-: પ્રેસનોટ :-
(તા.૦૬/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૫/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૯૫ કિ.રૂ.૧૯,૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૧૨, બિયર નંગ-૭૪, કવાટરીયા નંગ-૪૫ મળી કુલ કિં.રૂ.૭૦,૧૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૪ સહીત કુલ-૩૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો:-
૧. જે.પી.રોડ પો.સ્ટે.“એ” પાર્ટ ગુ.ર.નં.૨૫/૨૦૨૬ યુનીક નં.11196008260085 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૮૧,૧૨૫(બી) તથા એમ વી એક્ટની કલમ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી જગદીશચંદ્ર માનજીભાઈ ગોહિલ રહે. મ નં બી 07 શીવમ સોસાયટી અર્થ અર્ટીકાની સામે વાસણા ભાયલી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક રીક્ષા નં.GJ06BW6793ના ચાલકે તા.૦૪/૦૪/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગ્યાના અરસામાં મોજે. પંચમુખી હનુમાન મંદીરની સામેના ભાગે વાસણા ભાયલી રોડ ઉપર ફરીયાદીના માતા દમયંતીબેન માનજીભાઈ ગોહિલ ઉ વ 79 નાઓ રોડ ક્રોસ કરી રહેલ હતા તે વખતે આરોપીએ તેની રીક્ષા પુરઝડપે અને બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીના માતા સાથે અથાડી નીચે પાડી દઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો દિનેશભાઇ ડાહ્યાભાઇ જે.પી.રોડ પો.સ્ટે.નાઓને સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેગંજ પોલીસ સ્ટેશન “બી” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૧૩૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૩૨૪(૪) એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, મુજબના ગુનાના કામના ફરિયાદી જીગ્નાબેન W/O વિરલભાઈ રાજેન્દ્રકુમાર શાહ રહે,મ.નં.બી/૧૦૭ યોગીનગર ટાઉનશીપ રામાકાકા ડેરી છાણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ST બસ જેનો રજી નં.GJ-18-Z-4442ના ચાલક નામે મુસ્તાફા સુલેમાન વ્હોરા રહે,શસન કોલોની અહમદી મસ્જીદ પાસે સોજીત્રા તા-સોજીત્રા જી-આણંદ નાઓએ તા.૦૬/૦૪/૨૦૨૬ના કલાક.૧૦/૧૮ વાગે મોજે- છાણી કેનાલ રોડ વિકલ્પ હોસ્પીટલ પાસે ફરિયાદી પોતાની ઈનોવા ફોર વ્હિલર ગાડી જેનો રજી નં,GJ-06-PG-4298 લઈને છાણી કેનાલ વિકલ્પ હોસ્પીટલ પાસે આવતા આ કામના ST બસના ચાલકે પોતાની બસ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીની ફોર વ્હીલર ગાડીને પાછળના ભાગે અથાડતા આશરે રૂ.૪૦,૦૦૦/- જેટલુ નુકસાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૪/૨૦૨૬ ના ક.૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ ભારસીંગભાઇ નરજીભાઇ ફતેગંજ પોસ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો:-
૧. સીટી પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૬૨૬૦૦૭૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૧૫ (૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૫૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી નઈમુદ્દીન બસીરુદ્દીન સૈયદ રહે. મજીલીમીયા માસ્ટરનો ખાંચો,મીનારા મસ્જીદ પાસે, યાકુતપુરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) સાજીદ ગોલુમીયા શેખ ઉર્ફે પહેલવાન (૨) અસ્ફાક ઇકબાલમીયા શેખ(૩) ફિરોજ ઝેલાની શેખ ત્રણેય રહે.મીનારા મસ્જીદની પાછળ, યાકુતપુરા, વડોદરા શહેર (૪) મોહસીન અમીનમીયા શેખ રહે.સાંઇબાબા કોમ્પ્લેક્ષ, અડાણીયા પુલ પાસે, સરસીયા તળાવ રોડ, વડોદરા શહેર નાઓએ તા.૦૫/૦૪/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે મોજે.મજીલીમીયા માસ્ટરનો ખાંચો, મીનારા મસ્જીદ પાસે, યાકુતપુરા આરોપી નં.(૧),(૨),(૩) નાઓએ ફરીયાદી સાથેની જુની અદાવતને લઇને ફરીશ્રી ઉપર એકદમ ઉશ્કેરાઇ જઈને ગંદી ગાળો બોલતા-બોલતા “આ જ હતો, મારો આને” તેવુ કહીને ફરીશ્રીને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને ફરીશ્રીને માથાના ભાગે લાકડાનો ડંડો મારતા ફરીશ્રીના મોટા ભાઈ નાસીરુદ્દીન બસીરુદીન સૈયદ નાઓ વચ્ચે છોડાવવા પડતા આરોપી તેઓને ગડદાપાટુનો માર મારેલ અને તે દરમ્યાન આરોપી નં.(૪) નાઓ પણ ત્યાં આવી જતા ફરીશ્રીના મોટા ભાઇને માથાના ભાગે કોઈક હથીયાર વડે માર-મારી તમામ આરોપીઓએ એક-બીજાની મદદગારી કરી ફરી.શ્રીને તેમજ ફરી.શ્રીના મોટા ભાઇ નાઓને ઇજાઓ પહોચાડી ત્યાંથી નાસી જઈ ગુનો કર્યો વિ.બાબતે તા.૦૫/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.બી.પટેલ સીટી પો.સ્ટે. નાઓએ સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય ગુનાઓના કેસો:-
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૨૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા અધીનીય સને ૨૦૨૩ કલમ ૩૫૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી સ્મીત પ્રમોદકુમાર સુથાર મોટર વાહન નિરીક્ષક નોકરી આર.ટી.ઓ ઓફીસ દરજીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ કોઇ અજાણયા ઇસમ દ્રારા મોજે:- આર.ટી.ઓ ઓફીસ દરજીપુરા ના મેઇલ પર તા.૦૬/૦૪/૨૦૨૬ ના ક.૦૪/૧૩ વાગ્યે ઇમેઇલ આઇડી kiruthiga.udhyanidhi@hotmail.com ઉપરથી આર.ટી.ઓ ઓફીસ rto-trans-vad@gujarat.gov.in ઉપર ક.4:13:52 AM વાગે એક મેસેજ આવેલ કે જેમાં ‘‘ બપોરે ૧રઃ૫૦ વાગ્યે RTO માં જેરી ગેસ ભરેલા ૧૩ બોમબ ફૂટશે. ત્યાં સુધીમાં ફકત મુસ્લીમોને જ ખાલી કરાવો ! ’’ ની ધમકીવાળો ઇ-મેલ મળેલ હોય જે થ્રેટ ઇ મેઇલ કરનાર ઈસમ વિરૂધ્ધમાં કાયદેસર થવા વિગેરે બાબતે તા.૦૬/૦૪/૨૦૨૬ ના ૧૪/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી લઇ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.