-: પ્રેસનોટ :-
(તા.૦૫/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૪/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૩ કિં.રૂ.૪૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૧૭૨૮ તથા ટેમ્પો-૦૧ , મોબાઇલ નંગ-૧ મળી કુલ્લે કિ.રૂ.૭,૬૮,૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૩ સહિત કુલ-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મહિલા પો.સ્ટે ફ.ગુ.ર.નં૧૧૧૯૬૦૦૧૨૬૦૦૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા -૨૦૨૩ની કલમ-૮૫,૩૫૨, ૫૪,દહેજ પ્રતિબંધક ધારા કલમ ૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઓશીન વા/ઓફ મોહમંદ જીશાન રંગરેજ તે મોહમંદચમન શેખની દિકરી રહે,બી-૨૪ ચાંદપાર્ક સોસાયટી તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)મોહમદજીશાન ઝાકીર રંગરેજ(પતિ) (૨)પરવીન મોહમદ ઝાકીર રંગરેજ (સાસુ) (૩) મોહમંદઝાકીર ચાંદમીયા રંગરેજ (સસરા) (૪) જરમીન ઝાકીર રંગરેજ (નણંદ) તમામ રહે,બી-૪૯ શમીમ પાર્ક સોસાયટી તાંદલજા વડોદરા શહેર નાઓએ તા.૦૧/૦૩/૨૦૨૪ ના લગ્ન બાદ તા.૧૬/૩/૨૦૨૪ થી તા.૨૨/૦૮/૨૦૨૪ દરમ્યાન મોજે:-ડી/૪૯ સમીમપાર્ક તાંદલજા આરોપીઓ ફરીયાદી સાથે ઘરકામ બાબતે નાની નાની બાબતમાં બોલાચાલી ઝઘડો કરી ગાળો બોલી મ્હેણાં-ટોણાં મારી તારા પિતાએ લગ્નમાં કંઇ આપેલ નથી તારો બાપ ભિખારી છે તારા પિતાના ઘરેથી રૂપીયા લઈને આવીશ તો તને આ ઘરમાં રહેવા દઈશુ તુ તારા પિતાના ઘરે જતી રહે તેમ કહી દહેજમાં મોટી રકમની માંગણીઓ કરી ફરીયાદીનો સામાન ફેકી દઇ પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી શારીરીક- માનસીક ત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. અસ્મિતાબેન પંકજસિંહ મહીલા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડ ચોરીના કેસો
૧. વારસીયા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૬૦૧૮૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી કિશનકુમાર સુભાષભાઇ પટેલ રહે: મ.નં.જી/૧૮૯ પરાગરાજ સોસાયટી, વારસીયા રિંગ રોડ વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૦૩/૦૭/૨૦૨૬ ના સવાર ક.૧૧/૦૦ થી તા.૦૪/૦૭/૨૦૨૫ ના સવાર ક.૧૦/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ ચોર ઇસમે ફરિયાદીના મકાનના મેઇન લોખંડના દરવાજાને મારેલ તાળુ કોઇ સાધન વડે તોડી નાખી ઘરમા પ્રવેશ કરી રૂમમા રાખેલ લાકડાની તીજોરીઓમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ્લે કિ.રૂ ૧,૪૦,૨૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા. ૦૪/૦૭/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી પી.ડી.ચૌહાણ વારસીયા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૨૪૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧,૩૨૫ તથા એ.વી.એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નિરવભાઇ અરવિંદકુમાર શેઠ રહે.મ.નં. ૦૪ કાર્તીકેય નગર વિભાગ ૦૩, જલારામ નગરની સામે ઇસ્કોન વાસણા રોડ હરીનગર, ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હિલ ગાડી નં. GJ06-RC-7489 ના ચાલકે તા-૧૭/૦૬/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે.રુદ્રરાજ ડુપ્લેક્ષના મુખ્ય દરવાજાથી સોસાયટીમાં અંદર જવાના રોડની સાઇડ હરીનગર ગોત્રી પોતાની ગાડી બેફિકરાઇ અને ગફલતભરી રીતે હંકારી લાવી સોસાયટીમાં અંદર જવાના રોડની સાઇડમાં બેસેલ શ્વાન ઉપર ગાડીના બંને વ્હીલ ચડાવી દઇ સ્થળ પર તે શ્વાનનુ મોત નિપજાવી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૭/૨૦૨૬ ના ક. ૨૦/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. સંજયસિંહ પ્રતાપસિંહ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૨૬૧ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા. ૨૦૨૩ની કલમ -૨૮૧, ૧૦૬, ૧૨૫(એ), તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪,મુજબના ગુનાના કામના ફરિયાદી રવિ પ્રકાશભાઈ રાવલ રહે,મ.નં. પી/૨૦૨ શ્રીજી વંદન અબીકાનગર સાઈનાથ ટેમ્પલ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ફરિયાદી પોતે તા.૦૨/૦૭/૨૦૨૬ ના આશરે ક.૧૭/૦૦ વાગ્યાની આસપાસ મોજે- પંડ્યાબ્રીજ ચડતા પોલીટેકનીક કોલેજ પાસે એકટીવા જેનો રજી નં. GJ-06-NA-9424 ની લઈને ફરીની પત્ની તથા ફરી.ની સાસુ કાંન્તાબેન વા/ઓ ધર્મેન્દ્રભાઈ રાવલ ઉ.વ.૩૮ રહે,ગામ-કાકણપુર તા-ગોધરા જી-પંચમહાલ તથા ફરી.નો સાળો જયપાલની સાથે ઘરે પરત આવતા હતા ત્યારે પંડ્યાબ્રીજ ચડતા પોલીટેકનીક કોલેજ પાસે આવતા રોડ ઉપર ઓઈલ ઢોળાયેલુ હોવાથી એકટીવા સ્લીપ ખાઈ જતા રોડ ઉપર પડી ગયેલ હતા જેથી ફરી.ને જમણા પગના ઘુટણના ભાગે ઈજા થયેલ હતી ફરીનો સાળો જયપાલ જમણા ખંભાના ભાગે તથા જમણા પગના ઘુટણના ભાગે ઈજા થયેલ હતી અને ફરીયાદીના સાસુ કાન્તાબેન નાઓને માથાના ભાગે તથા જમણા પગના ભાગે ઈજા થયેલ હતી જેથી સારવાર માટે એસ.એસ.જી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ હતા અને આજરોજ તા.૦૫/૦૭/૨૦૨૬ના સવારના ક.૦૭/૦૦ વાગ્યાની આસપાસ ફરીના સાસુ કાંન્તાબેન નાઓને સારવાર દરમ્યાન ફરજ ઉપરના ડો.સા.શ્રીએ મરણ જાહેર કરેલ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૫/૦૭/૨૦૨૬ ના ક.૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.આર.વસાવા ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના કેસો
૧. અકોટા પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૭૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫ (૨),૧૧૮(૧),૨૯૬(બી),૩૫૧(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રવી બિમનદાસ દેવજાની રહે.મ.નં.ડી/૧૨૯, દાજી નગર સોસાયટી, હરણી-વારસીયા રીંગ રોડ, કલાવતી હોસ્પિટલની પાછળ, વારસીયા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) વિવેક ઉર્ફે બન્ની મોહનભાઇ કેવલાણી રહે.એ-૦૩ ટેક્સટાઇલ સોસાયાટી લુટલ્સ કંલબની બાજુમાં ફતેગંજ વડોદરા શહેર (૨) સાહિલસિંઘ ગણપતસિંઘ રાજપુત રહે.શિવધારા ફલેટ પટેલ પાર્કની પાછળ વારસીયા વડોદરા શહેર (૩) હરી સીંધી રહે. ટી/૧૨/૧૬૮,એસ.કે કોલોની,વારસીયા, વાસવાડી, વડોદરા તા.૨૫/૦૬/૨૦૨૬ ના સવારના આશરે ક.૦૪/૦૦ વાગ્યા આસપાસ મોજે:-નટુ ભાઇ સર્કલ પાસે ગૌતમ અમીન હોસ્પિટલની સામે બેંક ઓફ બરોડાની નીચે આવેલ બેરી ક્યુ કેફે પાસે ફરીયાદી તથા તેનો મિત્ર અર્જુન બન્ને બેરી ક્યુ કેફેમા નાસ્તો કરવા ગયેલ ત્યા આરોપીનાઓ ત્યા હાજર હોય તેઓ ફરીયાદીશ્રીએ અગાઉ કરેલ ફરીયાદની દાજ રાખી ફરીયદીશ્રીને ગંદી ગાળો આપવા લાગેલ તેમજ ફરીયાદીશ્રીએ શાંતીથી વાત કરવા કહેતા ફરી.શ્રીને ગડદાપાટુનો માર મારી સાહીલ રાજપુત નાઓએ પાછળથી પથ્થર લઈ આવી ફરીયાદીશ્રીને માથાના ભાગે મારી દઈ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ. હે.કો. હરેશભાઈ હનુભાઈ અકોટા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૪૯/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રકાશભાઇ સ/ઓ ડુંગરમલ નાથાણી રહે–એ 12 પ્રકૃતિ ટેનામેન્ટ મોટનાથ મંદિર પાસે હરણી લેકઝોન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૧/૦૫/૨૦૨૬ ક.૦૯/૪૫ થી ક.૧૦/૧૫ વાગ્યાના અરસામા મોજે-દેણા રોડ ઉપર આવેલ મોટનાથ મંદિર બહાર, હરણી વડોદરા શહેર આ કામના ફરીયાદીની એક હોન્ડા કંપનીની એકટીવા જેનો રજી.નં. જીજે 06 એફએમ 1331 તથા ચે.નં.એમઇ4જેસી447જેસી8203736 તથા એ.નં.જેસી44ઇ2314964 નો છે જે મેહેંદી કલરની જેની આશરે કિ.રુ.૨૫૦૦૦/- જે કોઇ અજાણ્યા ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૭/૨૦૨૬ ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. હેમલદાન હર્ષદદાન હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. સ્ત્રી અત્યાચારના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ-નં.૧૧૧૯૬૦૪૩૨૬0૩૩૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૧૦૮,૮૦,૮૫ તથા દહેજ પ્રતિબંધ ધારા કલમ-૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગુડ્ડીબેન તે રામરૂપ વાસુદેવ જોશીની પત્નિ હાલ રહે.મ.નં.૩૦૩ ઝેડ બ્લોક ઉમંગ-૮ ફ્લેટ, રંગોલી નગર પાસે, નારોલ અમદાવાદ નાઓની ફરિયાદ મુજબ આરોપી કાર્તીક રાજેન્દ્રકુમાર જોશી રહે.એ/૧૦૧ શિવમ રેસીડેન્શી, તરસાલી, વડોદરા નાઓએ તા.૨૧/૦૨/૨૦૨૬ ના એક માસ બાદથી આજદિન સુધી મોજે- રહે.એ/૧૦૧ શિવમ રેસીડેન્શી, તરસાલી, વડોદરા ફરીશ્રીની દિકરી-નેહા જોશીના તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ લગ્ન થયેલ તે બાદ એકાદ માસ બાદથી આરોપીએ ફરીશ્રીની દિકરી-નેહા જોશીને કહેતા કે,“તને નોકરાણી તરીકે લાવેલ છુ તારે અહીયા કામ જ કરવાનુ છે મારી બેનને સાચવવાની છે અને જ્યારે પણ તુ ઘરમાં ફરતી હોય ત્યારે લાજ કાઢીને ફરવાનુ અને લાજ કાઢીને જ કામ કરવાનુ રહેશે. તુ લગ્ન સમયે સામાન પણ તુટેલ-ફુટેલ લાવી છે અને લગ્ન સમયે દહેજ પણ ઓછુ લાવેલ છે તુ તારી માતાના ઘરેથી પૈસા લઈ આવ.મારી બહેનના છોકરા આવશે તેનુ જ માન રહેશે અને તારે તેને જ સાચવવાના રહેશે આપડુ બાળક આવશે તેની કોઇ ઇજ્જત રહેશે નહી.” તેમ કહીને શારીરીક-માનસીક ત્રાસ આપી મરવા પર મજબુર કરતા ફરીશ્રીની દિકરી-નેહાએ ગઇ કાલ તા.૦૪/૦૭/૨૦૨૬ ના રોજ સવારના આશરે સવા નવથી પોણા દશેક વાગ્યા દરમ્યાન તેના બેડરૂમના સીલીંગ ફેન પર સાડી બાંધી ગળે ફાંસો ખાઇ મરણ ગયેલ હોય વિગેરે બાબતે તા.૦૪/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.ડી.પરમાર કપુરાઇ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.