Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૭/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૬/૦૧/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૦૮ સહીત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       વાહન ચોરીના કેસો

૧.           ગોરવા પો.સ્ટે.

ગોરવા પો.સ્ટે. “એ”પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૬00૭૨૬00૧0/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩0૩ (૨) મુજબ ગુનાના કામના ફરિયાદી દશૅનભાઇ સન ઓફ કિશોરભાઇ ડાહયાભાઇ વાઘેલા ઉ.વ.૨૧ ધંધો-અભ્યાસ રહેવાસી મકાન નંબર ૧૩૭૧ વણકરવાસ રામાપીર મંદીરની સામે ગામ સીંધરોટ તા.જી.વડોદરા   નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા ૩/૧/૨0૨૬ ના કલાક 0૫/૪૫  થી તા 0૫/0૧/૨0૨૬  ના કલાક 0૧/00  વાગ્યા દરમયાન  મોજે- ગેડા સર્કલ  અટલબ્રીજ પોલ નં.૧૩0  પાસે પાર્ક કરેલ એક હિરો કંપનીની સ્પેન્ડર મો.સા.જેનો રજીસ્ટર નં GJ-06-LF-8866 નો છે.જે કાળા કલરની જેનો ચેસીસ નંબર MBLHAR078H 5J14070 તથા એન્જીન નંબર HA10AGH5J21831 નો છે. જે સને 2017 ના મોડલની જેની કિં.રૂા.૨૫,૦૦૦/- ગણી શકાય તે મોટર સાયકલની કોઇ ચોર ઇસમ લોક ખોલી ચોરી કરીને લઈ ગયેલ હોય  જે  ગુનો કર્યા  વિગેરે  બાબત તા.૦૬/૦૧/૨૦૨૬ ના ક ૧૬ /00 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ એમ.આર.ગાગાંણી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.           બાપોદ પો.સ્ટે.

બાપોદ પો.સ્ટે. પાર્ટ–એ ૧૧૧૯૬૦૦૨૨૬૦૦૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી ગૌરવભાઇ કનૈયાલાલ તુલસીયાની ઉ.વ.૩૫ ધંધો-વેપાર રહે.મ.નં.એ/૧૦ અખંડ આનદ સોસાયટી નવજીવન સોસાયટી પાછળ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ ગઇ તા.૦૪/૦૧/૨૦૨૬ ના ક.૧૪/૪૫ વાગ્યાના આસપાસ મોજે- અખંડ આનદ સોસાયટી નવજીવન સોસાયટી પાછળ આજવા રોડ, વડોદરા શહેરફરીયાદીનુ હોન્ડા કંપનીની એક્ટીવા જેના રજી.નં.MP-04-SH-0511 જેનો એન્જીન નંબર JC44E1276245 તથા ચેસીસ નંબર ME4JC448CB8165219 નો છે જેની કિ.રૂ. ૧૫,૦૦૦/- ગણી શકાય જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી અગરતો લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે તા.૦૬/૦૧/૨૦૨૬ ના ક.૦૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રવિરાજસિંહ પ્રવિણસિંહ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.           સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૦૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ આ કામના ફરીયાદી જૈનિક સંજયકુમાર ઠકકર રહે, મકાન નંબર ૧૯ રાધાનગર સોસાયટી સ્વાતિ સોસાયટી પાછળ ન્યુ સમા રોડ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમે તા.૨૭/૧૧/૨૦૨૬ ના કલાક ૦૪/૦૦ વાગ્યાથી કલાક ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન મોજે:- મકાન નંબર ૧૯ રાધાનગર સોસાયટી સ્વાતિ સોસાયટી પાછળ ન્યુ સમા રોડ સમા વડોદરા શહેરનાઓએ આ કામના ફરીયાદીની હોન્ડા કંપનીની એક્ટીવા મોપેડ રજી નં. GJ-06-HN-4982 ની જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી શકાય તેની તા.૨૭/૧૧/૨૦૨૫ ના કલાક ૦૪/૦૦ વાગ્યાથી કલાક ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન મોજે ૧૯ રાધાનગર સોસાયટી સ્વાતિ સોસાયટી ખાતે મારા ઘર આગળ થી કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે લોક તોડી કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા  વિ. બાબત તા.૦૭/૦૧/૨૦૨૬ ના કલાક ૧૧/૪૫ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI દિપકકુમાર પોપટભાઇ  નોકરી સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

 

 

 

૩.  અપહરણના કેસો

૧.           વારસીયા પો.સ્ટે.

વારસીયા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૬૦૦૦૩/૨૬ બી.એન.એસ. કલમ.૧૩૭(૨) મુજબ ગુનાના કામના  ફરીયાદીનુ નામ ગુપ્ત રાખેલ છે   નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.૦૫/૦૧/૨૦૨૬ ના કલાક ૦૯/૦૦ થી ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન મો.જે કિશનવાડી વુડાના મકાન વારસીયા રીંગ રોડ વડોદરા શહેર ઉત્તર ૨ કીમી. નુર્મ આવાસ ચોકી વિસ્તાર આ કામના ફરીયાદીશ્રીની દિકરી ભોગ બનનાર ૧૭ વર્ષ અને ૩ દિવસ (જન્મ તા.૦૩/૦૧/૨૦૦૯)ને ગઈ તા. ૦૫/૦૧/૨૦૨૬ ના કલાક ૦૯/૦૦ થી ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન ખાતેથી કોઇ અજાણ્યો વ્યક્તિ તેને પટાવી ફોસલાવી અથવા લલચાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે મતલબની ફરીયાદ છે. તા. ૦૬/૦૧/૨૦૨૬ ના કલાક  ૧૬/૦૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી પી.ડી.ચૌહાણ નોકરી વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.       વિશ્વાસઘાતના કેસો

૧.           સાયબર ક્રાઇમ પો.સ્ટે.

સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાર્ટ – એ-ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૬૦૦૦૧/૨૦૨૬ ભારતિય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨), ૫૪ તથા આઇ.ટી.એકટની કલમ ૬૬(ડી) મુજબ ગુનાના કામના ફરિયાદી સતિષ અમરતલાલ શાહ ઉ.વ.૮૪ ધંધો.નિવ્રુત રહે.બી-૩૫, નર્મદા નગર, દિવાળીપુરા,  વડોદરા શહેર(1) ફરીયાદમા જણાવેલ  ૯૨૩૯૭૭૧૩૫૨ મોબાઇલ નંબરના ધારક તથા વપરાશકર્તા(2) ફરીયાદીના નાણા મેળવનાર બેંક ખાતા ધારકો તથા વપરાશકર્તા(3) BOI CREDIT VERIFICATION .apk આ લીક બનાવનાર તેમજ વપરાશ કર્તા(4) ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો તા.૧૧/૦૮/૨૦૨૫ થી આજ દિન સુધી મોજે.- વડોદરા  શહેર  આ કામના આરોપીઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી તા.૧૧/૦૮/૨૦૨૫ થી તા.૧૩/૦૮/૨૦૨૫ સુધી સમયગાળા દરમ્યાન ફરીયાદી નાઓને ક્રેડીટ કાર્ડ ફ્રી મા આપવાના બહાને ફરીયાદીના વોટ્સ ઉપર મો.નં-૯૨૩૯૭૭૧૩૫૨ થી  BOI CREDIT VERIFICATION .apk નામની  એપ્લીકેશન લીક મોકલી  વિશ્વાસમાં લઇ ફરીયાદીશ્રીના બેંક ખાતામાંથી કુલ રૂ રૂ.૨૫,૪૮,૦૦૦/- ફરીયાદમાં જણાવેલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી આજ દિન સુધી પરત નહી કરી આ કામના આરોપીઓએ એકબિજાની મદદગારી કરી ઓન-લાઈન ઈલેક્ટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ગુનાહિત કાવતરુ રચી છેતરપીંડી વિશ્વાસઘાત કરેલ હોય જેથી ઉપરોક્ત વોટ્સઅપ નંબરના ધારક તથા ઉપયોગકર્તા, લિન્ક બનાવનાર તથા ઉપયોગકર્તા તથા અરજદારના નાણા જે ખાતાઓમાં ગયેલ હોય તે ખાતા ધારક તથા ઉપયોગકર્તા  તેઓના વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4),54,61(2) તથા આઇ.ટી.એક્ટ કલમ 66(D)મુજબ ગુનો દાખલ કરવા બાબત તા.૦૬/૦૧/૨૦૨૬ ના કલાક ૧૭/૧૫ વાગે   ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ જે ડી પરમાર પો.ઈન્સ. સાયબર ક્રાઇમ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.  વાહન અક્સ્માતના કેસો

૧.           હરણી પો.સ્ટે

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૦૧૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી સંજયભાઇ સન ઓફ ખોડીદાસભાઇ ત્રીભુવનદાસ પરમાર રહે. 385 રામદેવપીરની ચાલી  શ્રી નાથ પેટ્રોલપંપ પાસે  કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યા વાહનના ચાલકે તા.૦૬/૦૧/૨૦૨૬ ના ક.૧૯/૦૫ વાગ્યા પહેલા મોજે.   ખોડીયારનગરથી પાંજરાપોળ તરફ જતા રોડ ઉપર ઈંડીયન એટીએમની સામેની બાજુ, તળાવના ગેટની સામે  આ કામના ફરીયાદીશ્રીના પિતાજી ખોડીદાસભાઇ ત્રીભુવનદાસ પરમાર ઉ વ 67 નાઓ સાઇકલ ઉપર જતા હતા તે વખતે કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેનુ વાહન એકદમ પુરઝડપે અને ગફલતભરીરીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીના પિતાશ્રીની સાઇકલને ટક્કર મારતા તેઓ સાઇકલ સાથે નીચે પડી ગયેલ અને તેઓને જમણા પગમા ફ્રેક્ચર તથા માથામા કપાળના ભાગે ફ્રેક્ચર કરી ભાગી જઇ ગુનો કર્યા વિગેરે બાબત તા.૦૭/૦૧/૨૦૨૬ ના ક.૦૨/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ એસ.કે.મકવાણા હરણી પોલીસ સ્ટેશન પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૨.           સમા પો.સ્ટે

સમા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૦૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી)  તથા  એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી  વિનોદકુમાર ગિરિરાજપ્રસાદ  અગ્રવાલ  રહે મ.ન ૮૧ શાંતિ નગર સોસાયટી અંબે માતા ના મંદિર પાસે  સમા વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યા ફોર વ્હિલર કાર ચાલક જેના નામ સરનામા કે નંબરની ખબર નથી તા.૦૬/૦૧/૨૦૨૬ ના કલાક ૨૨/૩૦ વાગે મોજે સમા  સ્પોટ્સ કોમ્પલેક્ષ પાસે આવેલ  આશુ નાસ્તા હાઉસ ની દુકાન સામે સમા વડોદરા શહેર તા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ કલાક ૨૨/૩૦ વાગે  સમા  સ્પોટ્સ કોમ્પલેક્ષ પાસે આવેલ  આશુ નાસ્તા હાઉસ ની દુકાન સામેથી ફરીયાદી  શાકભાજીની લારી લઈ પસાર થતો હતો ત્યારે એક ફોર વ્હિલર  કાર ચાલકે જેના નામ સરનામાની કે નંબરની ખબર નથી તેણે પોતાની કાર પુરઝડપે ગફલત ભરી રીતે અને બેદરકારી પૂર્વક હંકારી લાવી ફરીયાદીને  પાછળ થી ટક્કર મારી ફરીયાદીના જમણા પગની આંગળીમા ગંભીર ઇજા પહોચાડી ફરીયાદીને ટક્કર માર્યા બાદ બીજા એક મોટર સાયકલ ચાલકને ટક્કર મારી તેને શરીરે સામન્ય ઇજા પહોચાડી મોટર સાયકલની પાછળ બેસેલ બહેનને માથાના ભાગે ગંભીર  ઇજાઓ તથા હાથે પગે સામાન્ય  ઇજાઓ  પહોચાડી નાશી જઈ ગુનો કર્યા વિ.બાબત . ૦૭/૦૧/૨૦૨૬ ના કલાક ૦૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ રાજેશકુમાર પ્રતાપભાઇ બ.નં.૧૫૯૦ નોકરી સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.                      

૬. અન્યના કેસો

૧.           ગોરવા પો.સ્ટે.

ગોરવા પો.સ્ટે. “એ”પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૬00૭૨૬000૯ /૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪), ,૩૩૬(૩), ૩૪૦(૨),૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી દિનેશભાઇ દિપકભાઇ શર્મા રહે.૨૨૮ એકતાનગર છાણી જકાતનાકા વડોદરા શહેર   નાઓની ફરીયાદ મુજબ આરોપી વેસ્પર ગ્લોબલ પ્રા.લિ ના ડિરેક્ટર રાજ પ્રભાકર તથા પ્રોપરાઇટર પુંજા વા ઓફ રાજ પ્રભાકર ઓફીસ એડ્રેસ ૩૧૪ એટલાન્ટીક ટાવર જાસ્મીન મોબાઇલ ની ઉપરના માળે ગેંડા સર્કલ પાસે ગોરવા વડોદરા શહેર રહે-ડી-૧૦૨ કલ્પ ડિઝાઇર્ડ ગોત્રી રોડ વડોદરા શહેર ગત નવેમ્બર-૨૦૨૪ થી આજ દીન સુધી મોજે- ૩૧૪ એટલાન્ટીક ટાવર જાસ્મીન મોબાઇલ ની ઉપરના માળે ગેંડા સર્કલ પાસે ગોરવા વડોદરા શહેરઆ કામના આરોપી નાઓએ નવેમ્બર ૨૦૨૪ થી આજ દીન સુધી ફરીયાદીના ૧૨ ગ્રાહકોના ચાર થી છ માસમાં વર્ક પરમીટ વિઝા કરી આપવાનુ જણાવી તેઓનો ભરોસો કેળવી ફરીયાદી પાસેથી ટુકડે ટૂકડે રૂ.૨૨,૬૭,૫૦૦ જેટલી માતબર રકમ મેળવી તેમજ ફરીયાદીના મિત્ર નામે સૈયદ જુનેદ અલી ઇકરામઅલી નાઓના ગ્રાહકોના વિઝા કરી આપવાના બહાને તેઓની પાસેથી પણ રૂ.૭,૧૦,૦૦૦ મળી કુલ રૂ.૨૯,૭૭,૫૦૦ જેટલી માતબર રકમ મેળવી લઈ ફરીયાદી તથા તેમના મિત્રના ગ્રાહકોના ઓસ્ટ્રીયા તથા નોર્વે તથા ફીડલેન્ડ ખાતેના વર્ક પરમીટ અંગેના ખોટા અને બનાવટી લેટર આપી તેઓના વર્ક પરમીટ ન કરી આપી ફરીયાદી તથા તેમના મિત્ર પાસેથી મેળવેલ રકમ પરત માંગણી કરતા તેઓએ પરત ન આપી ફરીયાદીએ આપેલ નાણા તેઓના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદીને તથા તેમના મિત્રને આર્થિક નુકસાન પહોચાડી તેઓની સાથે વિશ્વાસધાત કરી છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબત તા.૦૬/૦૧/૨૦૨૬ ના ક ૧૫/૨0 વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ   બી.બી.ચૌધરી   ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.  ડી.સી.બી.  પો.સ્ટે.

ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૦૨૬૦૦૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૭૮, ૧૭૯, ૧૮૦ મુજબ ગુનાના કામના ફરિયાદી સમીરકુમાર વિનોદકુમાર પંચોલી ઉ.વ.૪૯ ધંધો-નોકરી રહેવાસી બી ૭૦૧ રત્નામઓરા, સિગ્નસ વર્લ્ડ સ્કુલ પાછળ, મોટનાથ મહાદેવ મંદિરની પાછળ, હરણી રોડ, વડોદરા શહેર તથા મુળ રહે વૃધાવન ધામ સોસાયટી, રામ્જી મંદિરની પાછળ તા.વ્યારા જી.તાપી.  નાઓની ફરીયાદ મુજબ આરોપી શકમંદ એક્સીસ બેંક નિઝામપુરા શાખામાં સેવિંગ એકાઉન્ટ ધરાવતા રાજ પુરોહિત વિક્રમસિંહ ઇંદ્રસિંહ રહે.સ્વામિનારાયણ નગર નિઝામપુરા છાણી રોડ વડોદરા તા.૦૧/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૦૭ વાગે થી તા.૦૫/૦૧/૨૦૨૬ ના કલાક ૧૧/૪૯ વાગ્યા દરમ્યાન. મોજે એક્સીસ બેંક નિઝામપુરા શાખા વડોદરા શહેર સેવિંગ એકાઉન્ટ નં.૯૨૧૦૧૦૦૪૯૦૮૨૫૭૬ ધરાવતા રાજ પુરોહિત વિક્રમસિંહ ઇંદ્રસિંહ રહે.સ્વામિનારાયણ નગર નિઝામપુરા છાણી રોડ વડોદરા શહેર નાઓએ તા.૦૧/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૦૭ વાગે રૂ.૪૪,૫૦૦/-નું ભરણું ભરવા એક્સીસ બેંકના નિઝામપુરા શાખાના CDM મશીનમા કેશ ડીપોઝીટ કરેલ જે પૈકી ત્રણ નોટો ખરાબ હોવાથી મશીનમંથી પરત આવેલ અને રૂ. ૫૦૦ ના દરની નોટો નંગ ૧૭ જે મશીનમા ભરેલ તે મશીનના યુ.આર.જે.બી. બોક્સમાં જમા થયેલ. જે નોટો બેંકના વેન્ડર હીટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રા.લી. નાઓએ તા.૦૩/૦૧/૨૦૨૬ ના કલાક ૧૧/૪૯ વાગે કેસ ડીપોઝીટ મશિનની ઇ.ઓ.ડી. કરતા તેમાંથી રૂપિયા ૫૦૦ના દરની નંગ-૧૭ ખોટી અને બનાવટી (ડુપ્લીકેટ) નોટો બેન્કના કેશ ડીપોઝીટ મશીનના યુ.આર.જે.બી. બોક્ષમાં જમા થયેલ. જે રૂપિયા ૫૦૦ દરની ખોટી અને બનાવટી (ડુપ્લીકેટ) નોટો મળી આવી આવી ગુનો કર્યા વિગેરે  બાબતે તા.૦૬/૦૧/૨૦૨૬ ના કલાક ૧૮/૪૫   ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એસ.ડી.રાતડા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી. શાખા  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.  મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૦૨૭/૨૦૨૬ ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫  ની કલમ-૩(૧), (૨) તથા કલમ ૩(૨), ૩(૪), ૩(૫) મુજબ આ કામના ફરીયાદી શ્રી એચ.ડી.તુવર, પોલીસ ઇન્સ્પેકટર, નોકરી- ડી.સી.બી. પોલીસ સ્ટેશન, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) અજયસીંગ દર્શનસીંગ દુધાણી (સીકલીગર) રહેવાસી- વારસીયા વીમા દવાખાના પાછળ ખારી તલાવડી ઝુપડામાં, વડોદરા (૨) જશપાલસિંગ ઉર્ફે બચ્ચુસિંગ મનજીતસિંગ દુધાણી (સીકલીગર) રહેવાસી- વારસીયા વડોદરા તથા વિશ્વામિત્રી બ્રીજ નીચે મહાકાળી ઝુપડપટ્ટી વડોદરા (૩) અર્જુનસિંગ ઉર્ફે કથ્થોડ દર્શનસિંગ દુધાણી (સિકલીગર) રહેવાસી- સરકારી વીમા દવાખાના પાછળ ખારી તલાવડી પાસે વડોદરા (૪) શમશેરસિંગ ઉર્ફે ઢબ્બુસિંગ માનસિંગ પ્રેમસિંગ સીકલીગર (ટાંક) રહેવાસી- ભાયલી ગામ હરસિધ્ધી માતાના મંદીર પાસે ભાડાના મકાનમાં તા.જી. વડોદરા. મુળ રહેવાસી વારસીયા ભુંડવાળા વિમા દવાખાનાની પાછળ વડોદરા (૫) પ્રકાશ વિજયભાઇ રાજપુત રહેવાસી- વિમા દવાખાના ભુંડવાસ પોપ્યુલર બેકરી પાસે વારસીયા વડોદરા શહેર (૬) સન્નીસિંગ દર્શનસિંગ દુધાણી (સીકલીગર) રહેવાસી- વિમા દવાખાના ભુંડવાસ વારસીયા વડોદરા શહેર (૭) કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંગ દુધાણી (સીકલીગર) રહેવાસી-  વિમા દવાખાના ભુંડવાસ વારસીયા વડોદરા શહેર (૮) શંકર સોનુભાઇ મારવાડી રહેવાસી-  કાળી તલાવડી વિમા દવાખાના પાસે વારસીયા વડોદરા શહેરનાઓએ આજથી દશ વર્ષ પહેલા (તા.૦૬/૦૧/૨૦૧૬થી) કોઇપણ સમયે વડોદરા શહેર/જિલ્લા તેમજ ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓમાં  આરોપીઓ એનેક્ષર-એ અને એનેક્ષર-બી માં જણાવેલ ગુનાઓ આચરવા સારૂ સંગઠીત ગુના આચરતી ટોળકી ‘’Organized Crime Syndicate’’ બનાવી પોતાના અંગત તથા ટોળકીના લાભ તથા ફાયદા માટે ગેરકાયદેસરના કૃત્યો એકાકી અને સયુંકતપણે આચરી વડોદરા શહેર/જિલ્લામાં તેમજ ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓમાં ગંભીર પ્રકારના મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ એકબીજાના સાથે સંકળાયેલા રહી ગુનાહિત કાવતરૂ રચી સંગઠીત ગુનાઓ આચરેલ હોય. તેઓ તમામ આરોપીઓ તથા આ ગુનાની તપાસમાં સંગઠીત ગુના કરતી ટોળકી સાથે મળી ગુનાહિત કાવતરૂ કરનાર ટોળકીને દુષ્પ્રેરણ કરનાર તથા ટોળકીને ગેરકાયદેસરના કૃત્યો આચરવા માટે સગવડતા કરી આપનારની જે હકીકત તપાસમાં મળી આવે તે વિગેરે બાબતે તા.૦૭/૦૧/૨૦૨૬ના ક.૦૦/૫૫ વાગે ગુનો નોધાંયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, “ સી ” ડીવીઝન, વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.