Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૫/૧૨/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૪/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૨ કિ.રૂ.૬૪૦૦/-તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૨૪ તથા કવાટરીયા-૪૪ મળી કુલ્લે  કિં.રૂ. ૫૦,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૮ સહીત કુલ-૩૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન ચોરીના કેસો

૧.       ફતેગંજ પો.સ્ટે.

ફતેગંજ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૫૫૫/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨)  મુજબના ગુનાના કામના ફરીયાદી વિવેક રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય રહે. મ.નં.એ/૧૭ કૈલાષપતિ સોસાયટી રણોલી વડોદરા નાઓની ફરીયાદ મુજબ તા.૦૨/૧૨/૨૦૨૫ ના ક.૦૮/૦૦ થી ક.૧૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-ફતેગંજ બ્રીજ નીચે ઇન્ડિયન બેંકની સામે ફરીની હિરો મોટોક્રોપ ટુ વ્હિલર બાઇક જેનો રજી.નં. GJ-06-JK-7409 જેનો એ.નં.HA10ERFHF63876  તથા ચે.નં MBLHA10BFFHF68779 નો છે જેની કિ.રૂ.૧૦૦૦૦/- જે કાળા કલરની જેમાં આશરે ૨ થી ૩ લીટર જેટલુ પેટ્રોલ હતુ તે મો.સા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક-૦૮/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કોન્સ સુરેશભાઇ વાલસિંહ ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     વાહન અકસ્માતના કેસો

૧.       હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૫૬/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૮૧,  ,૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મેહુલકુમાર રાજુભાઈ ખારવા રહે. મ નં એ ૦૩ વૈકુંઠધામ એપાર્ટમેન્ટ સિધ્ધનાથ રોડ ખંડેરાવ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ડમ્ફર ચાલક તા.૦૪/૧૨/૨૦૨૫ ના ક.૦૭/૪૫ વાગ્યાની આસપાસ ગોલ્ડન બ્રિજ સર્વિસ રોડ સ્પેશિયલ દાળબાટી હોટલની પહેલા પોતાનુ ડમ્ફર પુરઝડપે અને ગફલતભરી બેદરકારીથી ચાલાવી લાવી ફરીયાદીની મો.સા ને પાછળથી ટક્કર મારી જમણા પગના એડીના ભાગે ફેકચર તથા છાતીના પાછળના ભાગે ઇજાઓ પહોચાડી સ્થળ પરથી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક.૦૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજયભાઇ મોતિભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

 

 

૪.     સ્ત્રી અત્યાચારના કેસો

૧.       ગોરવા પો.સ્ટે.

ગોરવા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬00૭૨૫0૬૭૩/૨૦૨૫ બી.એન.એસ એકટની કલમ-૮૫, ૨૯૬ (બી), ૧૧૫(૧), ૫૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૩,૭ મુજબના ગુનાના કામના ફરિયાદી જ્યોતિકાબેન વા/ઓ નિતીનકુમાર મણીલાલ વાળા તે અરવિંદભાઇ જેઠાભાઇ મકવાણાની દિકરી રહે-૪૩/સી નિપા ટેનામેન્ટ કરોડીયા રોડ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં-૧ નિતીનકુમાર મણીલાલ વાળા (ર)જશોદાબેન મણીલાલ વાળા બન્ને રહે-૩૧/૫ શિવમ ફ્લેટ બાપુનગર અમદાવાદ શહેર (૩) પદમાબેન મનિષકુમાર રાઠોડ રહે-ગોકુળ પ્લેટીનમ મિકા ટ્યુબ ક્રોસ રોડ અમદાવાદ (૪)પારૂલબેન નટવરભાઇ મેવાડા રહે-રાધે રેસીડેન્સી હાથિજણ સર્કલ અમદાવાદ (૫) સવિતાબેન ડાહ્યાભાઇ મકવાણા રહે-અક્ષય સોસાયટી ઓઢવ રોડ અમદાવાદ નાઓએ તા:-૨૧/૦૪/૨૦૨૪ થી આજ દિન સુધી મોજે એકત્રીસ  શિવમ ફ્લેટ બાપુનગર અમદાવાદ શહેર એકબીજાની મદદગારી કરી ફરીયાદી બેનને નાની નાની બાબતે મેણા ટોણા મારી બોલાચાલી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી મકાન ખરીદ કરવા સારૂ તેમના પિતાજીના ઘરેથી રૂ.૫,૦૦,૦૦૦/- ની દહેજ તરીકેની માંગણી કરી ન આપતા બોલાચાલી ઝઘડો કરી ગદડાપાટુનો માર મારી એનકેન પ્રકારે શારીરીક માનસિક ત્રાસ આપી ગુનો કર્યા વિ.બાબતે તા:-૦૪/૧૨/૨૦૨૫ ના ક.૧૯/0૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એચ.આર.મુજાવર ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     જાતીય સતામણીના કેસો

૧.       કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૬૯૧/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૭૫(૨),૨૯૬(બી),તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતનો અધિનીયમ-૨૦૧૨ની કલમ-૮,૯ (એફ),૧૨ મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ આરોપી વિનોદભાઇ શમશુભાઇ બારીયા રહે-મ.ન.૮૫ મારૂતીધામ સોસા.ચંદ્રનગરની બાજુમાં તરસાલી વડોદરા શહેર નાઓએ તા.૦૪/૧૨/૨૦૨૫ ના ક.૧૬/૧૦ વાગે ફરીયાદી/સાહેદોની દિકરીઓ વડોદરા ખાતે ધોરણ-૧૦ (અ-બ) માં અભ્યાસ કરતી હોય અને આરોપી વિજ્ઞાનનો વિષય ભણાવતા હોય અને વિજ્ઞાન ભણાવતી વખતે છોકરાઓની હાજરીમાં દ્વી-અર્થી ભાષામાં વાત કરી તેઓને શરમ જનક સ્થિતિમાં મુકતા હોય તેમજ વિઘાર્થીનીઓ બેસેલ હોય તે બેંચીસ ઉપર એકદમ નજીક આવી બેસી જઇ માથામાં ટપલી મારી શારીરિક અડપલા કરી ગમેતેમ ગાળો બોલી ફરીયાદી/સાહેદોની દિકરીઓ નાબાલીક હોવાનુ જાણતા હોવા છતા વિઘાર્થીનીઓને માથે ટપલી મારી ખભા ઉપર હાથ મુકી તેઓની મરજી વિરુધ્ધ શારીરીક અડપલા કરી અશ્લીલ/યૌન ઇરાદાથી સ્પર્શ કરી ગુનો કર્યા વિ. બાબતે તા ૦૪/૧૨/૨૦૨૫ ના ક.૧૬/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી ડી.સી.રાઓલ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     અન્ય કેસો

૧.       કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૨૨૩/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૯૬(ખ) અને ૩૫૧(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી સામ્યા ડો/ઓ મોહંમદસોયેબ શેખ રહે-ઇન્દિરા નગર બ્રિજ પાસે કે.જી.એન.બેકરીની લાઇનમાં કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ઝરીના ડો/ઓ ઉસ્માનભાઇ રહે,કે.જી.એન.બેકરીની લાઇનમાં તુલસીવાડી વડૉદરા શહેર નાઓએ તા.૦૪/૧૨/૨૦૨૫ ના સવાર ક.૧૧/૦૦ વાગ્યાની આસપાસ કે.જી.એન.બેકરીની લાઇનમાં કારેલીબાગ આરોપી ફરીયાદી ના ઘરે આવી ફરીયાદી તથા તેમની બહેન તથા તેમની માતાને ગમેતેમ ગંદી ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૪/૧૨/૨૦૨૫ ના ક.૨૧/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ WASI કેનોનબેન નરેન્દ્રકુમાર કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૨.       મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૫૬/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૯૬બી, ૩૫૧(૩), ૫૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૪૦ (એ) (બી)(સી), ૪૨ (એ)(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપક S/O શીવાજીરાવ વાઘ રહે.મ.ન.૨૧૨ અંબીકાદર્શન કોમ્પલેક્ષ, શ્રીહરી ટાઉનશીપ સામે, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) પ્રફુલ સંભાજી પાટીલ (૨) આકાશ સંભાજી પાટીલ (૩)રોમા પ્રફુલ પાટીલ ત્રણેય રહે. એચ ૪૦૩ દર્શનમ એન્ટીકા દંતેશ્વર વડોદરા શહેર નાઓએ એપ્રિલ ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૨૫ મોજે-દંતેશ્વર અમરશ્રધ્ધા બંસીલાલ મોલ સામે "પરફેક્ટ કટ" હેર સલુનની દુકાન ખાતે ફરિયાદીને ઉપાડ પેટે કુલ્લે રૂ. ૩,૦૦,૦૦૦/- ઉંચા વ્યાજે ધિરાણ કરી આર્થીક પરસ્થિતિનો મજબુરીનો ફાયદો ઉઠાવી, બળજબરી પુર્વક ચક્રવૃધ્ધિ વ્યાજ વસુલ કરી, તેમને તેમની મુદ્દલ ઉપર અનેકગણુ વ્યાજ ચુકવી દિધેલ હોવા છતા,વારંવાર ઉઘરાણી કરી ફોન પર તેમજ રૂબરૂમાં ફરીયાદી તથા ફરીની પત્નીને ગાળો આપી મુદ્દલ તથા વ્યાજ નહીં આપે તો હાથપગ તોડી નાંખવાની તથા અન્ય કોઇ જગ્યાએ નોકરી નહીં કરવા દઇએ તેવી ધમકી આપી શારીરીક માનશીક ત્રાસ આપી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૪/૧૫/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.પી ડાભી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.