-: પ્રેસનોટ :-
(તા.૦૬/૦૮/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૫/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૬૦ કિં.રૂ.૧૨૦૦૦/- તથા ઇંગ્લીશ બોટલ-૦૧, ઇ.કવા-૦૨, બિયર-૧૭ મળી કુલ્લે કિ.રૂા.૪૫૩૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૧૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૪૩૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્મીબેન તે વિજયભાઇ અમરસિંહભાઇ સોલંકી નાઓની વિધવા ઉ.વ.૫૨ ધંધો-ઘરકામ રહે-એ/૨૧ રાધેગોવિંદ ડુપ્લેક્ષ કલાદર્શન ચાર રસ્તા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફોર વ્હીલ રજી.નં.GJ06BL3373 ના ચાલક કિશોરભાઇ શાહ ગઇ તા.૨૯/૦૭/૨૦૨૬ ના રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે કલાદર્શન ચાર રસ્તા સર્કલ ખાતે એક ફોર વ્હીલ રજી.નં.GJ06BL3373 ના ચાલક કિશોરભાઇ શાહ નાએ તેની ફોરવ્હીલ ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે અને બેદરકારી પુર્વક ચલાવી લાવી મારી ટી.વી.એસ. કંપનીની સ્કુટીને અથાડી એક્સીડન્ટ કરતા મને હોઠ પર તથા છાતીની ડાબી બાજુ છોલાયેલ અને જમણા પગે ઘુંટણ પાસે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થયેલ હોય ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૮/૨૦૨૬ ના કલાક ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. વિજયસિંહ અજુભાઇ પાણીગેટ પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૭૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા. કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સુભાષભાઈ વનાભાઇ શિંદે ઉ.વ.૭૨ વર્ષ, ધંધો.નોકરી રહે.૩૭, મહાદેવનગ, કોતર તલાવડી રોડ, અલવા નાકાની બાજુમાં, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક એકેટીવા જેનો રજી નં.GJ-06-SJ-8749 ના ચાલક જેનુ નામ કુણાલ પટેલ આ કામના તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ સવારના સવા છ વાગ્યાના સુમારે પોતાની ટી.વી.એસ. કંપનીની જયુપીટર જેનો રજી. નં.GJ-06-QH-6085 લઇને જલારામ સ્કુલ તરફથી કોતરતલાવડી તરફ જતા હતા તે દરમ્યાન કોતર તલાવડી બગીચા સામે ત્રણ રસ્તા પાસે રોડ ઉપર એક સામેથી આવતી એકેટીવા જેનો રજી નં.GJ-06-SJ-8749 ના ચાલક જેનુ નામ કુણાલ પટેલ નાઓએ એકટીવામાં વચ્ચે લોખંડની પ્લેટ રાખી પ્લેટ ફરીયાદીની જયુપીટરને અથડાતા નીચે પડી જતા ફરીયાદીને છાતીના ડાબા ભાગે પાસળીમાં તથા કપાળના ડાબા ભાગે ઇજા પહોંચાડી અકસ્માત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૮/૨૦૨૬ ના કલાક ૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ધર્મેશભાઇ લખમણભાઇ માંજલપુર પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
3. કારેલીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૩૨૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૮૧,૩૨૪(૪) તથા એમ.વી. એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી સોયેબ ઈકબાલભાઈ મિઠાણી ઉ.વ.૨૭ ધંધો:ટ્રાવેલ્સ રહે.મ.નં.એફ-૨૧, રોશન નગર તુલસીવાડી કુંભારવાડા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક ફોરવ્હીલર રજી.નં.GJ-21-CE-2027નો ચાલક તા.૦૬/૦૮/૨૦૨૬ના રોજ રાત્રીના આશરે બે વાગ્યાના અરસામા મોજે- બહુચરાજી રોડ માતરીયા કબ્રસ્તાન પાસે સંદેસ પ્રેસની સામે આ કામના ફરીયાદીની લક્ઝરી બસ રજી નં.MP-13-ZW-3555ની તથા ગુડલક & કંપની ટ્રાવેલ્સની એક લકઝરી બસ જેનો રજી. નં.DD-01-Y-9796નો છે જે બન્ને બસો પાર્ક કરેલ હતી તે વખતે એક ફોરવ્હીલર રજી.નં. GJ-21-CE-2027નો ચાલક પોતાની ફોરવ્હીલ ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની લકઝરી બસને પાછળથી ટક્કર મારી એક્સિડન્ટ કરી આશરે રૂ.૩૫,૦૦૦ તથા ગુડલક & કંપની ટ્રાવેલ્સની લકઝરી બસ રજી.નં.DD-01-Y-9796ને પણ પાછળથી એક્સિડન્ટ કરી આશરે રૂ.૨૦,૦૦૦/-નુ નુકશાન પહોચાડી ફોરવ્હીલ ચાલક ત્યાથી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૮/૨૦૨૬ કલાક-૦૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી ડી.બી.પટેલ કારેલીબાગ પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૫૪/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૨૪(૨), ૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિતિ ડો/ઓ શંકરલાલ બેલાણી ઉ.વ.૩૬ ધંધો કેટરીન કામ રહે,મ.નં.૨૧૯ ટી-૧૩ ની સામે વાસવાણી કોલોની વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિશાલ અશોકભાઇ લાલવાણી રહે,ભાથૂજી મંદિર પાસે વારસીયા વડોદરા શહેર નાનો તથા તેની સાથે બીજા અજાણ્યા ત્રણ ઇસમો તા.૦૫/૦૮/૨૦૨૬ ના રોજ આશરે કલાક ૨૨/૧૫ વાગ્યે મોજે ટી-૧૩ ની સામે વાસવાણી કોલોની વારસીયા વડોદરા શહેર ખાતે આ કામના આરોપીઓ એ ફરીયાદીની એક્ટીવાને પથ્થર મારી નુકશાન પહોચાડેલ તથા સાહેદ નં (૧) જસવંત રતીરામ અહેરવાર તથા સાહેદ નં (૨) રેણુકા રામસિંગ અહેરવાર તથા નં(૩) રાજકુમારી અહેરવાર રહે તમામ ટી-૦૯ એ-૨૨૯ વાસવાણી કોલોની વારસીયા વડોદરા શહેર નાઓને ગંદી ગાળો આપી બોલાચાલી ઝપાઝપી કરી ઘર ઉપર પથ્થરો ફેકી ત્રણેયને ઇજા પહોચાડી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેરનાઓના હથિયારબંધી જાહેરનામા નો ભંગ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૮/૨૦૨૬ ના કલાક ૦૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ હરદત્તસિંહ પ્રવિણસિંહ કુંભારવાડા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. જે.પી.રોડ પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૬૦૨૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વલીમોહમદ કાલેખાન પઠાણ ઉ.વ.૪૬ રહે.મ.નં.૧૨/૧૩ અલકરીમ રેસીડન્સી રિઝવાન ફ્લેટની સામે કિસ્મત ચોકડી પાસે તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)યાસીનભાઇ વ્હોરા (૨) યાસીનભાઇ વ્હોરાની પત્નિ જેના પુરા નામની ખબર નથી તે તથા (૩) આશીયાના ડો/ઓ યાસીનભાઇ વ્હોરા તમામ રહે. અલકરીમ રેસીડન્સી રિઝવાન ફ્લેટની સામે કિસ્મત ચોકડી પાસે તાંદલજા વડોદરા શહેર તા.૦૫/૦૮/૨૦૨૬ના કલાક ૨૨/૧૫ વાગે મોજેઃ- અલકરીમ રેસીડન્સી રિઝવાન ફ્લેટની સામે કિસ્મત ચોકડી પાસે તાંદલજા વડોદરા શહેર ગઈ કાલ તા.૦૫/૦૮/૨૦૨૬ના કલાક ૨૨/૧૫ વાગ્યાની આસપાસ આ કામના ફરીયાદીનાઓ તેમના મિત્ર કરમ હુસેન નાઓના ઘરે સ્ટાર સીટી-૦૧ કિસ્મત ચોકડી ખાતે દાવત હોય ત્યાં જમવા માટે ગયેલ તે વખતે ફરીયાદીની દિકરી કનીશફાતેમાએ ફરીયાદીને ફોન કરી જણાવેલ કે આપણા ઘરની સામે રહેતા આ કામના આરોપી (૧) યાસીનભાઇ વ્હોરા તથા આરોપી (૨) તેમની પત્નિ આપણા ઘરે આવેલ છે અને અમારી સાથે ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો કરે છે તેમ જણાવતા આ કામના ફરીયાદી તેમના ઘરે આવતા આ કામના આરોપી (૧) નાઓને ઝઘડા બાબતે પુછતા તેઓ એકદમ ઉશ્કેરાય જઈ ફરીયાદીને ગંદી-ગંદી ગાળો બોલવા લાગતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા તેઓએ પોતાના હાથમાની લોખંડની પાઇપ માથાના જમણા ભાગે મારી ઇજા પહોંચાડી આ કામના ફરીયાદીના પત્નિ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ આ કામના આરોપી (૧),(૨) તથા (૩) નાઓએ ગડદા પાટુનો માર મારી સામાન્ય ઇજાઓ પહોંચાડી ફરીયાદિને આરોપી (૧) નાઓએ ફરીયાદીને ‘ આજે તુ બચી ગયો હવે પછી દેખાયો તો જીવતો નહી છોડુ’ તેવી ધમકી આપી મે પોલીસ કમીશ્નર સાહેબના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૮/૨૦૨૬ ના ક.૦૪/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એસ.વી.સાખરા જે.પી.રોડ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.