Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૫/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૪/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૫૦ કિ.રૂ.૩૦,૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂ બોટલ તથા બિયર નંગ -૭૮ તથા કવાટરીયા નંગ-૦૬ તથા મોબાઇલ-૦૧ તથા મોપેડ-૦૧  મળી કુલ કિં.રૂ.૧,૦૬,૮૫૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૧ સહીત કુલ-૨૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.         વિશ્વાસઘાતના કેસો:-

૧.         નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૯૨૬૦૧૮૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા - ૨૦૨૩ કલમ ૩૧૬, ૩૧૮(૧) મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રી દિલીપભાઇ સળુભાઇ દેવડા ઉ.વ.૬૦ ધંધો-ડોક્ટર રહે.મ.નં.૩૬ યોગાશ્રમ સોસાયટી કેન્યુગ ચાર રસ્તા પાસે આંબાવાડી અમદાવાદ શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી સુભાષદેવ સળુભાઈ દેવડા ઉ.વ.૫૨ ધંધો-વેપાર રહે.એ-૨/૭ રાજદીપ સોસાયટી જલાનંદ ટાઉનશીપ પાસે, આઈ.પી.સી.એલ રોડ, ગોરવા, વડોદરા શહેર મુળરહે-મુણધા,સાદેડા ફળીયુ તા-લીમડી જી-દાહોદ તા.૩૦/૦૧/૨૦૨૧ ના કલાક-૦૦/૦૦  થી ૩૧ જુલાઈ ૨૦૨૫ ના કલાક-૨૩/૫૯ વાગ્યા  સુધીના સમયગાળા દરમ્યાન  મોજે- નંદેસરી જી.આઇ.ડી.સી. પ્લોટ નં.૪૮-૪૯,  ખાતે આવેલ મૌર્વી પેટ્રોલીયમ નામના પેટ્રોલપંપ ખાતે કામના ફરીયાદી નાઓના નાના ભાઈ ( આરોપી ) નાએ ફરીયાદીની સહીઓ લીધા વગર ફરી.શ્રીની પાર્ટનરશીપમાં ચાલતા નંદેસરી જી.આઇ.ડી.સી. પ્લોટ નં.૪૮-૪૯,  ખાતે આવેલ મૌર્વી પેટ્રોલીયમ નામના પેટ્રોલપંપ ઉપર અલગ અલગ ફાઇનાન્સ કંપની તેમજ બેંકો પાસેથી ફરી.શ્રીની જાણ બહાર અલગ અલગ રકમ મળી કુલ રૂ.૩,૩૮,૯૨,૩૭૧/- ની લોનો લઇ ફરી.શ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૪/૨૦૨૬ ના કલાક- ૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.ટી.નીનામા નંદેસરી પો.સ્ટે નાઓને સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૨૨૧/૨૬ બી.એન.એસ કલમ ૩૧૮(૪)  મુજબના ગુનાના કામના ફરીયાદી બ્રિજભુષણ સચ્ચિદાનંદ ચૌબે ઉ.વ. ૫૪ ધંધો- નોકરી હાલ રહે-એચ/૬૦૨ વેદા-૨ સોસાયટી છાણી જકાતનાકા કેનાલ નજીક છાણી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી વિશાલ ખટવાણી રહે- અમદાવાદ જેના પુરા નામ ઠામની ખબર નથી તે તા.૦૭/૧૨/૨૦૨૫ થી આજદીન સુધી મોજે-ડી.આર.એમ. ઓફીસ પ્રતાપનગર વડોદરા શહેર  આ કામના આરોપીએ આજદીન સુધી ફરિયાદીશ્રીની માલીકીની જમીન/મિલકત રેવન્યુ બ્લોક/સર્વે નંબર-૬૫૫/૧અ પૈકી સબ-પ્લોટ નંબરબી/૦૪,વાળી ૫૦૧.૬૭ચોરસમિટર જેમાં.૬૦૦.૦૦ ચોરસવારની છે(જેનુ હાલનુ નામ ડ્રીમ સીટી રિઓ ક્લબ છે) જે જમીન/મિલકત ખરીદવા માટે આ વિશાલ ખટવાણી સહમત થયેલ હોય જેથી આ જમીન/મિલકતના વેચાણે આપવા માટે જરૂરી દસ્તાવેજો વિશાલ ખટવાણી બનાવી આપશે તેવો ફરીયાદીશ્રીને પાક્કો વિશ્વાસ આપેલ હતો જેથી આ જમિન/મિલકતના જરુરી લીગલ દસ્તાવેજો બનાવવા માટે ફરિયાદીશ્રીના ઓફીસેથી તથા તેઓના દિકરીના ખાતા માંથી ટુકડે ટુકડે કરીને રૂ.૧,૧૬,૫૦૦/-જેટલી રકમ વિશાલ ખટવાણીના કહેવાથી જુદા જુદા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સ્કર કરેલ હોવા છતા આ વિશાલે જમિન/મિલકતના વેચાણે આપવા બાબતના જરૂરી દસ્તાવેજો બનાવી આપેલ ન હોય અને આ દસ્તાવેજો બનાવવા માટે આપેલ નાણા રૂ.૧,૧૬,૫૦૦/- પર પરત આપેલ ન હોય જેથી આ વિશાલ ખટવાણીએ ફરીયાદીશ્રી સાથે જમીન/મિલકત વેચાણે લેવા માટે જરૂરી દસ્તાવેજો બનાવી આપવા માટે વિશ્વાસમાં લઈ ફરીયાદીશ્રી પાસેથી દસ્તાવેજો બનાવવા માટેના રૂ.૧,૧૬,૦૦૦/-લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોય વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૪/૨૦૨૬ ના કલાક ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.એચ.વસાવા સા. મકરપુરા પો.સ્ટે નાઓને સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.         મારામારીના કેસો:-

૧.         કપુરાઇ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૫૭/૨૦૨૬ બી.એન.એસ કલમ-૧૧૫(૨), ૧૧૭(૨), ૧૨૦(૨), ૧૮૯(૪), ૧૯૧(૨), ૧૯૧(૩), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી રાકેશભાઈ અશોકભાઈ રાવળ ઉ.વ.૩૩ ઘંઘો- છુટકમજુરી રહે. વાઈ નગરી ભાલીયાપુરા ગામ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપીઓ નં.(૧)યુવરાજાસિંહ ઉર્ફે અપ્પુ મહીડા તથા નં.(૨)રાજવીરસિંહ ઉર્ફે અજ્જુ મહીડા તથા નં.(૩)જયરાજસિંહ મહીડા તથા નં.(૪)હંસરાજસિંહ મહીડા તથા અન્ય ચાર-પાંચ ઇસમો જેઓના નામ-ઠામની ખબર નથી તે મોજે-તરસાલી ચોકડી બ્રીજ પાસે તથા ધનિયાવી રોડ ભાલીયાપુરા ગામમાં જવાના નાકા પાસે આવેલ પાન-પડીકીના ગલ્લાં પાસે વડોદરા શહેર આ કામના ફરી.શ્રી  તથા તેમનો દિકરો માનવ ઉ.વ.૧૨ નાઓ શાકભાજી લઈ ઘરે પરત જવા નિકળેલ તે વખતે આરોપી નં.(૧) બ્લેક કલરની ફોરચ્યુનર ફોરવ્હીલ ગાડી નં.GJ-06-PG-2225 ની લઈને આવી ફરી. સાથે  પેટ્રોલપંપના રૂપિયા બાવીસ હજાર તમે જ લઈ લીધા છે તે કબુલી લ્યો અને તે રૂપિયા પરત આપી દો નહી તો તમને માર મારીશ તેવી ધમકી આપી ઉશ્કેરાઇ જઈ ફરી.ને ગંદી ગાળો બોલી છુટા હાથનો માર મારવા લાગેલ જેથી ફરી. તથા ફરી.નો દિકરો ત્યાંથી એક્ટીવા લઈ ઘરે જતાં રહેલ અને ઘરે જઈ ફરી.એ તેમના સાળા મેલાભાઇ ઉર્ફે મેહુલ સુખાભાઇ રાવલીયા નાઓને ફોન કરી તેમના ઘરે બોલાવી ઉપરોક્ત હકીકત અંગેની જાણ કરેલ ત્યારબાદ ફરી તથા તેમનો સાળો મેહુલ તથા તેમની બાજુમાં રહેતો ફરી.નો બીજો સાળો ભરતભાઇ મગનભાઇ રાવળ નાઓ ધનીયાવી રોડ પર ચર્ચની સામે કરીયાણાની દુકાને તેલનો ડબ્બો લેવા માટે જતાં હતા તે વખતે સાંજના સવા પાંચેક વાગ્યાની આસપાસ ધનિયાવી રોડ ભાલીયાપુરા ગામમાં જવાના નાકા પાસે આવેલ પાન-પડીકીના ગલ્લાં પર પડીકી ખાવા માટે ઉભેલ હતા તે વખતે એક લાલ કલરની બી.એમ.ડબલ્યુ. ફોરવ્હીલ ગાડી નં.GJ-05-JL-6005 ની ફરી. પાસે આવેલ અને તેમાંથી આરોપી નં.(૧) થી (૪) તથા અન્ય ચાર-પાંચ ઇસમો લાકડાના ડંડા તથા લાકડા કાપવાનુ ધારીયું લઈ ગાડીમાંથી ઉતરી ફરી. તથા સાહેદને લાકડાના ડંડા તથા ધારીયાના હાથા વડે માર મારવા લાગેલ જેથી ફરી. તથા સાહેદ ખુલ્લા ખેતરમાં ભાગવા લાગેલ તે દરમ્યાન ઉપરોક્ત આરોપીઓ ફરી. તથા સાહેદની પાછળ આવી માર મારી તેમની લાલ કલરની ગાડી લઈ નાસી જઈ એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સાશ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી  ગુનો કર્યા વિ.બાબતે તા ૦૪/૦૪/૨૦૨૬ ના કલાક ૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી કે.ડી.પરમાર સા. કપુરાઇ પો.સ્ટે નાઓને સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.         સીટી પો.સ્ટે. પાર્ટ-એ- ગુ.ર.નં- ૧૧૧૬૯૬૦૦૬૨૬૦૦૭૬/૨૦૨૬  ભારતીયન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી કિરણભાઈ હસમુખભાઇ પરમાર, ઉ.વ.૩૯ ધંધો- નોકરી રહે. રાવતશેરી, ફતેપુરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી બે અજાણ્યા ઇસમો તા.૦૪/૦૪/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગ્યા ની આસપાસ મોજે- નવાબજાર, ગદા સર્કલ પાસે વડોદરા શહેર આ કામના ફરી.શ્રી સાથે આ સામાવાળા બે અજાણ્યા ઇસમોએ ગાળાગાળી કરી છુટા હાથની મારામારી કરી ફરી.શ્રીને માથાના જમણા ભાગે ઇજા કરી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૪/૨૦૨૬ ના કલાક. ૦૩/૦૦   વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.અજીતસિંહ લાલસિંહ સીટી પો.સ્ટે નાઓને સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     મકરપુરા પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૬૨૬૦૨૨૪/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૩)તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી અરુણ સ/ઓ દયારામ સદલસિંહ યાદવ ઉ.વ-૩૨ ધંધો-છુટક મજુરી કામ રહે-મ.નં ૮૩ દામોદરનગર રાજદીપ કોમ્પલેક્ષની પાછળ તરસાલી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મયુર બેલીમ રહે-તરસાલી ગામ બેલીમ ફળીયુ તરસાલી વડોદરા શહેર આ કામના ફરિ. પોતાના ઘરેથી જમી પરવારી સોડાની લારી ઉપર સોડા પીવા આવેલ તે વખતે આ કામ ના આરોપી નાઓ ફરી.શ્રી.સાથે બોલાચાલી ઝગડો કરી મા બેન સમાની ગમે તેમ ગંદી ગાળો આપી મારો કોલર પકડી કરી લાફો મારી દઇ એકદમથી ઉશ્કેરાઇ જઇ તેના  હાથમા રહેલ કોઇ ચાવી વડે માથામા મારી દઇ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી જઇ મે.પો.કમિ.સા.શ્રી.ના હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.-૦૫/૦૪/૨૦૨૬  ના કલાક-૦૨/૩૦ વાગે ગુનો કર્યા વિ.બાબતે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ભાવેશભાઇ ભીખાભાઇ મકરપુરા પો.સ્ટે નાઓને સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.        વાહન ચોરીના કેસો:-

૧.         હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૧૨૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી પ્રતિકકુમાર  મફતભાઇ  કાછીયા ઉ.વ.૩૯ ધંધો.નોકરી રહે.મ નં એફ 303 સિદ્ધેશ્વર હોલીનેસ હરણી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઈ અજાણયો ચોર ઈસમ તા.૦૨/૦૪/૨૦૨૬ ના ક.૧૪/૦૦ વાગ્યાથી તા.૦૩/૦૪/૨૦૨૬ના ક.૦૦/૧૫ વાગ્યાની વચ્ચે  મોજે. અમિતનગર બ્રિજ નીચે  વડોદરા શહેર આ કામના ફરિયાદીશ્રીનું એક  હોન્ડા કંપનીનુ સફેદ કલરનુ એક્ટીવા  જેનો રજી  નં જીજે 17 એ એમ  6980  જેનો ચેસીસ નં એમ ઈ 4 જે એફ 501 જે ડી 8457172  તથા એંજીન નં  જે એફ 50 ઈ 80455785 નો છે જે સફેદ કલરનુ જે સને 2013 ના મોડલની છે જેની અંદાજીત કિંમત રૂ 30000 ગણી શકાય જે એક્ટીવા  કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા લોક તોડી ચોરી કરી લઈ જઈ  ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે નાઓને સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.