-: પ્રેસનોટ :-
(તા.૦૫/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૦૮ કિ.રૂ.૧૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૦૨, ઇ.કવાટરીયા નંગ-૦૩, બિયર-૧૭ મળી કુલ કિ.રૂ.૮,૩૭૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૩૪ સહીત કુલ-૪૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. સ્ત્રી અત્યાચારના કેસો.
૧. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૧૬૭/૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૮૫, ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૩૧૬(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિનિતા વા/ઓ મિતેષ ઠાકોર તે હસમુખભાઇ ઠાકોરની દિકરી રહે. મ.ન. ૨૦૨, સાંઇ આસ્થા એપાર્ટમેન્ટ સિંધવાઇ માતા રોડ પ્રતાપનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ ૧) મિતેષ રસીકભાઇ ઠાકોર (૨) સુધાબેન રસીકભાઇ ઠાકોર (૩) રીટાબેન રસીકભાઇ ઠાકોર (૪) ધ્રુવી ઉર્ફે સોનુ ઠાકોર તમામ રહે. ભાથુજી મહોલ્લો મહેબુબપુરા પોલીસ ચોકી પાસે નવાપુરા વડોદરા શહેર નાઓએ તા-૨૭/૦૧/૨૦૨૬ થી આજ્દીન સુધી મોજે એ/૯૩ રાજ રત્ન સોસાયટી બગીખાના નવાપુરા ફરિયાદી બેન પાસેથી એનકેન પ્રકારે કુલ્લે રૂ. ૨,૬૭,૬૦૦/- મેળવી પરત આપવાના વિશ્વાસ આપી પરત ના કરી તથા ઘરની નાની નાની બાબતે મેણા ટોણા મારી ખરુ ખોટુ બોલી ફરિયાદી પાસે રૂપીયાની માંગણી કરી ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી, અપશબ્દો બોલી, મારઝુડ કરી તથા મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા ૦૪/૦૩/૨૦૨૬ ક-૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.એસ.ચૌધરી મકરપુરા પો.સ્ટે વડોદરા શેર નાઓએ સંભાળીક યાદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/(ફેટલ)ના કેસો.
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૩૨૬૦૧૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧ તથા એમ.વી એક્ટ ૧૧૯,૧૮૪,૧૭૭ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.પો.કો. મિલનસિંહ માનસિંહ બ.નં. ૧૭૧૩ નોકરી માંજલપુર પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ધર્મેન્દ્ર રામદત્ત યાદવ રહે. મ.નં. ૧૨૧, મહેશ્વરીનગર, જ્યુપીટર ચાર રસ્તા પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા-૦૪/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૫૦ વાગે મોજે-સુસેન ચાર રસ્તા વડસર રોડ માંજલપુર આરોપીએ પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં. GJ 06 SB 4220 ની પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાની તેમજ રોડ ઉપર પસાર થતા બીજા વાહન ચાલકો/રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે સિગ્નલ ભંગ કરી બેદરકારીથી પોતાનું વાહન ચલાવી આવી મળી આવી પકડાય જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૧૯/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સંજયભાઇ ભુપેંદ્રભાઇ માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૦૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા. કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪, ૧૩૪,૧૮૭ મુજબના ગુનાના કામના ફરિયાદી સચિનસિંહ સ/ઓફ બળવંતસિંહ ભવાનસિંહ સોલંકી, રહે.ટેકમેક એન્જીનીયર્સ વર્ક શેડ.નં.૯૮૮/૫ જી.આઇ.ડી.સી.મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા. નં.GJ-06-NQ-7186 ના ચાલકે તા.૦૪/૦૩/૨૦૨૬ ના સાંજના ક.૧૯/૨૨ વાગ્યા પહેલા મોજે:- ટેકમેક એન્જીનીયર્સ વર્ક શેડ.નં. ૯૮૮/૫ જી.આઇ.ડી.સી. મકરપુરા વડોદરા શહેર કંપની સામે રોડ ઉપર ફરીયાદીના પિતા ટેકમેક એન્જીનીયર્સ વર્ક શેડ.નં.૯૮૮/૫ જી.આઇ.ડી.સી. મકરપુરા વડોદરા શહેર સામે ચાલી રોડ ક્રોસ કરતા હતા તે સમયે એક મો.સા. નં.GJ-06-NQ-7186 ના ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના પિતા બળવતસિંહ ભવાનસિંહ નાઓને અથાડતા ડાબી આંખ તથા નાકના ભાગે ઇજાઓ નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સંજયભાઇ ભુપેંદ્રભાઇ માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અટલાદરા પો.સ્ટે પાર્ટ એ ૧૧૧૯૬૦૪૪૨૬૦૧૦૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧,૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અરૂણ શાહજી મેથ્યુ રહે.બ્લોક નં.૧૬ મ.નં. ૧૭૭૬ સંસ્કાર નગર, ગાયત્રી નગર પાસે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિપુલભાઇ રણજીતભાઇ પરમાર રહે. મ.નં. ૨૨૫ હાજીપુરા ફળિયું દશા માતાના મંદિરની સામે વડદલા ગામ તરસાલી તા.જી. વડોદરા નાઓએ તા-૦૪/૦૩/૨૦૨૬ના સવારના આશરે ક.૧ર/૧૫ વાગ્યાની આસપાસ મોજે. અટલાદરા પાદરા રોડ ખાતે આવેલ એલ.એન.ગાર્ડનની સામે રોડ ઉપર આરોપી પોતાની સફેદ કલરની એક મરુતી કંપનીની અર્ટીગા ફોર વ્હીલ કાર જેનો રજી રજી.નં.જીજે-૦6-આર એ-૨૫૯૫ની કાર ચલાવી ગફલત ભરી રીતે બેદરકારી કારને પાછળના ભાગે અથાડી એકસીડન્ટ કરતા ફરિયાદીશ્રીની ફોરવ્હીલર કારના ડ્રાઇવર સાઇડ પાછળના ભાગે અથાડી આશરે મારી કારને ડ્રાઇવર સાઇડનું પાછળના ડીક્કીના દરવાજા પાછળના બમ્પર પાછળના ડ્રાઇવર સાઇડનું ટાઇર આગળના બમ્પર અને આગળના બોનેટને આશરે રૂ.૬૦,૦૦૦/-નું નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૪/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અખિલેશભાઇ અવધેશભાઇ અટલાદરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. સયાજીગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૬૦૧૫૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ), ૩૨૪(૪), તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૧,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી આકાશ રાજેન્દ્ર સહાની રહે.૧૦૧ જાધવ પાર્ક સોસાયટી અભીલાષા ચાર રસ્તા પાસે, સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી આકાશ રાજેન્દ્ર સહાની રહે.૧૦૧ જાધવ પાર્ક સોસાયટી અભીલાષા ચાર રસ્તા પાસે, સમા વડોદરા શહેર નાઓએ તા.૦૪/૦૩/૨૦૨૬ ના બપોરના આશરે ક.૧૫/૦૦ વાગે મોજે.બી.ઓ.બી. સર્કલ થી રોઝરી સ્કુલ તરફ જતા આવતા રોડ ઉપર, પેવેલીયન ગ્રાઉન્ટના ગેટ પાસે ફરિયાદીની વર્ના ગાડી નં.GJ 06 HL 4921 ને રોઝરી સ્કુલ થી બી.ઓ.બી.સર્કલ તરફ પુરઝડપથી ચલાવીને લઈ જતા આજ રોજ બપોરના આશરે ત્રણેક વાગે પેવેલીયન ગ્રાઉન્ડના ગેટ પાસે ફરિયાદી ગાડી ઉપરનો કાબુ ગુમાવી પેવેલીયન ગ્રાઉન્ડ્ના કોટની દિવાલમા અથાડી એક્સીડન્ટ કરી કોટની દિવાલ તોડી નાખી પોતાને કપાડ્ના ભાગે સાધારણ ઈજા પહોચાડી તથા તેઓના મિત્ર રાજ ઓમપ્રકાશ ને જમણા પગે ઘુટણથી નિચેના ભાગે સાધારણ ઈજા તથા યશરાજ કુંવર ને કપાડ ઉપર જમણી બાજુ સાધારણ ઈજા પહોચાડી અને ગાડીના આગળના ભાગે નુકસાન કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૨૦ /૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો કાળાજી કાંતીજી સયાજીગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ગોત્રી પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦0૭૮/૨૦૨૬ બી.એન.એસ કલમ ૨૮૧. ૧૨૫(એ). ૩૨૪(૪). ૧૧૫(૨). ૨૯૬(બી).૩૫૧(૨) તથા એમ.વી એકટ કલમ ૧૭૭.૧૮૪.૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પુષ્ટિ ડો/ઓ કૌશિક ભાઇ હસમુખલાલ શાહ રહે. ઇ/૧૭ સરોજ પાર્ક સંતકબીર સ્કુલ ની પાછળ ગલીમા વાસણા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો મો.સા નો ચાલક તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક-૧૭/૪૫ વાગે મોજે- માત્રુકા સોસાયટીના પાછળના ભાગે રોડના વળાંક પાસે વાસણા ગોત્રી ફરિયાદી બેનની એક્ટિવા ગાડી નં.GJ-06-ES-9340 ની સાથે આરોપીએ પોતાની મો.સા. પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી એક્ટિવાને આગળના ભાગે અથાડી એક્સિડન્ટ કરી ફરિયાદીને રોડ ઉપર પાડી દઈ ફરી. બેનને જમણા પગના નળા ઉપર સાધારણ ઈજા પહોંચાડી એક્ટિવાને નુકશાન કરી ખરાબ ગાળો બોલી સાહેદ કુંજનને મોઢા ઉપર મુક્કા મારી ઝપાઝપી કરી સાહેદના ગળામાં પહેરેલ સોનાની ચેન તુટી જતા ચેનનો આંકડાનો ભાગ ક્યાક પડી ગયેલ અને જોઈ લેવાની ધમકી આપી ફરીના પિતાને ધક્કો મારી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.જોરાવરસિંહ ખાટુભા ગોત્રી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. કપુરાઇ પો.સ્ટે.એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૧૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૬,૧૨૫(એ),૧૨૫(બી),૨૮૧ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગોવિંદ કુમાર રામચંદર ગૌતમ રહે-દેવાંગ ટાઉનશીપ ગામ-બારડી તાલુકો-મુંદ્રા જિલ્લો-કચ્છ નાઓની ફરિયાદ મુજબ એક અજાણી ટ્રકના ચાલકે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક-૦૫/૦૦ વાગ્યે મોજે- ને.હા.૪૮ તરસાલી ચોકડી થી જાંબુવા બ્રીજ તરફ જતા ગોપાલક્રિષ્ણા હોટલની પાસે રોડની બાજુમાં ફરીયાદીના મોટા ભાઇ શરવિંદકુમાર રામચંદર ગૌતમ ઉ.વ.૩૨ નાઓ રોડની બાજુમાં સુતેલ હતા તે વખતે આરોપીએ તેની ટ્રક બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરીના ભાઈ પર ચઢાવી દઈ માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે અન્ય નાની મોટી ઇજાઓ પહોંચાડી સ્થળ પર મોત નીપજાવી ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક-૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.ડી.પરમાર કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. નંદેસરી પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૧૨૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી રાજેંદ્રસિંહ દેવીસિંહ ગોહીલ રહે, અનગઢ ગામ વાડીયાવગો તા.જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ કોઇ અજાણ્યુ વાહનનો ચાલક ગઇ કાલ તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યાના અરસામા મોજે. અનગઢ ગામ નવાપુરા રેલ્વે લાયન ઉપર આવેલ બ્રીજ રોડ ઉપર ફરિયાદીના નાના ભાઇ સંજયકુમાર દેવીસિંહ ગોહીલ ઉ.વ.૩૫ રહે અનગઢ ગામ વાડીયા વગો તા.જી.વડોદરાનાઓની હિરો કંપની પેશન પ્રો મો.સા. GJ-06-JA-4293 ને કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનુ વાહન પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી લાવી ટક્કર મારી પાડી દઇ શરીરે ચહેરાના ભાગે છાતીના તથા પેટના ભાગે છોલાય જઇ તેમજ ગળાની જમણી બાજુ ચીળા જેવી ગંભીર ઇજા પહોંચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી પોતાનુ વાહન લઇ નાશી જઈ ગુનો કર્યા બાબતે તા.૦૫/૦૩/૨૦૨૬ ના ક-૦૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ નંદેસરી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૮. ગોરવા પોસ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં..૧૧૧૯૬૦૦૭૨૬૦૧૧૧/૨૦૨૬ બી.એન.એસ.કલમ -૨૮૧,૧૨૫(એ), તથા એમ વી એક્ટ કલમ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રીનાબેન વા/ઓફ હિતેશભાઈ વસાવા રહે. મકાન નં.પી-૧૨ નિપા ટેનામેન્ટ કરોડિયા રોડ ,ગોરવા પાસે એક મો.સા નં GJ-06-MG-0959 નો ચાલક તા- ૦૪/૦૩/૨૦૨૬ ના કલાક ૨૦/૪૫ વાગ્યા ના સુમારે મોજે. નિપા ટેનામેન્ટ ના ગેટ પાસે કરોડિયા રોડ ગોરવા ફરીયાદી રોડ ક્રોસ કરી કરતા હતા તે વખતે આશરે રાત્રીના ક.૨૦/૪૫ વાગ્યાના સુમારે આરોપીએ પોતાની મો.સા પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરીયાદીને પાછળના ભાગે અથાડી એક્શીડન્ટ કરતા માથાના કપાળના ભાગે ,તથા ડાબી આંખની પાંપણ ઉપર,તથા નાકના ભાગે ,તથા મોઢાના અંદરના ભાગે ઈજા પહોચાડી નાસી જઈ ગુનો કર્યા બાબતે તા.૦૫/૦૩/૨૦૨૬ ના ક. ૦૧ /૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ. આઈ મહેશભાઈ ચીમનભાઈ ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો.
૧. કુંભારવાડા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૨૨૬૦૦૫૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨) ૧૨૫(એ), ૨૯૬(બી) ૩૨૪(૨), ૩૫૧(૨), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી ભીખાભાઇ ઉર્ફે ભલાભાઇ જયંતીભાઈ રાજપુત એફ-૩ શેરડીનગર સોસાયટી શ્રીજી હોસ્પિટલ સામે કિશનવાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ (૧) અજય ઉર્ફે ટપાલી દિપકભાઇ મારવાડી (૨) પ્રકાશ ઉર્ફે લલ્લુ દિપકભાઇ મારવાડી રહે ખારી તલાવડી મેલડીમાતા મંદીર પાસે વડોદરા શહેર (૩) અંકીત કૈલાસભાઇ મારવાડી રહે ખારી તલાવડી મેલડીમાતા મંદીર સામે વડોદરા શહેર નાઓએ તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગ્યાના અરસામાં મોજે-ફતેપુરા ખારી તલાવડી મેલડીમાતા મંદીર પાસે ફરીયાદીનો ભત્રીજો લખન કનુભાઇ રાજપુત ફરીયાદીના બહેનને મળવા માટે ગયેલ ત્યારે આરોપીઓએ ફરીયાદી સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી જણાવેલ કે તારા કાકા તે દિવસે બહુ કુદતા હતા બોલાવ તેને બતાવીયે ઝઘડો કેમ કરાય તેમ કહેતા લખને ફરીયાદીને ફોન કરી જાણ કરતા ફરીયાદી તથા તેઓના ઘરના સભ્યો સાથે ઓટોરિક્ષા નં.GJ 06 BU 7816 ની લઈને આવતા આરોપીઓએ હાથમાં તલવાર તથા છુટ્ટો પથ્થર મારી રિક્ષા ઉપર મારતા રિક્ષાનો આગળનો કાચ તોડી નાખી આશરે રૂ.૨૦૦૦/- નું નુકશાન કરેલ અને અજય ઉર્ફે ટપાલી તથા પ્રકાશ ઉર્ફે લલ્લુ અને કરણ મારવાડી બન્ને ના હાથમાં લાકડીઓ હતી અને ફરીયાદી ઉપર છુટ્ટા પથ્થરો મારતા જેમાથી એક પથ્થર રીકેશ કનુભાઇ રાજપુત ની છાતીના ભાગે તથા તેની પત્ની કાજલબેન રાજપુતને જમણા પગે વાગતા મુંઢ માર લાગેલ છે અને ફરીયાદી તથા તેમના ભત્રીજાને આ ત્રણે જણે ગમે તેમ ગંદી ગાળો બોલી છુટા હાથની મારા મારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મે. પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.બી. કુંપાવત કુંભારવાડા પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૫૫/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૨૯૬(બી), ૩૫૧(૨),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રેમપ્રકાશ દિપકભાઇ સરગરા(મારવાડી) રહે,પાણીગેટ મહમદ તળાવ ઝુંપડપટ્ટી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)ભીખાભાઇ ઉર્ફે ભલો જયંતીભાઇ રાજપુત તથા નં(૨)રીન્કેશ ઉર્ફે અગુ કનુભાઇ રાજપુત તથા નં(૩)કનુભાઇ જયંતીભાઇ રાજપુત તથા નં(૪)કાજલ વા/ઓ રીન્કેશ ઉર્ફે અગુ કનુભાઇ રાજપુત તમામ રહે,એફ-૦૩ શેરડીનગર કિશનવાડી વડોદરા શહેર નાઓએ તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગ્યાના અરસામાં મોજે- ફતેપુરા ખારી તલાવડી મેલડીમાતા મંદીર પાસે ફરીયાદી પોતાના પત્ની,દિકરી હેમાંગી ઉ.વ.૧૧ માસનાને લઇને તેઓના ભાઇ અજય ઉર્ફે ટપાલી નાઓ સાથે ધુળેટી રમતા હતા તે વખતે આરોપીનાઓ તેઓની ઓટોરીક્ષા લઇને આવી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો તકરાર કરી ગંદી ગાળો બોલી છુટા પથ્થરો ફેકી જાનથી મારી નાખવાની ઘમકી આપી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ સા. વડોદરા શહેરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક. ૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રાહુલકુમાર ભીખાભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. પાણીગેટ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૧૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(ખ), ૩૫૧(૩),૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી નરેશભાઇ જીતુભાઇ રબારી રહે.-સી/૧૪,હરિધામ સોસાયટી,બાલાજીનગર સોસાયટી સામે, ગાજરાવાડી, આર.સી.સી. રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ નં.(૧)મુકેશ વશરામ રબારી નં.(૨)પાર્થ ઉર્ફે ગટ્ટુ સંજય રબારી બંન્ને રહે.મારૂતી ધામ સોસાયટી ડી-માર્ટ ત્રણ રસ્તા પાસે ગઇ તા-૦૪/૦૩/૨૦૨૬ ના સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે મોજે-મ.નં.સી/૧૪ ની સામે,હરિધામ સોસાયટી, ખાતે જુના ઝઘડાની અદાવત રાખી મુકેશ વશરામ રબારી રહે.મારૂતી ધામ સોસાયટી ડી-માર્ટ ત્રણ રસ્તા પાસે વડોદરા શહેર નાઓએ ફરિયાદીને ગંદી બિભત્સ ગાળો બોલી તેમજ પાર્થ ઉર્ફે ગટ્ટુ સંજય રબારી રહે.સદર નાઓએ ફરિયાદીને માથાના ડાબી બાજુના ભાગે કંઇક બોથડ પદાર્થ જેવુ મારતા માથામાં લોહી નીકળેલ અને મુકેશે પ્લાસ્ટીકની પાઇપ વડે ફટકા મારી બંન્ને ભેગા મળી ફરિયાદીને ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઇ ડી.આર.પટેલ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાડી પો.સ્ટે પાર્ટ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૧૦૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨), ૩૫૧(૩),૨૯૬(બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મીનાબેન રમેશભાઇ સગરીયા રહે.મ.નં.૪૦૧ રૂદ્ર કોમ્પ્લેક્ષ બરાનપુરા પેટ્રોલ પંપ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સંધ્યા ચુનારા (૨) રેખા ચુનારા અને (૩) મીનાક્ષી મકવાણાતથા (૪) આશા ચુનારા તમામ રહે. રૂદ્ર કોમ્પ્લેક્ષ બરાનપુરા પેટ્રોલ પંપ પાસે વડોદરા શહેર નાઓએ તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના આશરે ક.૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- રૂદ્ર કોમ્પ્લેક્ષ બરાનપુરા પેટ્રોલ પંપ પાસે ફરીયાદીનાઓ તથા તેઓની દિકરી રૂદ્ર કોમ્પ્લેક્ષ નીચે ઉભા હતા તે વખતે ફરીએ આરોપી નં(૧) સંધ્યા ચુનારા નાઓને કેમરાનુ નુકસાન બાબતે પુછ્તા ફરીને ગંદી ગાળો બોલેલ અને અન્ય આરોપી નાઓને બોલાવેલ અને ફરીના વાળ ખેચી નિચે પાડી દિધેલ તથા ફરીને પકડી રાખેલ અને પગથી લાતો મારેલ તથા ફરીના દિકરી વચ્ચે પડતા તેઓને ગડદા પાટુનો માર મારેલ.અને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૨૩/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. જીગરકુમાર ધનજીભાઈ વાડી પો.સ્ટે વડોદરા શેહર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાડી પો.સ્ટેપાર્ટ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૧૦૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨), ૩૫૧(૩),૨૯૬(બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સંધ્યાબેન વા/ઓ સંજયભાઇ ચુનારા રહે.મ.નં. ૨૧૦ રૂદ્ર કોમ્પ્લેક્ષ બરાનપુરા પેટ્રોલ પંપ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) મીનાબેન સગરીયા(૨) સોનુ બન્ને રહે.મ.નં.૪૦૧ રૂદ્ર કોમ્પ્લેક્ષ બરાનપુરા પેટ્રોલ પંપ પાસે તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે ક.૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- રૂદ્ર કોમ્પ્લેક્ષ બરાનપુરા પેટ્રોલ પંપ પાસે ફરીયાદીનાઓ રૂદ્ર કોમ્પ્લેક્ષ નીચે ઉભા હતા તે વખતે ફરીએ આરોપી નાઓએ પોતાના કેમરાનુ નુકસાન કેમ કરેલ છે તેમ પુછતા ફરીએ સમજાવેલ કે અમોએ કેમેરાને નુકસાન કરેલ ન હોય આ સાંભળી આરોપી ૧ નાઓ ઉશ્કેરાઇ જઇ ફરીને ગંદી ગાળો બોલેલ અને ફરી.ને નીચે પાડીને વાળ ખેચી ગડદા-પાટુનો માર મારેલ તથા આરોપી નં(૨) સોનુ નાઓએ ફરીને કમરના પાછળના ભાગે જોરથી ફેટો મારી દીધેલ તથા ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપેલ સદર બનાવમાં ફરીને ખભાના ભાગે તથા કમરના પાછળના ભાગે ઇજા કરી.એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૨૩/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. જીગરકુમાર ધનજીભાઈ વાડી પો.સ્ટે વડોદરા શેહર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. સમા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૭૧/૨૬ બી.એન એસ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(૨), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી આશિષ અશોકભાઈ અગ્રવાલ રહે. ૬૧, જોયેલનગર, એમ.જી.એમ.સ્કુલની બાજુમાં સમા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) અમન ઠાકુર (૨) અંકિત પરમાર ઉર્ફે દાતરો તથા (૩) અનુજ ભદોરીયા ગત.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ આશરે કલાક ૧૮/૩૦ વાગ્યાના સુમારે મોજે નારાયણ ગ્રીન વુડ ફ્લેટની પહેલાના ચાર રસ્તા પાસે આરોપીઓ નામે (૧) અમન ઠાકુર (૨) અંકિત પરમાર ઉર્ફે દાતરો તથા (૩) અનુજ ભદોરીયા નાઓએ રાહુલ અગ્રવાલ સાથે રંગ લગાવવા બાબતેના અગાઉના ઝગડાની અદાવત રાખી મારા-મારી કરી ગડદા પાટુનો માર મારી ફરીયાદીશ્રીને ડાબા હાથે પંજાથી ઉપરના ભાગે ગરદનની પાછળની બાજુ, જમણા ખંભાની ઉપરની બાજુ તથા તેમના મિત્ર કુલદીપદાન ગઢવીને ડાબા હાથના પંજાથી ઉપરના ભાગે છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી નાશી જઈ ગુનો કરેલ હોય તા.૦૫/૦૩/૨૦૨૬ ના કલાક ૦૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સમા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.