-: પ્રેસનોટ :-
(તા.૦૬/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૫/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૦ કિં.રૂ.૪૦૦૦/- તથા ઇ.બોટલ-૦૨, મેપેડ-૦૧, મોબાઇલ-૦૨ મળી કુલ કિં.રૂ.૮૭,૧૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૯ સહિત ૨૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના ગુનાઓ:
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૦૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઉમેશભાઇ ચંદુભાઇ રાવળ ઉ.વ.૩૯ ધંધો વેપાર રહે. સી/૧૭ બકોર નગર સોસાયટી, અર્થ આઇકોન પાસે, ન્યુ વી.આઇ.પી.રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) શેફાલી વા/ઓ ઉમેશભાઇ ચંદુભાઇ રાવળ (૨) વાસુદેવ બાબુભાઇ સોલંકી બન્ને રહે 314 તુલસીવાડી સ્લમ ક્વાટર્સ ફતેપુરા વડોદરા શહેર તા.૦૩/૦૮/૨૦૨૪ ના કલાક ૧૨/૪૦ વાગ્યાથી તા.૩૧/૦૭/૨૦૨૫ સુધી મોજે. અમિતનગર સર્કલ વડોદરા શહેર આરોપી નાઓએ ફરી.ના મિત્રને જોઇ જતા તેની સાથે બન્ને જણાએ છુટા હાથની મારામારી કરતા તેના મિત્રએ ફરીયાદીશ્રીને બોલાવતા તે પણ સ્થળ ઉપર પહોચી જતા બન્ને જણાએ તેની સાથે પણ છુટા હાથની મારામારી કરી અને તેની પત્નીને ઘરે આવવા જણાવતા તેઓએ રોડ ઉપર વાહન નીચે કચડાઇ જઈ મરી જવાની કોશીસ કરેલ અને વાસુદેવ નાઓએ ફરીયાદીશ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ ત્યારબાદ તેની પત્નીને હરણી સ્કલ્પચર પાર્ક ખાતે લાવેલ અને આ વાસુદેવ નાઓ પણ તેઓ પાછળ પાછળ આવેલ અને તેઓએ ફરી.ને ગમે તેમ ખરાબ ખરાબ ગાળો આપેલ તેમજ તા. ૩૧-૦૭-૨૦૨૫ ના રોજ ફરી.ની પત્નીએ તેને ફોન કરી ધમકી આપેલ કે, હુ વીડીયો બનાવી તમારા નામ લખીને સોસીયલ મીડીયા ઉપર મુકી ગળે ફાંસો ખાઇ તમો બધાને ફસાવી દઇશ તેવી ધમકી આપેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૮/૨૦૨૪ ના કલાક ૨૧/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે.નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના ગુનાઓ:
૧. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે. “એ”પાર્ટગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૩૯/૨૦૨૫ ઇ.પી.કો. કલમ ૪૦૯, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૧૧૪ મુજબના ગુનાના કામના ફરિયાદી યજ્ઞેશ મનુભાઇ પટેલ ઉ.વ. ૩૮ ધંધો-નોકરી રહે. એ/૩૦૪ હવેલી હારમોની ફલેટ રાજેશ ટાવર રોડ, વડોદરા નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૦૨/૦૮/૨૦૨૧ થી તા.૧૭/૧૦/૨૦૨૨ સમયગાળા દરમ્યાન મોજે- સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા RACPC ઇલોરાપાર્ક બ્રાંચ, ત્રીજો માળ કલ્પતરુ બિલ્ડીંગ ઇલોરાપાર્ક વડોદરા શહેર ઉપરોકત તમામે પુર્વ આયોજીત કાવતરુ રચી લોનધારકો (આરોપીઓ) નં (૧) શંપા વા/ઓ મીહીરભાઇ ચેટર્જી, તથા (૨) ધીરજકુમાર રાજાભાઇ વાઘેલા, તથા (૩) શેતલબેન વા/ઓ ભાવેશભાઇ ધુળાભાઇ દેસાઇ, તથા (૪) બાબુ મુનુ સામી, તથા (૫) અનિલ ગણપતભાઇ નાલવડે, તથા (૬) શ્રીકાંતકુમાર શાનુભાઇ સોલંકીનાઓ હોમલોન મેળવવા તેઓએ દર્શાવેલ નોકરીના સ્થળે કંપનીમાં નોકરી નહિં કરતા હોવા છતા આરોપીઓ પૈકી નં (૭) દર્શક ઉર્ફે દર્શીત પટેલ, તથા નં (૮) સંતોષ બાલકૃષ્ણ પાર્ટે તથા નં (૯) રણજીત આહીર સાથે એકબીજાના મેળાપણુ કરી લોન ધારકો (આરોપીઓ) નાઓ પાસેથી પણ કમિશન પેટે રુ.૧,૭૦,૫૦૦/-જેટલી રકમ મેળવી લઇ તથા લોનધારકોના નામના ખોટા દસ્તાવેજો જેવા કે, આઇકાર્ડ, એપોઇન્ટમેન્ટ લેટર, સેલેરી સ્લીપો તથા ફોર્મ-૧૬ તેમજ અલગ-અલગ બેંકોના સ્ટેટમેન્ટો ખોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી ફાઇલ તૈયાર કરી એસ.બી.આઇ. બેંકના એસ.એસ.એલ.એજન્ટ (આરોપીઓ) પૈકી નં (૧૦) શ્રીપ્રકાશ દિૃવેદી તથા નં (૧૧) ધમેન્દ્ર વુન્દાવનભાઇ વાઘેલા મારફતે ઉપરોક્ત ઇસમોની ફાઇલો ઇલોરાપાર્ક ખાતે આવેલ એસ.બી.આઇ. બેંક RACPC બ્રાંચમા ખાતે રજુ કરી તે દસ્તાવેજ કે. પ્રવિણચન્દ્ર એન્ડ એસોશીયેટ નામની પેઢી તથા તેના ફિલ્ડ એક્ઝીક્યુટીવો(આરોપીઓ) પૈકી નં (૧૨) વિપુલકુમાર અરવિંદભાઇ વાળંદ, તથા નં (૧૩) ગજેંદ્રસિંહ દિલીપસિંહ પરમાર, તથા નં (૧૪) અમીરસોહેલ નબીમીયા કુરેશી તથા નં (૧૫) અલ્કેશ ભીમસિંહ બારિઆ, તથા નં (૧૬) યશ નિમેશભાઇ પટેલ નાઓ દ્વારા હોમલોન ધારકોના નોકરી તથા રહેણાક સ્થળના વેરિફિકેશન કરી ખોટા જોબ કન્ફર્મના વેરીફીકેશન કરી એસ.બી.આઇ. બેંકને વિશ્વાસમાં લઇ ઉપરોક્ત હોમલોન ધારકોને બેંકમાંથી કુલ્લે રુ.૧,૯૭,૦૬,૮૦૦/- ની અલગ-અલગ હોમલોનો મેળવવામાં મદદગારી કરી રાષ્ટ્રીયકૃત બેન્કમાં રહેલ જાહેર જનતાના નાણાની ઉચાપત કરી બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે.નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના ગુનાઓ:
૧. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫ ૦૪૪૦/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ કલમ-૧૨૫(એ), ૧૨૫(બી), ૨૮૧ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રતિકભાઇ મણીભાઇ બાવરવા ઉ.વ.૩૬ ધંધો.વેપાર રહે ડી ૬૦૧ આધ્યફોર્ચ્યુન ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મો.સા જેનો રજી નં GJ-06-MP-3651 નો ચાલક જુનેદ ગુલઝારભાઇ અંસારી ગઈ તા-૨૬/૦૬/૨૦૨૫ ના રોજ ક.૧૬/૩૦ વાગ્યાની આસપાસ ફરિયાદી તેમની મો.સા લઇ ચા લેવા માટે ઇનોરબિટ મોલ પાસે આવેલ ભારત પેટ્રોલ પંપની સામે આવેલ ચાની લારી પર ચા લેવા જઇ રહ્યા હતા ત્યારે આઇ.ટી.આઇ તરફ થી એક એક્ટિવા ચાલક જેનો રજી નં GJ-06-MP-3651 ના ચાલક નામે જુનેદ ગુલઝારભાઇ અંસારીનાઓ પોતાની એક્ટિવા પુરઝડપે અને ગફલતભરી રિતે ચલાવી લાવી ફરિયાદીની મો.સા ના સાઇડના ભાગે અકસ્માત કરતા ફરિયાદી પડી ગયેલ ત્યારે ફરિયાદીએ તેમના નાનાભાઇને ફોનથી જાણ કરતા નાનાભાઇ આવી જતા ૧૦૮ એમ્બુલંસ મારફ્તે વિટાસ હોસ્પિટલ ચકલી સર્કલ ખાતે લઇ ગયેલ અને સારવાર દરમ્યાન ડાબા પગનો એક્ષ-રે પડાવતા ફેકચર હોવાનુ જણાવેલ અને ડાબા પગએ ફરિયાદીને ગંભિર ઇજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૬/૦૮/૨૦૨૫ ના ક.૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ગોવિંદસિંહ લક્ષમણસિંહ ગોરવા પો.સ્ટે.નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.