-: પ્રેસનોટ :-
(તા.૦૪/૧૨/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૧ કિ.રૂ.૬૨૦૦/-તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૦૨ કિં.રૂ. ૧૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૮ સહીત કુલ-૨૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. નવાપુરા પો.સ્ટે.
નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૫૨૫૦૩૪૦/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ- ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી સંદિપ કુબેરભાઇ ચાંપાનેરી ઉં.વ. ૪૫ ધંધો- જી.એસ.એફ.સી છાણી ખાતે નોકરી રહે, મકાન નં -૩૪ શીવદાસ નગર ભવન સ્કુલની સામે મકરપુરા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી લાલ કલર ની ફોર્ડ કંપનીની ઇકકો સ્પોર્ટ જેનો રજી. નં- GJ-06-LS પાછળ ના ચાર આંકડા ખબર નથી તે ફોરવ્હિલર ચાલક આ કામના ફરીયાદીનાઓ પોતાની હોંડા એક્ટિવા સ્કુટર જેનો રજીસ્ટર નંબર GJ-06-NL-2996 લઈને તા.૩૦/૧૦/૨૦૨૫ ના રોજ કલાક ૦૫/૪૫ વાગ્યાની આસપાસ જીલ્લા પંચાયતની સામે પહોચતા એક લાલ કલર ની ફોર્ડ કંપનીની ઇકકો સ્પોર્ટ જેનો રજી. નં- GJ-06-LS પાછળ ના ચાર આંકડા ખબર નથી તે ફોરવ્હિલર ચાલક નાઓએ સ્કુટરને પાછળથી પુરઝડપે આવી ટક્કર મારી એકસીડન્ટ કરીને ફરીયાદીને પાછળ થી ટકકર મારતા નીચે પડી જતા કોલરબોન મા ફેક્ચર થયેલ હોય અને જમણા હાથ તથા ડાબા હાથની આંગળી અને બન્ને પગના ઘુંટણ પર ઇજાઓ પહોંચાડી ગુનો કર્યા વિ. બાબતે તા-૦3/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો રમેશભાઇ મલાભાઇ નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. દુષ્પ્રેરણના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૫૫/૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૮, મુજબ ગુનાના કામના ફરિયાદી દાઉદભાઈ રસુલભાઈ બેલીમ ઉ.વ.૫૨ ધંધો.નોકરી રહે. દેસાઇ કોલોની પાણીની ટાંકી પાસે, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મુસ્કાન વા/ઓફ સઇદ અનવર બેલીમ તે યુસુફભાઈ પરમારની દીકરી હાલરહે.૨૧ હીમતનગર આદર્શનગર પાસે તરસાલી બાયપાસ વડોદરા શહેર તા.૧૯/૦૯/૨૦૨૫ ના બપોરના ક્લાક.૧૩/૦૦ થી ક.૧૪/૦૦ દરમ્યાન મોજે- દેસાઇ કોલોની પાણીની ટાંકી પાસે, તરસાલી, વડોદરા શહેર આ કામના ફરીયાદી દાઉદભાઇ રસુલભાઇ બેલીમ નાઓના મરણજનાર દિકરા સઇદ દાઉદભાઇ બેલીમ ઉ.વ.૨૪ રહે-૨૧, હિમ્મતનગર, આદર્શનગર પાસે, તરસાલી બાયપાસ, તરસાલી, વડોદરાના લગ્ન ગઇ તા.૦૧/૧૧/૨૦૨૦ ના રોજ મુસ્કાન ડો/ઓફ યુસુફભાઇ પરમારની સાથે થયેલ ત્યારથી આ કામના ફરિયાદીના મરણજનાર દિકરા સઇદને તેની પત્ની મુસ્કાન વા/ઓફ સઇદ દાઉદભાઇ બેલીમ હાલરહે-૨૧, હિમ્મતનગર, આદર્શનગર પાસે, તરસાલી બાયપાસ, તરસાલી, વડોદરા શહેર નાએ ફરીયાદીના મરણજનાર દિકરા સઇદની સાથે લગ્ન થયા ત્યારથી નાની મોટી વાતે બોલાચાલી- ઘર કંકાસ ઝઘડો કરી અસહય ત્રાસ આપવાનું ચાલુ રાખેલ અને આ ફરીયાદીના મરણજનાર દિકરા સઇદની પત્ની મુસ્કાનને તેના કોઇ પરપુરુષ સાથે મિત્રતા હોય જેથી આ વાતની જાણ તેના મરણજનાર પતિને થતા તેઓ આ બાબતે તેની પત્ની મુસ્કાનને કહેવા જતાં મુસ્કાને ફરીયાદીના મરણજનાર દિકરા સઇદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અસહય ત્રાસ આપેલ, જે અસહય ત્રાસ સહન ન થવાના કારણે આ કામના ફરીયાદિનો દિકરો સઇદ પોતે મરણ જવા માટે મજબુર થઈ ગઇ તા.૧૯/૦૯/૨૦૨૫ ના રોજ બપોરના કલાક- ૦૧/૨૪ કલાકે ફરીયાદીના મરણજનાર દિકરા સઇદ નાએ તેના મોબાઈલ ફોન ઉપરથી આ કામના ફરીયાદીના મોબાઇલ ફોનમાં વોટ્સએપમાં મેસેજ કરેલ કે, “પપ્પા હું આ લોકો થી ખૂબ પરેશાન હો ગયા હું, તો મર જાતા હું, મુસ્કાન ઓર ઉસકી મમ્મી–પપ્પા મુજે બહોત હેરાન કરતે હૈ તો મે મર જાતા હું” જેવો મેસેજ કરી, ફરીયાદીના મરણજનાર દિકરા સઇદ નાએ પોતાના ઘર મોજે-૨૧, હિમ્મતનગર, આદર્શનગર પાસે, તરસાલી બાયપાસ, તરસાલી, વડોદરા શહેર ખાતે રૂમમાં જાતેથી ગળાફાસો ખાય મરણ ગયેલ હોવાની હકિકત જણાતા, તાત્કાલિક નજીકના સગાસંબંધીઓ તેઓને સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટરશ્રીએ ફરીયાદીના મરણજનાર દિકરા સઇદને મરણ જાહેર કરેલ. જેથી આ કામના ફરીયાદીના મરણજનાર દિકરા સઇદની પત્ની - મુસ્કાન વા/ઓફ સઇદ દાઉદભાઇ બેલીમ હાલરહે-૨૧, હિમ્મતનગર, આદર્શનગર પાસે, તરસાલી બાયપાસ, તરસાલી, વડોદરા શહેર નાનીએ સઇદને માનસિક રીતે હેરાનગતિ કરી અસહય ત્રાસ આપેલ, જે અસહય ત્રાસ સહન ન થવાના કારણે આ કામના ફરીયાદિનો દિકરો સઇદ જીવનથી કંટાળી જઈને પોતે મરણ જવા માટે મજબુર થઈ પોતાની જાતેથી ગળેફાંસો ખાઈ મરણ ગયેલ વિ.બાબતે તા-૦૩/૧૨/૨૦૨૫ ના ક-૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ આર.પી ડાભી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૫૧/૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી શ્રી સુરેશભાઇ દલસુખભાઇ પટેલ ઉ.વ.૫૩ ધંધો-વેપાર હાલ રહેવાસી-મ.નં.૦૯, દિવ્યલોક પાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મો.નં.૯૧૭૩૬૧૨૮૭૪ ઉપર થી વાત કરનાર ઇસમ અથવા તો અન્ય કોઇ અજાણ્યો ઇસમ ગઇ તા.૨૯/૧૧/૨૦૨૫ ના રોજ કલાક ૧૫/૦૦ થી ૧૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-તરસાલી સમૃધ્ધી સોસાયટી પાસે જાહેર ખુલ્લી જગ્યા માંથી વડોદરા શહેર ખાતેથી આ કામના ફરીયાદીશ્રીની આકાર કન્ટ્રકશન દ્રારા નવીન પાણીની પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂ હોય ત્યાંથી મો.નં.૯૧૭૩૬૧૨૮૭૪ ઉપર થી વાત કરનાર ઇસમ અથવા તો અન્ય કોઇ અજાણ્યો ઇસમે ક્રેન મારફતે આઇસર ટેમ્પામાં ૩૫૦ MM ડી.આઇ. પાઇપો કુલ નંગ-૨૭ જેની આશરે કિ.રૂ.૫,૮૭,૬૬૪/- ની ગણી શકાય તે પાણીની પાઇપોની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ. શ્રી એ.એમ.ગોહીલ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૬૬૬/૨0૨૫ બી.એન.એસ કલમ ૩૨૪(૫), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી રીજવાન રાજેશભાઇ રાણા ઉ.વ- ધંધા-રેસ્ટોરંન્ટ રહે- સી 79 ભાઇલાલપાર્ક મધુનગર ચાર રસ્તા પાસે ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં-૧ વસીમ પઠાણ રહે- નિશાર રેસીડંસી મધુનગ બ્રીજ પાસે ગોરવા વડોદરા શહેર તથા આરોપી નં-૨ આસીફખાન આરોપી નં-૩ નુરઆલમ જેના પુરાનામ સરનામાની ખબર નથી તે આ કામના ફરીયાદી ની તાજ ગાર્ડન હોટલ મધુ નગર બ્રીજ પાસે આવેલ છે અને તેઓ હોટલ બંધ કરી અજમેર ફરવા માટે ગયેલ હતા તે વખેત તા-૧૮/૧૧/૨૦૨૫ ના રોજ આશરે રાતના ૨૩/૦૦ વાગે મધુનગર બ્રીજ પાસે ફરીયાદીની તાજ ગાર્ડન નામની રેસ્ટોરંટ પાસે નિશાર રેસીડંસી મા રહેતા આ કામના આરોપી નં-૧ નામે વસીમ પઠાણ નાઓને ત્યાં આશરે રાત્રીના અગીયાર વાગેના સુમારે આ કામના આરોપી નં-૨ આસીફખાન તથા આરોપી નં-૩ નુરઆલમ નાઓ જાન લઈને આવેલ તે વખતે જાનમા આવેલ અને તેમના સગા સંબંધી મધુનગર બ્રીજ પાસે આવેલ તાજ ગાર્ડન પાસે ફટાકડા ફોડતા હોય જેથી ફરીયાદી ના મિત્ર નામે સલીમભાઇ હસનભાઇ શેખ અને મોબીન રાણા નાઓએ આ કામના ત્રણેય આરોપીને જે તે સમયે તેમના સગા સબંધીને ફટાકડા નહી ફોડવા માટે જણાવવા માટે કહેલ પરંતુ તેઓએ તેમના સગા સંબંધીને ફટાકડા ફોડતા નહી રોકતા આ ફટાકડા માંથી કોઇ તણખો ફરીયાદી ની વાસની બનેલ ઝુપડીઓ પર પડતા અચાનક આગ લાગી જતા ફરીયાદી ની વાસની ઝુપડીઓ તથા તે ઝુપડીઓ મા મુકેલ રસોઇ ને લગતો સામાન બળી જઇ આશરે ફિ.રૂ ૧૦,૦૦,૦૦૦/- (અંકે દસ લાખ ) નુકશાન કરી ગુનો કર્યા બાબતે તા.૦૩/૧૨/૨૦૨૫ ના કલાક ૧૫/૩0 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI મહેશભાઇ ચિમનભાઇ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. ધાક-ધમકીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૫૦૭૬૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૯૬(૨), ૩૫૧ (૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી રોહીતકુમાર માધવભાઇ પટેલ ઉ.વ.૬૧ ધંધો.નિવૃત રહે.બી/૩ શીલ્પ બંગલો ,બ્રાઈટ સ્કુલ પાસે વાસણા ભાયલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ધુળાભાઈ કાળાભાઈ પરમાર રહે.બી/૩૧૧ અર્થએકો પોલીસ વાસણા ભાયલી રોડ, બ્રાઈટ ડે સ્કુલની પાછળ વડોદરા ગઈ તા.૦૯/૧૧/૨૦૨૫ નારોજ ડો.બી.આર.આંબેડકર હોલ ફેકલ્ટી ઓફ સોશીયલ વર્ક એમ.એસ.યુનીર્વસીટી ફતેગંજ વડોદરા ખાતે અનુસુચિતજાતીના ચુટાયેલા સરપંચો તથા સભ્યોનો સત્કાર સમારંભ રાખવામા આવેલ હતો આ પ્રોગ્રામમા મહેમાન તરીકે હાજરી આપવા માટે આવેલ અને તેઓની હેરીયર ફોરવ્હીલર ગાડી રજી.નં.જી.જે-૦૬-પી.એચ.-૭૬૧૬ સવારના આશરે ક.૧૧/૩૫ વાગ્યે પાર્કીગમા પાર્ક કરતા હતા તે વખતે આરોપી ધુળાભાઈ કાળાભાઈ પરમાર ગાડી ઉભી રખાવી એકદમ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગંદીગાળો બોલી ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગેલ અને ફરિયાદીને જણાવેલ કે, મારી વિરુધ્ધમા તાલુકા પોલીસ સ્ટેશનમા કેમ ફરિયાદ કરી છે? તેને પરત ખેચી લે નહી તો તારા ટાટીયા તોડી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેની મોટરસાયકલ નં.જી.જે.૦૬ એમ.એચ.૫૭૦૧ માથી લાકડાનો ડંડો કાઢી ફરિયાદીને મારવા મારવાની કોશીશ કરી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૩/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. મારામારીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૫૦૭૬૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૨૯૬ (૨), ૩૫૧(૨),૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી ધુળાભાઇ કાળાભાઇ જાતે પરમાર ઉ.વ. ૬૦ ધંધો વય સેવા નિવૃત્ત સમાજ સેવા રહે. અર્થ એક્રોપોલીસ ૩ ટાવર બી ઘર નં. 301 ત્રીજે માળ ભાયલીવાસણા રોડ બ્રાઇડ ડે સ્કુલ પાસે તા.જી. વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રોહિત કુમાર માધવભાઇ પટેલ, વડોદરા રોહિત સમાજનો પ્રમુખ, રહે. શિલ્પ બંગ્લોઝ, બી-૩, ભાયલી વાસણા રોડ, તા.જી. વડોદરા તથા આરોપી નં.(૨) જશવંતભાઇ ત્રિકમભાઇ રોહિત, રહે. કપુરાઇ, તા.જી. વડોદરા ગઈ તા.૦૯/૧૦/૨૦૨૫ ના રોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી આંબેડકર હોલમાં અનુસૂચિત જાતીના સરપંચો તથા બીજા અન્ય પદાધિકારીઓનો સત્કાર સમારંભમા આવેલ તે વખતે સવાર ના આશરે ક.૧૧/૦૦ વાગ્યાના સુમારે પોત-પોતાની મોટર સાઇકલ લઈને મેઇન ગેટ તરફ જવા નિકળતા હતા તે વખતે આરોપી નં.(૧) રોહિત કુમાર માધવભાઇ પટેલ, વડોદરા રોહિત સમાજનો પ્રમુખ, રહે. શિલ્પ બંગ્લોઝ, બી-૩, ભાયલી વાસણા રોડ, તા.જી. વડોદરા નાએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગંદીગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી નં.(૨) જશવંતભાઇ ત્રિકમભાઇ રોહિત, રહે. કપુરાઇ, તા.જી. વડોદરા નાઓ પાછળથી આવી ફરિયાદીને પકડી રાખી ગંદીગાળો બોલી ઝપાઝપી કરી ગળદાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૩/૧૨/૨૦૨૫ ના કલાક ૨૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૮. વિશ્વાસઘાતના કેસો
૧. બાપોદ પો.સ્ટે.
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ –એ ૧૧૧૯૬૦૦૨૨૫૦૬૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી સાકીબ ગુલામમયુદીન મંસુરી ઉ.વ.૨૦ ધંધો-નોકરી રહેવાસી બ્લોક નં.૦૮ મ.નં.૦૯ સોમાતળાવ વુડાના મકાન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) સમીર મુની જેના પુરા નામઠામ ની કે સરનામાની ખબર નથી તે તથા નં.(૨) અજયકુમાર નટવરલાલ શર્મા રહે.નરસિંહ ખડકી સોની પાડ ગોધરા જી-પંચમહાલ તા.૦૪/૦૨/૨૦૨૫ થી તા.૨૭/૦૩/૨૦૨૫ સુધી મોજે- દિવ્યા પ્લાઝા કમલાનગર તળાવ પાસે આજવા રોડ વડોદરા શહેર આ કામના આરોપી નં.(૧) તથા નં.(૨) નાઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ તારીખે ગુગલ પે દ્વારા કુલ્લે રૂપીયા ૨,૪૩,૦૦૦/- વિઝાના બહાને રૂપીયા લઇ અઝરબેઝાન દેશ માં આવેલ બાકુ શહેર ટુર માટેની ટીકીટ આપી કેન્સલ કરાવી નાખી ફરીયાદીને ટુર પર નહી મોકલી તેમજ ફરીયાદીના રૂપિયા પરત નહી આપી વિશ્વાસઘાત તેમજ છેતરપીડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૧૨/૨૦૨૫ ના કલાક ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી જે.એલ જોધ્ધા બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે પાર્ટ-એ,૧૧૧૯૬૦૦૩૨૫૦૬૮૧/૨૦૨૫ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦, ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧, મુજબ ગુનાના કામના ફરીયાદી વૃષાંગ રમેશકુમાર રાજ ઉવ.૨૩ ધંધો-નોકરી રહે-સી/૧૨ સોમેશ્વર સોસાયટી સમર બગીચા પાસે હરીયાળી હોટલ વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી વૈભવ દિનેશભાઇ પટેલ ઉવ.૩૯ ધંધો-વિઝા કન્સલટન્ટ રહેવાસી- મકાન નં.એ/૨૯ સચીદાનંદ પાર્ક સોસાયટી રાજદીપ કોમ્પલેક્ષ પાછળ તરસાલી વડોદરા શહેર આ કામના આરોપીએ આ કામના ફરીયાદીશ્રીને તેના યુ.કે. વર્ક TIRE-2 CATEGORY ના વિઝા અપાવવાના બહાને ખોટા બનાવટી કોસ લેટર આપી તથા રોકડા ટુકડે ટુકડે કુલ્લે રૂ.૨૬,૫૦,૦૦૦/- લઈ ફરીયાદીને યુ.કે.વર્ક TIRE-2 CATEGORY ના વિઝા નહી કરાવી ફરીયાદીશ્રી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૧૨/૨૦૨૫ ના ક.૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એસ.જી.ડામોર માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.