Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૫/૦૮/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૪/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૫ કિં.રૂ.૭૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂ બિયર નંગ-૬૭૨, કાર -૦૧ તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ્લે કિ.રૂા.૧૧,૩૭,૬૭૨/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૯ સહિત કુલ-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ઘરફોડ ચોરીના કેસો

૧.         ગોત્રી પો.સ્ટે.પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૨૬૯/૨૦૨૬ ભારતીય ન્યાંય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી હરદયાલસિંઘ મદનલાલ મીણા રહે-એ/૭ ઉમંગ સોસાયટી, મનોરથ ફ્લેટની સામે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૩/૨૦૨૬ ના ક.૦૮/૦૦ વાગેથી તા-૦૪/૦૮/૨૦૨૬ ના ક.૧૦/૪૫ વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે મોજે એ/૭ ઉમંગ સોસાયટી જય જલારામ નગરની બાજુમા મનોરથ ફ્લેટની સામે ગોત્રી કોઈ અજાણ્યો ચોર ઈસમોએ ફરિયાદીના બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમા પ્રવેશ કરી તીજોરીઓના લોકરો તોડી સોના-ચાંદીના દાગીના તથા અલગ-અલગ કંપનીની ઘડીયાળ નંગ-૦૩ ની મળી કુલ્લે કિ.રૂ.૧,૩૨,૬૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૮/૨૦૨૪ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એન.કે.બારોટ ગોત્રી પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૫૩/૨૬ બી.એન.એસ. કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫ મુજબના ગુનાના કામના ફરીયાદી હેમેન્દ્ર પુરૂષોત્તમ અગ્રવાલ ઉ.વ. ૩૫ ધંધો વેપાર રહે મ.નં. સી-૧૪ ગોકુળનગર સોસાયટી પ્રકાશનગર પાસે મોઢેશ્વરી ભવનની સામે વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ ગઇ તા.૦૨/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના કલાક ૨૦/૦૦ થી તા.૦૪/૦૮/૨૦૨૬ ના કલાક ૦૭/૨૪ વાગ્યા દરમ્યાન ફરીયાદીના બંધ મકાનનો કોઇ અજાણ્યા ચોર ઇસમે ઘરના લોખંડની જાળીવાળો દરવાજો અને લાકડાનો મુખ્ય પ્રેવેશદ્રાર નો નકુચો કોઇ સાધન વડે તોડી અથવા કાપી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી અંદર બેઠકરૂમ માં આવેલ દિવાલ કબાટ નો લોખંડના દરવાજાનો ઇન્ટર લોક કોઇ સાધન વડે તોડી અને ખોલી લોકરમાંથી મારા મમ્મીના સોનાના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ્લે રુ.૫,૨૪,૦૦૦/૦૦ મત્તાની ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૮/૨૦૨૬ ના કલાક ૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.બી.કુંપાવત કુંભારવાડા પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ચીલ ઝડપના કેસો

૧.         રાવપુરા પો.સ્ટે પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૨૦૬/૨૦૨૬BNS  કલમ ૩૦૪(૨)મુજબના ગુનાના કામના ફરિયાદી શીતલ વા/ઓ રૂપેશભાઇ હસમુખભાઇ સોલંકી રહે,ફતેપુરા મંગ્લેશ્વર ઝાંપા હરીજનવાસ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગે મોજે ગાંધીનગર ગૃહ પાસે રોડ ઉપરથી નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામા પાછળના ભાગે પ્રસાદીના વાહનમા ફરિયાદી પ્રસાદી લેવા ગયેલ તે દરમિયાન કોઇ અજાણ્યો ઇસમ ભીડનો લાભ લઇ ફરિયાદીના ગળામા પહેરેલ સોનાનુ મંગળસુત્ર કિ.રૂ.૬૪,૮૦૦/-ની ગળામાંથી ઝુટવીને લઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી ડી.ડી.રામોલીયા રાવપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     વિશ્વાસઘાતના કેસો

૧.         ગોરવા પો.સ્ટે. પાર્ટ એ-ગુ.ર.નં૧૧૧૯૬૦૦૭૨૬૦૩૫૮/૨૦૨૬ બી.એન.એસ ની કલમ ૩૧૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧ મુજબના ગુનાના કામના ફરિયાદી રીતેશ રંજન સિંહા રહે:-જી-૧૦૨ મહાદેવ પ્લેતીનીયમ ઘોડાસર અમદાવાદ શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિઝિટન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેકટર નં-૧ નીરવ વાણંદ તથા નં-૨ પ્રિયાંશુ શિંદે ઓફીસ સરનામું:-એ/૧૧, ત્રીજો માળ, જાનકી નગર, રણછોડરાય મસાલા મીલ ની બાજુમાં સુભાનપુરા વડોદરા શહેર નાઓએ ઓક્ટોમ્બર-૨૦૨૪ થી આજ દિન સુધી મોજે-એ/૧૧, ત્રીજો માળ, જાનકી નગર, રણછોડરાય મસાલા મીલ ની બાજુમાં સુભાનપુરા પુર્વઅયોજીત કાવતરૂ રચી ફરીયાદીના સ્ટુડન્ટના હંગરી તથા ઇટલી તથા ગ્રીસ તથા સ્લોવાકીયા વિગેરે દેશ ખાતે મોકલવાના બહાને ફરીયાદીના તથા સાહેદનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદીના સ્ટુડન્ટના તથા સાહેદના વર્ક પરમીટ કરવા સારૂ ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ રૂ.૪,૭૫,૦૦૦/-જેટલી રકમ મેળવી લઈ તે પૈકી રૂ.૧,૦૦,૦૦૦/- પરત આપી બાકીના રૂ.૩,૭૫,૦૦૦/- જેટલી રકમ પરત ન આપી ફરીયાદીના સ્ટુડન્ટના ખોટા અને બનાવટી લેબર વર્ક લેટર આપી ફરીયાદીના ગ્રાહકોના વિઝા વર્કનુ કામ કરી ન આપી તેમજ સાહેદ નાઓની પાસેથી પણ રૂ.૧,૫૦,૦૦૦/- જેટલી રકમ પડાવી લઈ ફરીયાદી તથા સાહેદ નાઓની પાસેથી કુલ્લે રૂ.૫,૨૫,૦૦૦/- જેટલી રકમ મેળવી લઈ વર્ક પરમીટનુ કામ ન કરી આપી ફરીયાદી તથા સાહેદે આપેલ નાણા તેના અંગત ઉપયોગમાં લઇ ફરીયાદી તથા સાહેદને આર્થિક નુકસાન પહોચાડી તેમની સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા:-૦૪/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.આર.ગાંગાણી ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૪૩૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૩૧૮(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી આકાશભાઇ રાકેશભાઇ ભગત રહે.એ/૯૬ શ્રીહરી ટાઉનશીપ સયાજીપાર્ક બસ સ્ટેન્ડ સામે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) જે ક્રીષ્ના પાંડે(૨) સન્નીસીંગ રાજપુત(૩) દીપ જિતેંદ્રકુમાર જે ત્રણેય તા.૧૪/૦૭/૨૦૨૬ ના ક. ૧૨/૩૦ વાગ્યાથી તા.૧૭/૦૭/૨૦૨૬ ક.૧૯/૦૦ વાગ્યા સુધી મોજે-સી/૦૮ પ્રાંચીપાર્ક ડુપ્લેક્ષ, વિઠ્ઠલનગરની પાસે વાઘોડીયા રોડ ખાતે ફરીની મહીંદ્રા કંપનીની થાર ગાડી જેનો રજી નં.GJ-34-N-8400 અને ચે.નં. MA1UJ2TZ2S2C47691 તથા એ.નં.TZSZC16891 ખાતેનો હોય જે આરોપીઓ ફરીની થાર ગાડીનુ એંજીન આશરે કી.રૂ.૨,૦૦,૦૦૦/- બદલી જુનુ એંજીન ફરી.ની જાણ બહાર ફરી.ની થાર ગાડીમાં અન્ય થાર ગાડીનુ એંજીન નં.TZRZE89566 નું ફીટીંગ કરી વિશ્વાસઘાત/ છેતરપીંડી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૪/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.એસ.દેસાઈ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.         માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૬૯/૨૦૨૬ B.N.S.કલમ-૨૮૧,૧૨૫ (એ),૧૨૫(બી) તથા MV ACT-કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જીતેન્દ્રભાઈ ગણપતભાઈ પંચાલ રહે.મ.નં.બી-૧/૧૦,સાંઈ ધામ સોસાયટી,પ્રીયદર્શની નગરની પાછળ, સુશેન સર્કલ પાસે, મકારપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ટ્રક.નં.GJ-04-AW-1537 ના ચાલક તા.૦૧/૦૮/૨૦૨૬ ના ક.૧૭/૪૫ વાગે મોજે-મકરપુરા ડેપોથી પુરોહિત ચોકડી તરફ જવાના રોડ પર કૃષ્ના ટ્રેડિંગ કંપનીની સામે, મકરપુરા જી.આઈ.ડી.સી.માં,માંજલપુર આરોપીએ પોતાની ટ્રક પુર-ઝડપે તથા ગફલતભરી રીતે હંકારી લાવી ફરિના નાનાભાઈ વિજયભાઈ ગણપતભાઈ પંચાલ ઉ.વ. ૪૨ નાઓ કંપનીના કોઈ કામ અર્થે જતા હતા તે વખતે ટક્કર મારી અકસ્માત કરી રોડ પર પાડી દઈ પાંસળીના ભાગે ફ્રેક્ચર કરી તથા ડાબા હાથના ખભાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી ગુનો કર્યા બાબતે તા.૦૪/૦૮/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો નરેન્દ્રસિંહ વજુભાઇ માંજલપુર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      વાડી પોલીસ સ્ટેશન પાર્ટ -એ- ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૬૦૨૫૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫ (એ),(બી), ૧૦૬(૧),તથા એમ.વી.એક્ટ. કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી અંગારી નરેશભાઇ જોગાભાઇ ઉ.વ.૨૩ ધંધો.કડીયાકામ હાલ રહે.જમનાબાઇ હોસ્પિટલ, માંડવી પાણીગેટ રોડ વાડી, વડોદરા શહેર મુળ રહે. આમલી ફળીયુ ગામ.પીપલીયા તા.મોટી પોસીના જી.સાબરકાંઠા નાઓની ફરીયાદ મુજબ ફોર વ્હિલર રજી.નં.GJ 06 RG 1997 ના ચાલક ડો.ગુરીયારાની સિન્હા રહે.સરનામાની ખબર નથી તે તા.૦૫/૦૮/૨૦૨૬ ના સવારના આશરે ક.૦૮/૦૦ વાગે મોજે.જમનાબાઇ હોસ્પિટલના વાહન પાર્કીંગમાં વાડી, વડોદરા શહેર આ કામના ફરી.ના નાના દીકરા નિવેદ ઉ.વ.૨.૫ વર્ષ નાઓ જમનાબાઇ હોસ્પિટલના વાહન પાર્કીંગમાં રમતો હોય ત્યારે જમનાબાઇ હોસ્પિટલના મહીલા ડો.ગુરીયા રાની સિન્હા નાઓ પોતાની ફોર વ્હીલ ગાડી રજી. નં.GJ.06.RG.1997 ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ફરી.ના દીકરા નિવેદ પર ચડાવી એક્સીડેન્ટ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં એસ.એસ.જી.હોસ્પિટલ લઈ જતા પિડીયાટ્રીક  ઇમરજન્સી C યુનીટમાં ફરજ પરના ડો.શ્રી એ મરણ જાહેર કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૮/૨૦૨૬ ના કલાક ૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી જે.એચ.વસાવા વાડી પો.સ્ટે.નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.     વાહન ચોરીના કેસો

૧.         મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૪૪૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુના ના કામના ફરિયાદી નિતેશભાઇ કાલીદાસ પરમાર રહે- એફ-૫૦૧, શાંતમ હાઇલેન્ડ, તરસાલી બાયપાસ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક.૦૫/૩૦ થી ક.૨૦/૨૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે-તરસાલી શાક માર્કેટ પાસે આવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર પાસે આવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર પાસે પાર્ક કરી લોક મારી મુકેલ હીરો HF ડીલક્ષ મો.સા.રજી નં.GJ-06-LP-5244 જેનો ચે.નં. MBLHAR 234J5D00854 તથા એ.નં. HA11ENJ5D01342 નો છે. જે લાલ કલરની હતી જેમાં આશરે બે લીટર જેટલુ પેટ્રોલ હતુ. જેની કિં.રૂા.૪૦,૦૦૦/- જે મો.સા. કોઈ અજાણ્યો ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૦૮/૨૦૨૬ ના ક. ૧૮/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો શૈલેષકુમાર લાલજીભાઈ મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      કપુરાઇ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૯૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨)  મુજબના ગુનાના કામના ફરિયાદી અર્જુનભાઇ ભગવાનભાઇ માંછી રહે.મ.નં.૬૮ શ્રમજીવી સોસાયટી, પ્રાથમીક આરોગ્ય કેન્‍દ્રની બાજુમાં ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૨૫/૦૭/૨૦૨૬ ના સાંજના સાતેક વાગ્યાથી તા.૨૬/૦૭/૨૦૨૬ ના સવારના આશરે સાત વાગ્યા સુધીમાં મોજે. મ.નં.૬૮ શ્રમજીવી સોસાયટી, પ્રાથમીક આરોગ્ય કેન્‍દ્રની બાજુમાં ડભોઇ રોડ ની સામેથી ફરિયાદીની હોન્‍ડા કંપનીની SP 125 STD DRUM  મોડલની ગ્રીન કલરની મો.સા રજી નં.GJ-06-SP-8719 જેનો ચે.નં. ME4JCMSG233338 તથા એ.નં.JC94EG3883323  જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦/- તે કોઇક અજાણ્યો ઇસમ લોક તોડી  અથવા ડુબ્લીકેટ ચાવીથી મો.સા ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા. ૦૪/૦૮/૨૦૨૬ ના ક. ૨૦/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો જયેશભાઇ મેરામણભાઇ કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      અટલાદરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૪૨૬૦૩૫૪/૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨), ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી જયવંત આધાર પાટીલ રહે. એચ/૫૦૧ નિર્સગ પેલેડિયમ પાણીની ટાંકી પાસે બીલ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૨૪/૦૭/૨૦૨૬ના ક.૧૪/૦૦ વાગેથી ક.૨૩/૫૦ વાગ્યા દર્મિયાન મોજે.પાદરા રોડ બાબા મરબલની બાજુમાં વરસાદી કાસ પાસે પાર્ક કરી લોક મારીને મુકેલ હતી જે હોન્ડા કંપનીની સફેદ કલરની એકટીવા નં.MH-20-DW-3673 નો છે. જેનો એ. નં-JF50ET2937281 તથા ચે.નં-ME4JF504LFT936378 નો છે. જે સને-૨૦૧૫ ના મોડેલની છે જેની આશરે કિં.રૂ.૨૦,૦૦૦/- જે એકટીવાની કોઈ અજાણ્યો ચોર ઈસમ ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઈ વિ.બાબતે તા-૦૪/૦૮/૨૦૨૬ના ક.૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ગોપાલભાઇ મનસુખભાઇ અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      અકોટા પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૬૦૩૧૩/૨૦૨ બી.એન.એસ. કલમ ૩૦૫(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દેવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ સોલંકી રહે. સોલંકિ ફળીયુ ગોરવા ગામ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૨/૦૮/૨૦૨૬ ના ક.૦૫/૩૦ થી ક.૦૬/૦૦ વાગ્યા દરમ્યાન મોજે: રેસકોર્ષ સર્કલ ખાતેથી ફરીયાદીની સફેદ કલરની એક્ટીવા મોપેડ જેનો રજી.નં.GJ-06-QD-1955 જેનો ચે.નં.ME4JK15 6CPW039307 તથા એ.નં.JK15EW5039584 નો છે જે સને ૨૦૨૪ ના મોડેલની જેની કિં.રૂ.૬૦,૦૦૦/- ની એક્ટીવાની ડેકીમાં રાખેલ રોકડા રૂ.૨૦૦૦/- તથા હેલ્થ બેલ્ટ કંપનીની કાંડા ઘડીયાળ જેની આશરે કિં.રૂ.૪૫૦૦/- તેમજ તેની સાથે સેમસંગ ગેલેક્ષી કંપનીનો M34 5G મોબાઇલ જેની કિં.રૂ.૧૮૦૦૦/- છે આમ કુલે કી.રૂ.૮૪,૫૦૦/- ના મત્તાની કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઈ ગઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૫/૨૦૨૬ ના ક.૦૩/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એલ.જે.પરમાર અકોટા પો.સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૭.     મારામારીના કેસો

૧.         કપુરાઈ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૪૦૦/૨૦૦૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની ૧૧૮(૧), ૨૯૬(બી),૩૨૪(૨),૩૫૧(૨),૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વિજયભાઇ નારણભાઈ પરમાર રહે-વચલું ફળીયું વડદલા ગામ તરસાલી બાયપાસ તા,જી-વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)દીપક પ્રતાપભાઈ ગોહીલ(૨) પ્રહલાદભાઇ ભુદરભાઈ ગોહીલ (૩)અલ્પેશ પ્રહલાદભાઇ ગોહીલ (૪)રવિ રણજીતભાઈ ગોહીલ તમામ રહે-મહાદેવ મંદીર પાસે વડદલા ગામ તરસાલી બાયપાસ વડોદરા શહેર નાઓએ તા.૦૪/૦૮/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગ્યાની આસપાસ મોજે –તિર્થ એક્ઝોટીકા સોસાયટીના મકાન નં.એ/૧૨ ની અંદર આવેલ દુકાનમાં વડદલા રોડ તરસાલી બાયપાસ ખાતે આરોપી નાઓએ ફરીયાદી સાથે પાણીના છાંટા ઉડાડવા બાબતે બોલાચાલી ઝઘડો કરી ગાળાગાળી કરી તેમના હાથમાં પહેરેલ કડું ફરીને માથામાં,હોઠ પર, નાક પર પથ્થર મારી તથા ડાબા ગાલ પર હેલ્મેટ મારી ફરી સાથે મારામારી કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીની બોલેરો પીકઅપ ગાડીને નુકસાન પહોંચાડી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાં વિ.બાબતે તા.૦૫/૦૮/૨૦૨૬ ના ક.૦૨/૩૦ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.કે.વાળા કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.