-: પ્રેસનોટ :-
(તા.૦૫/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૪/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૭ કિ.રૂ.૩૪૦૦/- નો તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૧૨૭ કી.રૂ. ૧૮૮૩૨/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૯ સહીત કુલ-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૧. ઘરફોડના કેસો
૧. અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૧૨૫૦૪૧૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૦૨૩ કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના કામના ફરીયાદી રૂપેશકુમાર કાંતીભાઇ ચૌહાણ રહે. એ/૮૧ ધનંજય સોસાયટી ખોડીયાર મંદીર અકોટા સ્ટેડીયમ પાસે અકોટા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૨૩/૧૦/૨૦૨૫ ના બપોરના એક વાગ્યાથી તા.૦૪/૧૧/૨૦૨૫ ના ક.૦૮/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના મકાનના દરવાજાનો નકુચો કોઈ સાધન વડે તોડી ઘરમા પ્રવેશ કરી તીજોરીનુ લોક તોડી અંદરનો સરસામાન વેર વિખેર કરી ફરીયાદીના લગ્નમાં લિધેલ સોના-ચાંદીના દાગીના જેમા (૧) સોનાની ચાર બંગડી (૨) સોનાનુ મંગલસુત્ર (૩) સોનાની ચેન સોનાની બે અંગુઠી જેની કુલ કિ.રૂ. ૭૮,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૮૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૫૮,૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૧૧/૨૦૨૫ ના ક.૧૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી સી.એમ ગઢવી અકોટા પો.સ્ટે વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અન્ય કેસો
૧. અટલાદરા પો.સ્ટે.
અટલાદરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.પાર્ટ-એ,૧૧૧૯૬૦૪૪૨૫૦૪૮૯ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૮(૪), ૩૫૧ (૩), ૨૯૬(બી), ૫૪ મુજબના કામના ફરીયાદી અનુપસિંગ પ્રિતમસિંગ ઠાકુર રહે. ૧૦૨, બ્લુબેલ ટાવર, વિસેન્ઝા હાઇડેક, સી.એમ.પટેલ ફાર્મની સામે, આર.એસ.એ.હ્યુંડાઇ વર્કશોપની પાછળ. કલાલી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ગિરીશભાઇ નાનજીભાઇ સોલંકી રહે.મકાન નં.૧૦૨, મલબરી ટાવર,વિસેન્ઝા હાઈડેક, સી.એમ.પટેલ ફાર્મની સામે, આર.એસ.એ.હ્યુંડાઇ વર્કશોપની પાછળ. કલાલી, વડોદરા શહેર તથા એક અજાણ્યો ઇસમનાઓ તા.૧૯/૧૦/૨૦૨૩ તથા તા.૦૮/૦૮/૨૦૨૫ તથા તા.૦૯/૦૮/૨૦૨૫ દરમ્યાન ફરીયાદીને પોતે હેડલાઇન ન્યુઝના ચીફ મેનેજીંગ ડાયરેકટર હોવાની ઓળખાણ આપી ફરીયાદીની તેમજ તેમની ફેકટરીની સોશ્યલ મીડીયાના માધ્યમથી બદનામી કરી તેમજ ફરીને અવાર નવાર ફોન ઉપર તેમજ જાહેરમાં ગંદી ગાળો આપી તેમજ વોટસએપ દ્વારા પિસ્તોલ ફુલ્લી લોડેડ છે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ફરી.ના છોકરાનેં ઉઠાવી જવાની ધમકી આપી તેમજ અજાણ્યા ઇસમને ફરીયાદી પાસે મોકલી ફરીયાદી પાસેથી રૂ.૫ (પાંચ) લાખની ખંડણી માંગી અને જો પૈસા નહી મળે તો તું અને તારી ફેકટરી બંન્ને ખોવાઇ જશો તેવી ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૪/૧૧/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.સુરુ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. છેતરપીંડીના કેસો
૧. છાણી પો.સ્ટે.
છાણી પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.-(૬૪/૨૦૨૫) ૧૧૧૯૬૦૦૫૨૫૦૪૩૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૫૪, ૬૧(૨) તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(ડી) મુજબના કામના ફરીયાદી રાજેશકુમાર બાપુજીભાઈ પટેલ રહે-બી-૩૦, યોગીનગર ટાઉનશીપ, છાણી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી(૧)પ્રીતી ચૌહાણ, મો.8146034196(૨) બ્લુટેક વિઝા કન્સલટન્સીની એચ.આર.મેનેજર પ્રાચી રાજપુત, મો.નં-7347314844, 6284802689(૩) MR MASTANSINGH GURMITSING જે PUNJAB NATONAL BANK ના ખાતા-06012413000478, IFSC CODE- PUNB0060110નો ઘારક (૪) YASEEN નામના વ્યક્તીના INDUSIND BANKના ખાતા નં-100248706068, IFSC CODE- INDB0000344નો ઘારકનાઓ તા-૨૬/૦૩/૨૦૨૫ થી આજદિન સુધી પુર્વ આયોજીત કાવતરુ રચી એકબીજાની મદદગારીથી ફરીયાદીશ્રીને કેનેડા નોકરી કરવા મોકલવાના બહાને ફરીયાદીશ્રી પાસેથી PUNJAB NATONAL BANK ના ખાતા-06012413000478, IFSC CODE-PUNB0060110 માં 36,100/- તથા YASEEN નામના વ્યક્તીના INDUSIND BANKના ખાતા નં-100248706068, IFSC CODE- INDB0000344 માં 3,89,845/- ટ્રાજેકશન કરાવી કુલ રૂ.4,25,945/- ઈલેક્ટ્રોનિક માધ્યમથી નાણા ટ્રાન્સફર કરાવી કેનેડા મોકલવાના બહાને ફ્રોડ કરી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કર્યા વિગેરે બાબતે તા-૦૪/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈ.શ્રી આર.એલ.પ્રજાપતી છાણી પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૫૪૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૨૮૧, ૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના કામના ફરીયાદી નીશાબેન વા/ઓ સંજયભાઇ રમેશભાઇ માછી રહે.બી/૧૧૧ દર્શનમપર્લ તરસાલી સોમાતળાવ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક રીક્ષા જેનો નં.GJ-06-BW-6427નો ચાલક ગૌરાંગકુમાર વિનોદભાઇ સોની રહે.ક્રુષ્ણનગર અમુલ પાર્લરની ઉપર વિનય ગરબા ગાઉન્ડની સામે આજવા રોડ વડૉદરા નાઓ તા.૦૪/૧૧/૨૦૨૫ ના સાંજના પોણા છ એક વાગ્યાના સુમારે મોજે- આર્યુવેદિક ત્રણ રસ્તા આવવાના રોડ પર રજનીગંધા સોસાયટીના નાકા પાસે એક રીક્ષા જેનો રજી.નં.GJ-06-BW-6427નો ચાલક ગૌરાંગકુમાર વિનોદભાઇ સોની રહે.ક્રુષ્ણનગર અમુલ પાર્લરની ઉપર વિનય ગરબા ગાઉન્ડની સામે આજવા રોડ વડૉદરા શહેર નાઓએ તેઓની આયુર્વેદીક ત્રણ રસ્તા તરફથી તેઓની રીક્ષા પુરઝડપે ગફલત ભરી રીતે બેદરકારી પુર્વક ચલાવી લાવી ફરી.શ્રીની ફોર વ્હીલરની ડાબી સાઇડની લાઈટ સાથે અથાડી એકસીડંટ કરી તેઓની રીક્ષા રજનીગંધા સોસયટી નાકા પાસે ઉભેલ અલ્ટો ગાડી જેનો રજી.નં.GJ-06-RC-1986 નાઓ સાથે અથાડી ફરી.શ્રી તથા તે અલ્ટો ગાડીને નુકશાન પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૪/૧૧/૨૦૨૫ ના ક.૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. પ્રતીકભાઇ ભરતભાઇ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે.
માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૬૧૩/૨૦૨૫ B.NS.કલમ-૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) તથા MV ACT-કલમ-૧૭૭,૧૮૪ મુજબના કામના ફરીયાદી દેશરાજ રામઆધાર યાદવ રહે.ગલી.નં.૦૪,યશોદા કોલોની,એરફોર્સ રોડ, તુલસીનગર સોસાયટીની બાજુમાં, મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક ફોર વ્હિલ કાર.GJ-06-LK-1826 ના અજાણ્યા ચાલક તા.૦૪/૧૧/૨૦૨૫ ના બપોરના ક.૧૨/૪૫ વાગ્યાના સુમારે મોજે-મકરપુરા એરફોર્સથી સુશેન સર્કલ થી માણેજા જવાના રોડ પર ડિવાઈડએ ગેપ પાસે ,માંજલપુર ફરીયાદી પોતાની એક્ટીવા.નં.GJ-06-FG-8761 પર પોતાના મિત્ર વિરેંદ્રકુમાર ભોલાભાઈ સરોજ રહે. મ.નં.૬૫,રણછોડ નગર,માણેજા રોડ,વિલ્સર કંપનીની બાજુમાં, મકરપુરા, વડોદરા શહેર નાઓને બેસાડી મકરપુરા એરફોર્સ રોડથી સુશેન સર્કલથી માણેજા તરફ જતા રોડ ડીવાઈડર ગેપ હોય ત્યાં રોડ ક્રોસ કરતા હતા તે વખતે આરોપી પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી ચલાવી લાવી ફરીયાદીની એક્ટીવાને ટક્કર મારી ફરીયાદી તથા ફરીયાદીની પાછળ બેસેલ મિત્ર વીરેન્દ્રભાઈને રસ્તા પર પાડી દઈ ફરીયાદીને જમણા પગે ઘુંટણના નીચેના ભાગે ગંભીર ર્ઈજા અને ઘુંટણની ઉપર કમરના ભાગે તથા ડાબા કાનના ભાગે અને ફરીયાદીની પાછળ બેસેલ તેના મિત્ર વિરેંદ્રને કપાળના ભાગે તથા કમરના ભાગે તથા ડાબા પગે ઈજાઓ પહોચાડી ગુનો કર્યા બાબતે તા.૦૪/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.રમેશભાઇ કિશનભાઇ માંજલપુર પો.સ્ટે વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મોબાઇલ ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે.
ફતેગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૫૧૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨), મુજબના ગુનાના કામના ફરિયાદી તેજલબેન વા/ઓ વૈભવભાઇ પટેલ રહે, બી/૯૪ સરદારનગર ગાંધી ચોક નિઝામપુરા ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૯/૧૦/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગ્યાની આસપાસ શ્રીજી હોટલ રેસ્ટોરેન્ટ નિજામપુરા રોડ ફરીયાદી પોતાની શ્રીજી હોટલ રેસ્ટોરેન્ટ નિઝામપુરા રોડ વાળી હોટેલ પર હાજર હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે નજર ચુકવીને ફરીયાદીના હોટેલના બહાર પડેલ ટેબલ પરથી ઓપ્પો કંપનીનો RENO11 5G મોડલનો મો. ફોન જેનો IMEI નં.860388061123855 બીજો IMEI-860388061123848નો જેની કિ.રૂ.૧૫,૦૦૦/- તે ચોરી કરી લઇ જઈ ગુનો કર્યો વિ.બાબતે તા ૦૫./૧૧/૨૦૨૫ ના ક.૦૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. શાંતિભાઇ રામેશ્વરભાઇ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મારામારીના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે.
જે.પી રોડ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૫૦૨૭૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૨), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ઓજેફ જહુરભાઇ કુરેશી રહે.ખાટકીવાડ સિટી પોલીસ સ્ટેશનની સામે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જિશાન ગુલાબ કુરેશી રહે.મસ્તાન મંજીલ તાઇવાડા પાણીગેટ વડોદરા શહેર નાઓએ તા.૦૪/૧૧/૨૦૨૫ ના ક -૦૯/૪૫ વાગે મોજેઃ- કિસ્મત ચોકડી તાંદલજા ખાતે રફાઇ ચિકન મટન શોપ ફરીયાદી તા.૦૪/૧૧/૨૦૨૫ ના સવારના દુકાન પર હાજર હતા તે વખતે આરોપીઓ આવેલ અને ફરીયાદીને જણાવેલ કે શું તારો હિસાબ કિતાબ છે તેમ કહેતા ફરીયાદીએ જણાવેલ કે તું મારા પિતા સાથે વાતચીત કરી લે તેમ કહેતા આરોપીનાઓ એકદમ આવેશમા આવી ગયેલ અને ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગંદી બિભત્સ ગાળો આપતા તેને ગાળો બોલવાની ના પાડતા ફરીયાદી સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારવા લાગેલ જેમા ફરીયાદીને શરીરે સામાન્ય ઇજા થયેલ તે દરમ્યાન આ જીશાને ફરીયાદીની દુકાનમા પડેલ ધારદાર ચપ્પા જેવુ ફરીયાદીને ડાબા હાથની હથેળી પર મારી સામાન્ય ઇજા પહોંચાડેલ જેથી લોહી નિકળતા ફરીયાદી બુમાબુમ કરતા આજુબાજુના માણસો ભેગા થઈ જતા ફરીયાદીને વધુ મારથી બચાવેલ તે વખતે આ જીશાનનાઓ ફરીયાદીને કહેલ કે “આજે તો તુ બચી ગયો ફરીથી મારી સામે આવ્યો તો તને જાનથી મારી નાખીશ” તેમ કહી ધમકી આપી મે.પોલીસ કમિશ્નર સા.શ્રીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૧૧/૨૦૨૫ ના ક.૦૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ H.C વિરમભાઇ બનુભાઇ જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.