Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૫/૦૫/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

              તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૭ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારૂ લીટર-૧૪ કિ.રૂ. ૨૮૦૦/-તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૯૦ કિ.રૂ.૯,૨૯,૪૦૦/- મળી કુલ કિ.રૂ. ૯,૩૨,૨૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૧૪ સહિત કુલ ૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચોરીના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૨૫૧/૨૦૨૬   B.N.S.S. કલમ.૩૦૫(એ) મુજબ ના ગુનાના કામના ફરિયાદી સંજયભાઈ ખુમાનભાઈ તડવી ઉ.વ.૩૬ ધંધો.નોકરી રહે.મ.નં.૦૮,શ્રી શિવમ રો હાઉસ ડુપેલ્ક્ષ,વંસત વિહાર સોસાયટી, જી.આઈ.ડી.સી., વડસર રોડ, માંજલપુર, વડોદરા શહેર મુળ રહે,ગામ. શેડીયા, નિશાળ ફળીયુ,તા.લીમખેડ જી.દાહોદ નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૧૧/૦૪ /૨૦૨૬ ના સવારના  કલાક.૧૦/૪૫ વાગ્યાથી બપોરના કલાક.૧૩/૩૦  વાગ્યા ના સમય દરમ્યાન મોજે:-મ.નં.૦૮,શ્રી શિવમ રો હાઉસ ડુપેલ્ક્ષ,વંસત વિહાર સોસાયટી, જી.આઈ.ડી.સી., વડસર રોડ,માં જલપુર,વડોદરા શહેર આ કામના ફરીયાદીએ પોતાના પાડોશી પુષ્પાબેન નાઓને સોના ચાંદીના દાગીના તથા મકાનના દસ્તાવેજ વિગેરે વાળી સુટેકેશ બેગ તેમને તેમના ઘરમાં રાખવા માટે આપેલી જે કોઈ ચોર ઈસમ ફરીયાદીના પાડોશી પુષ્પાબેનના મકાનના ઉપરની અગાશીનો ખુલ્લા દરવાજાથી મકાનમાં પ્રવેશ કરી અંદર જઈ બીજા માળેના બેડરૂમના બેડની બાજુમાં મુકેલ સુટકેશ  જે સુટકેશને મારેલ તાળુ કોઈ સાધન વડે તોડી સોના-ચાંદીના દાગીના નીચે મુજબના નં.(૧)એક સોનાનો ગોલ્ડ સિક્કો વજન આશરે ૧૦ ગ્રામ  કિ.રૂ.૪૦,૦૦૦ ,  નં.(૨) સોનાની ચુની નંગ-૧    જે વર્ષો જુની છે. કિ.રૂ.૮,૦૦૦   નં.(૩) સોનાની કાનની બુટી જોડ-૦૨  કિ.રૂ.૧૨,૦૦૦, નં.(૪)ગળામાં  પહેરવાની  હસલી વજન આશરે ૫૦૦ ગ્રામ  કિ.રૂ.૨૫,૦૦૦, નં.(૫)ચાંદીના કમરજોડ નંગ-૦૪ જેમાં એકનુ વજન આશરે ૫૦૦ ગ્રામ તથા બીજાનુ વજન.૨૫૦ ગ્રામ તથા ત્રીજાનુ વજન આશરે ૩૦૦ ગ્રામ તથા ચોથાનુ વજન આશરે ૧૨-ગ્રામ  કિ.રૂ.૬૦,૦૦૦  નં.(૬) ચાંદીના છડા એક જોડ વજન આશરે ૫૦૦ ગ્રામ  કિ.રૂ.૨૫,૦૦૦  નં.(૭) ચાંદીના નાના બાલકના કડા નંગ-૦૯ તથા ચાંદીની નાની સાઈઝની વીંટી +તથા ચાંદીની લક્કી તથા ચાંદીની ચેઈન કી.રૂ.૧૦,૦૦૦ કુલ્લે કિંમત.૧,૮૦,૦૦૦  ની મત્તાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૦૪/૦૫/૨૦૨૬ ના કલાક.૧૫/૫૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સબ.ઇન્સ શ્રી એમ.કે.પરમાર સાહેબ માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૩.     એટ્રોસીટીના કેસો

૧.      ગોરવા પોલિસ સ્ટેશન“એ”પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૪૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ (બી.એન.એસ) ની કલમ-૧૧૫(૨), ૨૯૬(૨) ,૩૫૧(૨),૫૪ એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨)(વી)(એ) મુજબ ના ગુનાના કામના ફરિયાદી રશ્મીકાબેન વા/ઓ જયપ્રકાશ વણકર ઉ.વ.૩૧ ધંધો ધરકામ રહે મ.ને આર ટાવર-૯૦૬ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ વિભાગ -૩ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી આરોપી નં-૧- શશીકલાબેન વા/ઓફ રણજીત શર્મા તથા નં.ર શિવમ રણજીત શર્મા ઉ.વ.૨૪ તથા નં.૩ શુભમ રણજીત શર્મા ઉ.વ.૧૯ રહે-ત્રણેય રહે મ.નં આર ટાવર-૯૦૮ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ વિભાગ -૩ ગોરવા વડોદરા શહેર તા.૦૩/૦૫/૨૦૨૬ ના કલાક ૧૬/૦૦ વાગ્યે મોજે - રહે મ.નં આર ટાવર- ૯૦૬ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ વિભાગ -૩ ગોરવા વડોદરા શહેર આ કામના ફરીયાદી પોતાના ઘરમા ટેલીવિઝન જોતા હતા તે વખતે ફરીયાદી ની ઘરની સામેના ઘરમાં રહેતા આ કામના આરોપી નં.૧ નાઓ ફરીયાદીના ઘરના દરવાજા પર આવી મોબાઇલમાં વિડીયો ઉતારવા લાગેલ અને જેથી આ કામના ફરીયાદીએ વિડિઓ ઉતારવાની ના પાડતાં આ કામના આરોપી નં. ૧,નાઓએ ફરીયાદીને ગંદીગાળો આપવા લાગેલ અને ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી લાફો મારી દિધેલ અને તેમજ આ આરોપી નં.૨ નાઓએ ફરીયાદી તથા તેમના પતિ નાઓને માર મારવાની ધમકી આપેલ તથા આ આરોપી નં.૨,૩ નાઓએ ફરીયાદીના સસરા નાઓની સાથે ઝપાઝપી કરી નખ મારી ઇજા કરેલ કર્યા વિગેરે બાબતે તા.૦૪ /૦૫ /૨૦૨૬ ના ક-૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી સી.બી સોલંકી (એસ.ટી.એસ.સી સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     વાહન અકસ્માત/ફેટલના  કેસો

૧.      ગોરવા પોલીસ સ્ટેશન “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૪૪/૨૦૨૬ બી.એન.એસ.. એકટ કલમ ૨૮૧,૧૨૫(એ) એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ના ગુનાના કામના ફરિયાદી ગુલામ અતીમઉલ્લા પઠાણ ઉ.વ.૩૮ ધંધો. ઈનટીરીયર રહે.મ.નં.બી/૨૦૨ ,અલ અમીન પાર્ક, ગોપાલબાગ પાસે વાસણા ભાયલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક જીપ કંપાસ નં-GJ-17-CP-6888 ના ચાલાક  તા.૦૪/૦૫/૨૦૨૬ કલાક ૧૭/૦૦ વાગ્યેની આસપાસ મોજે - ૭૩ ઈસ્ટ બિલ્ડિંગ સામે ઈનોરબીટ રોડ પાસે ગોરવા વડોદરા શહેર આ કામના ફરીયાદી પોતાના મિત્ર સિરાજઉદ્દીન ખાન નાઓની સ્વીફટ કાર જેનો રજી નં GJ-06-PL-4092 નાની લઈને ઈનોરબીટ મોલ જવા માટે નીકળેલ હતા તે વખતે આ કામના આરોપી નાઓ પોતાની જીપ કપાસ કાર જેનો રજી નં GJ-17-CP-6888 ની ચાલક બેન પોતાની કાર પુરઝડપે ગફલતભરે ચલાવી લાવી આ કામના ફરીયાદીની કાર ના પાછળના ભાગે અથાડી એકશીડંટ કરતા ફરીયાદીની કાર ને પાછળના ભાગે ની ડીકી તથા આગળના ભાગના બોનેટ ના નુકશાન કરેલ હોય તેમજ ફરીયાદીના મિત્ર સિરાજઉદ્દીન ખાન માથાના ભાગે સામાન્ય ઈજા પોહચાડી એક્સીડન્ટ  કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૦૫/૨૦૨૬ કલાક ૨૦/ ૨૫ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI  મહેશભાઇ ચીમનભાઇ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      અકોટા પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૪૧૨૬૦૧૯૧/૨૦૨૬  ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ.૨૮૧,૩૨૪(૫) તથા એમ.વી.એકટ. ૧૭૭,૧૮૪  મુજબ ના ગુનાના કામના ફરિયાદી રાજકમલ ત્રીશુલ પાંડે ઉ.વ.૩૨ ધંધો.નોકરી રહે.એચ/૯૦૪, દર્શનમ સેંટ્રલ પાર્ક, સયાજીગંજ વડોદરા શહેર, મુળરહે. પટના,પોસ્ટ .મહેંદ્રુ, થાના-સુલતાનગંજ, તા.પટના સિટી જી.પટના(બીહાર) નાઓની ફરિયાદ મુજબ આરોપી મહેશ અર્જુનસિંહ પરમાર ઉ.વ.૩૪ ધંધો.નોકરી રહે.અજબપુરા ગામ પોસ્ટ.પ્રથમપુરા તા.સાવલી જી.વડોદરા શહેર તા.૦૪/૦૫/૨૦૨૬ ના આશરે કલાક  ૨૩/૩૦ વાગ્યા આસપાસ મોજે:-નટુભાઇ સર્કલ પાસે ગોત્રી આઇનોક્ષ રોડ વડોદરા શહેર એક આઇસર ટેરા ટ્રક રજી.નં. GJ.06.AX.8430 નો ચાલક ફરીયાદીએ પોતાની સ્કોડા કંપનીની કુસાક ફોરવ્હિલર કાર જેનો રજી નં.23-BH-1778-D ને ટર્ન લેતા હતા તે વખતે આ ટ્રક ચાલક ફરીયાદીની કારની જમણી બાજુ હોય અને તેને અચાનક પોતાનો ટ્રક તેની ડાબી બાજુ વળાવેલ અને ફરીયાદીની ફોરવ્હિલર કારને ડ્રાઇવર સાઇડના દરવાજા સાથે અથાડી અકસ્માત કરી બન્ને દરવાજાને  નુક્સાન પહોચાડી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૫/૨૦૨૬ ના કલાક.૦૩/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.જીજ્ઞેશકુમાર સુરેશચંદ્ર  અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     છેડતીના  કેસો

૧.      વાડી પોલીસ સ્ટેશન “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૧૮૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ.૭૫-(૧),૫૪ તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૧૨ મુજબ ના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ આરોપી ૧) શકીલ યારમહેમદ શેખ રહે.કે.જી.એન.પાર્ક એકતાનગર,નવજીવન,આજવા રોડ,વડોદરા શહેર તથા (૨) સફેદ કલરનું શર્ટ પહેરેલ ઇસમ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે ગઇ તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે કલાક-૧૧/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે- વિહાર સિનેમા સ્ક્રીન નં.૦૨ પ્રતાપનગર રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદીબેનની સગીરવયની ભત્રીજી ઉ.વ.૧૪ વર્ષ નાનીને શકીલ યારમહેમદ શેખ રહે.કે.જી.એન.પાર્ક એકતાનગર,નવજીવન,આજવા રોડ,વડોદરા શહેર તથા સફેદ કલરનું શર્ટ પહેરેલ ઇસમે આ કામના સગીરવયની દિકરી જે પોતાના પરિવાર સાથે વિહાર સિનેમા ખાતે પિક્ચર જોતા હતા અને ગઇ તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે કલાક-૧૧/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન બન્ને છોકરાઓએ અંદરો-અંદર શીટની અદલ-બદલ કરી પગ લગાડી અને ઇસારા કરી હેરાનગતી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૫/૨૦૨૬ કલાક ૨/૨૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ I/C પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી.ચાવડા સા.પાણીગેટ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.