Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૭/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૬/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૭૮ કિ.રૂ.૧૫,૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૨૦૬, કવાટરીયા નંગ-૦૪, મોબાઇલ ફોન-૦૨, ફોર વ્હીલ કાર-૧ મળી કુલ કિં.રૂ.૬,૮૭,૦૫૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૭ સહીત કુલ-૨૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.         વાહન અકસ્માતના કેસો:-

૧.         છાણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૫૨૬૦૧૪૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૫,૧૨૫(એ‌‌),૧૨૫(બી),૩૨૪, એમ.વી.એક્ટની કલમ-૧૭૭,૧૮૪,૧૮૫ તથા પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪ ની કલમ-૩(૨)(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી ચંપાબેન વા/ઓ દીપકસિંહ પરમાર રહે-અંબાજીવાળુ ફળીયુ, શંકરપુરા ગામ તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ટેન્કર રજી નં- GJ-03-AZ-3232 નો ચાલક તા.૦૬/૦૪/૨૦૨૬ ના આશરે ક-૧૮/૩૦ વાગ્યાના સુમારે મોજે-વડોદરા થી વાસદ તરફ જતા ને.હા.નં-૪૮ના જી.એસ. એફ.સી. બ્રીજ ઉતરતા સીલ્વર પ્લેટ હોટલની સામે સર્વીસ રોડ તરફ જવાના કટ ઉપર તહોમતદારે દારુ જેવા કેફી પીણાનો નશો કરેલી હાલતમા તેઓનુ ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આગળ ચાલતી ફરીયાદીની ઓટોરીક્ષા નં-GJ-06-BW-4632 ની તેમજ તેની આગળ માણસો બેસાડીને જતી આઇસર સાથે અથડાઇ જવાથી રીક્ષાનો કચ્ચરઘાણ વળી જશે અને તેમા બેસેલ માણસો મરી જશે તેવુ જાણવા છતા પુરઝડપે હંકારી લાવી રિક્ષાને પાછળથી અથાડી આગળ જતી આઇસરમા થોડે સુધી ઘસેડી લઇ જઇ એક્સીડન્ટ કરતા રીક્ષામા બેસેલ ડ્રાઇવર મુકેશભાઇ ભરતભાઇ પરમાર તથા રિક્ષામા સવાર ભઇલાલભાઇ રાઇજીભાઇ રાઠોડીયા નાઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેઓ સ્થળ ઉપર મરણ ગયેલ તેમજ ફરીયાદીશ્રીને પીઠના ભાગે તથા જમણા હાથના ભાગે ફ્રેક્ચર કરી અને રીક્ષાની આગળ જતી આઇસરમા બેસેલ મુસાફરોને નાની મોટી ઇજાઓ કરી રોડની બાજુનો સરકારી થાંભલો તોડી નાખી નુકશાન કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૬/૦૪/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી આર.એલ.પ્રજાપતી  છાણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.         મારામારીના કેસો:-

૧.      કારેલીબાગ પો.સ્‍ટે પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૬૦૧૫૯/૨૦૨૬ ભારતીય ન્યાય સહીંતા કલમ-૧૧૫(૧),૧૧૮(૧),૨૯૬(ખ‌),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ઈકબાલહુસેન અહેમદહુસેન પઠાણ રહે-પોપટપુરા ગામ મસ્જીદની સામે તા-ગોધરા જી-પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ આરોપી રીયાસત ઈબ્રાહીમ સિંધી તથા અમન રીયાસત સિંધી બન્નેરહે.મણીયાર મહોલ્લો, મહીલા પોલીસ સ્ટેશનની સામે કારેલીબાગ વડોદરા શહેર નાઓએ તા.૦૬/૦૪/૨૦૨૬ ના ક-૧૪/૪૫ વાગે મોજે-મણીયાર મહોલ્લો, મહીલા પોલીસ સ્ટેશનની સામે કારેલીબાગ ખાતે આરોપી નાઓએ ફરીયાદી સાથે ગાળાગાળી કરી તથા અમન સિંધી અચાનક ઉસ્કેરાઈને ફરીયાદીને તારાથી થાય તે કરી લેજે તેમ કહી ઉસ્કેરાઈને ફરીયાદી તથા તેમની સાથે આવેલ સાહેદોને ગમેતેમ ગંદીગાળો આપી ઝઘડો કરી અને રીયાસત નાઓ ફરીયાદીની પત્નિને ડાબા ગાલ ઉપર થપ્પડ મારી ફરીયાદીને ગડદાપાટુનો માર મારી તથા આ રીયાસત નાઓએ ફરીયાદીને જમણા હાથની છેલ્લી આંગળી ઉપર છરી મારી તથા સાહેદ જેબુનીસ્સા અયુબખાન પઠાણ નાનીને પણ જમણા હાથની પહેલી આંગળી ઉપર છરી મારી ગુનો કરી ગુનામાં એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૪/૨૦૨૬ ના ક-૧૮/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી  ડી.બી.પટેલ કારેલીબાગ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૩૨૬૦૧૧૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી દિપક કૃષ્ણાદેવ દુબે રહે.મ.નં.૩૧ પી એન્ડ ટી કોલોની અર સર્કલ પાસે હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સન્ની ઠાકોર (૨) ગૌરવ ઠાકોર નાઓએ તા.૦૬/૦૪/૨૦૨૬ ના સાંજે ક.૦૫/૩૦ વાગે મોજે પી.એમ.આવાસ યોજનાના મકાનો તરફ જવાના રસ્તાના કોર્નર પર પાણીપુરીની લારી પાસે મંગલ પાંડે રોડ સમા આરોપી સન્ની ઠકોર નાઓએ ફરીયાદીને પકડી તેઓએ પહેરેલ ગળામાંનો કાળા કલરનો દોરો ખેંચી રાખી પથ્થર વડે પાંચથી છ વખત માથામાં મારી તેમજ આરોપી ગૌરવ ઠાકોર નાઓએ ફરિયાદીને જમણા હાથની ટચલી આંગળીમાં ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયાર વડે માર મારી ઈજાઓ પહોચાડી ગુનામાં એકબીજાની મદદગારી કરી મે. પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૪/૨૦૨૬ ના ક.૨૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ  દિપકકુમાર પોપટભાઈ સમા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      વારસીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૬૦૦૯૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૮(૧),૧૧૫(૨),૧૨૫(એ),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ભરતભાઈ સુંદરદાસ સહેજરામાણી રહે.મ.નં.એલ/૪૨, કમળાબા એપાર્ટમેન્ટ,નાયરા પેટ્રોલપંપની સામે,વારસીયા રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અશ્વીન ધોબી તથા (૨) તેનો ભાઈ નાઓએ તા-૦૫/૦૪/૨૦૨૬ ના રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યા આસપાસ ફરીયાદી નાઓ પોતાના એપાર્ટની નીચે પોતાની એવીએટર ગાડી પાર્ક કરી દુધ-દહી લેવા બાજુની ગણેશ ડેરી જતા હતા ત્યારે સામાવાળા અશ્વીન ધોબી તથા તેનો ભાઈ ફરિયાદીના એપાર્ટમેંન્ટની નીચે બેસેલ હતા ત્યારે સામાવાળા અશ્વીન ધોબી નાઓએ ફરીયાદીને તેની પાસે બોલાવી ફરિયાદીના પિતરાઈ ભાઈ રાજેશભાઈ ચતુરભાઈ જગ્યાસી નાઓએ ફરિયાદીના દિકરા નૈતિકને લાફો મારેલ તે અંગે સામાવાળાને ઠપકો આપેલ જેની અદાવત રાખી તા.૦૫/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગે સામવાળા અશ્વીન ધોબી તથા તેનો ભાઈ બન્ને નાઓએ ફરિયાદી સાથે બોલાચાલી ઝગડો કરી છુટા હાથની મારામારી કરી સામાવાળા અશ્વીને તેની પાસેની એક્ટીવા જેવા વાહની ચાવી ફરીયાદીના જમણી બાજુની પાંસળી પાસે મારી ઈજા પહોચાડેલ તેમજ ફરીયાદીના પિતરઈ ભાઈ રાજેશભાઈ છોડાવવા વચ્ચે પડતા સામાવાળા અશ્વીનના ભાઈએ છુટો પથ્થર ફરિયાદીના ભાઈને મારતા તેઓને માથાના ભાગે ઈજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૪/૨૦૨૬ ના ક.૧૮/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મુકેશભાઇ પ્રભુદાસ વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૩૨૬૦૧૧૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વિશ્વાસ શાંતિલાલ માછી રહે.મ.નં.૭૦૧ યુ ટાવર પી.એમ.આવાસ યોજના મકાન અઘોરા મોલની પાછળ મંગલ પાંડે રોડ સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) આઝાદ રાણા (૨) રામલખન રાણા નાઓએ તા.૦૬/૦૪/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગ્યે મોજે. પી.એમ.આવાસ યોજનાના મકાનો તરફ જવાના રસ્તાના કોર્નર પર પાણીપુરીની લારી પાસે મંગલ પાંડે રોડ સમા આરોપી આઝાદ રાણા તથા રામલખન રાણા નાઓ આવી સાહેદ અમિત ઉર્ફે ગૌરવ ઠાકોરને “તુ હાર્દિક પરમારને ત્યાં લુંટ કરવાનો છે તેવુ જાણવા મળેલ છે” તેમ કહી બન્ને આરોપીએ ગાળા ગાળી કરી ફરિયાદીને આરોપીએ જમીન પરનો પથ્થર લઈ બોચીમાં બરડામાં તેમજ કપાળમાં ડાબી બાજુ મારી સાધારણ ઈજા કરી તથા ફરિયાદીની હાથમાંની લાકડી ઝુંટવી લઈ ફરિયાદીને ડાબા પગે જાંગમાં મારી ઈજા પહોચાડી એકબીજાની મદદગારી કરી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૪/૨૦૨૬ ના ક.૦૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. દિપકકુમાર પોપટભાઈ સમા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.        વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો:-

૧.      .અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૬૦૧૩૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮ (૪), ૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કલ્પેશ બિપિનચંદ્ર ઝીંઝુવાડીયા રહે, એ/૩૯ ઇંદ્રપુરી સોસાયટી હરણીરોડ વડૉદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી દર્શન સુરેશભાઇ વોરા રહે.૫, મિતુલ એપાર્ટમેંટ, આનંદનગર સોસા યટી, પાલડી ભઠ્ઠા, અમદાવાદ શહેર નાઓએ તા.૧૬/૧૨/૨૦૨૫ થી આજદિન સુધી મોજે 'અલંકાર આર્ટ સેન્ટર’ દ્વારકેશ કોમ્પલેક્ષ, વેલકમ હોટલ પાસે, અલકાપુરી રોડ આરોપી ઇસમ દર્શન વોરા નાઓ ફરીયાદીશ્રીના સબંધી હીરેનભાઇ પાટડીયાનાઓની ઓળખાણ થકી તેઓની દૂકાને આવી તેઓની દુકાનેથી સૌપ્રથમ ૨૩ ચાંદીના સેટ જેનુ વજન (૩૯૦૧.૮૬૦ ગ્રામ) જેની તે દિવસના ભાવ પ્રમાણે કુલ કિ.રૂ.૧૨,૬૨,૧૭૦/- તથા બીજીવાર ૧ કીલો ૪ ગ્રામ ચાંદી જેની કુલ કિ.રૂ.૨,૦૬,૮૨૪/- તથા તા.૨૨/૧૨/૨૦૨૫ ના રોજ દર્શનના ઓર્ડર મુજબ તેઓએ અમદાવાદ ખાતે રહેતા તેઓના બનેવી શારવકુમારની દુકાનેથી તેને અપાવેલ ૧ કિલો ૪૯૮ ગ્રામ ચાંદિના રુપીયા ૩,૧૪,૫૮૦/- મળી કુલ્લે રૂા. ૧૭,૮૩,૫૭૪/- ના મત્તાની ચાંદી લઈ ગયેલ હોય જેમા પચાસ હજાર રૂપિયા રોકડા હીરેનભાઇને આપી બાકીના રૂપિયા ૧૭,૩૩,૫૭૪/- તેઓએ માંગતા તેણે ગોળ ગોળ જવાબ આપી ગલ્લા તલ્લા કરી ખોટા વાયદાઓ કરી ફરીયાદીશ્રી પૈસા માંગતા ધાક ધમકી આપી આજદિન સુધી ફરીયાદી શ્રીને લેવાના બાકી નીકળતા પૈસા તેઓને નહી આપી તેઓની સાથે છેતરપીંડી ,વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ. બાબતે તા-૦૬/૦૪/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી કે.કે.કરોતરા અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.        અન્ય ગુનાઓના કેસો:-

૧.      સમા પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૧૧૦/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૨૪ (૪) મુજબના ગુનાના કામના ફરિયાદી અમિત રામનાથ શર્મા રહે. મ.નં.ડી/૩૦૧ નિશર્ગ કોમ્પ્લેક્ષ દિવાળીપુરા કોર્ટની સામે અકોટા વડોદરા શહેર મુળ રહે. ૨૧ મહલ કચેરી જુની ઇન્દોર મધ્યપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપી મોહિત લાખનસિંગ દોહરે રહે, પુનમનગર સમા વડોદરા શહેર નાઓએ તા.૦૬/૦૩૪૨૦૨૬ ના ક.૧૫/૪૫ વાગે મોજે.સેવન પેરેડાઈઝ કોમ્પ્લેક્ષની સામે મામલતદાર કચેરીની બાજુ વડોદરા શહેર ફરીયાદી પોતાની  હ્યુન્ડાઈ કંપનીની એકસ્ટર ફોર વ્હિલર રજી.નં.GJ 06 PM 8875 ની લઇ પસાર થતા હતા તે દરમ્યાન એક પાણીપુરીની લારીના ચાલકે તેની લારી ફરિયાદીની ફોરવ્હિલરનો ડ્રાઈવર સાઈડના પાછળનો દરવાજાને અથાડી વચ્ચેથી બેન્ડ કરી આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- જેટલુ નુક્શાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૩૪૨૦૨૬ ના ક. ૨૦/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ દિપકકુમાર પોપટભાઈ સમા પો.સ્ટે નાઓએ  સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.