Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૬/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૫/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા તથા  બિયર નંગ-૩૯, બોટલો નંગ-૪૮ મળી કુલ્લે કિ.રૂ.૨૩,૦૬૫/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૨ સહિત કુલ-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.         ગોત્રી પો. સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૨૪૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૨૯૬(બી) ૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નીતુબેન વા/ઓ સતિષસિંહ શિવશંકરસિંહ રાજપુત રહે-બ્લોક નં-સી/૦૬ રહે- અર્બન રેસીડન્સી-૦૮ નિર્વાણા હોસ્પિટલ પાસે ગોત્રી સેવાસી કેનાલ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સવિતાબેન રોહિત તે રહે-બી ટાવર સાતમો માળ અર્બન રેસીડન્સી નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે મોજે- અર્બન રેસીડન્સી-૦૮ નિર્વાણા હોસ્પિટલ પાસે ગોત્રી સેવાસી કેનાલ રોડ ખાતે ફરીયાદીને આરોપીએ તુ મારા છોકરાને મહાદેવ મંદિરના નિર્માણ બાબતે કેમ માર ખવડાવેલ છે તેમ કહી ડાબા હાથ ઉપર મુક્કા મારી ડાબા પગ ઉપર લાત મારી ખરાબ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા ૦૬/૦૭/૨૦૨૬ ના ક.૦૨/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશનર સા.શ્રી.એસ.સી એસ.ટી. સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ગોત્રી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૨૪૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૧૮૯(૨) ૧૯૧(૨),૧૯૦,૨૯૬(બી),૩૫૧(૨),૫૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧),(R)(S) ૩(૨) (૫-એ) મુજબના ગુનાના કામના ફરિયાદી ચેતનભાઈ જશુભાઇ રોહિત રહે-બી/૭૦૧ અર્બન રેસીડન્સી-૦૮ ગોત્રી સેવાસી કેનાલ રોડ નિર્વાણા હોસ્પિટલ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સંજયભાઈ ચોહાણ, ધ્રુતીબેન સંજયભાઈ ચોહાણ, નીતુબેન રાજપુત, રાજેશભાઈ પઢીયાર, નારાયણભાઈ રાજપુત તથા પાછળથી આવેલ જગદીશ તથા કિશનભાઈ તે રહે-અર્બન રેસીડન્સી-૦૭ નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે મોજે- અર્બન રેસીડન્સી-૦૮ નિર્વાણા હોસ્પિટલ પાસે ગોત્રી સેવાસી કેનાલ રોડ ખાતે ફરીયાદી તથા સાહેદોને એક સંપ થઈ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સારુ ભેગા મળી ફરિયાદીને જાહેરમા જાતિ વિષયક અપશબ્દો બોલી ગંદી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૭/૨૦૨૬ ના ક.૦૧/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશનર સા.શ્રી.એસ.ટી.એસ.સી સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     વાહન અકસ્માતના કેસો

૧.      રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૧૭૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) મુજબ તથા એમ.વી.એક્ટ- ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અજયભાઇ રાજારામ શિંદે રહે:-મ નં એફ એક  ગિરજાશાંતી શ્રી સિધ્ધી એપાર્ટ્મેન્ટ ભાલેરાવ ટેકરી ખારીવાવ રોડ રાવપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક એક્ટીવા નં.GJ 06 JP 6438 ના ચાલકે તા.૦૪/૦૭/૨૦૨૬ ના આશરે ક.૨૩/૦૦ વાગ્યા આસપાસ મોજે-વિશ્વામીત્રી બ્રીઝ ઉતરતા મુંજમહુડા તરફ જવાના રોડ ઉપર આરોપીએ ગઈ તા.૦૪/૦૭/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગ્યાની આસપાસ મોજે વિશ્વામીત્રીથી મુંજમહુડા તરફ જતા બ્રિજ ઉતરતા વડોદરા શહેર ખાતે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીના મિત્ર આનંદભાઈ શ્રીકાંતભાઈ ગુપ્તેનાઓ સાથે અકસ્માત કરી ગંભીર ઇજા માથાના ભાગે જમણી બાજુ ઇજા પહોંચાડી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૫/૦૭/૨૦૨૬ ક.૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો પેલાજી ભગાજી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      કારેલીબાગ પો.સ્‍ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૨૭૯/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી. એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મોહમ્મદ મોઇન મોહમ્મદ શાહીદ શેખ રહે.મદાર મહોલ્લો બદમે  હિદાયત સ્કૂલ પાસે યાકુતપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક બુલેટ રજી નં.GJ-06-KN -1212 નો ચાલક તા.૦૫/૦૭/૨૦૨૬ના રોજ બપોરના આશરે ૧૫/૩૦ વાગ્યાના અરસામા મોજે-સરકારી ગોડાઉનની ગલી પાસે સાઈબાબાના મંદીર પાસે રોડ ઉપર કારેલીબાગ ફરીયાદી પોતાની પત્નિ સાથે મો.સા. હોન્ડા સાઈન લઈને સરકારી ગોડાઉનની   તરફની ગલી તરફ વળાંક વળતા રોડ ક્રોસ કરેલ તે વખતે આરોપીએ બે સવારીમા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીલાવી ફરીયાદીની ટુ-વ્હીલર મો.સા.ને ડાબી બાજૂથી અથાડીને એક્સિડન્ટ કરી ફરીયાદીને ડાબા પગના પંજાના ઉપરના ભાગે ઈજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૭/૨૦૨૬ ના ક-૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.કપિલદેવ ચનાભાઈ કારેલીબાગ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      ગોત્રી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૨૪૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૩૨૪(૪) તથા  એમ.વી.એકટ ૧૭૭,૧૮૪, મુજબના ગુનાના કામના ફરિયાદી સતીશભાઈ લાલસિંગભાઈ સંગાડા રહે મ.ન.એલ/૧૩ શિવદર્શન ટેનામેન્ટ લક્ષમીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ટાટા એન્ટ્રા ગાડી નં-GJ-06-BY-2888 નો ચાલક સુરેશભાઈ મુન્નાભાઈ વસુનીયા રહે- વિશ્વામીત્રી બ્રીજ પાસે ઝુપડામા વડોદરા શહેર નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૪૫ વાગે મોજે. ગોત્રી સેવાસી રોડ શૈશવ સ્કુલની સામે રોડ ઉપર આરોપીએ ટાટા એન્ટ્રા ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોડના ડીવાઈડર સાથે અથાડી ડીવાઈડર ઉપર ચઢાવી સામેના રોડ ઉપર લઈ જઈ ફરિયાદીની અર્ટીગા ફોરવ્હિલ ગાડી નં GJ-06-BY-4801 ને આગળના ભાગે અથાડી ગાડીને નુકસાન પોહચાડી ફરિયાદીને માથામા કપાળના ભાગે તથા જમણા હાથની કોણી ઉપર ઈજા પોહચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.નવિનભાઈ મંગુભાઈ ગોત્રી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.