-: પ્રેસનોટ :-
(તા.૦૬/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૫/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૭ કિ.રૂ.૩૪૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયર નંગ-૬૩૯, ઇ.કવાટરીયા નંગ-૧૨, મોબાઇલ નંગ-૦૩ , બાઇક-૦૩ મળી કુલ કિ.રૂ.૨,૫૨,૨૫૧/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૬ સહિત કુલ ૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો
૧. અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૨૮૧/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જેનેશભાઇ કાંતીભાઇ પટેલ ઉં.વ-૩૬ ધંધો-નોકરી રહે-મ.નં.૩૯ શ્રી હરી ડુપ્લેક્ષ બિલ-કેનાલ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૩૦/૦૫/૨૦૨૬ ના ૦૬/૦૦ થી ૧૬/૩૦ ની વચ્ચે કોઇ પણ સમયે મોજે, શ્રી જવેલર્સની સામે નારાયણવાડી અટ્લાદરા વડોદરા શહેર આ કામના ફરિયાદી પોતાની મો.સા હિરો હોન્ડા કંપનીની કરીઝમા જેનો રજી.નં.GJ-15-SS-7712 નો છે. એન્જીન નં MC38EA 84400319 તથા ચેસીસ નં MBLMC38 E84400251 નો છે જે 2008 ના મોડેલ નું પીળા કલરનું છે. જે માં બે લીટર જેટલુ પેટ્રોલ હતું જેની કિમત રૂપીયા-૨૫,૦૦૦/- ગણી શકાય.તેની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે મો.સાનો લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૬/૨૦૨૬ ના ક.૧૯/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.એ.એસ.આઇ દલપતસિંહ પ્રવિણસિંહ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૩૪૨/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નરેશભાઇ નાનજીભાઇ તડવી ઉ.વ- ૩૪ ધંધો-નોકરી રહે- સી/૨૩, અમર હાઉસીંગ સોસાયટી, નિલકંઠ મહાદેવ મંદીર પાસે, મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૨/૦૫/૨૦૨૬ ના ક.૦૫/૦૦ થી ક.૨૧/૩૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે- અમર શ્રધ્ધા ત્રણ રસ્તા પાસે મુથુટ ફાઇનાન્સ પાસે થી આ કામના ફરી.શ્રી નાઓની હોન્ડા SP શાઇન મો.સા.રજી નં. GJ-34-K-2398 જેનો ચેસીસ નં. ME4JC831CMD050611 તથા એન્જીન નં. JC83ED0115974 નો છે. જે કાળા કલરની હતી જેમાં જે તે વખતે આશરે એક લીટર જેટલુ પેટ્રોલ હતુ. જેની કિંમત આશરે રૂ ૩૦,૦૦૦/- ની ગણી શકાય જેની કોઇ અજાણ્યો ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૬/૨૦૨૬ ના કલાક ૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો હિતેષભાઈ વેલશીભાઈ મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મોબાઇલ ચોરીના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૧૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પુજાબેન ડો/ઓ કિરીટભાઇ મિસ્ત્રી ઉ.વ.૨૮ ધંધો-નોકરી રહે-બી-૧૩ મ્રુદંગ સોસાયટી પી એન્ડ ટી કોલોનીની સામે સમા સાવલી રોડ કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.-૦૫/૦૬/૨૦૨૬ ના રોજ સવારના કલાક ૧૦/૦૦ વાગ્યાની આસપાસ ભુતડીઝાપા ગ્રાઉન્ડ પાસે બાલગોકુલમની સામે રોડ ઉપર વડોદરા શહેર આ કામના ફરીયાદી ના પપ્પા કિરીટભાઇ મિસ્ત્રી શુક્રવારી બજારમા ખરીદી કરવા આવેલ તે વખતે રોડ ઉપર ફરીયાદીના પપ્પા કિરીટભાઇના શર્ટના ઉપરના ખિસ્સામા મુકેલ Oneplus CE 5 બ્લેક કલરનો મોબાઇલ ફોન જેનો IMEI નં. (૧) 865275078750215 તથા IMEI નં. (2) 865275078750207 જેની કિંમત આશરે રૂ. ૨૫,૦૦૦/- ગણી શકાય તે મોબાઇલ ફોન ક્યાક પડી ગયેલ છે અથવા કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૫/૦૬/૨૦૨૬ ના કલાક ૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નુરમહમદ નાસીરખાન કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. બાપોદ પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૮૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૧૨૫(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૨૯૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અનીલભાઈ રમણભાઈ હરીજન ઉ.વ.૩૯ ધંધો છુટક મજુરી રહે. મ.નં ૧૭૯ શીવ શક્તિ ચોક જે.પી.નગર પાણીની ટાકી પાસે ન્યુ વી.આઈ.પી. રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સચિન ઉર્ફે કાલી કનુભાઈ સોલંકી (૨) સારૂપ ઉર્ફે જેમો કનુભાઈ સોલંકી(૩) કનુભાઈ દલસુખભાઈ સોલંકી તમામ રહે. મ.નં ૧૭૮ શીવ શક્તિ ચોક જે.પી.નગર પાણીની ટાકી પાસે ન્યુ વી.આઈ.પી. રોડ વડોદરા શહેર તા.૦૫/૦૬/૨૦૨૬ ના ક.૦૮/૩૦ વાગે મોજે- શીવ શક્તિ ચોક જે.પી.નગર પાણીની ટાકી પાસે ન્યુ વી.આઈ.પી. રોડ વડોદરા શહેર આ કામના ફરી. નાઓ પોતાના ઘરની બહાર ઉભો હતો તે વખતે આરોપી નં ૦૧ નાઓ એક છોકરીને તેના ઘરમાથી બહાર લાવતો હોય જેથી ફરી. નાઓએ તેને ઉભો રખાવી જણાવેલ કે, તુ અહીયા કેમ છોકરીઓને લાવે છે ? તેમ કહેતા આરોપી નં ૦૧ નાઓ ફરી.ને ગમે તેમ ગંદી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને તેનુ ઉપરાણુ લઈ આરોપી નં ૦૨ નાઓએ ફરી.ને માથામા કડુ મારી ઈજા કરેલ જેથી ફરી.નો દીકરો સોનુ હરીજન નાઓ તેને છોડવવા વચ્ચે પડતા આરોપી નં ૦૩ નાઓએ ફરી.ના દીકરાને માથામા છુટો પથ્થર મારી ઈજા કરેલ અને તે વખતે આરોપી નં ૦૧ નાઓએ ફરી.ને ડાબા પગના થાપા ઉપર લાકડીથી માર મારી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી જે.એલ.જોધ્ધા સા બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.