Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૭/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૬/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૩, બાઇક-૦૧ કિ.રૂ.૩૭,૮૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો-૫૮, ઇ.કવાટરીયા નંગ-૦૧ કિ.રૂ.૧૫,૭૬૯/- મળી કુલ કિંરૂ. ૫૩,૫૬૯/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૩ સહિત કુલ ૨૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાતના કેસો

૧.         અકોટા પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૩૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૫૪, ૬૧(૨) IT Act – ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરીયાદી એ.એસ.આઇ. હરેશકુમાર જલેશ્વરજી બ.નં.૬૯૭ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) કરણ રામચંદ લોકવાણી ઉ.વ. ૩૨, (૨) જોનાથન જોનસન દાસ ઉ.વ.૩૨, (૩) પંકજ અશોક જેઠવાણી ઉ.વ.૪૦ (૪) આલેરસુલ મુસ્તાકઅલી સૈયદ ઉ.વ.૩૪ તા.૦૬/૦૬/૨૦૨૬ ના કલાક ૨૨/૨૫ વાગ્યે મોજે. ૧૦૧, beryl એપાર્ટમેન્ટ,આઇનોક્સ ની સામે, રેસકોર્સ, વડોદરા આ કામના આરોપીઓએ એકબીજાની મેળાપીપણા કરી ગેર કાયદેસર રીતે પોતાનો આર્થીક ફાયદા મેળવા સારૂ વિદેશમા રહેતા લોકોને ફોનમા વોઇસ કોલ કરી CITY CREDITS તરફથી તેઓની લોન મંજુર કરવામા આવેલ છે. તેવુ ફોન કરી જણાવી તેમની પાસે થી તેમના પ્રીપઇડ ડેબીટ કાર્ડ નો નંબર તેમજ એક્ષપાઇરી ડેટ અને સીવીવી નંબર મેળવી લઈ વિદેશી નાણા વિશ્વાસઘાત છેતરપીડી થી મેળવેલ તે નાંણા આરોપી નં:૦૧ નાઓ USDT મા કન્વર્ટ કરી તેમના વોલેટમા USDT મેળવી લોન આપવાના બહાને વિદેશી લોકો સાથે ઇલેકટ્રોનીક માધ્યમ થી વિશ્વાસઘાત છેતરપીડી કરી ચારેય ઇસમ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ–૦૮ કી.રૂ. ૧,૮૦,૦૦૦/- તેમજ લેપટોપ નંગ-૦૭ કી.રૂ. ૧,૩૫,૦૦૦/- તેમજ રાઉટર નંગ – ૧ કી.રૂ, ૧૦૦૦/- તેમજ સદર ફ્લેટનુ લાઇટબીલ કિં.રૂ ૦૦/- તથા રુ.૪૧,૦૦૦/- રોકડ મળી કુલ કિંમત રૂપીયા ૩,૫૭,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૬/૨૦૨૬ ના  કલાક ૦૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્‍સ.શ્રી ડી.વી.બલદાણીયા અકોટા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ઘરફોડના કેસો

૧.      પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ-ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી સુરેશભાઇ ભીખાભાઇ ધોબી ઉ.વ.૬૫ ધંધો-નિવૃત રહે, મ.નં.૦૩, નટરાજનગર સોસાયટી, દિપ મેડીકલ પાસે, કલાદર્શન ચાર રસ્તા,વાઘોડિયા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ નાએ ગઈ તા.૦૫/૦૬/૨૦૨૬ ના કલાક-૨૦/૦૦ વાગ્યાથી તા.૦૬/૦૬/૨૦૨૬ ક.૦૮/૪૫ વાગ્યા દરમ્યાન મ.નં.૦૩, નટરાજનગર સોસાયટી, દિપ મેડીકલ પાસે, કલાદર્શન ચાર રસ્તા, વાઘોડિયા રોડ, વડોદરા શહેર ખાતે આવેલ ફરી.ના મકાનના મુખ્ય દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી ઘરમા પ્રવેશ કરી સોનાના ઘરેણા જેની આશરે કિંમત રૂ.૧,૯૫,૦૦૦/- ની મત્તાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૬/૨૦૨૬ ના ક.૧૭/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી વી.એસ.દેસાઇ પાણીગેટ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૨૯૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી સ્નેહલકુમાર નટવરભાઇ રાજ ઉ.વ.૩૮ ધંધો-નોકરી હાલ રહે.જે/૧૦૩ સાઇપુંજન રેસીડેન્સી જહાંગીરપુરા રોડ, સુરત મુળ રહે.મ.નં.૧૪૮ ચામુંડાનગર-૦૨ પાસે વિશ્વામીત્રી સ્કુલની સામે, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૦/૦૫/૨૦૨૬ ના કલાક ૨૧/૩૦ વાગ્યા થી તા.૩૧/૦૫/૨૦૨૬ ના કલાક ૧૫/૦૦ વાગ્યાના કોઇપણ સમયે મોજે- મ.નં.૧૪૮ ચામુંડાનગર-૦૨ પાસે વિશ્વામીત્રી સ્કુલની સામે, આજવા રોડ, વડોદરા શહેર ખાતે  કોઇ અજાણ્યો ચોર ઇસમે ઘરના લોખંડના દરવાજાનો નકુચો તોડી લાકડાના દરવાજાનો લોક તોડી ઘરમા પ્રવેશી ઘરના બેડરૂમની તીજોરીમા મુકેલ સોનાની વીટી નંગ-૦૨ જે બન્ને વીટી ૦૭-૦૭ ગ્રામ હોય જેની આશરે કિ.રૂ.૧૫૦૦૦/- ની ગણી શકાય તે તથા બગસરાનો નેકલેસ તથા દુકાનના ગલ્લા માથી અલગ-અલગ દરની ચલણી નોટો તથા ચલણી સિક્કા મળી કી.રૂ.૨૫૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૪૦,૦૦૦/- ની મતાની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય વિગેરે બાબતે તા.૦૬/૦૬/૨૦૨૬ ના કલાક ૨૦/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.બી.પટેલ બાપોદ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     અન્ય કેસો

૧.      રાવપુરા પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૨૬૨૬૦૧૫૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૯૪(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અ.લો.ર. જનકસિંહ વનરાજભાઇ બ.નં.૩૬૮૨ નોકરી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૦૫/૦૬/૨૦૨૬ ના રાત્રીના કલાક ૧૯/૪૫ વાગ્યાના સુમારે રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે જાહેરમાં આ કામે આરોપી નં.(૧)શહેઝાદખાન મહેબુબખાન પઠાણ ઉ.વ.૨૩ રહે.મચ્છીપીઠ,જેબા કલેકશનની સામે,રાવપુરા,વડોદરા તથા નં.(૨) રીયાઝ સોયેબભાઇ પટેલ ઉ.વ.૧૯ રહે.મકાન નં.૧૨,કરુજી ફલેટ,ગાર્ડન પાસે, મોટી મસ્જીદ અકોટા વડોદરા શહેર તથા નં.(૩)અવીનાશ નાનજીભાઇ મેકવાન ઉ.વ.૩૩ રહે છાણી જકાતનાકા નવાયાર્ડ એશી રામવાડી છાણી વડોદરા શહેર તથા નં.(૪) અયાઝ ઇનાયખાન શેખ રહે.શિયાપુરા મોહલ્લો,રાવપુરા,વડોદરા શહેર નાઓ વાહન સાઇડમાં ખસેડવા બાબતે જાહેરમાં બખેડો ઉભો કરી ઉગ્ર બોલાચાલી તકરાર કરી પ્લાસ્ટીકના પાઇપોથી મારામારી કરી મે.પોલીસ કમિશ્રનર સાહેબશ્રીના હથિયારબંધી જાહેરનામા ક્રમાંક:જી/સી.પી/ વિ.શા./હથિયારબંધી જાહેરનામુ/ ૨૩૮૫/૨૦૨૬ તા.૨૦/૦૫/૨૦૨૬ નો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કોન્સ.કાનાભાઇ જબરાભાઇ રાવપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      બાપોદ પો.સ્ટે. પાર્ટ–એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૯૧/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ- ૨૯૬, ૩૫૧(૩), ૩૫૬(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દેવયાનીબેન વા/ઓ લક્ષ્મણભાઇ મગનભાઇ પરમાર ઉ.વ.૬૧ ધંધો- ઘરકામ, રહે, મકાન નંબર- ૪૦૧, દિપમ ફ્લેટ, વૈકુઠ-૦૧, વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ભરતભાઇ મહિજીભાઇ રોહિત રહે- ચંદ્રનગર સોસાયટી, તરસાલી વડોદરા શહેર તથા (૨) નિલ્પેશ ઉત્તમ વાઘ રહે તરસાલી, વડોદરા (૩) પ્રવિણભાઇ ઉદેસંગ પરમાર રહે,પાદર, વડોદરા શહેર તથા બીજા ચારથી પાંચ માણસો તા.૧૫/૦૫/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગ્યાના સુમારે મોજે. બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર આરોપીઓએ ફરીયાદી સાથે ગેરવર્તન કરી ફરી.ને જાહેરમા ગાળો આપી ફરી.નુ અપમાન કરી, ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેમજ ફરીયાદીશ્રી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને ગુજરાત પ્રદેશ ભીમસેનાના અધ્યક્ષ હોય અને સામાજીક કાર્યકર્તા હોય ગઈ તા. ૨૪/૦૫/૨૦૨૬ તથા તા.૨૫/૦૫/૨૦૨૬ ના રોજ બી-૧ ન્યુઝ ચેનલના ભરતભાઇ નાઓની સાથે વાતચીતમા આરોપી નં. ૦૧ નાઓએ ફરીયાદીનુ મોઢુ કાળુ કરી ફરીયાદીને ગધેડા ઉપર ફેરવવાની વાત કરી ફરીયાદીનુ અપમાન કરી ફરીયાદીના માન સન્માનને ઠેસ પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૬/૦૬/૨૦૨૬ ના કલાક ૨૦/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ જે.એલ.જોધ્ધા બાપોદ  પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.