ૦૫(નોટ) મળી આવી પકડાઇ ગયેલ અને બાકીના બંન્ને તેમની પાસેની ફોરવ્હીલર અલ્ટોગાડી રજીસ્ટર નં.GJ-07-BN-7803 ની પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ભાગી જવાની કોશીશ કરી બાદમાં પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા:૦૩/૧૧/૨૦૨૫ ના કલાક ૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.ટી.નિનામા નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.