Loading...
Welcome to Police Department
Search

 

-: પ્રેસનોટ :-

(તા.૦૫/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૪/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૬ કિ.રૂ.૩૨૦૦/-, ઇ.કવાટરીયા નંગ-૨૦, ઇ.બોટલ-૧૩ મળી કુલ કિંરૂ.૩૧૧૫/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૭ સહિત-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    ઘરફોડ ચોરીના કેસો

૧.     માંજલપુર પોલીસ સ્ટેશન

માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૪૪૨૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૩૧(૪), ૩૦૫(એ), ૬૨ મુજબ ગુનાના કામના ફરિયાદી નીલેષભાઈ આર્યત્તમભાઈ પંચોલી ઉ.વ.૩૫ ધંધો.વેપાર રહે.મ.નં.૧૬, મેપલ વીલા, બીલાબોંગ સ્કુલની પાછળ,માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૩/૦૮/૨૦૨૫ ના રાત્રીના કલાક.૦૩/૦૦ વાગ્યાની આસપાસ મોજે- મ.નં.૧૦,મેપલ વીલા, બીલાબોંગ સ્કુલની પાછળ, માંજલપુર, વડોદરા શહેર આ કામના સાહેદ વૈભવ મણીલાલ પ્રજાપતી રહે. મ.નં.૧૦,મેપલ વીલા,બીલાબોંગ સ્કુલની પાછળ,માંજલપુર,વડોદરા શહેર નાઓનુ મકાન બંધ હોય જે મકાનમાં કોઈ ચોર ઈસમ ભોય તળિયે આવેલ હોલની બારીની ગ્રીલ કોઈ સાધન વડે કાપી મકાનમાં પ્રવેશ કરી ચોરી કરવાની કોશીશ કરી ગુનો કર્યા બાબતે તા.૦૪/૦૯/૨૦૨૫ ના કલાક ૧૬/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇન્સ.શ્રી.એ.એસ.બિહોલા માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    વિશ્વાસઘાતના કેસો

૧.     ગોરવા પોલીસ સ્ટેશન

ગોરવા પો.સ્ટે “એ”પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૭૬/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી દિલીપભાઇ મનુભાઇ પટેલ ઉ.વ.૬૨ ધંધો-નિવૃત રહે-ટાંકી વાળિ ફળીયુ ગોરવા ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કનુભાઇ બાબુભાઇ પટેલ રહે-એ-૨૧ અવધપુરી સોસાયટી છાણી જકાતનાકા વડોદરા શહેર ગત જાન્યુઆરી-૨૦૨૪ થી આજ દિન સુધી મોજે- શિવ ટ્રેડર્સ ગોરવા ગામ અભયનગર સોસાયટી ની સામે ગોરવા વડોદરા શહેર ગુનો તે એવી રીતે કે આ કામના આરોપી નાઓએ ગત જાન્યુઆરી-૨૦૨૪ થી આજ દિન સુધી ફરીયાદીના દિકરા અંકીત દિલીપભાઇ પટેલ તથા પુત્રવધુ અર્પિતા અંકીત પટેલ તથા પૌત્રી દિયા અંકીત પટેલ નાઓના અમેરીકા ખાતેના વિઝા છ માસમાં કરી આપવાના બહાને ફરીયાદી પાસેથી ટૂકડે ટૂકડે કુલ રૂ.૨૬,૮૦,૦૦૦/- જેટલી માતબર રકમ પડાવી લઈ તેઓના અમેરીકા ખાતેના વિઝા ન કરી આપી ફરીયાદીએ આપેલ નાણા પરત માંગણી કરતા ગલ્લા તલ્લા કરી તેઓને નાણા પરત ન આપી તેઓના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદીને આર્થિક નુકસાન પહોચાડી તેઓની સાથે ગુનાહીત વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૦૯/૨૦૨૫ ના ક ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    વાહન ચોરીના કેસો

૧.     હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૩૪૪/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી હેમંત તુકારામ સાવંત ઉ.વ.32 ધંધો વેપાર રહે ઇ 402 અનંતઆસ્થા એપાર્ટમેન્ટ ગાયત્રી મંદીર પાસે ખટંબા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમ ગઈ તા.૧૭/૦૬/૨૦૨૫ ના ક.૧૦/૦૦ વાગ્યાથી ૧૬/૪૫ વાગ્યા દરમિયાન મોજે:- અમિત નગર  એસ બી આઇ ના એટીએમ સામે બ્રીજ નીચેથી વડોદરા શહેર આ કામના  ફરીયાદીશ્રીની એક હોંડા કંપનીની એક્ટીવા જેનો નં જીજે 06 એચસી 2222 છે જે સફેદ કલરની જેનો એંજીન નંબર જેએફ50ઇ70369427   તથા ચેસીસ નં એમઇ4જેએફ501એચડી7369336  છે જે 2013 ના મોડલની જેની અંદાજે કિંમત રૂ 15000 ની મત્તાની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા લોક તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે  તા.૦૪/૦૯/૨૦૨૫ ના આશરે ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.હેમલદાન હર્ષદદાન હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.    મારામારીના કેસો

૧.     હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે પાર્ટ-એ  ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૪૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ મુજબ ગુનાના કામના ફરિયાદી નરેશભાઇ કેશરાભાઇ માછી ઉ.વ.૨૫ ધંધો વેપાર રહે. પંચમ ઇલાઇટની બાજુમા ખોડીયાર નગર વડોદરા શહેર મુળ રહે. ગામ નાના રાધનપુર નવા દાદા ફળીયુ, તા.કડાણા જી મહીસાગર નાઓની ફરિયાદ મુજબ આરોપી બે અજાણ્યા ઇસમો જેઓના નામ સરનામાની ખબર નથી તા.૦૫/૦૯/૨૦૨૫ના  રાત્રીના આશરે ૦૦/૪૫ વાગ્યાના મોજે:- પંચમ ઇલાઇટની બાજુમા નાગબા નગર સોસાયટીના નાકા પાસે જય શ્રી મા ચામુંડા નામની નાસ્તાની દુકાન ઉપર વડોદરા શહેર આ કામના આરોપીઓ ફરીયાદીશ્રીની દુકાને આવી જમવાનુ બનાવવા કહેતા ફરીયાદીશ્રીએ તેઓને જણાવેલ કે દુકાન બંધ કરી દિધેલ છે અને સામાન દુકાનમા મુકીયે છીએ તેમ જણાવતા આ બન્ને આરોપીઓ ગમે તેમ ગાળો બોલવા લાગેલ અને ગાળો નહી બોલવા જણાવતા તે બન્ને આરોપીઓ ઉશ્કેરાઇ ગયેલ અને લારી ઉપરનો સામાન ફેકવા લાગેલ અને  ગડદા પાટુનો માર મારવા લાગેલ અને લારી ઉપર પડેલ મોટો ચમચો ફરીયાદીશ્રીને બરડાના ભાગે મારી તેમજ ફરીયાદીશ્રીના સાળાને તે બન્ને જણાએ પકડીને નીચે પડેલ ઇટનો ટુકડો હાથમા લઈ મારી દેતા તેને નાકના ભાગે તથા ડાબી આંખની ભ્રમર ઉપર તથા ડાબા હાથના બાવળા ઉપર વાગી ઇજા થતા ત્યાથી જતા રહેતા તેઓ પણ તેમનુ બુલેટ લઈ જતા રહી ગુનો કર્યા વિગેરે બાબતે તા ૦૫/૦૯/૨૦૨૫ના આશરે ક.૦૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.અશ્વિનભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.    વાહન અકસ્માત/ ફેટલના કેસો

૧.     પાણીગેટ પોલીસ સ્ટેશન

પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૪૨૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૦૬(૧), ૨૮૧ તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ મુજબ ગુનાના કામના ફરિયાદી લક્ષ્મીબેન w/o ભરતભાઇ બારીયા ઉ.વ.૩૬ ધંધો-ઘરકામ રહે-બી/૨/૨૦૫, જય યોગેશ્વર ટાઉનશીપ વિભાગ-૦૨, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ભરતભાઇ અંબાલાલ બારીયા ઉ.વ.૪૧ રહે-બી/૨/૨૦૫, જય યોગેશ્વર ટાઉનશીપ વિભાગ-૦૨, આજવા રોડ, વડોદરા શહેર તા.૦૪/૦૯/૨૦૨૫ ના રાત્રીના પોણા અગ્યાર વાગ્યા પહેલા જુના પાણીગેટ પોલીસ સ્ટેશન થી પાણીગેટ શાક માર્કેટ જવાના રોડ પર રાજુ પેન્ટરની ગલીની સામે ફરી.શ્રીના પતિ ભરતભાઇ અંબાલાલ બારીયા ઉ.વ.૪૧ રહે-બી/૨/૨૦૫, જય યોગેશ્વર ટાઉનશીપ વિભાગ-૦૨, આજવા રોડ, વડોદરા શહેર નાઓ મોટરસાઇકલ રજી. નં.GJ-06-MP-2844 ની પોતે પોતાની રીતે પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા સ્ટેઇરીંગ પરનુ કાબુ ગુમાવી દેતા ડીવાઇડર સાથે અથડાતા રોડ પર પડી જતા મોઢાના ભાગે ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્‍સના ડો.શ્રી  એ સ્થળ ઉપર જ મરણ ગયેલ હોવાનુ જાહેર હોય વિગેરે બાબતે તા.૦૫/૦૯/૨૦૨૫ ના કલાક ૦૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.સી.બારીઆ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     ફતેગંજ પોલીસ સ્ટેશન

ફતેહગંજ પો.સ્ટે. ”બી” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૪૦૯/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા કલમ ૨૮૧ ,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી કિર્તીકા જીતુભાઈ વંજાણી ઉ.વ.૨૭ ધંધો- નોકરી રહે.મ.નં.૩૦૧ ચતુરભાઈ કોમ્લેક્ષ હરણી વારસીયા રિંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યા વાહનના ચાલક જેના નામ સરનામાની ખબર નથી તા.૦૫/૦૯/૨૦૨૫ ના કલાક ૦૪/૦૦ વાગ્યાની આસપાસ મોજે.પંડ્યા બ્રીજ થી ફતેહગંજ બ્રીજ ચડતા વડોદરા શહેર આ કામના ફરીયાદીની બહેન રોમાબેન પોતાની હોન્ડા એક્ટિવા જેનો રજી નં. GJ 06 KG 1651 ની લઈ પાછળ તેઓના મિત્ર કાજલ કછવા ને બેસાડીને નોકરી પરથી પોતાના ઘરે જતા હતા ત્યારે પંડીયાબ્રીજ તરફથી ફતેહગંજ બ્રીજ ચડતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી પુરઝડપે ચલાવી સાહેદ રોમાની એકટીવાને પાછળની એકસીડન્ટ કરી સાહેદ રોમાને જમણા હાથે ફ્રેકચર કરી શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી તથા પાછળ બેસેલ કાજલબેનને રોડ ઉપર ઘસડી શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી મ્રુત્યુ નિપજાવી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૯/૨૦૨૫ ના કલાક.૦૭/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.કે.બારીયા ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

.