-: પ્રેસનોટ :-
(તા.૦૬/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૫/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૫ કિ.રૂ.૩૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૩ મળી કુલ કી.રૂ. ૩,૪૦૬/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૪ સહીત કુલ-૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૬૦૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના કામના ફરીયાદી શ્રી શંકરલાલ દૈવિલાલ ગુર્જર રહે, મ.ન.૪૭ શ્રી હરી એપાર્ટમેંટ કમલાનગર પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મહિંદ્રા કંપનીની બોલેરો ફોર વ્હિલ ગાડી જેનો રજી નં GJ-06-AZ-8311 નો ચાલક જેના પુરાનામ સરનામાની ખબર નથી ગઇ કાલ તા.૦૫/૧૧/૨૦૨૫ ના રોજ સવારના આશરે કલાક-૦૫/૪૫ વાગ્યે ફરિયાદી તેઓની એકટીવા મો.સા જેનો રજી નં GJ-06-SG-0968 ની લઈને જતા હતા ત્યારે હાઇટેશન રોડ સી એચ વિધ્યાલય પસે પરમેશ્વરપાર્ક સોસાયટીના નાકા પાસે ગલીમાથી આવેલ એક મહિના કંપનીની બોલેરો ફોર વ્હિલ ગાડી રજી GJ-06-AZ-8311 નો ચાલક પુરઝડપે અને ગલફતરીતે ભરી હંકારી લાવી ફરિયાદીની એક્ટીવાને સાઇડથી ટકકર મારી એક્સીડંટ કરેલ ત્યારે ફરિયાદી નિચે પડી ગયેલ જેમા ફરિયાદીને ડાબા હાથની કોણીના ભાગે ફેકચર તેમજ ડાબા પગે માથે સાધારણ ઈજા પહોંચાડી ગુનો કર્યાં વિ.બાબતે તા.૦૫/૧૧/૨૦૨૫ ના ક. ૨૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો સંજયભાઈ સાહેબરાવ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. હરણી પો.સ્ટે
હરણી પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૨૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ આ કામના ફરીયાદી પ્રશાંતભાઇ રોહીતભાઇ પટેલ રહે. દરજીપુરા ગામ, પટેલ ફળીયુ, આર.ટી.ઓ.પાસે, વડોદરા શહેર ઓની ફરીયાદ મુજબ આરોપી પુષ્કર સ/ઓ પ્રશાંતભાઇ રોહીતભાઇ પટેલ રહે. દરજીપુરા ગામ, પટેલ ફળીયુ, આર.ટી.ઓ.પાસે, વડોદરા શહેર તા.૦૪/૧૧/૨૦૨૫ ના ક.૧૩/૩૦ વાગ્યાના સુમારે ને.હા.નં.૪૮, અમદાવાદથી સુરત તરફ જતા રોડ ઉપર, ગોલ્ડન બ્રીજના છેડાથી થોડેક આગળ હરણી વડોદરા શહેર આ કામના ફરીયાદીના દિકરા પુષ્કર સ/ઓ પ્રશાંતભાઇ રોહીતભાઇ પટેલ ઉ.વ.૨૦ નાઓની ઓલા મો.સા.નં.GJ06 SG 5597 ની સ્લીપ થવાથી પોતાને માથામા તથા ખભા ઉપર ઇજા પહોચતા આજરોજ સારવાર દરમિયાન મરણ ગયેલ હોય જે વિગેર બાબતની તા. ૦૬/૧૧/૨૦૨૫ ના ક.૦૩/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ આર.કે.કાચા હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. લુંટના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૬૫૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૦૯(૪),૫૪ મુજબના કામના ફરીયાદી રાકેશકુમાર ખુમાનજી ખટીક રહે હાલ, કાનાભાઈ ભરવાડના મકાનમા ભાડેથી સંતોષીનગર ૦૧ ન્યુ વી.આઈ.પી રોડ ખોડીયાર નગર વડોદરા શહેર મૂળ રહે, ગિરિવર પોળની અંદર ભિન્ડરગામ તા.વલ્લભનગર જી.ઉદેપુર રાજસ્થાન નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યા ચાર ઈસમો જેઓના નામ ઠામની ખબર નથી ગઈ તા.૨૩/૧૦/૨૦૨૫ના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે મોજે- એ.પી.એમ.સી માર્કેટની સામે લોખંડના બ્રિજ નિચે ને.હા.૪૮ સુરતથી અમદાવાદ તરફ જતા જાહેર રોડ પર લક્ઝરી બસની રાહ જોઈ ફરિયાદી ઉભા હતા તે દરમ્યાન એક બાઈક પર બે ઈસમો તથા એક એક્ટિવા પર બે ઈસમો જેમ કુલ ચાર ઈસમો ફરીયાદી પાસે આવેલ અને બે ઈસમોએ ફરીયાદીને પકડી રાખેલ અને બીજા બે ઈસમો ફરીયાદીના પેન્ટના ખિસ્સા ચેક કરી ફરીયાદીના પેન્ટના જમણી બાજુના આગળના ખિસ્સામા મુકેલ પાકીટ કાઢી લઈ ફરી.ને ઘક્કો મારી પાડી દઈ પાકીટમા રૂ.૨૫,૦૦૦/- હતા તે પાકીટ કાઢી લુંટ કરી ચારેય અજાણ્યા ઈસમો ભાગી ગયેલ હોય વિ. બાબતે તા.૦૫/૧૧/૨૦૨૫ ના કલાક ૨૩/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એલ.એન.સાંસલા કપુરાઈ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪.વાહન ચોરીના કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦ ૬૦૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબના કામના ફરીયાદી શ્રી વિકયકુમાર સુરેંદ્રભાઇ તિવારી રહે,ડી/૩૦૪ શ્રી નિલકંઠ રેસીડેંસી અટલાદરા સ્વામી નારાયણ મંદિર પાસે વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે તા.૨૯/૧૦/૨૦૨૫ ના સવારના કલાક-૦૭/૫૦ વાગ્યા થી રાત્રીના કલાક-૧૯/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. ગેંડા સર્કલ પાસે ફુટપાથ પર ગોરવા વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રીની હીરો કંપનિની સ્પેંડર મો.સા. રજી.નં-GJ-06-KA-8394 જેનો ચેસીસ MBLHA10CGGHB82652 તથા એન્જીન નં HA10ERGHB51196 નો છે જેની આશરે કી.રૂ.૩૦,૦૦૦/-ગણી શકાય જે લોક મારી મુકેલ. જે મો.સા.ની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી કે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૧૧/૨૦૨૫ ના કલાક ૨૦/ ૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી એમ.કે.વાળા ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. રાવપુરા પો.સ્ટે
રાવપુરા પો.સ્ટે પાર્ટ એ ગુ ર નં- ૧૧૧૯૬૦૨૬૨૫૦૨૧૦ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ -૩૦૩(૨)મુજબ આ કામના ફરીયાદી શૈલેષભાઇ રતિભાઇ પરમાર રહે:-તરપત ફલીયુ ગામ-પાટોદ તા-પાદરા જી:-વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમે આ કામના ફરીયાદીશ્રી નવલખી ગ્રાઉન્ડ ખાતે ગણપતી વિસર્જન જોવા માટે આવેલ હતા ત્યારે ગઈ તા.૦૬/૦૯/૨૦૨૫ના કલાક:-૧૯/૩૦ થી કલાક:-૧૯/૪૫ વાગ્યા દરમ્યાન મોજે નવલખી ગ્રાઉન્ડ્માં હેલીપેડ પાસે પાર્કીગમાં પાર્ક કરેલ હિરો કંપનીની કાળા અને લાલ કલરની એચ એફ ડિલક્સ બાઇક RTO નં:-GJ-06-LP-4119 છે. જેનો ચેસીસ નં.MBLHAR054J5C02556 તથા એંન્જીન નં.HA11EPJ5C02422 નો છે જે સને-૨૦૧૮ના મોડેલનું છે. જેમા આશરે ત્રણ લિટર જેટલુ પેટ્રોલ હતું જેની કિંમત આશરે રૂ.૨૫,૦૦૦/- ગણી શકાય. જે કોઇ ચોર ઇસમ બાઇકનું લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી કે કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૧૧/૨૦૨૫ ના કલાક ૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની હે.કો જગમાલભાઇ દેવાભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય કેસો
૧. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે પાર્ટ- એ, ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫૦૬૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૯૬(૨), ૩૫૧(૨,૩) મુજબના કામના ફરીયાદી અર્ચનાબેન વા/ઓફ મુકેશભાઇ ઉર્ફે લખન જગદીશભાઇ પ્રજાપતી રહે, મ.નં.૮૧૩, ચાચાનેહરુનગર, કમલાનગર તળાવની પાછળ, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મુકેશભાઇ ઉર્ફે લખન જગદીશભાઇ પ્રજાપતી રહે, મ.નં.૮૧૩, ચાચાનેહરુનગર, કમલાનગર તળાવની પાછળ, આજવા રોડ, વડોદરા શહેર તા.૦૩/૧૧/૨૦૨૫ ના કલાક ૨૨/૦૦ વાગ્યાના સુમારે તથા તા.૦૫/૧૧/૨૦૨૫ ના કલાક ૦૦/૩૦ વાગ્યાના સુમારે આ કામના ફરીયાદી નાઓના પિયર મ.નં.આઇ/૨૦૮, મારૂતિ હાઇટ્સ, રોયલ સ્કુલની સામે, કમલાનગર, વડોદરા શહેર ખાતે ફરી.ના માતાપિતાના ઘરે આવી ફરી.ને જણાવેલ કે મારા દિકરા રુદ્રને આપી દે તેવુ કહી ફરી.ને ગંદી ગાળો આપી દરવાજો ખોલ નહી તો હુ તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરીથી ગઈ તા.૦૪/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે ફરીથી ફરીયાદીને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૧૧/૨૦૨૫ ના કલાક ૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો હર્ષિતકુમાર ગગજીભાઈ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.