Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૭/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબીશનના કેસો

તા.૦૬/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૭ કિ.રૂ.૩૪૦૦/- તેમજ ઇ.કવાટરીયા નંગ-૦૫ કિ.રૂ.૮૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૪ સહીત કુલ-૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો.

૧.      બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૧૪૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૯૬(૨),૧૧૫(૨), ૧૨૫(એ) ૧૧૭(૨) , ૩૨૪ (૪) તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી નિશાર અહેમદ ઇકબાલભાઇ ચૌધરી રહે, ૧૦ ખ્વાજાનગર એકતાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અનીશ (૨) અયુબભાઇ (૩) આસીફ (૪) અતીક ખત્રી (૫) અતીકનો બનેવી તે ગઈ તા.૦૩/૦૩/૨૦૨૬ ના ક.૧૯/૧૫ વાગે મોજે. ખ્વાજાનગર એકતાનગર આજવા રોડ વડોદરા શહેર ખાતે ગમેતેમ બિભત્સ ગાળો આપી જણાવેલ કે રીક્ષા નહી હટે તારા બાપની જગ્યા છે તેમ કહી ગમેતેમ બિભત્સ ગાળો આપી ફેટ ગડદાપાટુનો માર મારી બીજા આરોપીઓ પણ ગમેતેમ બિભત્સ ગાળો આપી ગડદાપાટુનો માર મારી અને તે વખતે બુમાબુમ થતા પાછળથી તેનો મિત્ર અતીક ખત્રી તથા અતીકનો બનેવી તે આવી જઈ બોલાચાલી ઝગડો કરી અને અનીશના પિતા અયુબભાઇ નીચેથી પત્થર તેના હાથમાં લઈ છુટ્ટો મારતા મારી જમણી આંખ ના નીચે ના ભાગે  વાંગી ઈજા થતા તે વખતે મારો સાળા ના દિકરા સાદીક ચૌધરી આવી વધુ મારમાંથી છોડાવતા તેને પણ વાળ પકડી ગડદાપાટુનો માર મારી આરોપી અનીશે છુટો પથ્થર મારી ફરીના સાળાના દિકરા સાદીક ચૌધરીને મોઢામાં ઉપરના ભાગે ઈજા કરી બે દાંત તોડી ફરીની પત્ની સુફીયાના મોબાઈલ ફોનને નુકશાન કરી એકબીજાને મદદગારી કરી મે.પો.કમિ.સા શ્રી ના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા  વિ.બાબતે તા.૦૭/૦૩/૨૦૨૬ ના ક.૦૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.એલ. જોધ્ધા બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૦૮૮/૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૩૫૨, ૧૧૮(૧), ૩૫૧(૨), ૫૪ તથા જી.પી.એક્ટ.કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ગૌતમ રોહિતભાઈ માળી રહે-નવાપુરા કેવડાભાગ વિઠ્ઠ્લેશ એપારર્મેંન્ટ ની સામે નવાપુરા  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)શ્યામ રાજુભાઈ કહાર (૨) જયદિપ શયામ કહાર(૩)મિતેશ શયામ કહાર રહે- કહાર મોહોલ્લો  નવાપુરા વડોદરા શહેર નાઓએ તા.૦૬/૦૩/૨૦૨૬ ના રાત્રિના ક.૨૩/૩૦ વાગ્યાની આસપાસ મોજે-કેવડાબાગ નવાપુરા નાકા પાસે આ ત્રણ  જણે ફરીયાદી પાસે આવી ફરિયાદીના ભાઈ ને ગાળો બોલવા બાબતે ઉગ્ર રીતે બોલાચાલી કરી માર મારવાની ધમકી આપી માર મારેલ અને ફરીયાદી નાઓને માથાના તથા પિઠ ના ભાગે ડંડા મારી ગડદાપાટુ મારી ફરીયાદીનાઓને તથા તેના ભાઈ નાઓને માથાના ડાબી બાજુ કમરના ભાગે ઇજાઓ પહોચાડી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૭/૦૩/૨૦૨૬ ના ક.૦૧/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ગજ્જુભાઈ વિઠ્ઠલભાઈ નવાપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      નવાપુરા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૦૮૯/૨૦૨૬ બી.એન.એસ કલમ  ૧૧૫(૨), ૩૫૨,૧૧૮(૧) ૩૫૧(૨) ,૫૪ તથા જી.પી.એક્ટ.કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્યામ રાજુભાઈ કહાર રહે- કહાર મોહોલ્લો  નવાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ગૌતમ રોહિતભાઈ માળી (૨) શેલેષભાઈ  રોહિતભાઈ માળી (૩)હાર્દિક રાજુભાઈ માળી  ત્રણે  રહે-નવાપુરા કેવડાભાગ વિઠ્ઠ્લેશ એપારર્મેંન્ટ ની સામે નવાપુરા  વડોદરા શહેર નાઓએ તા-૦૬/૦૩/૨૦૨૬ ના રાત્રિના  ક ૨૩/૩૦ વાગ્યાની આસપાસ મોજે-કેવડાબાગ નવાપુરા નાકા પાસે હાજર હતા તે અરસામા ત્રણે  જણે ફરીયાદી પાસે આવી ફરિયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે ઉગ્ર રીતે બોલાચાલી કરી માર મારવાની ધમકી આપી માર મારેલ અને ફરીયાદી નાઓને હાથના ભાગે બેટ મારી તથા ગડદાપાટુ મારી ફરીયાદીનાઓને ડાબી બાજુ પાંસળી અને કમરના ભાગે ઇજાઓ પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૩/૨૦૨૬ ના ક-૦૧/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. રમેશભાઇ મલાભાઇ નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ચોરીના કેસો.

૧.           અટલાદરા પો.સ્ટે. પાર્ટ “એ” ૧૧૧૯૬૦૪૪૨૬૦૧૧૫/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ની કલમ ૩૦૫(એ)૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્પેશકુમાર બદરીલાલ જૈન રહે. મ.નં-૨૮ રોયલ હેરીટેજ વિલા પુષ્પક હોમ સોસાયટી સામે બિલ કલાલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ શકમંદ આરોપીઓ (૧) હીરા કીર (૨) બાબુ કીર (૩) પ્રકાશ કીર રહે, ત્રણેય રાજસ્થાન તા.૦૧/૦૩/૨૦૨૬ ના કપ૧૦/૦૦ થી ક ૧૭/૩૦ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે મોજે- મ.નં-૨૮ના પ્રથમ માળે આવેલ ખુલ્લા રૂમમાંથી રોયલ હેરીટેજ વિલા પુષ્પક હોમ સોસાયટી સામે બિલ કલાલી રોડ વડોદરા શહેર ફરીયાદીના મકાનનુ ક્લિનિંગ (સફાઈકામ) કરવા માટે આવેલ ઉપરોકત શકમંદ મજુરોઓ (૧) હીરા કીર (૨) બાબુ કીર અને (૩) પ્રકાશ કીર નાઓએ ફરીયાદીના મકાનના પ્રથમ માળે આવેલ રૂમના ફર્નીચરના ખુલ્લા કબાટમાં રાખેલ લોકર ઉપરથી લોકરની ચાવી લઈ લોકર ખોલી લોકરમાં રાખેલ સોનાના અલગ અલગ દાગીના વજન આશરે ૧૨૦ ગ્રામ આશરે કિં.રૂ. ૨,૪૦,૦૦૦/- તથા ચાંદીની અલગ અલગ નાની મુર્તીઓ નંગ-૦૫ વજન આશરે ૪૦ ગ્રામ આશરે કિં.રૂ.૧૦,૦૦૦/-તથા રોકડ રકમ રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૭૫,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા-૦૬/૦૩/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જી.એ.અનાવાડીયા અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      ગોત્રી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૮૧/૨૦૨૬ ભારતિય ન્યાંય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપક સ/ઓ ખેમચંદ વંજારે રહે.એ/૧૦૨ મેલેઝીમો-૩ નીલામ્બર સર્કલ પાસે નીલામ્બર થી પ્રીયા ટોકીઝ રોડ  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૧૭/૦૨/૨૦૨૬ ના ક.૧૮/૧૫ વાગ્યાથી તા.૧૮/૦૨/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. ફરીયાદીના ઘરમાંથી તેઓના પેન્ટના ખીસ્સામાં મુકેલ રૂ.૪૬,૦૦૦/- ની ચોરી થયેલ જેની આજદિન સુધી તપાસ કરવા છતા મળી નહિ આવી ગુનો થયા વિ. બાબતે તા.૦૬/૦૩/૨૦૨૬ ના ક. ૨૧/૩૦  વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.કે.બારોટ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     મોબાઇલ સ્નેચીંગના કેસો.

૧.      હરણી પો.સ્ટે પાર્ટ-એ.ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૦૯૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૪(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકભાઇ  રાજેંદ્રભાઇ સોલંકી રહે બ્લોક નં ૧૫ મ.નં ૩૦ કિશવાડી વુડાના મકાનમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ બે અજાણ્યા ચોર ઇસમ તા.-૦૫/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૩૯ વાગ્યાની આસપાસ મોજે.ને. હા.નં. 48 સંગમ હોટલ પહેલા રોડ ઉપર આરોપીઓ મો.સા. રજી નં GJ-06-SA-5848 ની લઇ આવી ફરીયાદીશ્રીની મો.સા.ની આગળ સ્ટેન્ડમા મુકેલ મોબાઇલ ફોન Redmi 14 C કંપની જેનો IMEI 863662081607783, IMEI 863662081607791 જેની આશરે કિ.રુ.૧૫,૦૦૦/- જે મોબાઇલ આચંકી (ઝુટવી) ભાગી જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૬/૦૩/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.     વાહન અકસ્માત/ ફેટલના કેસો.

૧.      નંદેસરી પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૧૨૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દીલીપસિંહ ઉદેસિંહ રાજ રહે, ભાણપુર ગામ ભાથીજીવાળુ ફળીયુ તા,આકલાવ જી.આણંદ નાઓની ફરિયાદ મુજબ તેઓના દીકરા  કમલેશકુમાર દીલીપસિંહ રાજ રહે, ભાણપુર ગામ ભાથીજીવાળુ ફળીયુ  તા,આકલાવ જી.આણંદ નાઓને તા.૦૬/૦૩/૨૦૨૬  ક.૧૫/૩૦ વાગ્યાના અરસામા મોજે. સાકરદા બ્રીજ થી નંદેસરી બ્રીજ જતા સર્વીસ રોડ ગોહીલપુરા જતા રસ્તા પાસે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી અને બેદરકારીથી ચલાવી લાવી ફરીશ્રીના દીકરાની  હોન્ડા સાઇન મો.સા. રજી.નં-GJ-23-DM-8637  ની સાથે ટક્કર મારતા ફરિનો દીકરો મો.સા.સાથે ગોહીલપુરા જવાના રસ્તા પાસે મંડપ સ્ટોર ગોડાઉનના સામે આવેલા મંડપ સ્ટોર લખેલ બોર્ડ સાથે અથડાઇ જઇ ખાડામા પાડી દઇ શરીરે માથાના ભાગે તથા ચહેરાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી પોતાનુ વાહન લઇ નાશી જઈ ગુનો વિગેરે બાબતે તા.૦૬/૦૩/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી જે.ટી.નિનામા નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૧૭૧/૨૦૨૬ બી.એન.એસ.-૨૦૨૩ની કલમ ૨૮૧,૧૨૫ (એ), ૧૨૫(બી),૩૨૪(૨) તથા મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ ની કલમ ૧૭૭, ૧૮૪,૧૩૪  મુજબના ગુનાના કામના ફરિયાદી મણીભાઇ  મગનભાઇ સુનેસરા રહે. બી/૬૨, પ્રતાપનગર રેલ્વે કોલોની પ્રતાપનગર વડોદરા શહેર  નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ફોર વ્હિલ ચાલક તા.૨૭/૦૨/૨૦૨૬ના બપોરના ૧૪/૦૦ થી  ૧૪/૧૫ વાગ્યા દરમ્યાન મોજે- હજીરા ત્રણ રસ્તા પ્રતાપનગર ફરીયાદીશ્રી પોતાની ટુ વ્હિલર રજી નં.GJ-06-SB-4240 આરોપીએ પોતાનુ ફોરવ્હીલ  પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીશ્રીની એક્ટીવાને ડાબી સાઇડ ઉ૫ર અથાડી ટક્કર મારી ફરીયાદીશ્રી તથા એક્ટીવા નીચે પડી જતા ફરીયાદીશ્રીને જમણા પગના ઘુંટણે તથા જમણા પગે એડીની ઉપરના ભાગે બે ફેક્ચર કરી ઇજા પહોંચાડેલ અને ફરીયાદીશ્રીની એક્ટીવાને ડાબી સાઇડના પડખે ગોબો પાડી નુકશાન કરી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૩/૨૦૨૬ ના ક.૧૬/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. નરસિંહભાઇ કેરાજી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.     ધાક-ધમકીના કેસો.

૧.      અટલાદરા પો.સ્ટે. પાર્ટ “એ” ૧૧૧૯૬૦૪૪૨૬૦૧૧૬/૨૦૨૬ ધી ભારતીય૬ન્યાય સંહીતા સને-૨૦૨૩ની કલમ ૨૯૬(૨), ૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નમ્રતાબેન વા/ઓ ધવલભાઇ દિપકભાઇ ઠક્કર હાલ રહે-મ.નં.૭૩ આકૃતી ડુપ્લેક્ષ કલાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ધવલભાઇ દિપકભાઇ ઠક્કર  રહે, મ.નં. ૭૨ એસોસિયેટ સોસાયટી અકોટા વડોદરા શહેર તા.૦૬/૦૩/૨૦૨૬ના ક.૧૦/૩૦ વાગે મોજે. દિલ્હી પબ્લિક સ્કુલના રિસેપ્શન ઓફિસ પાસે કલાલી ફરીયાદી તેઓના મમ્મી હર્ષાબેન નાઓ સાથે ફરીયાદીના દિકરાને લેવા માટે ડી.પી.એસ સ્કુલ ખાતે ગયેલ તે વખતે ફરીયાદી ના પતિ આરોપી ધવલભાઇ ઠકકર નાઓ ડી.પી.એસ સ્કુલના રિસેપ્શન ઓફિસ પાસે આવી ફરીયાદી દિકરા સાથે મળ્યા પછી ફરીયાદીની દિકરી રાજવીને મળવાની ના પાડી ઉશકેરાઇ જઇ ફરીયાદીને બિભત્સ ગાળો બોલી અને ચપ્પુથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૦૬/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ દેવેન્દ્રભાઇ વેજાભાઇ અટલાદરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૭.     છેતરપીંડીના કેસો.

૧.      રાવપુરા પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૦૪૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી નિરવભાઇ હિંમતભાઇ વાળા રહે:મ.નં.૦૭, મેઘા હાઉસ ગાયત્રીકૃપા સોસાયટી, ગોત્રી રોડ, વડોદરા શહેર મુળ રહે.મ.નં. ૧૭૪, ખોડીયારનગર, ગોપનાથ રોડ પાવઠી-ગામ, તા.તળાજા જી.ભાવનગર  નાઓની ફરિયાદ મુજબ આરોપી અત્તાઉર રહેમાન સાકીર મેમણ રહે.એ-૧૩,શાંતિવન સોસાયટી, મહાબલીપુરમ પાસે,તાંદલજા રોડ,વડોદરા શહેર નાઓએ તા.૨૦/૦૨/૨૦૨૬ ના વહેલી સવારથી  રાત્રીના ક.૨૩/૦૦ વાગ્યા દરમ્યાન મોજે.લાલકોર્ટ સામે, સુરસાગર તળાવ ગેટ નં.૦૨ની પાસે,રાવપુરા ફરીયાદીશ્રીના હવાલાવાળી મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની ફ્રોન્ક્સ ફોર વ્હીલ કે જેનો રજી નં.GJ-06-RC-6183 તથા જેનો ચે.નં.MBHKWD13SSB501706 તથા એ.નં. K12NP7634662 નો હોય કે જેની કિં. રૂ. ૮,૦૦,૦૦૦/- જે ફરીયાદીશ્રીએ તેમના મીત્ર અનિલભાઈ બાબુભાઇ બલદાણીયા નાઓના નામ ઉપર તેમના અંગત ઉપયોગ માટે તેમજ ભાડાની આવક માટે ખરીદ કરેલ હતી. જે ફોર વ્હીલ ફરીયાદીના કુંટુબી ભાઇ કશ્યપભાઇ વાળાને ફોન કરી ભાડા પેટે કુરજીભાઇ વાળા મારફત લાલકોર્ટ સામે, સુરસાગર તળાવ ગેટ નં.૦૨ની પાસે,રાવપુરા વડોદરા શહેર ખાતે મંગાવી ત્રણ દિવસના ભાડા પેટે ચલાવવા લઇ જઇને આજદિન સુધી ફરીયાદીશ્રીને પરત નહી આપી ફરીયાદીશ્રીની જાણ બહાર રાજસ્થાન ખાતે પોતાના આર્થીક ફાયદા સારૂ સગેવગે કરી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.06/03/2026 ના ક.19/00 વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.કે.કાતરીયા રાવપુરા  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૮.     વાહન ચોરીના કેસો.

૧.      ગોરવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૧૧૪/૨૦૨૫  ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ (બી.એન.એસ) ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મહેન્દ્રકુમાર હિમતારામ સ્વામી રહે.મ.નં.એ-૦૧/૧૬૭ પ્રમુખપ્રીત પાર્ક સોસાયટી ઝવેરનગર હરણી વારસીયા રીંગ રોડ  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૨૪/૦૨/૨૦૨૬ ના ક.૧૦/૦૦ વાગ્યાથી ક.૦૧/૧૫ વાગ્યા દરમ્યાન મોજે.સારાભાઇ કેમ્પસમાં આવેલ એટલાન્ટીંસ બીલ્ડીંગમાં પાર્કીંગમાં પાર્ક કરેલ એક સુઝુકી કંપનીની એક્સેસ જેનો રજીસ્ટર નં GJ-06-SA-6770નો છે.જે મેટ રોયલ બ્રાઉન કલરની જેનો ચે.નં.MB8DP12PKR8C18385 તથા એં.નં. AF213849372નો છે. જે સને-૨૦૨૪ ના મોડલની જેની કિં.રૂા.૮૮,૦૦૦/- ગણી શકાય તે મોટર સાયકલની કોઇ ચોર ઇસમે લોક ખોલી ચોરી કરીને લઈ ગયેલ હોય જે ગુનો કયો વિ.બાબતે તા.0૬/0૩/૨૦૨૬ ના ક.૨૨/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એમ.આર.ગાગાંણી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      હરણી પો.સ્ટે પાર્ટ એ .ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૦૯૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨)  મુજબના ગુનાના કામના ફરિયાદી જીતેંદ્રભાઇ હેમાજી વણઝારા રહે.મ.નં.૯૬, બાપા સિતારામનગર ખોડીયાર નગર રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૭/૨૦૨૫ ના સાંજના ક.૧૯/૦૦ વાગ્યા આસપાસ  તા.૨૨/૦૭/૨૦૨૫ ના ક.૦૮/૦૦ વાગ્યાની આસપાસ.મોજે, બાપા સિતારામનગર ખોડીયારનગર રોડ ફરિયાદી ની મો.સા. જેનો રજી.નં.GJ 06 QC 3509 જેનો ચે.નં.MBLHAW127N5L56894 તથા એં. નં. HA11EYN 5L04754 નો છે જે બ્લેક સિલ્વર કલરની જે ૨૦૨૩ ના મોડલની છે જેની કિં.રૂ.૪૦,૦૦૦/- જે મો.સા. કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા લોક તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૩/૨૦૨૬ ના ક.ક.૧૭/૩૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ઉમેશભાઇ કાનજીભાઇ હરણી  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.