Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૫/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૪/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૩ કિ.રૂ.૬૬૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૦, બિયર નંગ- ૩૧ મળી કુલ કિ.રૂ.૧૪,૫૫૬/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૩ સહિત કુલ ૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     સ્ત્રી-અત્યાચારના કેસો

૧.      ફતેગંજ પો.સ્ટે ‘’એ’’ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૨૧૯/૨૦૨૬  આઇ.પી.સી કલમ.  ૪૯૮(ક), ૪૦૬, ૧૧૪ તથા દહેજ પ્રતીબંધક અધિનિયમની -૧૯૬૧ની કલમ-૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ક્રુપાબેન W/O મહર્ષિ મયંકભાઇ પટેલ રહે.૬/એ,ભવાનીપુરા સોસાયટી ડિલક્ષ ચાર રસ્તાની પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ નં.(૧) મહર્ષી મયંકભાઇ પટેલ હાલ રહે-૭,ફ્રેજનલ રોડ બ્રેમપ્ટન ઓંટેરીયો L7A4Z2 મુળ રહે. મુળ રહે.૧,મોતી નીવાસ નવજીવન સોસાયટી ચીકોદ્રા આણંદ (૨) મીનલબેન મયંકભાઇ પટેલ (૩) મયંક ચીમનભાઇ પટેલ  બન્ને હાલ રહે-૩૮૮૦ એનગલીંગ વે ટ્રાઇવર્સ સીટી મીશીગન યુ.એસ.એ.49685 મુળ રહે.રહે.૧,મોતી નીવાસ નવજીવન સોસાયટી ચીકોદ્રા આણંદ નાઓએ તા.૦૪/૦૩/૨૦૨૪ થી આજદિન સુધી ફરીયાદીને તેઓના પતિએ લગ્ન સમયે ફરી.ને તથા ફરી.ના પરીવારને તેમની પાસે અમેરીકન બીઝનેસ વિઝા છે તેમ જણાવેલ હોય અને કેનેડા ગયા બાદ ફરી.ને જાણવા મળેલ કે ફરીના પતિ પાસે ફક્ત કેનેડાના રેસીડેંટના વિઝા છે અમેરીકાના બીઝનેસ વિઝા નથી તે બાબતે ફરીને તથા ફરીના પરીવાર સાથે જુઠુ બોલી લગ્ન કરેલ હોય તેમજ લગ્નમા ફરીના પિતાએ આપેલ દાગીના પણ  ફરી. પાસેથી લઈ લિધેલ હોય અને ફરી.ની સાસરી ચીકોદ્રા આણંદ ખાતે પણ માનસીક ત્રાસ આપેલ હોય અને ફરી.ને કેનેડા ખાતે શારીરીક તથા માનસીક ત્રાસ આપી પૈસાની માંગણી કરી અને ફરી.ને પોતાના પિતાના ઘરે નિઝામપુરા આવ્યા બાદ પણ ફોન કરી છુટા-છેડા આપવા માટે અવાર નવાર માનસિક રીતે હેરાન પરેશાન કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે  તા.૦૪/૦૬/૨૦૨૬ ના ક. ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.બી.ડામોર ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ગોરવા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૭૫/૨૦૨૬ બી.એન.એસ કલમ ૮૫,૧૧૫(૨),૨૯૬(૨), ૩૫૧(૨), ૫૪ તથા દહેજ પ્રતિબંધ ધારા ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી માનસી શૈલેશ પટેલ રહે-સરોજ રજની નિવાસ ખેડકર ફળીયા વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) શૈલેશ ચંદ્રકાંત પટેલ (૨) નિતાબેન ચંદ્રકાંત પટેલ (૩) ચંદ્રકાત પટેલ (૪) ઉર્વષી પટેલ ચારેય રહે-ગોરવા ગામ વડોદરા શહેર તા.૦૫/૦૧/૨૦૨૦ બાદ જુદા જુદા સમયે  મોજે,ગોરવા ગામ વડોદરા શહેર ફરીયાદીને લગ્ન પહેલા અને લગ્ન બાદ પણ આરોપી નાઓએ ફરિયાદી પાસેથી વારંવાર દહેજની માંગણી કરેલ હોઇ અને ફરિયાદી તેમ ના કરતા ફરીયાદીને તેમના સસરા તથા તેમના પતિ દ્વારા માર મારી ખભા,ગળાના ભાગે તથા કમર અને માથાના ભાગે શારીરિક ઇજા કરેલ અને વારંવાર ઝઘડો કરી હેરાન કરતા હોઇ અને તેમના પતિ મનફાવે તેમ ગંદીગાળો આપી માર મારવાની ધમકી આપતા હોઇ આમ આરોપી નાઓએ એક્બીજાની મદદગારી કરી જે ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.